________________
અધ્યાત્મગીતા
એહ પ્રબંધના કારણ તારણ સદગુરુ સંગ... બુત ઉપયોગી ચરણાનંદી કરી ગુરુરંગ... આતમ - તવાલંબિ રમતા આતમરામ...
શુદ્ધ સ્વરૂપને ભેગે યુગે જસુ વિશ્રામ [૧૮] અર્થ - એવા અદ્દભૂત આત્મજ્ઞાનનું પ્રધાન કારણ તે સંસારતારક સદ્દગુરૂ ભગવંતને સમાગમ જ છે.
જે સદગુરુ સદા શ્રુતજ્ઞાનના ઉપગવાળા તથા ચારિત્રમાં આનંદ અનુભવ કરનારા, આત્મતત્ત્વનું અવલંબન લઈ તેમાં જ રમણતા કરનારા અને આત્માના શુદ્ધ સ્વપના ભોગમાં જ (મનવચન-કાયાના) ગોને સ્થિર (વિશ્રામ) બનાવનારા... એવા સદ્દગુરૂ સાથે રંગ કરે અર્થાત આદર-બહુમાનપૂર્વક તેમની સેવા–ભક્તિ કરે. તેમ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રગટે છે...
વિવેચન - સદ્ગ૩ની સેવાથી “આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાનથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થાય છે, માટે અહીં સદગુરુનું સ્વરૂપ બતાવતા કહે છે કે
(૧) જેઓ ગીતાર્થ ગુરુ ભગવતિ પાસે જિનાગનું વિધિપૂર્વક અધ્યયન કરી સદા શ્રુતજ્ઞાનના ઉપયોગ પૂર્વક સત્રાનુસારી સક્રિયાઓમાં તત્પર બની ચારિત્ર (સંયમ) ના દિવ્ય આનંદમાં મગ્ન રહેનારા હોય...
આ પ્રમાણે વ્યવહાર ચારિત્રનું વિધિપૂર્વક પાલન કરવાથી જ ભાવચારિત્ર (આત્મસ્વભાવની રમણતા) પ્રાપ્ત થાય છે.
(૨) જેઓ.. આત્મતત્ત્વનું આલંબન લઈ તેમાં જ રમણતા કરનારા હેય...
(૩) અને શુદ્ધ આત્મસ્વરુપને ભોગવવાની અભિલાષાવાળા હેય.. તેથી જેટલા અંકો આત્મવિશુદ્ધિ પ્રગટી હેય, તેમાં જ સર્વ વેગોને (મન, વચન અને કાયાને)
આગમધર ગુરુ સમકિતી, ક્રિયા સંવર સાર રે .. સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે...
શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે... તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિક શાળ રે...
(આનંદઘનજી)