________________
અધ્યાત્મગીતા
છે, માટે અનેક કહેવાય છે. આમ એકમાં અનેકપણું ઘટવું, છતાં તે અનેક પ્રદેશ, ગુણ, પર્યાયમાં જીવ તો એક જ છે, માટે અનેકમાં એકપણું છે. (૫) વ્યવહારને સત્ - અસત પક્ષ:
જીવ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણે સત્ છે, જેમકે સ્વદ્રવ્ય-છવદ્રવ્ય જે ગતિમાં વર્તે છે તે, સ્વક્ષેત્ર-જે ક્ષેત્રને અવગાહીને રહ્યો છે તે, સ્વકાળ–પોતાનું આયુષ્ય પ્રમાણ હેય છે તે, સ્વભાવ–શુભાશુભ ભાવમાં રહે છે તે સ્વભાવ, એનાથી અન્ય-જે પરદ્રવ્ય, પારક્ષેત્ર, પરકાળ અને પરભવની અપેક્ષાએ અસત છે. આ પ્રમાણે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત હોવા છતાં પરવ્યાદિની અપેક્ષાએ અસત હોવાથી સમાં અસતપણું થયું, અને તે અસતપણામાં પણ જીવ પોતે સતપણે રહે છે. તેથી અસતમાં સતપણું જાણવું. (ક) નિશ્ચયને સત્ - અસત્ પક્ષ:
નિશ્ચયનયની અપેક્ષાએ જીવ સ્વદ્રવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી સત્ છે, અને પરવ્યાદિથી અસત છે, તે પૂર્વવત સમજી લેવું. અહીં સ્વદ્રવ્ય-જ્ઞાનાદિ ગુણવાળો જીવ, સ્વક્ષેત્ર–પિતાના અસંખ્યાતપ્રદેશને અવગાહીને રહેવું તે, સ્વકાળ – અગુરુ - લધુપર્યાયની હાનિ વૃદ્ધિ રુપ, અને સ્વભાવ–પિતાના ગુણપર્યાયની પ્રવૃત્તિ જાણવી, એ સિવાયના અન્ય પદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણવા. (૭) વ્યવહારનયે વક્તવ્ય-અવક્તવ્ય પક્ષ:
દયિક ભાવને વેગે છવ પ્રથમ ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી વાતે છે. તે સંસારી જીવના જેટલા ગુણ ક્વલીભગવાનથી વર્ણવી શકાય તે વક્તવ્ય અને જેટલા ગુણ વર્ણવી ન શકાય તે અવફતવ્ય જાણવાં. (૮) નિશ્ચયનયે વક્તવ્ય- અવકતવ્ય પક્ષ:
સિદ્ધ પરમાત્મા જેઓ ગુણસ્થાનક રહિત છે, અને લેકના અનંતભાગે બિરાજમાન થયેલા છે, તેમના જેટલા ગુણ કેવલીભગવાનથી કહી શકાય તે વક્તવ્ય અને તેથી પણ કહી શકાય નહિ તે ગુણે અવક્તવ્ય જાણવા.
એ રીતે પ્રત્યેક પદાર્થોમાં સ્યાદવાદનું જ્ઞાન થઈ શકે છે. આ સ્થાવાદ (અનેકાન્તવાદ) એજ વસ્તુને તાત્વિક (સત્ય) બંધ કરાવનાર છે અને એ બેધ એજ સમ્યજ્ઞાન કહેવાય છે કે જે આત્માના મોક્ષનું પ્રધાન કારણ છે, જેના દ્વારા આત્મામાં સમ્યગદર્શન અને સમ્યચ્ચારિત્ર પ્રગટ થાય છે, પરંપરાએ મોક્ષ પ્રાપ્તિ થાય છે.