________________
અધ્યાત્મગીતા
T કાયોત્સર્ગનું ફળ
ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિયુકિતમાં કાયોત્સર્ગનાં ફળ આ પ્રમાણે બતાવ્યાં છે - (૧) દેહ જાય શુદ્ધિ – શ્લેષ્માદિથી થતી જડતાને નાશ થાય છે. (૨) મતિ જાય શુદ્ધિ – મનની ગતિ કેન્દ્રિત થવાથી મતિ-બુદ્ધિની શુદ્ધિ થાય છે. (૩) સુખ દુઃખ તિતિક્ષા – સુખ-દુઃખને સમભાવથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. (૪) અનુપ્રેક્ષા – અનિત્યસ્વાદિ ભાવનાઓને અભ્યાસ વૃદ્ધિ પામે છે. (૫) ધ્યાન – ધ્યાનને અભ્યાસ સહજ બની જાય છે.
પચ્ચક્ખાણું – પ્રત્યાખ્યાન આવશ્યકમાં ચાર આહાર વિગેરેના ત્યાગની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. ઇચછાઓ કદી તૃપ્ત થતી નથી. માટે તે ઈચ્છાઓને પ્રત્યાખ્યાન દ્વારા રોકવામાં આવે છે.
ઈચ્છાધન તપ નમઃ” ઇચ્છાઓને નિરોધ એજ તપ છે અને તે પણ ક્ષમા-સમતાપૂર્વક કરવામાં આવે તે નિકાચિત કર્મોને પણ ક્ષય થઈ જાય છે. તેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રગટે છે અને અષ્ટસિદ્ધિ, નવનિધિ, સ્વર્ગ, દેવન્દ્ર, નરેન્દ્ર, આદિ પદની પ્રાપ્તિ થાય છે...અને અનુક્રમે શાશ્વત સુખરૂપ મેક્ષની પ્રાપ્તિ પણ થાય છે.
પચ્ચકખાણ પ્રતિજ્ઞા) નહિ કરવાથી મિથ્યાત્વ, અવિરતિ આદિ (કમબંધના હેતુઓ ) ટળતા નથી અને અવિરતિ ટળ્યા વિના વિરતિ (ચારિત્ર) પ્રગટતી નથી અને વિરતિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી મોક્ષમાર્ગનું મૂળ પચ્ચક્ખાણ છે એમ સિદ્ધ થાય છે.
હિંસાદિ પાપ નહિ કરનારને પણ એકેન્દ્રિયની જેમ પાપની પ્રતિજ્ઞા નહિ કરવાથી પાપને બંધ થાય છે. માટે એક ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા ) વિના ન રહેવું.
- देहम इजड्ड शुद्धी-सुहदुह तितिक्खयाअणुपेहा । झायइ य सुहझाणं, एयम्मो काउस्सगम्मि ।। (आ. नि)