Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ અધ્યાત્મગીતા પચ્ચકખાણ કરવાથી નવાં આવતાં કર્મો અટકે છે અને પૂર્વ સંચિત કર્મોને ક્ષય થાય છે તેથી (પચ્ચક્ખાણ એ સંવર-નિર્જરા રૂપ હોવાથી) મેક્ષની સિદ્ધિ થાય છે. આ રીતે પચ્ચક્ખાણ એ મેક્ષસાધક સર્વે અનુષ્ઠાનેમાં વ્યાપક છે. સર્વ સાધકને તે અવશ્ય કરવા યોગ્ય હોવાથી ષટુ આવશ્યકમાં તેનું મહત્ત્વભર્યું સ્થાન ઉચિત છે. પચ્ચખાણને અધિકારી કેશુ? જે પાંચે આચાના પાલનમાં વ્યવસ્થિત (તત્પર) હેય તેજ પચ્ચખાણને ખરે અધિકારી છે. પચ્ચખાણમાં પાંચે આચારેનું પાલન-(૧) પચ્ચખાણનું સામાન્યજ્ઞાન પણ અવશ્ય હેય છે. (૨) પાપ વ્યાપાર-અવિરતિ હેય છે, એવી શ્રદ્ધા હેય છે. (૩) યથાશક્તિ તે પાપને સર્વત કે દેશતઃ ત્યાગ અવશ્ય કરવામાં આવે છે. (૪) પચ્ચક્ખાણ દ્વારા દુઃખને સહર્ષ સહન કરવાની શક્તિ પ્રગટે છે. પચ્ચકખાણ લેનાર ઈચ્છાપૂર્વક ભૂખ તરસ વિગેર દુઃખેને સહન કરવામાં તત્પર હોય છે અને (૫) પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આત્મવીય (શક્તિ) રિવાય છે. તે વિના અલ્પ પણું પચ્ચખાણું થઈ શકતું નથી. આ રીતે જ્ઞાનાદિ પાંચે આચારોનું પાલન થાય છે. આ પ્રમાણે “પ આવશ્યક” એ સર્વ સદાચારનું મૂળ છે. શ્રી તીર્થપતિ અને ગણધર ભગવંતે તેમજ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિને સામાન્યતયા ઉપયોગમાં આવતા ષટ્ આવશ્યકે પ્રત્યેક ધર્મપ્રવૃત્તિની સાથે સંકળાયેલા હોય છે. તેમજ અન્યતર–કોઈપણ એક સામાયિકાદિ આવશ્યકમાં-શેષ પાચે આવશ્યકે ગૌણભાવે રહેલા હોય છે. પરસ્પર એવો ગાઢ સંબંધ હોવાથી કોઈપણ એક આવશ્યક છેષ પાંચ વિના રહી શકતું નથી. જેમ-સામાયિક ભાવમાં સ્થિત વ્યકિત ચતુર્વિશતિસ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચફખાણ પણ અવશ્ય કરતી હોય છે. સર્વ શાસ્ત્રોમાં પદ્ આવશ્યક સૂત્રોનું પ્રથમ સ્થાન છે એનું એજ કારણ સમજાય છે કે બાકીના સર્વ આગમે ષ આવશ્યકના જ વિસ્તાર સ્વરૂપ છે. તેથી જ સર્વશાસ્ત્રોના જ્ઞાતા ચૌદ પૂર્વધર મહર્ષિએ પણ પર્ આવશ્યકેનું સદા આરાધન કરે છે. આ રીતે પટે આવશ્યકરૂપ પ્રતિક્રમણ એ “અધ્યાત્મયોગ” છે એમ સ્પષ્ટ સમજી શકાય છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94