Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઘટે છે, પરંતુ આ બધા અપવાદ માર્ગોને જૈનદર્શનમાં નગણ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્સર્ગ માર્ગની પુરજોશ ઘોષણા કરી રાજમાર્ગ પ્રદર્શિત કર્યો છે. સૂયગડાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધમાં સ્પષ્ટ આભાસ જોઈ શકાય છે.
સાતમા “નાલંદીય” અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના શિષ્યરૂપે કુમારપુત્રીય શ્રમણનો ઉલ્લેખ છે. ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કુમારપુત્રીય શ્રમણનું
શ્રી પાર્શ્વપ્રભુના શ્રમણ ઉદક પેઢાલપુત્ર સાથે મિલન થયું. બંને સંતોની જ્ઞાન ચર્ચા વિચારણામાં શ્રમણ શ્રી ઉદક પેઢાલપુત્ર કંઈક ગૂંચવણમાં આવી ગયા. પોતાના અંતરના સમાધાન માટે તેઓ સાક્ષાત્ ગૌતમ સ્વામીના ચરણે જઈ ઊંડાઈથી પોતાના મંતવ્યની વિવેચના કરે છે. ત્યારે ગૌતમ સ્વામીએ તેમના મંતવ્યની અનાવશ્યકતા સમજાવીને સાચી રીતે શ્રમણોપાસકના વતસ્વરૂપની વિવેચના કરી છે. એટલું જ નહીં, પરંતુ ઉદક શ્રમણને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં લઈ જાય છે.
આ અધ્યયનથી સ્પષ્ટ જોઈ શકાય છે કે એક નિશ્ચિત્ત માર્ગ પર ભગવાન મહાવીરના શ્રમણો અને શ્રમણીઓ ચાલતા હતા. તેઓ આડી-અવળી કોઈ પણ તાર્કિક દલીલને સ્થાન આપતા ન હતા. તેઓ પ્રબળ ત્યાગમાર્ગને અવલંબીને જ ચાલવાનો ઉદ્ઘોષ કરતા હતા.
તે વખતના આ શાસ્ત્રીય અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે સંતો કોઈ પ્રકારના રાજનૈતિક, સામાજિક કે પારિવારિક પ્રશ્નોનો બિલકુલ સ્પર્શ કરતા નહીં અને જીવો પ્રત્યેનો સંયમ, કષાયનો ત્યાગ તથા આત્મતત્ત્વની અડગ શ્રદ્ધાને મહત્ત્વ આપતા હતા અને તેને જ અવલંબીને ચાલતા હતા તથા તે જ મોક્ષ માર્ગ છે, તેવું ચરિતાર્થ કરતા હતા.
સમગ્ર શ્રુતસ્કંધમાં અન્ય ધાર્મિક અજ્ઞાન ભરેલા પરિબળોની કે જેમાં જીવહિંસા હોય તેવી માન્યતાઓનું સ્પષ્ટ ખંડન જોવા મળે છે અને પોતાનો નિશ્ચિત ધર્મ હજાર માણસોની વચ્ચે નિડર ભાવે કહેવા માટે પાંચમા અધ્યયન જેવા પદોમાં સ્પષ્ટ આજ્ઞા આપી છે. પરંત ભાષાનો વિવેક જરા પણ ભૂલવાનો નથી અને અન્યની અશાતનાં ન થાય તેવી દોષ રહિત, ગુણ ભરેલી ભાષા વાપરવાનો આદેશ આપ્યો છે.
આ શ્રુતસ્કંધના કોઈ પણ અધ્યયનની કોઈ પણ પંક્તિ વાંચો તો તેમાં અધૂરા સંયમ રહિત મતોનું નિરાકરણ કરી, જીવદયા અને છકાય જીવોની રક્ષા માટેની ડગલે પગલે ભલામણ કરી છે અને એક શાશ્વત માર્ગની સ્થાપના કરી છે. ભગવાનના નામે, આચાર્યોના મતે, પૂર્વના અરિહંતોના આધારે, સ્પષ્ટ થયેલા એક નિર્મળ નિગ્રંથ માર્ગનો ઉલ્લેખ જોવા મળે છે. તીર્થકર પ્રભુએ સ્વયં પોતે જ આ બધું કથન કર્યું છે, એમ ન કહેતાં ભૂતકાળમાં જે અરિહંતો કહી ગયા છે, ભવિષ્યમાં જે અરિહંતો કહેશે, તે શાશ્વત માર્ગનો હું ઉલ્લેખ કરું છું, તેની જ પ્રરૂપણા કરું છું. આમ મહાવીર પ્રભુએ વ્યક્તિની
$
22
-
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg