Book Title: Adhyatma Gita Author(s): Shrimad Devchandraji Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal View full book textPage 6
________________ આ નાનકડી પુસ્તિકા પણ તત્ત્વજિજ્ઞાસુઓ માટે તા મહામૂલ્યવાન જ બની રહેવાની છે. પૂ. પંન્યાસજી મહારાજ સાહેબ પાતે આ વિષયના ઊંડા અભ્યાસી અને અનુભવી છે. એમની કલમે સંસ્કાર પામેલી આ પુસ્તિકા ભવ્ય આત્માઓના અંતરને અજવાળી, આત્મશ્રેયના પરમપથે ચડાવી દેવામાં અપૂર્વ પ્રેરણા અને બળપ્રદાન કરી શકશે. પૂ. ૫. મહારાજ સાહેબના આ મહામૂલા ગ્રંથને પ્રગટ કરવાનું મહાન સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયુ છે એ અમારા માટે પમ આનંદના વિષય છે, એમનું સૌ પ્રથમ પુસ્તક “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા'ને ખૂબજ સુંદર સફળતા પ્રાપ્ત થઈ એજ રીતે આ કલ્યાણમિત્ર સમા પુસ્તકને પણ ભવ્ય આત્માએ સત્કારશે એમાં જરાય શ કા નથી. ભવિષ્યમાં હજી પણ ઉત્તમેાત્તમ ગ્રન્થનાની પ્રસાદી આપણને પ્રાપ્ત થતી રહે એવા અંતરમાં લાભ જાગ્યા છે! આપણને પૂજ્યશ્રી નિરાશ નહિ જ કરે એવી દૃઢ શ્રદ્ધા આપણે સૌ રાખીશું. વિશેષમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે [ પૂજ્ય શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય ] તથા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબે [ પૂજ્ય શ્રાપથ મહારાજના સુશિષ્ય ] સમગ્ર ગ્રંથને તપાસી યાગ્ય સૂચના કરી, જે ઉમદા સહકાર આપ્યા છે તે બદલ કૃતજ્ઞભાવે તેમના આભાર માનુ છું. Se નાનકડા માળ જે રીતે વડીલની આંગળી પકડી ઇચ્છિત સ્થાને પગલાં માંડતા જાય છે તે રીતે અધ્યાત્મ શાશ્વના જ્ઞા તા ગુરૂ મહારાજની આંગળી પકડી આપણે સૌએ એમની સાથે જ અદૃષ્ટ પણ શાશ્વતા સુખના ધામરૂપ માક્ષપુરી તરફ પગલાં માંડી વહેલી તકે પહોંચી જઇએ એવી ઉત્કૃષ્ટ ભિલાષા રાખીએ લી. ડૉ. ઉમરશી પુનશી દેઢીઆ શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મડળ, અજાર. (૭)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 94