Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 55
________________ અધ્યાત્મગીતા આ પ્રમાણે વ્યવહારનયના મતવાળો...વસ્તુના ગુણ – પર્યાયથી થતી – પ્રવૃત્તિને પ્રહણ કરે છે, તે પ્રવૃત્તિ બે પ્રકારની છે – (૧) જે પ્રવૃત્તિ કરતાં દ્રવ્યના ગુણની શુદ્ધતા ઉત્પન્ન થાય તે સાધન પ્રવૃત્તિને “શુદ્ધ વ્યવહારનય” કહેવાય છે. (૨) જે પ્રવૃત્તિ કરતાં દ્રવ્યના ગુણની અશુદ્ધતા ઉત્પન્ન થાય તે પ્રવૃત્તિને અશુદ્ધ વ્યવહારનય” કહેવાય છે. અશુદ્ધપણે પણ- સયતેસઠી ભેદ પ્રમાણુ.. ઉદય વિભેરે દ્રવ્યના ભેદ અનંત કહાણ.. શુદ્ધપણે ચેતનતા પ્રગટે જીવ વિભિન્ન.. યોપથમિક અસંખ્ય ક્ષાયિક એક અનુન્ન...[૬] અર્થ:-અશુદ્ધ વ્યવહારનયના મતે જીવના ૫૬૩ ભેદ થાય છે. ઔદયિક ભાવના યોગે તે જીવ દ્રવ્યના અનંતા ભેદ કથા છે. શુદ્ધ વ્યવહારને જીવની ચેતના શક્તિ વિભિન્ન (અનેક પ્રકારે) પ્રગટે છે. તેમાં પણ લાપશમિકભાવના અસખ્ય પ્રકાર છે, અને ક્ષાયિકભાવને તે એક જ પ્રકાર છે. જેમ-કેવલજ્ઞાનને એક જ પ્રકાર છે.... ભાવાર્થ:- જીવ વિચાર પ્રકરણમાં બતાવેલા જીવના ૫૬૩ ભેદ પણ અશુદ્ધ વ્યવહારનયને અભિપ્રાયે (મો) જ થાય છે, તેમજ ઔદથિકભાવની જુદી જુદી અપેક્ષાએ જીવોના અનંતા ભેદ પણ થઈ શકે છે. શુદ્ધ વ્યવહારનય, જીવમાં (ભેદભાવે) પ્રગટતી વિવિધ પ્રકારની વિશુદ્ધ અવસ્થાઓને માને છે. ક્ષાપશમિકભાવ, ઔપથમિકભાવ અને ક્ષાયિકભાવ એ અનુક્રમે વિકાસ પામતી આત્મવિશુદ્ધિનાજ પ્રકારે છે, ચોથા ગુણસ્થાનકેથી અનુક્રમે આત્માની વિશુદ્ધિ વધે છે, અને તેજ =શુદ્ધધર્મ છે એમ શુદ્ધ વ્યવહારનય માને છે. =૧જે જે અંશે રે નિપાધિપણું છે તે જાણે રે ધર્મ... સમ્યગ્રષ્ટિ રે ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ... તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણને લેખે.. તેહ ધર્મ વ્યવહારે જાણે, કારણ કારજ એક પ્રમાણે (સિમંધરજિન સ્તવન)

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94