Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ અધ્યાત્મગીતા જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા શાસ્ત્રોમાં સર્વ જગતમાં રહેલા અનંતા દ્રવ્યોનું સ્વરૂપ નય, નિક્ષેપ અને પ્રમાણેવડે જણાવવામાં આવ્યું છે. આત્મતત્વને યથાર્થ બેધ (જ્ઞાન) અને અનુભવ પણ જિનાગમ દ્વારાજ થઈ શકે છે. તેથી જિનાગમ સર્વ શ્રેષ્ઠ હોવાથી વંદનીય છે... અધ્યાત્મગીતાના ઉપદેશક કોણ ? જિણે આતમા શુદ્ધતાએ પીછાણ્યો, તિણે લેક-અલકને ભાવ જાણશે... આત્મરણ મુનિ જગવિદિતા, ઉપદિશી તિણે અધ્યાત્મગતા. [૩] અથ – જે મુનિએ આત્માની નિશ્ચય શુદ્ધ સ્વરૂપ અવસ્થાને જાણે છે, તે મુનિએ કાલેકના સર્વ ભાવોને પણ જાણી લીધા છે, આત્મસ્વભાવમાં રમણ કરનારા અને જગતમાં પ્રસિદ્ધ એવા મુનીશ્વરએ અધ્યાત્મગીતાને ઉપદેશ કર્યો છે. અર્થાત્ રચના કરી છે .. વિવેચન - સર્વ દ્રવ્યોમાં આત્મકલ્ય પ્રધાન છે, જેઓને વિશુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેઓને આત્માની શુદ્ધ સત્તાની ઓળખાણ પણ થાય છે અને જેઓને સત્તાએ શુદ્ધ એવા આત્મતત્વની ઓળખાણ થઈ હોય તેઓ જ લેકાલેકના ભાવોને વાસ્તવિક રૂપે જાણી શકે છે, તેમજ આત્મસ્વભાવમાં રમણતા કરી શકે છે, તેવા ત્રણે જગતમાં પ્રખ્યાત મહામુનિઓએ અન્યજનના હિત માટે અધ્યાત્મના સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવનાર એવા “અધ્યાત્મગીતા” નામના ગ્રંથની રચના કરી છે, પરંતુ હું કઈ આ ગ્રન્થને સ્વતંત્ર કર્તા નથી. આ પ્રમાણે આ દ્વારા પ્રત્યકાર મહાત્માએ પિતાની લધુતા દર્શાવી. આભરમણ મુનિની દશાઃ દ્રવ્ય સર્વની ભાવના જાણુગ પાસગ એહ, જ્ઞાતા, કર્તા, ભેતા, રમતા, પરિણતિ ગેહ ગ્રાહક રક્ષક, વ્યાપક, ધારક ધર્મ સમૂહ, દાન, લાભ, બલ, બેગ, ઉપભેગ તણે જે વ્હ... [૪] x जो एग जाणइ ते सव्वं जाणइ, जे सव्वं जाणइ ते एगं जाणइ ।। (આચારાંગસૂત્ર)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94