Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ અધ્યાત્મગીતા અધર્મનું સ્વરૂપઃ સ્વગુણને ઘાત એજ અધમ છે. અજ્ઞાનાદિ દે દારા જ્ઞાનાદિ ગુણોને અવરોધ થાય છે. તેનાથી ભાવહિંસા થાય છે. તે ભાવહિંસાને જ નિશ્ચયથી અધમ કહેવાય છે. હિંસા, અસત્ય આદિ આત્મગુણોના અવરોધમાં સહાયક હોવાથી વ્યવહારની અપેક્ષાએ અધમ કહેવાય છે. આ પ્રમાણે નયનું સ્વરૂપ, કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ તેમજ તેના વડે સજાતી સંસારની વિષમ યાત્રાનું સ્વરૂપ તથા હિંસાદિના દારૂણ પરિણામ વિચારવાથી અધ્યાત્મ જ્ઞાન (ગ) ની પ્રાપ્તિ થાય છે અને તેથી અનુક્રમે સંસારને ઉચ્છેદ થાય છે. (૧૬ થી ૧૭) ત્રણ અવંચક ગ : આત્મજ્ઞાન (ગ) ની પ્રાપ્તિ સદ્ગને સમાગમથી થાય છે. ગીતાર્થ, મૃત – સિદ્ધાંતના પારગામી, આત્માનંદી, સ્વભાવ રમણી ગુરુના ઉપદેશથી ઉપરોક્ત ન્યાદિ વિષયનું રહસ્ય સરળતાથી સમજાય છે. આત્માનું પૂર્ણાનંદમય શુદ્ર સ્વરૂપ એજ મારૂં ય છે, એમ નિશ્ચય થાય છે તેમજ તે ધ્યેયને સિદ્ધ કરવા માટે સદ્ગુની સેવા, પરમાત્મા ભક્તિ તથા અહિંસાદિ ધર્મમાં પ્રવૃત્તિ થાય છે અને તે શુભ પ્રવૃત્તિ દ્વારા આત્મવિશુદ્ધિ રૂ૫ ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે સદ્ગમને સમાગમ, તેમને વંદનાદિની પ્રવૃત્તિ તથા તેના ફળની પ્રાપ્તિ અનુક્રમે ગાવ ચક ક્રિયાવંચક અને ફલાવંચક વડે થાય છે. સમ્યગ્દર્શન: આ પ્રમાણે સંખ્યત્વની પ્રાતિ ધણુ જીવોને સદગુરૂના વોગે થાય છે. કેટલાક જેને સહજભાવે ગુરુ ઉપદેશ વિના પણ થાય છે. આત્મશક્તિની પ્રબળતાથી તીવ્ર રોગ-પની નિબિડ પ્રસ્થીને ભેદી જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે. સ્વ–પરને સાચે વિવેક પ્રાપ્ત થાય છે. (૧૮-૧૯)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94