Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ભૂલ માફ કરો. રાજા નિર્ણય પર અફર(દઢ) રહ્યા. શેઠે કહ્યું– પાંચને છોડો, ચારને છોડો, રાજા કહે–ના, ત્રણને છોડો–ના, બેને છોડો-ના. આખરે શેઠે કહ્યું– એક વંશ વારસને બચાવો, નાથ! બચાવો. રાજા પીગળી ગયા, એક મોટાને છોડ્યો. પિતાના પાંચ પુત્ર ગયા તેનું દુઃખ ઘણું જ થયું પરંતુ એકને બચાવ્યાનું સુખ થયું. તેમ છે ઉદક પેઢાલપુત્ર ! સંસારી જીવો સંપૂર્ણ દયા પાળી શકતા નથી, તે અલ્પતમ દયા પાળી શકે છે, માટે ત્રસ જીવને મારવાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા સંતો કરાવે છે, તે સુપચ્ચખાણ છે. તેમાં ભૂત શબ્દ લગાડવાની બિલકુલ જરૂરત રહેતી નથી.
ઉદકે કહ્યું– પ્રભો માનો કે સઘળા ત્રસ જીવો મરીને સ્થાવર થઈ જાય તો તે કોની દયા પાળે? જે ત્રસના જીવ હતા તે જ સ્થાવર થયા છે. તો તેને આ દોષ નહીં લાગે?
ગૌતમે કહ્યું– ઉદક! તેવું ક્યારેય બનતું નથી. સઘળા ત્રસ જીવો સ્થાવર બની જાય અને સ્થાવરમાંથી સઘળા ત્રસ બની જાય તેવું કદાપિ ન જ બની શકે. જીવો તો અજર અમર છે. તેની ગતિ-નામ વગેરેની પર્યાય પલટાય છે તેથી તે ત્રસ કે સ્થાવરમાં જાય છે. ચારગતિ શાશ્વતી છે. બધા જ સ્થાવર થતા નથી, પરંતુ પ્રત્યાખ્યાન કરનારા સર્વવિરતિ અણગાર સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરે છે. તેઓ જાવજીવનું ચારિત્ર ગ્રહણ કરે છે. કદાચિત્ તેઓ ચારિત્રમાં ઢીલા પડી ગયા અને પાછા હે ઉદક! તે ચારિત્રવાન સાધુ સંસારમાં આવે ખરા? હા પ્રભુ! આવે ખરા. તો હે ઉદક! તે સંસારમાં આવ્યા પછી ગૃહવાસ ચલાવે ખરા ? ત્યારે તેના નિયમો ક્યાં ચાલ્યા જાય? તેઓ પહેલા ગૃહસ્થી હતા, પછી સંત બન્યા, પછી ગૃહસ્થી બન્યા ત્યારે સંસાર ચાલુ થઈ જાય છે. તેમ ત્રસકાયને મારવાના પચ્ચકખાણવાળા ત્રસકાય પૂરતા જ નિયમ પાળે છે. તે જ જીવો સ્થાવર થઈ જાય પછી તેના પચ્ચકખાણ તૂટતા નથી. શ્રમણોપાસકના નિયમ માત્ર અવધિવાળા(સીમાવાળા-મર્યાદાવાળા) હોય છે. તેમાં ક્ષેત્ર, કાળ અને ભાવથી તેમજ દ્રવ્યથી, જે કાયવાળા જીવોને, મારવાના જે રીતે પચ્ચખાણ કર્યા હોય, તે રીતે પદાર્થ કે જીવ જે પર્યાયમાં હોય, ત્યાં સુધીના નિયમ હોય છે, માટે ગૃહસ્થને જે રીતે પ્રત્યાખ્યાન કરાવવામાં જે શબ્દો છે, તે યથાવત્ યોગ્ય છે. તેમાં જરાય અધિકમેળવવાની જરૂરત નથી. આ પચ્ચખાણ સુપચ્ચખાણ છે. એવા અનેક દષ્ટાંત આપીને ઇન્દ્રભૂતિ ગણધરે ઉદક, પેઢાલપુત્રની જિજ્ઞાસાપૂર્વકની દલીલને યુક્તિપ્રયુક્તિપૂર્વકના પ્રશ્નોના જવાબ આપીને પ્રત્યાખ્યાનનો મહિમા દર્શાવીને યોગ્ય સમાધાન કર્યું. તે સમાધાન પેઢાલ પુત્રના અંતરમાં વસી ગયું અને ચાતુર્યામ ધર્મ બદલાવી પ્રભુ મહાવીરના શાસનમાં આવી પંચમહાવ્રત–સપ્રતિક્રમણ ધર્મયુક્ત નિગ્રંથપણું સ્વીકાર્યું. આવો કદાગ્રહ રહિત સમર્પણ ભાવનું સૂચન કરાવતો સંવાદ, ભાવપૂર્વક વાંચો તો કલ્યાણનો માર્ગ સુશોભિત બની જાય. આ છે– જિજ્ઞાસાપૂર્વક કરેલા સવાલો અને પ્રેમ પૂર્વક આપેલા સમાધાન આપતા જવાબો.
આસન્ન મોક્ષગામી, તદ્ભવ મોક્ષગામી જીવો ભદ્રિક પરિણામી હોય છે. સમાધાન થતાં સાચા રાહ પર આવી, જીવન શુદ્ધિ કરી મોક્ષે ચાલ્યા જાય છે. આવા સુંદર સંવાદનું દશ્ય અમારા મતિજ્ઞાનના પરિવારે જોયું, સંવાદ સાંભળ્યો, તેઓ શીતલીભૂત થઈ ગયા, આનંદથી મહેકી ઊઠ્યા. અવગ્રહકુમારે અર્થ જાણ્યા, ઈહાકુમારીએ ગૌતમ અને ઉદક પેઢાલપુત્રનો સંવાદ
45
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt