Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Th( 5.
હે ભિક્ષુઓ ! શાક્ય દર્શન આવું નિસ્સારપણું દર્શાવે છે, કારણ કે ખોળમાં પુરુષની કલ્પના, તુંબડામાં બાળકની કલ્પના, મૂરખ માનવ પણ ન કરી શકે અને પામર પ્રાણીને પણ તેવી કલ્પના થઈ શકતી નથી. માટે એવી કલ્પના જ કરે છે તે અનાર્ય છે.
મશ્કરીપૂર્વક આદ્રક મુનિવરે પેલાં શાક્ય ભિક્ષુઓને કહ્યું – આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો તમારો સિદ્ધાંત છે. તમે તો જીવોના કર્મફળનો અત્યંત સુંદર વિચાર કર્યો છે. આપનો આ યશ પૂર્વ પશ્ચિમના સમુદ્રપર્યત ફેલાઈ રહે છે. ઓ હો હો.. તમે તો પુણ્ય-પાપની વિપરીત પ્રરૂપણા કરી રહ્યા છો!
આ રીતે આર્તક મુનિવરે જડબેસલાક પ્રશ્નોત્તરી કરીને, શાક્ય ભિક્ષુઓની અનેક દલીલો સહિતની માન્યતાનું ખંડન કરીને આગળ બોલ્યા-પ્રતિદિન બે હજાર શાક્યભિક્ષુઓના ભોજન કાજે જાણતાં કે અજાણતાં અનેક ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરાય અને તે હિંસાથી યુક્ત ભોજન જમાડનારને સદ્ગતિ પ્રાપ્ત થાય, તેવું અંશમાત્ર માની શકાય નહીં, પણ તે દાતાની અધોગતિ થાય છે. તેવા દાતા તથા હિંસાકારી ઉપદેશદેનારા વક્તા પરલોકમાં નરકગતિ પામે છે અને આ લોકમાં નિંદાને પાત્ર બને છે.
ભગવાન મહાવીરના સંતો તો પ્રાણીઓની વિરાધના ન થઈ જાય તેની કાળજીપૂર્વક સાવધાની રાખે છે; એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યત દરેક જીવોની દયા પાળે છે; હિંસાનો ત્યાગ કરે છે; સાધુ નિમિત્તે બનેલા ઔદેશિક કે આધાકર્મી દોષોથી દૂષિત થયેલા આહારનો પણ ઉપભોગ કરતા નથી.
જૈન શાસનમાં સાધુઓનો અનુપમ ધર્મ આ જ છે અને મોક્ષ પ્રાપ્ત કરાવનારો આ જ ધર્મ છે. કોઈ તીર્થકરોએ ક્યારેય માંસાહારને પ્રશસ્યો નથી. તેવો આહાર ક્યારેય સમાધિ આપનાર નથી. જે સંતોને સમાધિ પ્રાપ્ત કરવી હોય તેઓ નિગ્રંથ ધર્મમાં રહી આધાકર્માદિ રહિત, વિશુદ્ધ આહારની ગવેષણા કરી, સંયમના અનુષ્ઠાનોને પાળી સમાધિ પ્રાપ્ત કરી શકે છે, તેવો ઉપદેશ આપ્યો છે.
ત્યાર પછી આદ્રક મુનિવરે આગળ વિહાર કર્યો. ત્યાં વેદાંતી બ્રાહ્મણો મળ્યા. તેઓએ આદ્રક મુનિવરને રોકીને કહ્યું–વેદબાહ્ય એવા જૈનધર્મનો સ્વીકાર ન કરો. તમે ક્ષત્રિય પુત્ર છો તો અમારા જેવા વિદ્વાન બ્રાહ્મણોનું રક્ષણ કરો. વેદ કહે છે કે યજ્ઞ કરી, વિદ્વાન બ્રાહ્મણોને જે ભોજન કરાવે છે, તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તેનો ઉત્તર આદ્રક અણગારે આપ્યો- હે વેદાંતીઓ ! આવો હિંસક આહાર કરનારનો કદાપિ મોક્ષ થતો નથી. અરે..સદ્ગતિ પણ મળતી નથી. ત્યાંથી આગળ વધ્યા તો સાંખ્યદર્શનવાળા મળ્યા. તેમણે ૨૪ સંખ્યામાં ધર્મ માન્યો, આત્માને કૂટસ્થ નિત્ય દર્શાવ્યો. પ્રકૃતિ જ પાપ-પુણ્ય બાંધે છે. આત્મા કંઈજ કરતો નથી. તેનો જવાબ આદ્રક મુનિવરે આપ્યો- આત્મા કર્મ કરે છે અને શુભાશુભ કર્મ પ્રમાણે ફળ પામે છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયૅ અનિત્ય છે. આ રીતે તે સાપેક્ષવાદને સ્થાપી આગળ વધ્યા.
ત્યાં રસ્તામાં હસ્તી તાપસો મળ્યા. બધાના ધર્મનું ખંડન કરી તમે પધાર્યા છો, તો
().
42
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt