Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 84
________________ અધ્યાત્મગીતા અર્થ- સિદ્ધના આત્મા એ પિતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણેના કર્તા છે. જ્ઞાનાદિ ગુણ એ કારણ છે, અને સ્વરુપ રમણતાપ કાર્ય છે, કેવલજ્ઞાનથી સકલ પદાર્થોને જાણે છે, શુદ્ધ સ્વભાવ૫ ભાગ્યના ભોક્તા છે, શુદ્ધ સ્વરુપના જ ગ્રાહક અને રક્ષક છે, શુદ્ધ સ્વભાવમાં જ તન્મયપણે વ્યાપક થયેલા છે અને સંપૂર્ણ આત્મગુણના પ્રકાશમાંજ લયલીન છે. વિવેચન-સિદ્ધ અવસ્થામાં આત્મા શરીર વિના કેવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે? તેના સમાધાનમાં જણાવે છે કે સિદ્ધાત્મ સ્વયં પિતાના પરિણામિકભાવ જેિ નિગમ અને સંગ્રહને અનાદિથી સત્તામાં રહ્યો હતો તે, એવંભૂતનયના મતે સિદ્ધિરૂપ કાર્ય ઉત્પન્ન થતાં પ્રગટ થયે છે તે ને વિષે જ્ઞાનાદિ ગુણદ્વારા સદા રમણતા (રુપકાર્ય કરી રહ્યા છે, તેને સ્પષ્ટપણે બતાવે છે... (૧) કેવલજ્ઞાનગુણવડે..અનંતય પદાર્થોને જાણે છે.. (૨) સ્વશુદ્ધ સ્વભાવરુપ ભોગ્ય[અનંતગુણ પર્યાયમયને સમયે સમયે ભોગવે છે. (૩) પરપુગલનું ગ્રહણપણું સર્વથા નાબૂદ થઈ જવાથી સ્વરુપનાજ ગ્રાહક બને છે... પરપુદ્ગલનું રક્ષકપણું સર્વથા દૂર થવાથી સ્વભાવનાજ રક્ષક હોય છે.. પરપુલની વ્યાપકતા સર્વથા નષ્ટ થઈ જવાથી નિર્મલ સ્વભાવમાં વ્યાપક હોય છે, અર્થાત પિતાના પૂર્ણ ગુણ પર્યાય ૫ પ્રકાશમાંજ સદા લયલીન બનેલા હોય છે... વ્યાદિની અપેક્ષાએ સિદ્ધ સ્વરૂપની વિચારણું :દ્રવ્યથી એક ચેતન અલેશ, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશ, ઉત્પાત નાશ ધ્રુવ કાલ ધર્મ, શુદ્ધ ઉપગ ગુણ ભાવ શર્મ [૪૧] " અર્થ– દ્રવ્યથી વિચારતાં લેયા રહિત સિદ્ધાત્મા એકજ છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ છે. કાળથી સ્વધર્મનું ઉત્પાત-વ્યય-ધ્રુવપણું છે, અને ભાવથી અનંત ગુણપર્યાયના સુખમાં શુદ્ધ ઉપયોગવાળા છે, અર્થાત્ અનંત ગુણપર્યાયાત્મક સ્વભાવસુખમાં ભગ્ન બનેલા છે...

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94