________________
૨૨
અધ્યાત્મગીતા
માધ્યસ્થભાવનાથી પર પ્રત્યેની દષદષ્ટિ દૂર થઈ જાય છે – તેથી આત્મા સ્વભાવમાં સ્થિર થાય છે.
આ પ્રમાણે ચારે ભાવનાઓથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની પ્રાપ્તિ તથા વિકાસ થતે હેવાથી તેની ગણના પણ અધ્યાત્મવેગમાં કરવામાં આવી છે.
અધ્યાત્મયોગનું વારંવાર સેવન કરવાથી અર્થાત તેને નિરંતર અભ્યાસ કરવાથી મન સમાધિયુક્ત બને છે તે ભાવના યોગ છે.
ભાવનગથી અનાદિકાલીન મલીનવૃત્તિઓની નિવૃત્તિ થાય છે અને જ્ઞાન-ધ્યાનાદિ ગુણોના અભ્યાસમાં અનુકૂળતા થાય છે તેમજ ચિત્તની વિશુદ્ધિ વધે છે.
અધ્યાત્મવેગ એ ભાવનાગરૂપે પરિણમે છે ત્યારે ધ્યાનયોગની ગ્યતા પ્રાપ્ત
થાય છે.
ભાવના યોગના વિકાસથી ચિત્ત એકજ આલંબનમાં, વાયુરહિત સ્થાનમાં સ્થિર દીપકની જેમ સ્થિર બને છે, તે જ ધ્યાનયોગ છે.
જ્ઞાનની સુમત્તા વિના ધ્યાન થઈ શકતું નથી, તેથી પ્રથમ અધ્યાત્મગ્રંથને અભ્યાસ કરી તેના જ્ઞાનથી આત્માને ભાવિત બનાવવો જોઈએ જેથી આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં મન સુસ્થિર બની શકે. આ જ ધ્યાનયોગ છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી મન સ્વાધીન (આત્માધીન) બને છે અને તેથી શુભ પરિણામોની સ્થિરતા ટકી રહે છે-અશુભકર્મને અનુબંધ અટકી જાય છે.
થાનોગને નિરંતર અભ્યાસ કરવાથી જ્યારે ઈષ્ટ-અનિષ્ટ વસ્તુઓમાં સમભાવ પ્રગટે છે અર્થાત ઈષ્ટ-અનિષ્ટની કલપના ઉત્પન્ન થતી નથી ત્યારે “સમતાચોગ” કહેવાય છે. શુદ્ધ સંગ્રહાયની અપેક્ષાએ સર્વ જીવ સિદ્ધસમાન છે તથા ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કર્મજન્ય છે એમ જાણી તેની ઉપેક્ષા કરવાથી અનાહત સમતા પ્રગટે છે-તે જ સમતાગ છે.
સમતા યોગી પ્રાપ્ત થયેલી આ મર્યાદિ લબ્ધિઓને પ્રયોગ કરતા નથી તેમજ કોઈપણ પરપદાર્થની અપેક્ષા સેવતા નથી તેથી કેવલજ્ઞાનાદિને આ વરણ કરનારા
મકર્મોને પણ નાશ કરવામાં સમર્થ બને છે.