Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ અધ્યાત્મગીતા તેમજ તેને પુષ્ટ બનાવનાર એવા વિવિધ વિષયોનું વિશદ વિવરણ અધ્યાત્મ ગીતા માં બ્લેક ૧ થી ૨૦ સુધી કરવામાં આવ્યું છે. જિનવાણીને અપૂર્વ મહિમા સર્વત્તવાણી એજ જિનાગમ છે. જિનાગમના અભ્યાસથી જ આત્મતત્ત્વાદિનું સ્પષ્ટ સ્વરૂપ જાણું થાય કે તેનું ચિંતન-મનન થઈ શકે. તેથી સર્વ વેગ સાધનાઓનું મૂળ જિનાગમ જ છે. ખરેખર, જિનાગમ એ ગહન ભવભ્રમણની જળને તેડવામાં સમર્થ છે. મહામહને નાશ કરી મહાનંદપદ પ્રાપ્ત કરાવે છે. કારણ જિનાગમ જીવાજીવાદિ અનંત દ્રવ્યોનું જ્ઞાન કરાવે છે. શુદ્ધ આત્મતત્વની ઓળખાણ કરાવે છે તેમજ તેમાં સર્વ પદાર્થોનું પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા સ્યાદવાદ દષ્ટિએ વર્ણન હોય છે. માટે જિનાગમ એ વિધિના સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે. તે જ સર્વને આદરણીય અને વંદનીય છે. (લેક નં. ૧ થેં ૨). જિનવાણીના ઉપદેશક સદ્દગુરૂ (આત્મરમણ મુનિ) ની ઓળખાણ કરાવે છે: જેમણે આત્માની શુદ્ધ સત્તાને ઓળખી છે, જાણી છે. તેમણે કાલેકના સર્વ ભાવોને પણ જાણ્યા જ છે, કારણ કે “જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એક આત્માને જાણે છે.” એવા સર્વ-સર્વદર્શી મુનિઓ આત્મસ્વભાવના જ કર્તા, ભક્તા, રમણી, ગ્રાહક, રક્ષક, વ્યાપક અને ધારક હેય છે. તથા જેઓમાં અનંત દાનાદિ લબ્ધિઓ પ્રગટ થયેલી છે. એવા મહામુનિઓ અધ્યાત્મના શુદ્ધ સ્વરૂપને બતાવે છે. (૩ થી ૪) નયનું સ્વરૂપ: અધ્યાત્મનું સ્વરૂપ નય સાપેક્ષ જ્ઞાન મેળવવાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. તેથી સાત નયની અપેક્ષાએ આત્માનું સ્વરૂપ સમજાવે છે. ૧. નૈગમ નય - વસ્તુના એક અંશ વડે પણ વસ્તુને પૂર્ણ માનનાર .. નિગમ નયના મતે સર્વ આત્માઓ સિધ્ધ સમાન છે, કારણ કે અસંખ્ય પ્રદેશી આત્માના આઠ બાચક પ્રદેશ સદા નિરાવણું હેય છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94