Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 72
________________ અધ્યાત્મગીતા શુદ્ધ (સમ્યગ્) શ્રદ્ધા અને ખેાધના પ્રભાવે આત્મામાં રહેલી અનતી શક્તિની યથા ઓળખાણ થવાથી કાયરતાના વિચારા પણ આવતાં નથી કે હવે મારા કર્માં કયારે દૂર થશે? આવા પ્રબળ કર્મોના હું કઇરીતે ક્ષય કરી શકીશ...? ઈત્યાદિ ભયચિંતા જનક વિચાર આવતાં નથી પણ તે મુનિ સ્વગુણ ચિંતનમાં જ તલ્લીન રહે છે... તે બતાવે છે ૧૭ સ્વગુણ ચિંતનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાલે... શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પર ઘરે તેહ મતિ કેમ વાલે...[૨૫] અથ – નિયમ એવે મુનિ આત્મગુણોના ચિંતનમાં જ પોતાની બુદ્ધિને પ્રવર્તાવે છે. તેથી આંતરદૃષ્ટિએ આત્મસત્તાના દર્શન કરે છે. શુદ્ધ (યથા) સ્યાદ્વાદ સિદ્ધાંતના રહસ્યને જાણનાર... પરપરણતિરૂપ પરધરમાં બુદ્ધિને કેમ પ્રવર્તાવે? અર્થાત ન જ પ્રવર્તાવે..! વિવેચન – ભયજનક ચિન્તાએ અને હતાશાએથી રહિત મુનિ .. આત્માનાં નાનાદિ ગુણાનાં ચિંતન-મનનમાં જ પોતાની બુદ્ધિને તન્મય બનાવે છે. અને તે જેમ જેમ ગુણ ચિંતનમાં તરળ બને છે તેમ તેમ ક આવરણ દૂર થવાથી આંતરદૃષ્ટિ વિકસિત બને છે. અને આંતરદૃષ્ટિ નિર્મળ થતાં (આત્મસત્તા) આત્મસ્વરુપતા અનુભવ સ્પષ્ટ થતા જાય છે. તેમજ તે મુનીશ્વરને સ્યાદ્વાદ સ્વરૂપ આત્મસત્તાના અનુભવથી સસિદ્ધાંતાનું રહસ્ય સમજાય છે, તેથી પરપરિણતિમાં તેઓની પ્રવૃત્તિ થતી નથી. આત્મસ્વભાવમાં મસ્ત રહેનાર પરપુદ્ગલમાં પ્રવૃત્તિ ન જ કરે એ રહસ્ય છે. પુણ્ય પાપ એ પુદ્દગલદલ ભાસે પરભાવ... પરભાવે પસંગત પામે દુષ્ટ વિભા વ તે માટે નિજભેગી યાગીસર સુ પ્ર સન્ન દેવ, નરક, તૃણ-મણિ સમ ભાગે જેને મન્ન [૨૬] અથ – તેવા મુનિતે .. પુણ્ય એ શુભકર્મરૂપ અને પાપ એ અશુભકરૂપ હોવાથી તે પુદ્ગલદ્રવ્યના સ્કંધ માત્ર છે, એમ પરભાવરૂપે જણાય છે. અને પરપદાર્થાના સીંગથી આત્મા દુષ્ટ કર્મો (કુટુકલ દેનાર અશુભ કર્મી) બાંધે છે. એમ જાણીને મુનીશ્વર સ્વગુણનાં ભાગમાં જ પ્રસન્નતા પામે છે. તેથી તેને મન દેવના સુખ કે નરકના દુ:ખ, રત્ન કે તૃણ એક સરખા લાગે છે, અથાત્ તેમાં હ-શાક થતા નથી...

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94