Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ અધ્યાત્મગીતા સામાયિક એ સકળ દ્વાદશાંગીને સાર-સંક્ષેપ છે. શ્રી તીર્થંકર દે પણ સંયમગ્રહણ કરતી વેળાએ “સામાયિક સૂત્ર”નું ઉચ્ચારણ કરે છે. તેમજ તેઓ “સર્વ સામાયિક” દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મતીર્થની સ્થાપના કરે છે અને ભવ્ય જના સર્વ પ્રકારના શારીરિક-માનસિક દુઃખને નાશ કરવાના અનન્ય ઉપાય તરીકે સામાયિક”ને ઉપદેશ આપે છે. સમતાને લાભ એજ સામાયિક. સમતા એ આભાને ગુણ છે. ગુણ ગુણને કથંચિત્ અભેદ હેવાથી, આત્માને જ સામાયિક કહેવામાં આવે છે. સમતા એ તે અમૃતના અભિનવ-નવીન મેઘની વૃષ્ટિ સમાન છે, જે તૃષ્ણારૂપી તીવ્ર તુષાને શાંત કરી દે છે. સ્વભાવ રમણતા એ સમતા છે પરભાવ રમણતા એ મમતા છે. સમતાથી મમતાને વિષમ વિષવર વિનષ્ટ થઈ જાય છે. સમતારૂપી સૂર્યને ઉદય થતાં રાગ-દેપ રૂપી ગાઢ અંધકારને વિલય થઈ જાય છે. તેથી જ યોગીપુરુષોને પોતાના આત્મામાંજ પરમાત્મવરૂપનાં દર્શન થાય છે. શત્રુ મિત્ર ઉપર સમભાવ ધારણ કરી રાગ દેવરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવી પરમાનંદદાયક સામાયિક જલમાં ઝીલવાથી સમગ્ર કમ મલીનતા દૂર થઈ જાય છે. કરોડ જન્મ સુધી કરેલા તીવ્ર તપથી પણ જે કમી નાશ નથી પામતા તે ક પળમાત્રના સમભાવથી વિનષ્ટ થાય છે. સામાયિક-આવશ્યકના સતત સેવનથી આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપને ઓળખીને તેમાં રમણતા કરે છે. તેથી જ આગમાં સામાયિકને અપૂર્વ મહિમા બતાવેલ છે. સામાયિકના પરિણામથી અનંત આત્માઓ સિદ્ધિગતિને પામી, અનંત અક્ષયઅવ્યાબાધ અને શાશ્વત સુખના સ્વામી બન્યા છે અને ભવિષ્યમાં પણ બનશે. (૨) ચકવીસઃ (ચતુર્વિશતિ સ્તવ): આ આવશ્યકમાં સામાયિક ધર્મના આદ્ય પ્રકાશક દેવાધિદેવ અરિહંત પરમાત્માએ અને તેમના સગુણની સ્તુતિ કરવામાં આવે છે. તે સ્તુતિ દ્વારા અધ્યવસાયની વિશુદ્ધિ થાય છે. અને અધ્યવસાયની વિશુદ્ધિથી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94