Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ અધ્યાત્મગીતા જીવ જ્યારે વિભાવદશામાં [રાગ-દ્વેષાદ્દેિ સક્લિષ્ટ પરિણામોમાં વર્તે છે, ત્યારે તેના જ્ઞાનાદિ [ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા આદિ] ગુણા હણાય છે, તેથી આત્મગુણાને ધાતક જીવ ભાવહિંસક કહેવાય છે. કદાચ ક વ કાઇ વખતે જીવહિંસા નથી કરતા તો પણ ઉપયાગ રહિત હોવાથી તેને ભાવહિઁસ લાગે છે. પરંતુ જ્યારે જીવ ઉપયાગવાળા બનીને જ્ઞાનાદિ ગુણાને મેળવવા સતત પ્રયત્ન કરે છે અને મેળવેલા ગુણાનુ રક્ષણ કરે છે, ત્યા તે ભાવઅહિંસક કહેવાય છે. કદાચ પ્રમાદવશ કાઈ સૂક્ષ્મજં તુની હિંસા થઈ જાય તો પણ તેને પશ્ચાત્તાપ થવાથી માત્ર દ્રવ્યહિંસા લાગે પણ સક્િલષ્ટ પરિણામ [ મારવાની મુદ્િ] ન હોવાથી ભાવહિંસા [નિશ્ચયથી હિંસા? લાગતી નથી... આત્મગુણ રક્ષણા તેહુ ધમ, સ્વગુણ વિધ્વંસા તે અધમ ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હાય સંસાર છત્તિ [૧૭] અર્થ:- જિનાગમેામાં આત્મગુણને પ્રાપ્ત કરવાની ઇચ્છા અને પ્રાપ્ત કરેલા ગુણાના રક્ષણને ધર્મ બતાવ્યે છે, સ્વ [આત્મા] ગુણાને કર્મબંધદ્રારા આચ્છાતિ કરવાની ક્રિયાને અધર્મ તરીકે ઓળખાવ્યા છે, જ્યારે જીવતી ભાવઅધ્યાત્મને અનુસારે. પ્રવૃત્તિ થાય છે, ત્યારેજ ભવભ્રમણની પરંપરાના મૂળથી વિચ્છેદ થાય છે. - વિવેચન:-એજ હીતને પુષ્ટ કરવા શાસ્ત્રીય નિયમને નિર્દેશ કરે છે. નિશ્ચયથી-આત્મગુણોની રક્ષા એજ ધર્મ છે. જ્ઞાન, સમ્યકત્વ, ચારિત્ર તમા, મૃદુતા, સરળતા, સ ંતાપ ઈત્યાદિ ગુણાને પ્રાપ્ત કરવા અને અજ્ઞાન, મધ્યાત્વ, અવિરતિ ક્રોધાદિ કપાયા . આદિ દાષાથી દૂર રહી અને તે ગુણેનું રક્ષણ કરવું એજ ધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ આત્મગુણાના રક્ષણમાં સહાયક અને છે, માટે તે પણ વ્યવહારથી ધર્મ કહેવાય છે. સ્વગુણોના વિનાશ એજ અધમ છે. અજ્ઞાનાદિ દ્વારા જ્ઞાનાદિ ગુણાના ઘાત થાય છે, તેથી ભાવિહંસા લાગે છે, અને નિશ્ચયથી તેજ અધર્મ છે. હિંસા, અસત્ય, ચારી, કામભોગ અને પરિગ્રહ વગેરે આત્મગુણોને આદિત કરવામાં સદ્દાયક હોવાથી વ્યવહારથી તે અધમ કહેવાય છે. હવે આત્મગુણાની પ્રાપ્તિ કે આત્મગુણોનું રક્ષણ કયા ઉપાયથી થઈ શકે.... તે બતાવે છે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94