Book Title: Adhyatma Gita Author(s): Shrimad Devchandraji Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal View full book textPage 9
________________ અધ્યાત્મગીતા અનુભવ્યા પછી આ સંસાર કારાગૃહમાં મારાથી કેમ જીવી શકાય? ક્ષણ એમને મન વષ સમાન લાગી! - વડીલેની અનુમતિ વિના આ કાર્ય ન કરી શકાય એમ માની માતુશ્રી આગળ પિતાની સુંદર ભાવના વ્યક્ત કરી. પિતાશ્રી તે ચેડા - સમય પહેલાં જ દેવગત થયેલા અને બન્ધવર્ગમાં પણ પોતે વડીલ તરીકે હતા. એટલે માતા તરફથી તરત અનુમતિ મળવી અશક્ય લાગતી હતી: છતાં અનેક પ્રયત્નો કરી સંબંધી વર્ગને વાસ્તવિક હકિકત સમજાવી અને અનુ મેળવવામાં સફળ થયા! હૈયું નાચી ઉડ્યું! સ. ૧૯૭૦માં માગસર સુદ ૬ના મંગલ દિને સુવિશુદ્ધ ચારિત્રપાત્ર વાગડ સમુદાયમાં દીક્ષા અંગીકાર કરી - પરમ તપસ્વી સંયમન સ્વ. દાદાગુરુ શ્રી જીતવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાંતમૂર્તિ શ્રી હરવિજયજી મહારાજના પટ્ટપ્રભાવક કચ્છ વાગડ દેશદ્ધારક સુવિહિત શિરોમણી સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મ.ના આાવર્તિ પરમ વિદુષી સાથ્વીરત્ન શ્રી આણંદશ્રીજી મ. ના સુશીલા સુવિનિતા સા. ચંદન શ્રીજી, તેમના શિષ્યા સરલ સ્વભાવી ગુરુભકિતપરાયણ સાવી ચંપાશ્રીજીના શિષ્યા તરીકે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીનું નામ સાધ્વીજી ગુણશ્રીજી રાખવામાં આવ્યું.. સંયમજીવનની અપૂર્વ આરાધના કરવા સાથે તેમને ગુરુ પ્રત્યેનો અખંડ વિનય, ભક્તિ અને સમર્પણભાવ. આ ત્રિવેણી સંગમ એ અદ્દભુત સાથે-જેના લીધે તેઓશ્રી ગુરુદેવના મનમંદિરમાં અજોડ સ્થાન પ્રાપ્ત કરી લીધું. ગુરુ મહારાજની પાવન નિશ્રામાં રહી, સુંદર આરાધના કરવા સાથે સંસ્કૃત, પ્રાકૃત ભાષાને તથા જૈન સિદ્ધાતના અનુપમ તવજ્ઞાનને સારે અભ્યાસ કર્યો. આશ્રિતવર્ગને પણ સુંદર રીતે અધ્યયનાદિ કરાવી અને સંયમ જીવનને મર્મ સમજાવતા. પરેપકારભાવ, વાત્સલ્યભાવ, સહનશીલતા, ધીરતા, સ્થિરતા, વીરતા આદિ ગુણેને વિકસાવી અપૂર્વ ગુણ શોભા પ્રાપ્ત કરી પોતાના નામને ચરિતાર્થ કરી બતાવ્યું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 94