Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૧૦ અધ્યાહતા આવશ્યક સૂત્રમાં જ, આવશ્યકના “ અર્થાધિકાર” આ પ્રમાણે બતાવવામાં અાવ્યા છે: (1) સામાયિક અધ્યયનમાં-પ્રાણાતિપાતાદિ સાવઘાનની વિરતિને અધિકાર છે, અર્થાત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ પાપને ત્યાગ કરવાનું બતાવ્યું છે. - (૨) ચઉવીસë અધ્યયનમાં–શ્રી તીર્થકર ભગવંતેનું ગુણ-કીર્તન કરવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તેમજ સમ્યગ્દર્શન કર્મક્ષય કરવા માટેનું પ્રધાન સાધન પણ છે. શ્રી તીર્થંકર પરમાત્મા જ સામાયિક (સાવઘયોગ, વિરતિ) ના ઉપદેશક હોવાથી પર પકારી છે તેથી તેમની સ્તુતિ કરવી અત્યંત આવશ્યક છે. (૩) વંદના અધ્યયનમાં-ગુણવાનની પ્રતિત કરવાનું દર્શાવ્યું છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનમાં-અકા (દુષ્કૃત) ની નિંદાને અધિકાર છે. પ્રતિક્રમણ કરવાથી પાપની વિશુદ્ધિ થાય છે. (૫) કાત્સર્ગ અધ્યયનમાં – ભાવત્રણની ચિકિત્સા કરવાનું ફરમાવ્યું છે. પ્રતિક્રમણ કરવા છતાં જે અશુદ્ધિ રહી જવા પામી હોય તેને કાર્યોત્સર્ગ દ્વારા દૂર કરવામાં આવે છે, (૬) પ્રત્યાખ્યાન અધ્યયનમાં- “ગુણધારણ” કરવાનો અધિકાર છે અર્થાત પ્રત્યાખ્યાન કરવાથી મૂળગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું નિરતિચાર પાલન થાય છે. ષ આવશ્યક દ્વારા પાંચે આચારેનું પાલન થાય છે: (૧) સામાયિક અર્થાત સાવઘયોગના ત્યાગથી અને નિરવઘ અનુદાનના સેવનથી ચારિત્રાચારની વિશુદ્ધ થાય છે (૨) ચોવીશ તીર્થંકર દેવના અદ્ભુત ગુણકીર્તન દ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94