________________
અધ્યાત્મ ગીતા
આ પ્રમાણે આત્માના સપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે જે ધર્મક્રિયા સહાયક બને છે તે જ અધ્યાત્મ’” અથવા “યાગ” કહેવામાં આવે છે. નામભેદ હાવા છતાં બન્નેનું કાયં એક જ છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવવાનાં સાધન હાવાથી અન્તે અભિન્ન (એક) સ્વરૂપવાળાં છે.
ચેાગબિન્દુમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજીએ યોગના પાંચ ભેદમાં અધ્યાત્મ” તે પ્રથમ ભેદ તરીકે વર્ણવ્યો છે. તેઓશ્રીએ અધ્યાત્મ (યાગ) ના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કયુ છે. વિવિધ પ્રકારની પ્રક્રિયાને પણ ગીતા-આચાર્યો અધ્યાત્મ” કહે છે; તે વિવિધ પ્રક્રિયા આ પ્રમાણે છેઃ
, ( ૧} ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારી આત્માની મૈત્ર્યાદિ ભાવનાઓથી યુક્ત શાસ્ત્રાનુસારી વિચારણા એ અધ્યાત્મ” છે.
(૨) ધાર્મિક પુરુષનું પ્રધાન લક્ષણ હાવાથી “જપ” એ અધ્યાત્મ છે.
(૩ – ૪) પેાતાની યાગ્યતાને વિચાર કરી ધર્મોનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કરવી તથા આત્મનિરીક્ષણ કરવું એ ઔચિત્યાલેચનરૂપ તથા આત્મસ ંપ્રેક્ષણરૂપ અધ્યાત્મ છે.
(૫-૬-૭) દેવવંદન (ચૈત્યવ ંદન), પ્રતિક્રમણ અને મૈત્રી પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાનું ચિંતન એ પણ અધ્યાત્મ છે.
ઉપરોક્ત અધ્યાત્મયેાગની વ્યાખ્યાઓનુ રહસ્ય આ પ્રમાણે સમજાય છે :પહેલી વ્યાખ્યા :
વ્રત નિયમેાનું દૃઢતાપૂર્વક પાલન કરનાર શ્રાવક અને પ ંચ મહાવ્રતધારક સાધુ મહાત્માએ મૈત્રી આદિ ભાવનાઓથી ચિત્તને નિળ બનાવી જે આત્મતત્ત્વનું ચિંતન કરે છે તેને અધ્યાત્મયાગ કહેવાય છે એમ બતાવીને વ્યવહારથી વ્રત નિયમેના પાલનદ્વારા જ આત્મચિંતનરૂપ નિશ્ચલ અધ્યાત્મની ભૂમિકા પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું છે અને અધ્યાત્મના સતત્ અભ્યાસથી ભાવના યોગ પ્રગટે છે.
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતાએ બતાવેલા દેશવરતિ-સવિરતિરૂપ અથવા દાન શીલ-તપ-ભાવરૂપ ધર્મના સમાવેશ અધ્યાત્મ યાગમાં થયેલ છે. અર્થાત્ માક્ષ સાધક સ અનુષ્ઠાનાના સંગ્રહ અધ્યાત્મમાં થયેલા છે. અધ્યાત્મની અન્ય વ્યાખ્યાઓમાં એ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે.