Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧ : પુંડરીક
દ્વારા પણ નિર્માણ નહીં કરાયેલા વિત્તિમા = કૃત્રિમ અખિહળા = નાશરહિત અવજ્ઞા = અવંધ્ય, અવશ્ય કાર્ય કરનાર, અપુરોહિયા = કાર્યમાં પ્રવૃત્ત ન કરનાર સત્તતા = સ્વતંત્ર સાલયા = શાશ્વત.
ભાવાર્થ :– તે ભૂત-સમૂહને જુદા-જુદા નામથી ઓળખવા જોઈએ, જેમ કે– પૃથ્વી એક મહાભૂત છે, જળ બીજું મહાભૂત છે, અગ્નિ ત્રીજું મહાભૂત છે, વાયુ ચોથું મહાભૂત અને આકાશ પાંચમું મહાભૂત છે. આ પાંચ મહાભૂતો કોઈ કર્તા દ્વારા નિર્મિત નથી કે અન્ય દ્વારા પણ નિર્માણ કરાવેલા નથી, તે અમૃત છે, અન્યની અપેક્ષા રહિત છે, અકૃત્રિમ છે, તે અનાદિ, અનંત, અવશ્ય કાર્ય કરનાર છે. તેને કાર્યમાં પ્રવૃત્ત કરનાર કોઈ બીજો પદાર્થ નથી, તે સ્વતંત્ર તેમજ શાશ્વત-નિત્ય છે.
૨૧
२७ आयछट्ठा पुण एगे एवमाहु- सतो णत्थि विणासो, असतो णत्थि संभवो । ए तावताव जीवकाए, एतावताव अत्थिकाए, एतावताव सव्वलोए, एवं मुहं लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि ।
से किणं किणावेमाणे, हणं घायमाणे, पयं पयावेमाणे, अवि अंतसो पुरिसमवि विक्किणित्ता घायइत्ता, एत्थ वि जाणाहि णत्थि एत्थ दोसो ।
ભાવાર્થ :- કેટલાક(સાંખ્યવાદી) પંચમહાભૂત અને છઠ્ઠા આત્મતત્ત્વને માને છે. તેઓ એમ કહે છે કે સત્નો વિનાશ નથી થતો ને અસત્ ની ઉત્પત્તિ નથી થતી, પંચમહાભૂત જીવ કાય છે, પંચભૂતોનું અસ્તિત્વ માત્ર જ અસ્તિકાય છે, સમગ્ર લોક પંચમહાભૂત રૂપ છે, આ પંચમહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. વિશેષ શું કહેવું? તણખલાનું કંપન માત્ર પણ આ પંચમહાભૂતોથી જ થાય છે.
આ દૃષ્ટિએ આત્મા અસત્ અથવા અકિચિત્કર હોવાથી સ્વયં ય-વિક્રય કરે કે કરાવે, અન્ય જીવોનો પ્રાણઘાત કરે કે કરાવે, સ્વયં રાંધે કે બીજા પાસે રંધાવે, ઉપલક્ષણથી આ બધાં અસદનુષ્ઠોનોનું અનુમોદન કરે અને કોઈ પુરુષની દાસ તરીકે ખરીદી કરી તેનો ઘાત કરે, તો પણ તે પુરુષ દોષનો ભાગીદાર થતો નથી કારણ કે આ બધી પાપપ્રવૃત્તિમાં કોઈ દોષ નથી, એ પ્રમાણે જાણો.
२८ ते णो एयं विप्पडिवेर्देति, तं जहा- किरिया इ वा जाव अणिरए इ वा । ए वामेव ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाइं कामभोगाई समारंभइ भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा तं पत्तियमाणा जाव इति ते जो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
दोच्चे पुरिसज्जाए पंचमहब्भूइए त्ति आहिए ।
શબ્દાર્થઃ-વિકિવ = વિપરીત વિચારવાળા.
ભાવાર્થ :- પંચ મહાભૂતવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, નરક કે નરકથી ભિન્ન કોઈ ગતિ નથી. તેઓ વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની પાપ પ્રવૃત્તિ દ્વારા આરંભ-સમારંભ કરે છે. આ રીતે તેઓ અનાર્ય છે, વિપરીત માન્યતાવાળા છે. તે વિપરીત માન્યતાની જ શ્રદ્ધા અને પ્રરૂપણા કરતા યાવત્ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગમાં ફસાઈને ખેદને પામે છે. આ રીતે અહીં બીજો પુરુષ પાંચ મહાભૂતવાદી કહેવામાં આવ્યો છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org