Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ અધ્યાત્મ ગીતા બીજી વ્યાખ્યા : | નવકાર મહામંત્ર આદિ સર્વ પ્રકારના જપ ને અધ્યાત્મ કહે છે. જો કે પ્રથમ વ્યાખ્યામાં સવ અનુદાને સાથે “જપ”ને પણ સમાવેશ થઈ જાય છે. છતાં તેની પ્રધાનતા બતાવવા માટે (આધ્યાત્મિક જીવનમાં જપની અત્યંત અગત્ય બતાવવા માટે) જ અહિં તેને સ્વતંત્ર નિર્દોષ થયેલે છે. ધર્મની પ્રાથમિક ભૂમિકાથી માંડીને સર્વોચ્ચ કૌટિની ભૂમિકા સુધી પણ “જપને સ્થાન આપવામાં આવ્યું છે. અર્થાત નાના બાળકને પણ પ્રથમ નવકાર મંત્રનો જાપ કરાવવાનું શિખવવામાં આવે છે અને ચૌદ પૂર્વધર જેવા મહાન ગીતાર્થ યોગીઓ પણ અંત સમય સુધી મહામંત્રના જાપ જપતા રહે છે...કારણ કે જ૫ એ પાપરૂપી વિષ ઝેરને પ્રત્યક્ષ અપહાર કરે છે. વિશિષ્ટ મંત્રોચ્ચારથી જેમ તરત જ સર્પાદિનાં ઝેર ઉતરી જાય છે તેવી રીતે જપથી પણ મિથ્યાત્વ મોહનીય આદિ પાપે પળવારમાં પલાયન થઈ જાય છે. એટલું નહિ પરંતુ તે મંત્ર અરિહંતાદિની તુતિરૂપ હેવાથી તેમના અનુગ્રહ-કૃપાને પણ પ્રાપ્ત કરાવે છે. જૈન દર્શનમાં જપ સાધનાનું મહત્ત્વ: જપની આરાધના પ્રતિજ્ઞા (અભિગ્રહ) ગ્રહણ કરવાપૂર્વક નિત્ય-નિયમિત સ્થાને અને નિયમિત સમયમાં મનને મંત્રાક્ષ ઉપર કે તેના અર્થચિંતનમાં અથવા પ્રભુમૂર્તિ ઉપર કેન્દ્રિત કરીને નિર્જન–એકાંત-પવિત્ર સ્થળમાં (જપની સાધના) કરવાથી તે શીઘ્ર ફળદાયી બને છે. જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિઓને ઝડપી વિકાસ થતો જાય છે. તેમજ વિવિધ પ્રકારના દિવ્ય અનુભવો પણ થાય છે. જપ” એ યાનનું સાધન છે. અર્થાત જપ એ અભ્યાસ દ્વારા ધ્યાનરૂપે પરિણમે છે. - શ્રી યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનરૂપે અનેક મંત્રોનું ધ્યાન કરવાની વિવિધ પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. અનેક પ્રકારના અનુકામાં નવકાર મંત્રવિગેરેને જાપ સર્વવ્યાપક બને છે. જેમ કે”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94