Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 79
________________ : અધ્યાત્મગીતા સ્વભાવદશા (વીતરાગદશા) માં રમણતા કરતા સ્વજ્ઞાનાદિ ગુણાની સમૃદ્ધિને ભાગવે છે, અને ઉયપ્રાપ્ત અન્ય ઘાતીકૌની પ્રકૃતિને સમભાવે, અલિપ્તપણે ભાગવીને ક્ષય કરે છે, ૩૪ ધર્મધ્યાન ઇક તાનમેં ધ્યાવે અરિહા સિદ્ધ... તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહજ સમૃદ્ધ... સ્વ સ્વરુપ એકવે તન્મય ગુણ પર્યાય... ધ્યાને ધ્યાતાં નિર્માહીને વિકલ્પ જાય .. [૩૪] અથ – મુનિ ધર્મ ધ્યાનમાં તન્મયતાપૂર્વક શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવતનું ધ્યાન કરે છે, તે ધ્યાનના પ્રભાવે સત્તાગત સહજ (સ્વાભાવિક) જ્ઞાનાદિ ગુણાની સમૃદ્ધિ પ્રગટ થાય છે, અને પોતાના આત્મસ્વરુપમાં તન્મય (એકત્વપણે) થઇ સ્વગુણ અને પર્યાયનું એકત્વપણે ધ્યાન કરતા નિર્મોહી મુનિ વિકલ્પદાને ત્યાગ કરે છે. . વિવેચન- આ ગાથાનાં ધર્મધ્યાનની પરાકાષ્ટાદ્વારા શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય અને શુક્લધ્યાનમાં તન્મયતા સાધવાથી વિકલ્પદશાને વિલય થાય છે, એમ બતાવવામાં આવ્યું છે. ધર્મ ધ્યાન વડે શ્રી અરિહંત પરમાત્મા કે શ્રી સિદ્ધ પરમાત્માના શુદ્ધ સ્વરુપના ચિંતનમાં તન્મય બનવાથી આત્માના (સત્તાએ) શુદ્ધ સ્વરુપમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાલ બનધ્યાનના નિરંતર અભ્યાસથી નિરાલંબનધ્યાનમાં અનુક્રમે (અગેઅંશે) સ્થિરતા પ્રાપ્ત થાય છે, જ્યારે સાલબતધ્યાન (ધર્મધ્યાન) પરાકાષ્ટાએ પહોંચે છે, ત્યારે શુદ્ધ શુકલધ્યાન (રુપાતીત) તે પ્રાર ંભ થાય છે. સત્તાએ પોતાના આત્મા પણ સિદ્ધ સમાન જ છે, એમ વિચારી આત્મ સ્વરુપમાંજ તન્મય થઇ સ્વગુણ અને પર્યાયનુ ધ્યાન કરે છે, અને સ્વગુણ-પર્યાયમાં એકતા પ્રાપ્ત થતાં નિર્મોહી મુનિના મતના સર્વ વિકલ્પો વિલય પામી જાય છે, અર્થાત્ નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે. યદા નિર્વિકલ્પી થયા શુદ્ધ બ્રહ્મ, તદા અનુભવે શુદ્ધ આનદશમ, ભેદ રત્નત્રચી તીક્ષ્ણતાયે .. અભેદ તંત્રીમે સમાર્ચ [૩૫]

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94