Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ થNNNNNNNANTNNNNNNNNN 8 અધ્યાત્મગીતા સાર ઉકેe AUVVVVVVVVVVVYVINUM જેના દર્શન સ્યાદવાદમય છે. નિત્ય-અનિત્યાદિ (પરસ્પર વિરેધી) અનેક ધર્મયુક્ત વસ્તુને માનવી....એ સ્યાદવાદનું લક્ષણ છે. “અધ્યાત્મ ગીતા ” માં સ્યાદ્વાદ લીએ અધ્યાત્મનું અદભુત સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. નય, નિક્ષેપ અને પ્રમાણાદિ દ્વારા આત્માનું સ્વરૂપ વિચારવાથી “આત્મજ્ઞાન” પ્રગટે છે. આત્મજ્ઞાન વડે આત્મરૂચિતત્ત્વ શ્રદ્ધા દઢ થાય છે અને સમ્યમ્ શ્રદ્ધાયુકત જ્ઞાન વડે સ્વભાવ રમણતારૂપ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્ર દ્વારા મોક્ષ–શાશ્વત સુખની સંપ્રાપ્તિ થાય છે.” નિજાનંદની મસ્તી પ્રગટે છે ! ! અધ્યાત્માદિ પાંચ મેગ: આત્માના સ્વરૂપની નય-નિક્ષેપાદિ દ્વારા વારંવાર વિચારણા કરવાથી આત્મજ્ઞાન ભાવિત બને છે. ભાવિત બનેલું આત્મજ્ઞાન, આત્મધ્યાન પ્રગટાવે છે.. ધ્યાન વડે સમતા પ્રગટે છે અને સમતારસમાં નિમગ્ન બનેલે આત્મા વૃત્તિઓને સર્વથા ક્ષય કરી કેવલજ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ રીતે “યોગ બિન્દુ” માં બતાવેલા “અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ સંયોગ”નું સંક્ષિપ્ત સ્વરૂપ પણ તેના કાર્ય રૂપે બતાવવામાં આવ્યું છે... તે આ પ્રમાણે :(૧) અધ્યાત્મ વેગ : ઉચિત પ્રવૃત્તિયુકત વ્રતધારી આત્મા માદિ ભાવનાઓથી ભાવિત બની શાસ્ત્ર – આગમ દ્વારા જે આત્મતત્ત્વાદિનું ચિંતન કરે છે તે તત્વચિંતનને અધ્યાત્મ ” કહેવાય છે. દેવવંદન, સમ્યફ પ્રતિક્રમણ અને ત્રિી પ્રમોદ વિગેરે ભાવનાઓનું ચિંતન એ પણ અધ્યાત્મ છે. અધ્યાત્મ યોગ એ સર્વ ગનું મૂળ છે. તેની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. માટે તે અધ્યાત્મ વેગને પ્રાપ્ત કરાવનાર

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94