Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અમારો મત અપનાવો. અમે ક્યારેય નાની હિંસા કરતા નથી. ફક્ત એક વરસે એક હાથીને મારીએ છીએ. તેનું માંસ એક વરસ પર્યત ચલાવીએ છીએ, તેથી અમે હિંસા કરનારા નથી. તેનો ઉત્તર આદ્રક મુનિવરે આપ્યો- તમારું આ પંચેન્દ્રિય હત્યાનું કૃત્ય પણ મહાપાપ કહેવાય છે. સંસારના ત્યાગી ભિક્ષુઓ ક્યારેય આવી હિંસા કરતા નથી, તે તો સર્વ જીવોને અભયદાન આપે છે અને ત્યારે જ તે સ્વયં અભય સ્વરૂપ બને છે.
આ રીતે બધા મતવાદીઓના મતનું ખંડન કરી આગળ વધીને આÁકમુનિ પ્રભુ ચરણોમાં પહોંચી પાંચ સમિતિપૂર્વક, ત્રણ ગુપ્તિ સહિત, છકાયના રક્ષક બની, જીવ દયા પ્રતિપાલક બની, સંયમ ધર્મનું પાલન કરવા લાગ્યા અને તપ કરી પૂર્વ કર્મ ક્ષય કરવા લાગ્યા.
જૈન અણગારનું સાધક જીવન કેવું હોવું જોઈએ તેનું પદે-પદે પરમાત્માએ જ્ઞાન કરાવ્યું છે. સંયમ-તપનું વિશુદ્ધ પાલન કરનાર સાધકને આ રોચક સંવાદ દર્શાવી કલ્યાણકારી માર્ગદર્શાવ્યો છે.
આ રીતે ઈહાકુમારીએ તીર્થકર માર્ગના ગુણગ્રામ કરી પ્રભુના માર્ગને બિરદાવ્યો, અવાયકુમારે આહત ધર્મ જ શ્રેષ્ઠ છે તેમ નિર્ણય દર્શાવ્યો. ધારણાદેવી તો તાજુબ થઈ ગયા. તેણીએ અણગાર ધર્મના સુસંસ્કારને સ્મૃતિના કેમેરામાં ગ્રહણ કરી લીધા. અન્ય ધર્મોના એકાંતવાદના આગ્રહનો આયાસ છોડી, સાપેક્ષવાદથી પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી, મારો મતિજ્ઞાનનો ઉપયોગ ઉપશમભાવે શ્રુતજ્ઞાનની પાંખ ફફડાવી, આ ક્ષેત્રમાંથી વિદાય થઈ આગળ વધ્યો. પરમપ્રાણ પામવાનો પ્રયાસ સાતમો(અધ્યયન સાતમ) - મારા મતિજ્ઞાનના ઉપયોગ આÁકીય સંવાદ સાંભળી, વિચારી, વીતરાગ માર્ગને નમન કરી, જયનાદના નારા સાથે શ્રુતજ્ઞાનની પાંખે ઉડ્ડયન કરી, રાજગૃહ નગરના હસ્તિયામ વનખંડમાં, શેષદ્રવ્યા નામની જલશાળાની મધ્યમાં રસાલા સહિત ઉતારો કર્યો. બધા સ્વસ્થ હતા. છ છ અધ્યયનની ધારણા દ્વારા છએ ઇન્દ્રિયોને જ્ઞાનથી તૃપ્ત કરી કંઈક નવીન જાણવા ઉત્સુક બની રહ્યા હતા.
અવગ્રહકુમાર ચક્ષુઇન્દ્રિયને ઈશારો કરી કહી રહ્યા હતા કે જરા આ બાજુ જુઓ...કેવું રમણીય સ્થળ છે? જલશાળાનો બાંધનારો લેપ નામનો ગાથાપતિ શ્રાવક, પંચમાં પૂછાય તેવો ન્યાય નીતિયુક્ત વ્યવહારકુશળ, સદાચારી, પરસ્ત્રીત્યાગી, બારવ્રતધારી નાલંદીય ગામમાં વસતો હતો. તેમણે ધનની મર્યાદા કરી અને શેષ દ્રવ્ય રહ્યું તેને ખર્ચ કરી તાપથી પીડાતા લોકોની તૃષા શાંત કરવા માટે, એક સુંદર પરબ બાંધ્યું તેથી તેનું નામ શેષ દ્રવ્યા ઉદકશાળા રાખવામાં આવ્યું.
વળી અવગ્રહે કહ્યું ચક્ષુસા બહેન હવે આ બાજુ જુઓ...કેવું સુંદર વનખંડ અને તેના મનહર ઉદ્યાનમાં ભગવાન મહાવીર વિરાજે છે અને ત્યાં એક ગૃહમાં બે સંત બિરાજે છે. તે સંત પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર, સુવર્ણ કાયાવાળા તપસ્વી ભગવાન ઇન્દ્રભૂતિ છે અને તેમની સામે વિનય પૂર્વક બેઠેલા, ત્રેવીસમા તીર્થંકર પારસનાથની પરંપરાના મેતાર્ય ગોત્રના ઉદક પેઢાલપુત્ર અણગાર નિગ્રંથ છે. ચક્ષુઇન્દ્રિયે જોયું અને અર્થાવગ્રહ કુમારે અર્થ કર્યો, ત્યાર પછી બોલ્યો- તેઓ બંને વાર્તાલાપ કરી રહ્યા છે. આપણને જોવાથી દશ્યની ખબર પડી હવે વાર્તાલાપ
43
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt