Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ અધ્યાત્મગીતા ૨. સંગ્રહ નય: સત્તાગ્રાહી આ નય સર્વ આત્માઓને એકજ માને છે. ચેતનાની અપેક્ષાએ જીવ એકજ છે સર્વ જેમાં “જીવત્વ” જાતિ એક જ છે.” ૭. વ્યવહાર નય: ભેદમાહી હવાથી આ નય આત્માના શુધ્ધ-અશુદ્ધાદિ ભેદ પાડે છે. સિદ્ધ અને સંસારી વિગેરે ભેદે આ નયની અપેક્ષાએ થાય છે. અશુદ્ધ વ્યવહાર ન–છવના ૫૬૩ ભેદ થાય છે. તેમજ ઔદયિકભાવને લઈ જવના અનંત ભેદ પણ થઈ શકે છે. શુદ્ધ વ્યવહાર નય-જીવમાં વિવિધ પ્રકારની પ્રગટ થતી વિશુદ્ધ અવસ્થાઓને જુદી જુદી માને છે. જેમ ક્ષાપથમિક ભાવના અંસખ્ય પ્રકારે અને ક્ષાયિક ભાવને એક જ ભેદ થાય..... ૪, જુસુત્ર નય: વર્તમાનમાં જેવા પરિણામવાળે જીવ હોય તેને તે જ માને-જેમ સાધુતાના પરિણામવાળાને જ સાધુ તરીકે માને પણ વેશ માત્રથી સાધુ ન માને. ૫. શબ્દ નય: જે પિતાની શુદ્ધ સત્તાની ઓળખાણ કરી તેને પ્રગટાવવાની રૂચિ ધરાવતે હેય તથા તે અનુસાર પ્રબળ પુરૂષાર્થ પણ કરતા હોય તેને જીવ માને છે. જેમ કે-સમ્યગુ દૃષ્ટિ, દેશ વિરતિ અને સર્વ વિરતિને જ જીવ માને છે. ૬. સમભિરૂઢ નય : આ નય શબ્દ નય કરતાં પણ વિશુદ્ધ હોવાથી કેવલજ્ઞાની – સર્વાને (સયોગી કેવલી) જ જીવ તરીકે સ્વીકારે છે. ૭. એવંભૂત નય - અતિ વિશુદ્ધ હેવાથી સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધાત્માને જ જીવ તરીકે સ્વીકારે છે. નયનું જ્ઞાન અધ્યાત્મયોગને પુષ્ટ બનાવે છે. (૫ થી ૧૧)

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94