Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ અધ્યાત્મગીતા (૩) કરુણભાવના :- પ્રાણી માત્ર ઉપર અનુગ્રહયુકત હિતબુદ્ધિ થતાં ભાવકરણ ઉત્પન્ન થાય છે. સર્વ જીવોને શાશ્વત સુખ પ્રાપ્ત થાઓ, તેમનાં સર્વ દુખે-દોષો નાશ પામી જાઓ, એ ભાવકરૂણા છે. દયા-કરુણા એ જીવનું લક્ષણ છે. દયાને પ્રાદુર્ભાવ થવાથી જ બીજનું ગ્રહણ થાય છે. ગદષ્ટિમાં કહ્યું છે કે દુઃખી છવો ઉપર અત્યંત દયા, ગુણીજને ઉપર અષ, દીન-અનાથાદિ પ્રતિ ઉચિત પ્રવૃત્તિ, એ ધર્મ છવમાત્રનું લક્ષણ છે. મૈત્રીભાવનામાં પરહિતચિંતન હોય છે, ત્યારે કરૂણાભાવનામાં પરદુઃખવિનાશ કરવાની યથાશકિત પ્રવૃત્તિ પણ હેય છે. તીર્થંકર નામકર્મની નિકાચના સર્વ જીવોને જિનશાસનના રસિક બનાવવાની ઉત્કૃષ્ટ કરૂણાભાવનાથી જ થાય છે. તેથી કરૂણભાવના એજ તીર્થંકરપદનું તેમજ જિનશાસનનું મૂળ છે. સર્વ ધર્મોનું મૂળ દયા છે. દયામય અહિંસાપ્રધાન ધર્મજ મેક્ષસાધક બને છે. માટે અહિંસા અને તેનું મૂળ કરૂણાભાવના એજ મેક્ષનું પ્રધાન સાધન છે. (૪) માધ્યસ્થભાવના:- પરના દેશોની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે. અવિનીત, દેવયુકત, પાપરા, ધર્મદષી એવા દુર્ગણી છવના દે જઈ તેની ઉપેક્ષા કરવી પરંતુ તેમના પ્રતિ લેશમાત્ર પણ દ્વેષ ધારણ ન કરો. કારણ કે કિઈપણ જીવ પ્રત્યે કરેલે ષ એ મહાભયંકર દોષ છે. તેથી આત્મા સમભાવમાં રહી શકતું નથી અને સમભાવ (સમતા) વિના કરેલી સર્વ ક્રિયા નિષ્ફળ જાય છે. વળી ભારેકમી ને હિતોપદેશ પણ વિપરીત પરિણામ નિપજાવે છે. તેથી તેઓ પ્રતિ માધ્યસ્થ રહેવું એજ ગ્ય છે. સામાયિક સ્વરૂપ ચારિત્રગુણના વિકાસ માટે માધ્યસ્થ ભાવનાની અત્યંત આવશ્યકતા રહે છે. મૈિત્રીભાવનાથી વેર-ઝેરને નાશ થાય છે, પ્રમોદભાવનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે, કરૂણાભાવનાથી હૈયું દયા બને છે અને સુવિતેગુ થાયd (ગદષ્ટિ સમુચ્ચય)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94