Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ 当路到塔尖到塔哈哈哈进长出当当然會是 છે . ગુરુગુણ પુપ સુવાસ ૦ 业界必界长解必屏些照公示必坛公居此后长解释必春派 અમારા આસન ઉપકારી સ્વ. ગુરુજી ગુણશ્રીજી મહારાજ ! જેઓના અસીમ ઉપકારેનું ઋણ અનેક ભવની ભાવભીની સેવાભકિતથી પણ વાળી શકાય તેમ નથી-એવા ગુણનિધિ ગુરુજીના અમિત ગુણાની યત્કિંચિત સ્તુતિ-સ્તવના કરવા દ્વારા અમે આત્મસાતેષ અનુભવીએ છીએ. તેઓશ્રીને જન્મ સં. ૧૫ર, ચૈત્ર વદ ૫ના શુભદિને અમદાવાદમાં થયે હતો. પિતાશ્રીનું નામ મોતીલાલભાઈ અને માતાનું નામ નાનીબેન હતું. તેમનું પોતાનું સંસારીપણાનું નામ સમજુબેન હતું. નામ તેવાજ ગુણક તેઓશ્રી બાલવયથી જ શાણા અને સમજુ હતા. સરલ અને માયાળુ હતા. પરિવાર અને પરિચિત વર્ગમાં સહુના પ્રિય પાત્ર હતા. કુટુંબ ઘર્મસંસ્કારોથી સમૃદ્ધ હતું એટલે નાની વયમાં જ તેઓશ્રીને પિતાના જીવનને ધર્મમય બનાવવાની લગની લાગી. માતાપિતાની પ્રેરણા અને પિતાની ખેવના...બે રીતે સુભગયેગ મળતાં તેઓશ્રીની ધર્મભાવના અને શ્રદ્ધા ખુબજ મજબુત બનતી ગઇ. વ્યવહારિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન બનેમાં સારી પ્રવીણતા મેળવી. વય વધતાં યૌવનના આંગણે ડગ માંડ્યા. મોહવશ માતાપિતાના અત્યન્ત આગ્રહે સાંસારિક સંબંધથી જોડાયા. પણ અનિવાર્ય કમસ્થિતિના ઉદયે સાંસારિક જીવન એક જ વર્ષમાં પૂરું થયું. પતિદેવ પરલોકના પંથે ઉપડી ગયા. નાની વયમાં એકાએક સંસારના આવા વિષમ વિપાકને અનુભવ થતાં ધમશ્રદ્ધાસભર આતમા જાગી ઉઠયે સર્વ ત્યાગના પથે જવાની ભાવના એમના અંતરમાં જાગૃત થઈ! ત્યાગી વીરાગી આત્માને પળ પણ વ્યથ ગુમાવવી કેમ પાલવે? અલ્પ સમયમાંજ સંયમની ભાવનાએ તીવ્ર વેગ પકાઓ. જાણ્યા અને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 94