Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જ છે. વિશેષમાં પહેલાં કરતાં બીજા ગ્રુતસ્કંધના અધ્યયનો મોટા હોવાથી તે “મહા અધ્યયન” કહેવાય છે. પ્રસ્તુત બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયનો છે, જેમાં દાર્શનિકતા અને સૈદ્ધાંતિકતાનો સુમેળ જોવા મળે છે. દ્વિતીય શ્રુતસ્કંધનો વિષય:અધ્યયન પહેલું: પુંડરીક :- પુંડરીક એટલે શ્વેતકમળ. આ અધ્યયન દ્વારા “એક વિશાળ પુષ્કરિણીની’ દષ્ટાંત રૂપે કલ્પના કરવામાં આવી છે. તે પુષ્કરિણીમાં ઘણા સુંદર કમળો ખીલેલા હતા. સર્વ કમળો મનોહર તથા દર્શનીય હતા. તે બધા કમળોની મધ્યમાં એક શ્રેષ્ઠતમ, અનેક પાંખડીઓવાળું સફેદ કમળ હતું, તે તેની મનોહરતા, દર્શનીયતા અને કમનીયતાના કારણે બધા કમળોથી કંઈક વિશિષ્ટ અને અલગ જણાતું
હતું.
પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી એક એક પુરુષ આ કમળથી આકર્ષાઈને, તેને મેળવવાની લાલચથી પુષ્કરિણીમાં ગયા અને કીચડમાં ફસાઈ ગયા. અંતે એક પાંચમો પુરુષ આવ્યો, તે વિવેકી ભિક્ષુ હતો, તે લલચાયો નહીં, અલિપ્ત રહ્યો, તે અલિપ્ત પુરુષને આ અધ્યયનમાં નિગ્રંથ શ્રમણ રૂપે નવાજ્યો છે.
જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં કાદવથી અલિપ્ત રહે છે, તેમ મુનિરાજ સંસારથી નિર્લેપ રહી, સ્વયં નિરપેક્ષભાવમાં રહી ધર્મમાં રૂચિ રાખનાર રાજા-મહારાજા આદિ અન્ય જીવોને ધર્મોપદેશ દ્વારા વિષય ભોગથી નિવૃત્ત કરીને મોક્ષમાર્ગના પથિક બનાવે છે અને સંસારથી પાર કરે છે. પ્રથમ અધ્યયનમાં આવા શુદ્ધ ચારિત્રવાનું સાધુઓનું કથન કરવામાં આવ્યું છે. અધ્યયન બીજું : ક્રિયાસ્થાન :- જગતમાં બે સ્થાન છે– (૧) ધર્મસ્થાન અને (૨) અધર્મસ્થાન. તેમાંથી ધર્મસ્થાન ઉપશાંત અર્થાત્ શાંતિવાળું છે અને અધર્મસ્થાન અનુપશાંત છે. જેઓને પૂર્વકૃત શુભકર્મોનો ઉદય વર્તતો હોય તે શક્તિશાળી પુરુષો ઉપશાંત સ્વરૂપવાળા ધર્મસ્થાનમાં રહે છે અને સામાન્ય પુરુષો અનુપશાંત સ્વરૂપવાળા અધર્મસ્થાનમાં રહે છે. કોઈપણ ક્રિયાવાનુ જીવ આ બેમાંથી કોઈ એક સ્થાનમાં હોય છે. સુખ-દુઃખને અનુભવતા જીવોના ૧૩ પ્રકારના ફિયાસ્થાનોનું વર્ણન આ અધ્યયનમાં છે. જેમાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
એકથી બાર ક્રિયાસ્થાન દ્વારા સાંપરાયિક કર્મબંધ થતો હોવાથી તે સંસાર પરિભ્રમણનું કારણ છે અને તેરમું ક્રિયાસ્થાન વીતરાગી પુરુષોમાં વિદ્યમાન હોવાથી તે કલ્યાણનું કારણ છે. જે પુરુષ બાર ક્રિયાસ્થાનને છોડી તેરમા ક્રિયાસ્થાનને પામે છે, તે
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary