Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ અધ્યાત્મગીતા કર્મક્ષયરૂપ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. પરમાત્મભક્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને સમ્યગદર્શન દ્વારા ભાવસમાધિ મળે છે તેથી મેક્ષ થાય છે. માટે પરમાત્મભક્તિ એજ મેક્ષનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, "શ્રી જિનેશ્વરદેવની પરમભક્તિ વડે પૂર્વ સંચિત સમગ્ર કર્મોને ક્ષય થઈ જાય છે. કારણ કે શ્રી જિનેશ્વર પરમાત્મા જ સર્વોત્કૃષ્ટ ગુણી અને સર્વોત્કૃષ્ટ ઉપકારી છે. તેઓની ભક્તિ એ ઉત્કૃષ્ટ ગુણ બહુમાન છે અને ઉત્કૃષ્ટ ગુણ બહુમાન એ કવનને બાળવામાં દાવાનળ સમાન છે."* (૩) વંદના : આ આવશ્યકમાં સામાયિક ધર્મનું પાલન કરનારા સલ્લુરૂઓને વિધિપૂર્વક વંદન કરવાનું વિધાન છે. વિનય એજ ધર્મનું મૂળ છે અને તે બહુમાનપૂર્વક ગુણીપુરુષોના વંદન-પૂજન કરવાથી થાય છે. ગીતાર્થ ગુરુવર્યોને બત્રીસ દોષ રહિત અને તેત્રીસ આશાતના વજીને ભાવપૂર્વક વંદન કરવાથી અશુભ કર્મોને ક્ષય અને ઉચ્ચ ગોત્ર આદિ શુભ કર્મોને બંધ થાય છે તેમજ ક્ષાયિક સમ્યગ્દર્શન અને તીર્થકરપદ આદિની પ્રાપ્તિ પણ સુલભ બને છે. આ પ્રમાણે બીજા આવશ્યકમાં દેવતત્ત્વની ભક્તિ અને ત્રીજા આવશ્યકમાં ગુરુતત્વની ભક્તિ નિરંતર અવશ્ય કરવાનું બતાવી ભક્તિયોગની પ્રધાનતા દર્શાવવામાં આવી છે. (૪) પ્રતિક્રમણ: (જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારના પાલનમાં કોઈ ખલના થઈ હેય અર્થત કોઈપણ દૂષણ-અતિચાર લાગ્યા હેય તેની આલોચનાપૂર્વક નિંદા કરવી અથત સગુરૂ સમક્ષ પ્રગટ કરી તે પાપનું પ્રાયશ્ચિત કરવું. પિતાથી થઈ ગયેલી ભૂલોને સ્વીકાર કરી તે પાપથી પાછા હઠવું. “ફરીને તેવી ભૂલ નહિ કરું” એવા નિર્ણયપૂર્વક મિચ્છામિ દુક્કડં આપવું (આ મારૂં પાપ મિથ્યા થાઓ). સદગુરૂની આગળ પાપશલ્યને પ્રકાશિત કરી નિઃશલ્ય બનાવવાથી ભાવની વિશુદ્ધિ થાય છે. * भत्तीए जिणवरिंदाणं खिज्जन्ति पुत्र संचिया कम्मा। TO Gરસ વમળો મમ વાવાળો જ . -લલિત વિસ્તરા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94