________________
અધ્યાત્મગીતા
જૈનધર્મની ઓળખાણ મુનિભગવંત દ્વારા થઈ શકે છે. માટે અહીં ભાવમુનિનું લક્ષણ બતાવે છે –
નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વર વિવેચન કરતાં થાયે લાભ સદીવ, નિશ્ચય ને વ્યવહારે વિચારે જે મુનિરાજ
ભવસાગરના તારણ નિભય તેહ જહાજ [૪૬]. અર્થ - જે નય નિક્ષેપ અને પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણુવડે જીવ અને અજીવના સહ્મ સ્વરૂપને જાણે છે, જેઓ સદા સ્વ (આત્મા) પર (જડ) ને વિવેક કરીને આત્મ સ્વરુપને લાભ પ્રાપ્ત કરે છે, અને જેઓ નિશ્ચયદષ્ટિ હૃદયસ્થ કરી વ્યવહારનું (પંચાચારનું) પાલન કરે છે, તે જ મુનિરાજ ભવસાગર તરવા માટે નિર્ભય જહાજ સમાન બને છે.
વિવેચન - સાત નય, ચાર નિક્ષેપા અને પ્રત્યક્ષાદિ પ્રમાણ એ પદાર્થને સ્વરૂપને જાણવાનાં સાધને છે.
જગતમાં મુખ્યતયા બે જ તત્ત્વ (પદાર્થ) છે – જીવ અને અજીવ. બાકીનાં (પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ) સાત તત્ત્વોને તેમાં સમાવેશ થઈ જાય છે.
१ प्रमाणनयैरधिगमः ૨ નિક્ષેપ=વિભાગ-વિવક્ષિત વસ્તુને (ચાર) વિભાગમાં વહેંચી તેનું સ્પષ્ટ જ્ઞાન કરાવનાર તે નિક્ષેપ, અર્થાત અનિર્ણિત વસ્તુને નામાદિ દ્વારા નિર્ણય કરાવે અથવા શબ્દ દ્વારા અર્થને અને અર્થ દ્વારા શબ્દને નિશ્ચિત બંધ કરાવે તથા અનભિમત વસ્તુને ત્યાગ અને અભિમત અર્થને સ્વીકાર કરાવવામાં ઉપયોગી થાય તે . નિક્ષેપ... * સ્વ-પરનું નિર્ણયાત્મક (નિશ્ચયાત્મક) જ્ઞાન તે પ્રમાણ, પ્રમાણના બે પ્રકાર(૧) પ્રત્યક્ષ, (૨) પક્ષ પ્રત્યક્ષના ત્રણ પ્રકાર- અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન. પરાક્ષના બે પ્રકાર- (૧) મતિ, (૨) શ્રત.