Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ અધ્યાત્મગીતા તીકણ બને છે તેમ તેમ ચારિત્રગુણની પ્રાપ્તિ તથા અનુક્રમે તેની વૃદ્ધિ થાય છે... એટલે જ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રગટતો નથી. વળી તે જ્ઞાનમાં એકાગ્રતા, સ્થિરતા જેમ જેમ વધે છે તેમ તેમ ધ્યાનમાં નિશ્ચલતા આવતી જાય છે અને જ્યારે આત્મધ્યાનમાં પૂર્ણ તન્મયતા થાય છે ત્યારે આત્મા પૂર્ણ – નિર્મળ આનંદને અનુભવે છે. આ જ બાબત આગળના લેકે દ્વારા સ્પષ્ટ સમજાવવામાં આવી છે. ચેતન દ્રવ્યના અતિ સ્વભાવમાં સ્વજ્ઞાનાદિ ગુણનું જ અસ્તિત્વ છે. અન્ય પદાર્થોનું (રાગ-દ્વેષાદિનું) અસ્તિત્વ નથી પણ નાસ્તિત્વ (અભાવ) છે. શુભાશુભ વિકલ્પ રાગ-દ્વેપ જન્ય હેવાથી આત્માને અરુચિકર – અહિતકર લાગે છે, તેમજ આત્માની અનંત શક્તિનું શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થવાથી મોહને ભય પણ નડતા નથી સ્વગુણ પર્યાયના ચિંતનમાં તન્મય બનેલ યોગી પરભાવમાં રમત નથી એટલે રાગ દેવાદિ કરતા નથી! (૨૩ થી ૨૫) મમતાગ: ધ્યાનનું ફળ સમતા છે. ધ્યાનમાં તન્મય બનેલા યોગીને સમતાની પ્રાપ્તિ થાય છે. પુષ્ય એ શુભ કર્મ છે અને પાપ એ અશુભ કર્મ છે. એમ બન્ને પરભાવ કપે તેને ભાસે છે. શુભાશુભ કર્મના ઉદયથી જ જીવ અતિ દુઃખદ એવી વિભાવ દશાને પામે છે એમ જાણી વગુણના ભોગમાંજ આનંદનો આસ્વાદ લેતે તે મુનિ સ્વર્ગ-નરક, તૃણ મણિ, માન-અપમાન કે શત્રુ-મિત્ર ઉપર પણ સમાન ભાવ રાખી શુદ્ધ સમતા રસમાં ઝીલે છે. (એગ બિન્દુ ૩૬૪) વયંભુરમણ સમુદ્રની સ્પર્ધા કરનારી સમતા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આત્માનંદને અનુભવ થતો જાય અને અનુક્રમે ધાદિ કપાયે ને મૂળથી ક્ષય થત જાય , કહ્યું પણ છે કે આમ પધિ વિગેરે લબ્ધિઓને અપ્રોગ, મલ્મ કમને ક્ષય અને હા તખ્ત વિચ્છેદ થવો એજ સમતાગનું ફળ છે. (ચાગ બિન્દુ ૩૬૫) (૨૬ થી ૩૩) વૃત્તિ સંયોગ : અન્ય સંગના નિમિત્તથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓને અપુનર્ભવપણે ક્ષય કરવા તે વૃત્તિસંક્ષયગ” જાણ. તે વૃતિઓ બે પ્રકારની હોય છે.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94