Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ અધ્યાત્મગીતા થી વ્યાખ્યા -આત્મસંક્ષિણ એટલે આત્મનિરીક્ષણ: અણવત કે મહાવ્રતને સ્વીકાર કર્યો પછી તેના પાલનમાં તત્પર બનેલા સાધકને ક્યારેક તીવ્ર અશુભ કર્મના ઉદયથી વ્રતમાં અતિચાર કે ભંગ થવાને ભય ઉત્પન્ન થાય તે તે ભયની નિવૃત્તિ માટે આત્મસ પ્રેક્ષ-આત્મનિરીક્ષણ કરે છે કે, “ગ્રહણ કરેલા વ્રત નિયમનું કેટલું પાલન થયું છે? કેટલું બાકી છે? મારી ચાલુ પ્રવૃત્તિ, મારા વ્રત નિયમને બાધ કરનારી તે નથી ને આવી રીતે આત્મનિરીક્ષણ કરીને વ્રત-નિયમમાં દઢતા લાવવા માટે દેવાધિદેવ પરમાત્મા અથવા સદગુરૂ કે સાધર્મિક બધુને આશ્રય ગ્રહણ કરે છે તેમના અચિંત્ય પ્રભાવથી અશુભ કર્મોને શીધ્ર નાશ થઈ જાય છે. તેથી અશુભ વિચાર આવતા સર્વથા અટકી જાય છે. ૫-૬-૭ વ્યાખ્યામાં . (૫) દેવવંદન [ પ્રભુ ભક્તિ ] (૬) સામાયિક, પ્રતિક્રમણ [ પ આવશ્યક સ્વરૂ અથવા પાપના પ્રાયશ્ચિત રૂ૫ ] અને (૭) ત્રિી આદિ ભાવનાઓ એ પણ “અધ્યાત્મ” છે. આ ત્રણેય વ્યાખ્યાઓમાં પણ સમગ્ર ધર્મ અનુષ્ઠાનોને સંગ્રહ કરવામાં આવ્યું છે. તેનું રહસ્ય સૂક્ષ્મ અનુ પ્રેક્ષા દ્વારા સમજી શકાય છે તથા ભવ્યત્વ (જીવની મુકિતગમન યોગ્યતા)નો વિકાસ, ચતુઃ શરણ ગ્રહણ, દુકૃતનિંદા અને સુકૃત અનુમોહના દ્વારા થાય છે અને એ ત્રણેને સમાવેય નિકત અનુષ્કામાં થયેલું છે. | (૫) દેવવંદન ચઉલીસથે ચતુસ્તવ, ગુરુવંદન આદિ દ્વારા અરિહંતાદ ચારનું શરણ સ્વીકારવાનું વિધાન છે. (૬) પ્રતિક્રમણ - (પાપનું પ્રાયશ્ચિત પશ્ચાત્તાપ) વડે દુષ્કતની ગહ (નિંદા) કરવામાં આવે છે. (૭) ભાવના:- ત્રિી, પ્રમેદ આદિ ભાવનાથી સુકૃતની અનુમોદનાદિ થાય છે. સુદેવ, સુગુરુ અને સુધરૂપ ત્રણે તત્તની આરાધના, તેમજ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનાને સમાવેશ પણ ટુ આવશ્યકમાં થયેલો છે તે આ પ્રમાણે –

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94