Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ અધ્યાત્મગીતા (૧) સામાયિક :- (સમતાભાવરૂપ) માં ધર્મ તત્ત્વ અને સમ્યફ ચારિત્ર નો સમાવેશ થયેલ છે. (૨) ચતુવિ શતિસ્તવ - (પરમાત્મ સ્તુતિરૂ૫ ભકિતયોગ) માં દેવતત્વ અને સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનને સમાવેશ થયેલ છે. (૩) વદના - ( ગુરૂ વંદનરૂપ ગુરૂભક્તિ) માં ગુરૂતત્વ અને સમ્ય દર્શન-જ્ઞાનને સમાવેશ થયેલ છે. (૪) પ્રતિક્રમણ - (પાપ પ્રાયશ્ચિતરૂ૫)માં પરૂપ ધર્મતત્ત્વ અને સમ્ય ચારિત્રને સમાવેશ થયેલ છે (૫) કાગ :- (વિશિષ્ટ સ્થાન સ્વરૂ૫)માં ત૫૩૫ ધર્મતત્વ અને સમ્યગૂ ચારિત્રનો સમાવેશ થયેલ છે. (૬) પ્રત્યાખ્યાન :- ( રૂપરિજ્ઞા, પ્રત્યાખ્યાન પરિક્ષારૂપ) માં ધર્મતત્વ અને સમ્યક્યારિત્રને સમાવેશ થયેલ છે. આ પ્રમાણે પાંચે પરમેષ્ઠિ ભગવંતને તથા નવે પદોની આરાધનાને પણ સમાવેશ પટું આવશ્યકમાં થયેલું જ છે. શ્રી ગણધર ભગવંતે વિગેરે મહાપુરુષો પણ જેનું આરાધન નિત્ય કરે છે તે પટું આવશ્યકમાં રહેલા મહાન ભક્તિયોગ, સમતાયોગ આદિ ગોના રહસ્યને પ્રગટ કરવામાં તે અનુભવ જ્ઞાનીઓ જ સમર્થ છે! ષટ આવશ્યકનું સંક્ષિપ્ત રહસ્ય: જાંગુલીમંત્રના પ્રભાવથી જેમ વિષધરોના વિષ પળવારમાં ઉતરી જાય છે તેમ સામાયિક આદિ આવશ્યકના આરાધનથી અતિચાર-દોષની આલોચના કરી તેને ઊડે પશ્ચાત્તાપ કરવાથી આત્મા કમવિષથી મુક્ત બને છે, અશુભ કર્મ રહિત બને છે. - (૧) સામાયિક:- સર્વ સાવધોગ વ્યાપારને ત્યાગ કરી સમભાવમાં રહેવું એ જ સામાયિક છે. તે સામાયિકથી રાગ દ્વેષરૂપી મલિનતા દૂર થતાં આત્મા નિર્મળ બને છે. તેથી સામાયિક એ જ આત્માનો સ્વભાવ છે. અથવા નિશ્ચયથી આત્મા એ જ સામાયિક છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94