________________
૧૦
અધ્યાહતા
આવશ્યક સૂત્રમાં જ, આવશ્યકના “ અર્થાધિકાર” આ પ્રમાણે બતાવવામાં અાવ્યા છે:
(1) સામાયિક અધ્યયનમાં-પ્રાણાતિપાતાદિ સાવઘાનની વિરતિને અધિકાર છે, અર્થાત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ પાપને ત્યાગ કરવાનું બતાવ્યું છે. - (૨) ચઉવીસë અધ્યયનમાં–શ્રી તીર્થકર ભગવંતેનું ગુણ-કીર્તન કરવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તેમજ સમ્યગ્દર્શન કર્મક્ષય કરવા માટેનું પ્રધાન સાધન પણ છે.
શ્રી તીર્થંકર પરમાત્મા જ સામાયિક (સાવઘયોગ, વિરતિ) ના ઉપદેશક હોવાથી પર પકારી છે તેથી તેમની સ્તુતિ કરવી અત્યંત આવશ્યક છે.
(૩) વંદના અધ્યયનમાં-ગુણવાનની પ્રતિત કરવાનું દર્શાવ્યું છે.
(૪) પ્રતિક્રમણ અધ્યયનમાં-અકા (દુષ્કૃત) ની નિંદાને અધિકાર છે. પ્રતિક્રમણ કરવાથી પાપની વિશુદ્ધિ થાય છે.
(૫) કાત્સર્ગ અધ્યયનમાં – ભાવત્રણની ચિકિત્સા કરવાનું ફરમાવ્યું છે. પ્રતિક્રમણ કરવા છતાં જે અશુદ્ધિ રહી જવા પામી હોય તેને કાર્યોત્સર્ગ દ્વારા દૂર કરવામાં આવે છે,
(૬) પ્રત્યાખ્યાન અધ્યયનમાં- “ગુણધારણ” કરવાનો અધિકાર છે અર્થાત પ્રત્યાખ્યાન કરવાથી મૂળગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું નિરતિચાર પાલન થાય છે.
ષ આવશ્યક દ્વારા પાંચે આચારેનું પાલન થાય છે:
(૧) સામાયિક અર્થાત સાવઘયોગના ત્યાગથી અને નિરવઘ અનુદાનના સેવનથી ચારિત્રાચારની વિશુદ્ધ થાય છે
(૨) ચોવીશ તીર્થંકર દેવના અદ્ભુત ગુણકીર્તન દ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.