________________
અધ્યાત્મગીતા
જિહા એક સિદ્ધાત્મ તિહા છે અનંતા
અવન્ના અગધા નહિ ફાસમતા, આત્મગુણ પૂર્ણતા વંત સંતા...
નિરાબાધ અત્યંત સુખાસ્વાદવંત [3] અર્થ-જ્યાં એક સિદ્ધાત્મા રહે છે, ત્યાં અનંતાસિદ્ધ પરમાત્માઓ હોય છે, અને તે સર્વે અવર્ણ – વણરહિત, ગંધરહિત અને સ્પર્શ રહિત હોય છે, તેમજ આત્મગુણની પૂર્ણતાવાળા અને નિર્મલ હોય છે, તથા અવ્યાબાધ અનંત સુખના આસ્વાદ કરનારા હોય છે.
વિવેચન-પૂર્વની ગાથામાં સિદ્ધોની અવગાહના બતાવી. તેજ સ્થળ પર અન્ય પણ અનંતા સિદ્ધો રહી શકે છે. છતાં કોઈને પણ પરસ્પર બાધા થતી નથી. કારણ કે તેઓ બાધામાં હેતુભૂત પાંચે શરીરથી મુક્ત હોય છે તથા અરૂપી જ્ઞાનજ્યોતિર્મય છે.
જેમ અનેક દીવાઓને પ્રકાશ એક બીજામાં સમાઈ જાય છે, તેમ એક પૂર્ણજ્ઞાન જ્યોતિર્મય આત્મા અને જ્યોતિ સ્વરૂપ આત્મામાં મળી જાય છે. તેથી જ્યાં એક સિદ્ધાત્મા હોય છે ત્યાં જ અનંતા સિદ્ધાત્માઓ હોય છે...અને તે બધા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત હોય છે, કારણ કે વદિ પુદ્ગલદલમાં જ હોય છે. '
સિદ્ધાત્મ જ્ઞાનાદિ ગુણોની પૂર્ણતાને પામેલા હોય છે..અને નિરાબાધ (પીડારહિત) અત્યંત અવ્યાબાધ સુખને આસ્વાદ કરનારા હોય છે...
ત્રણે જગતના મનુષ્યો અને દેવોના ત્રણે કાલના ઈન્દ્રિયજન્ય પદ્ગલિક સુખને એકઠું કરી તેને અનંતીવાર વર્ગ કરવામાં આવે તે પણ સિદ્ધપરમાત્મા એક સમયના સુખની સમાનતા પણ તે કરી શકે નહિ.કારણ કે આત્મિક સુખ અતીન્દ્રિય, અવિનાશી અને સ્વાભાવિક છે, જ્યારે પગલિક સુખ ઈન્દ્રિયજન્ય, વિનાશી અને કાલ્પનિક છે..; કર્તા કારણ કાર્ય નિજ પરિણામિકભાવ..
જ્ઞાતા જ્ઞાયક ભેગ્ય જોક્તા શુદ્ધ સ્વભાવ.. ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન...
પૂરણ આત્મધમ પ્રકાશસે લયલીન . [૪૦]