________________
અધ્યાત્મગીતા
સિદ્ધતાની રુચિ એજ મુનિપણું છે–
એહવી શુદ્ધ સિદ્ધતા કરણ બહા, ઈન્દ્રિય સુખ થકી જે નિરિહા, - પુગલી ભાવના જે અસંગી, તે મુનિ શુદ્ધ પરમાર્થ સંગી[૪]
અર્થ-જેને (પૂર્વ વણિત) શુદ્ધ સિદ્ધતા પ્રગટાવવાની રુચિ હોય છે અને જે ઈન્દ્રિયજન્ય (વિષય) સુખથી નિસ્પૃહ હોય છે, તેમજ જે શુભાશુભ-પુદ્ગલ માત્રના સંગથી રહિત હોય છે, તેજ નિર્મલ બુદ્ધિવાળો મુનિ શુદ્ધ પરમાર્થ (શુદ્ધ આત્મતત્ત્વ) ને રંગી બને છે.
વિવેચન-ભાવ મુનિનું લક્ષણ બતાવે છે—જેને શ્રી સિદ્ધ પરમાત્માનું સ્વરુપ જાણીને, પોતાની સત્તામાં રહેલી સિદ્ધતાને પ્રગટાવવાની તીવ્ર સચિ-અભિલાષા ઉત્પન્ન થાય અને બાય ઈન્દ્રિયજન્ય સુખ દુઃખરૂપ લાગે, તેને ભોગવવાની ઈચ્છા માત્ર પણ ન થાય, તેમજ પ્રત્યેક પુદ્ગલ પદાર્થના સંગના ત્યાગી બને છે. તેજ મુનિ શુદ્ધ (પરમાર્થ) તત્ત્વનાં રંગી થાય છે. અર્થાત શુદ્ધ સિદ્ધતાપ સાધ્યને સિદ્ધ કરવા તેના સાધને [ સમ્યગ્દર્શન (આત્મચિરુપ). સભ્યજ્ઞાન (આત્મજ્ઞાનરુપ), અને સમ્યચ્ચારિત્ર (આત્મરમતા૫) ] માં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરે છે. સિદ્ધતા પ્રગટાવવાના સાધનનું સ્વરુપ
સ્યાદવાદ આતમ સત્તા સચિ સમકિત તેહ... આતમ ધર્મનો ભામન નિર્મલાની જેહ..., આતમ રમણ ચરણ ધ્યાની આતમ લીન .. આતમ ધર્મ ર તેણે ભવ્ય સદા સુખ પીન.. [૪૪]
1 - અર્થ-સ્વાદુવાદ અનેકાન્તવાદ વડે પિતાની આત્મસત્તાને ઓળખી તેને પ્રગટાવવાની સચ તેજ સમકિત છે. જેને આત્મધર્મને નિર્મલ બંધ છે હોય તેજ સમ્યજ્ઞાની છે અને જે આત્મસ્વભાવમાંજ રમણના કરે છે તેજ ચારિત્રવાન મુનિ છે, જે આત્મામાં લીન બને છે તેજ નિર્મલધ્યાની છે, જે ભવ્યાત્મ નિરંતર આત્મસ્વભાવમાં રમે છે તેજ સદા સુખ-આનંદધનસના પાનથી આત્માને પુષ્ટ બનાવે છે.
વિવેચન- શુદ્ધ સિતા પ્રગટાવવાના સમ્યગ્માધનોનું સ્વરૂપ જણાવે છે. નિત્યઅનિત્ય આદિ અનેક ધર્મવાળી વસ્તુનું સાપેક્ષ જ્ઞાન તે વાદ છે, તેનાથી નિશ્ચય)