Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 71
________________ અધ્યાત્મગીતા આ પ્રમાણે સમ્યજ્ઞાનથી સમ્મધ્યાન અને તેથી સ્વભાવરમણુતારૂપ ભાવ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર વડે સ્વભાવમાં લીન બનવાથી પૂર્ણાનંદમય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો નિશ્ચય થવાથી મુનિને મારા કર્મ કયારે નષ્ટ થશે એવી ચિંતા પણ થતી નથી તે બતાવે છે. ચેતન અસ્તિ સ્વભાવે મેં જેહ ન ભાસે ભાવ.. તેહથી ભિન્ન અરેચક રેચક આત્મસ્વભાવ... સમકિતભાવે ભાવે આતમ શક્તિ અનંત.... કર્મનાશને ચિંતન નાણે તે મતિમંત.. [૪] અર્થ - આત્મસત્તામાં તે સ્વજ્ઞાનાદિ ગુણોને જ અસ્તિસ્વભાવ છે. તેવા અસ્તિસ્વભાવમાં રાગદ્વેષાદિ વિભાવને સદ્ભાવ નથી. તેમજ રાગપાદિ (શુભાશુભ) સંકલ્પ-વિક આત્માથી ભિન્ન હોવાથી મુનિને તે રુચિકર નથી. પરંતુ આત્મસ્વભાવ જ સચિકર છે, વળી તે સમ્યજ્ઞાનવડે આત્માની અનંતશક્તિની યથાર્થ ઓળખાણ હેવાથી કર્મક્ષયની ચિંતા પણ તે બુદ્ધિશાળી મુનિને થતી નથી... વિવેચન - સવંદ (પદાર્થો)માં બે પ્રકારના સ્વભાવ હોય છે. (૧) અસ્તિસ્વભાવ અને (૨) નાસ્તિવભાવ. (૧) અસ્તિસ્વભાવ – પદાર્થ માત્રમાં સ્વદ્રવ્ય, વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવને અપેક્ષાથી અસ્તિત્વ હેય છે... (૨) નાસ્તિસ્વભાવ – પદાર્થ માત્રમાં પદવ્ય, પરક્ષેત્ર, પરાલ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિત્વ હોય છે . ચેતનદ્રવ્યમાં પણ નાનાદિ અનંતગુણ અસ્તિત્વભાવે રહેલા છે. અને વ્યવહારથી રાગપરૂપ વિભાવદશા જીવને લાગેલી હોવા છતાં નિશ્ચયથી તે પરદ્રવ્યના વિકારરૂપ હોવાથી આત્મસ્વભાવમાં તે નાસ્તિસ્વભાવે રહી છે. - “સત્તાએ સર્વ જીવોને સ્ફટિક રત્ન જેવો નિર્મલ સ્વભાવ છે” આ સિદ્ધાંતના રહસ્યના જ્ઞાતા મુનિને આત્મસત્તામાં બાય દ્ધિ, સમૃદ્ધિ કે રાગપાદિ ભાવનું અસ્તિત્વ દેખાતું નથી. માટે જ તે પદાર્થો ઉપર તેમણે રૂચિ ઉત્પન્ન થતી નથી પણ પિતાની સત્તામાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણેને પ્રગટાવવાની જ રૂચિ ઉત્પન્ન થાય છે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94