________________
અધ્યાત્મગીતા
આચરણથી અશુભ કર્મ બંધાય છે અને અશુભ કર્મના ઉદયથી દુઃખ આવે છે. સુખનું મૂળ કારણ અહિંસાપ્રધાન ધર્મ જ છે. તેના ધર્મ) આચરણથી જ જીવ સર્વથા કર્મમલરહિત બને છે. સર્વ જીવ હિંસાદિ પાપને છેડી અહિંસાદિ ધર્મ પાલનમાં તત્પર બને એવી ભાવના એજ પરમ પવિત્ર મૈત્રીભાવના છે. વ્રતનિયમના પાલનથી મૈત્રીભાવના તાત્વિક બને છે તેમજ મિત્રીભાવનાના વિકાસથી વ્રતપાલનમાં સ્થિરતા આવે છે.
(૨) પ્રમોદભાવના:- ગુણાધિક – પિતાનાથી અધિક ગુણી પુરૂષ પ્રતિ આદર-બહુમાન થે તે પ્રમોદભાવ છે. અહિં પરિણામે હિતકારી એવી (આલેકપરલોકમાં પરમ આનંદ આપનાર) ધર્મ પ્રવૃત્તિ કરનારા પુરુષોના સદગુણો જોઈને પ્રમુકિત-આનંદિત થવું તેમજ અન્ય બાધ સુખ અને કેવળ જ્ઞાનાદિ ગુણોના સ્વામી અરિહંત પરમાત્મા તથા સિદ્ધ પરમાત્માની મૂર્તિ આદિ નિહાળી તેમનું સ્વરૂપ આલંબી હર્ષિત થવું તેજ “તાત્વિક પ્રમોદ ભાવના” છે.
આ ભાવનાના બળે દેવગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે.
શ્રી નવકાર મહામન્ત્રાદિને જાપ વીતરાગતુતિ, દેવપૂજા, ગુરુવંદન આદિ પ્રમોદભાવસ્વરૂપ અનુદાનના સેવનથી પ્રમોદભાવનાને વિકાસ થાય છે અને તે તે ગુણેને પ્રાદુર્ભાવ થાય છે. અને અનુક્રમે તે ગુણની પૂર્ણતા થતાં સાધકસિદ્ધ-બુદ્ધપરમાત્મા બને છે.
પ્રમોદભાવના એ યોગનું મુખ્ય બીજ છે. કહ્યું પણ છે કે –
* શ્રી જિનેશ્વર ભગવંતે ઉપર અત્યંત પ્રીતિયુક્ત ચિત અને તેમને ભાવપૂર્વક નમસ્કાર (વાણી તેમજ કાયા ધારા) કરવું એ રોગનું પ્રધાન બીજ છે.
પ્રમોદભાવના એ વિનય સ્વરૂપ છે. વિનય એ ધર્મનું મૂળ છે. તેમજ પ્રદ ભાવના એ ભતિ સ્વરૂપ પણ છે. ભક્તિથી સમ્યગદર્શન પ્રગટે છે માટે પ્રદ ભાવના એ ધમનું તથા સમ્યગ્રદર્શનનું મૂળ છે. પ્રત્યેક ગુણ, ગુણી પુરુષોના બહુમાનથી પ્રગટે છે. પ્રમોદભાવના એ ગુણ બહુમાનરૂપ હેવાથી એ સર્વગુણનું મૂળ છે. * વિનેગુ કુરારું નિત્ત ..... .................(ાગ દષ્ટિ સમુચ્ચય)