Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ અધ્યાત્મગીતા ૩૫ મેંહની, ડી છે અર્થ- બ્રહ્મ-શુદ્ધજ્ઞાનમય મુનિને આત્મા જ્યારે વિકલ્પ રહિત થાય છે, ત્યારે નિર્મલ આનંદમય સુખને અનુભવે છે. ભેદરત્નત્રયી (સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરુપ)ની તીર્ણતા અર્થાત્ તેમાં એકાગ્રપણે તન્મયતા થવાથી અભેદરત્નત્રયી પ્રગટે છે. (અર્થાત ત્રણેને ઉપયોગ એક સમયે વર્તે છે)... વિવેચન-વિકલ્પદશાને વિલય થતાં નિર્વિકલ્પદશામાં લીન બનેલા (શુદ્ધબ્રહ્મ) નિર્મલ આત્માને પરમાનંદમય સુખને અનુભવ થાય છે. અને આત્માના મુખ્ય ગુણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર જે અત્યાર સુધી પોતપોતાના કાર્ય કરનાર પરસ્પર સહાયક હતા તે હવે અન્યોન્ય (પરસ્પર)ની સહાયને બર્લિ અબ્રેકપણે પરિણમવવા લાગ્યા... કઈ રીતે અમેદપણે પરિણમ્યા તેનું રહસ્ય બતાવે છે – | દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગૂ એક એકના સ્વ સ્વ હેતુ થયા સમ કાલે તેહ અભેદતા એક પૂર્ણ સ્વાતિ સમાધિ ઘનઘાતિ દલ થિ ક્ષાવિક ભાવે પ્રગટે આતમ ધર્મ વિભિખTછે અર્થ- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ પ્રથમ એક બીજાના હાકાર હતા તેને ભેદત્રયી કહેવામાં આવે છે) તે હવે એકજ સમયે (સમકાલે) આત્માના અસંખ્યાત પ્રદેશ૫ ક્ષેત્રમાં સ્વ સ્વ (પતપિતાના) ગુણનાંજ હેતુ બન્યા (આ અભેદરત્નત્રયી કહેવાય છે, અને જ્ઞાનાદિ ગુણોમાં તન્મયતાપ પૂર્ણ સમાધિ પ્રાપ્ત થતાં ઘનઘાતી (ચારઘાતી) કર્મોને નાશ થશે અને જ્ઞાનાદિ ગુણ લાયકભાવે પ્રગટ થયા...! વિવેચન- પૂર્વે આત્માના દર્શન, જ્ઞાન ચારિત્ર, ગુણો એ પરસ્પર એકબીજાના હેતુ (કારણ) બને છે. જેમ-(દર્શન) સમ્યકૃત્વ ગુણ જાણવામાં જ્ઞાન હેતુ બને છે, અને તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ચારિત્ર હેતુ છે. તેમજ જ્ઞાનની શ્રદ્ધામાં સમ્યગદર્શન અને સ્થિરતામાં ચારિત્રગુણ હેતુભૂત બને છે, તથા ચારિત્રના શ્રદ્ધાનમાં અને જાણવામાં દશન-જ્ઞાન કારણ બને છે. આ પ્રમાણે પોતાનું ભિન્નભિન્ન કાર્ય કરતાં હોવાથી તે ભેદરત્નત્રયી કહેવાય . છે, પરંતુ પરસ્પરની સહાયતા વિના જ્યારે તે ગુણો એક જ સમયમાં આત્માના

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94