Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 78
________________ અધ્યાત્મગીતા સહજ ક્ષમા - ગુણુશક્તિથી છેડ્યો ક્રોધ સુભટ્ટ .. માદવભાવ પ્રભાવથી, ભેઘો માન મરકમાયા આર્જવ વેગે, લેભ તે નિસ્પૃહભાવ મોહ મહાભટ ધ્વસે, વંએ સર્વ વિભાવ[૩૨] અર્થ– આત્માએ પિતાના સહજ ક્ષમા ગુણની પ્રબળ શક્તિથી ક્રોધ સુભટને છેદી નાખે, મૃદુતા (નમ્રતા) ના પ્રભાવ વડે માનની મેટાઈને ભેદી નાખી, સરલતાથી માયાને, અને નિસ્પૃહતા (નિર્લોભતા) વડે લેભને નાશ કર્યો.આ પ્રમાણે પ્રબળ મોહ૫ મહાસુભટને નાશ કરવાથી સર્વ વિભાવને નાશ થયો... વિવેચન-મુનિ જ્યારે આત્મસ્વભાવમાં નિરંતર રમણતા કરવા લાગ્યા ત્યારે તેમના ક્ષમાદિ ગુણે અત્યન્ત વિકસિત બની સહજ બની ગયા, જેથી કેધ, માન, માયા, લેભને અનુક્રમે ક્ષય થવા લાગ્યો, તે આ પ્રમાણે... ક્ષપકશ્રેણિમાં રહેલા મુનિ નવમા ગુણસ્થાનકે ત્રણ વેદ, હાસ્યપર્ક અને કોધ, માન, માયાને અનુક્રમે ક્ષય કરી દશમ ગુણસ્થાનકના અંત સમયે સત્તામાં રહેલા સુમ લેભને પણ ક્ષય કરે છે, અને સૂક્ષ્મ લેભને ક્ષય થતાં સંપૂર્ણ મોહનીય કર્મને ક્ષય થવાથી રાગદ્વેષપ વિભાવ દશાને સર્વથા નાશ થાય છે, ત્યાર પછી જીવ બારમા ગુણસ્થાનકમાં આવતાં “નિર્મોહી” કહેવાય છે...! ઈમ સ્વાભાવિક થશે આત્મવીર, ભેગવે આત્મ સંપદ સુધીર, જેહ ઉદયાગત પ્રકૃતિ લગી, અવ્યાપક થકે ખેર તેહ અલગી [૩૩] અર્થ આ પ્રમાણે મોહના ક્ષયથી વિભાવદશાને સર્વથા ધ્વંસ થતાં... આત્મવીર મુનિ સ્વભાવરમણ બનીને જ્ઞાનાદિ આત્મસંપદાને ભોગવે છે તથા ઉદયમાં આવી પડેલી તે કમ પ્રકૃતિઓને અલિપ્તપણે સમભાવે ભગવી આત્મપ્રદેશોથી ખસેડી દે છે, અર્થાત તેને સમૂળ ક્ષય કરે છે... વિવેચન- ઉક્ત પૂર્વ ગાથાના કથન મુજબ મોહને ક્ષય થતાં મુનિને (આત્મ) વીર્યગુણ અત્યંત ઉલ્લસિત બની જાય છે, તેથી મહાન શુરવીર સુભટની જેમ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94