Book Title: Abhidhan Rajendra Kosh ki Shabdawali ka Anushilan
Author(s): Darshitkalashreeji
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________
અહોભાગ્ય
વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય દાદા ગુરુદેવશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબે આત્મલક્ષી-મોક્ષમાર્ગી એવા જૈનધર્મના શબ્દોનો વિશાળ સંગ્રહ કરી “શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ”ની રચના કરી. શાસ્ત્રો અને સિદાંતોના ઉંડા તલસ્પર્શી અભ્યાસના પ્રભાવે ૬૩ વર્ષની જૈફ ઉંમરે સતત ૪૮૬૩ દિવસ અવિરત પરિશ્રમ કરી, એક અભિધાન સ્વરુપ વિશ્વપ્રસિદ્ધ, વિશ્વ વિખ્યાત, અદ્વિતીય એવા એક મહાન કોશ “શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ”ને તૈયાર કર્યો. આ કોષ અર્ધમાગ્ધી-પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલો છે. સંવત ૧૯૪૬ થી સંવત ૧૯૬૦ સુધી આ કોશ માટે સતત કાર્ય ચાલતું રહ્યું. આ કોશ, મહાન પંડિતો અને અભ્યાસીઓ માટે જૈન સિદ્ધાંતોના અનેકવિષયોનો ઉકેલ છે. આવા દાદા ગુરુદેવશ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.નું શાસન ૧૫૦વર્ષ કરતા પણ વધુ વર્ષોથી તપી રહ્યું છે.. અને તપતું રહેશે.
વિશ્વના આ મહાન ગ્રંથરાજમાં અનેક અતિદુર્લભ રહસ્યો છુપાયેલા છે. પૂ.સાધ્વીજી શ્રી દર્શિતકલાશ્રીજી મ.સાહેબને પોતાના ગુરુદ્વારા રચિત શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ ઉપર વધુ અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. ૫વર્ષથી પણ વધુ વર્ષ સુધી તેઓએ શ્રી અભિધાન રાજેન્દ્રકોશ ઉપર ઊંડાણપૂર્વક સંશોધન કરી પીએચ.ડી.(ડૉક્ટરેટ ઓફ ફીલોસોફી)ની ઉપાધી મેળવી. તેઓએ શ્રી અભિધાન રાજેન્દ્ર કોશના કેટલાક મોતી સ્વરુપ શબ્દોને પસંદ કરી “અભિધાન રાજેન્દ્ર કોશ કી આચારપરકદાર્શનિક શબ્દાવલી કા અનુશીલન” નામનો વિસ્તૃત મહાનિબંધ તૈયાર કર્યો. ખાસ નોંધનિય છે કે આ મહાનિંબધ રાષ્ટ્રભાષા હિન્દીમાં તૈયાર કર્યો.
સંવત ૨૦૬૩એ પૂજ્ય ગુરુદેવનું સ્વર્ગારોહણ શતાબ્દી વર્ષ છે. આ વર્ષ સમગ્ર ત્રિસ્તુતિક જૈન સંઘમાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે સાધ્વીજીશ્રીદર્શિતકલાશ્રીજી મ.સા.ને ગુરુદેવ તથા શ્રી રાજેન્દ્રકોશને અનુલક્ષી એક પુસ્તક તૈયાર કરવાની ભાવના થઈ. તેઓશ્રીએ પોતાની પીએચ.ડીદરમ્યાન તૈયાર કરેલ મહાનિબંધને પુસ્તકરૂપે પ્રકાશન કરવાની વર્તમાનાચાર્યરાષ્ટ્રસંત શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજી મ.સા. આગળ ઈચ્છા પ્રગટ કરી. શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે જ આવા માહિતીસભર પુસ્તકનું વિમોચન થાય તેવા આશયથીપૂજ્ય આચાર્યશ્રીમવિજય જયંતસેનસૂરીશ્વરજી મ.સાહેબે પોતાના આજ્ઞાનુવર્તી પ્રશિષ્યા સાધ્વીજી શ્રી દર્શિતકલાશ્રીજીને પ્રકાશન કરવાની અનુમતિ પ્રદાન કરી.
આચાર્યશ્રીના આશિર્વાદ મળતાં જ સાધ્વીજી શ્રી દર્શિતકલામ.સાહેબે પુસ્તકને પ્રકાશન કરવાની તૈયારી શરૂ કરી. આ પુસ્તકના પ્રકાશન હેતુ તેઓએ પુસ્તકના કોમ્યુટર એન્ટ્રી તથા પ્રકાશન કરાવવાની જવાબદારી અમોને સોંપી. ગુરૂભક્તિ કહીએ કે ગુરૂપ્રેરણા... આવું પડકારરૂપ અને ભગીરથ કાર્ય મળતાંજ મન ઉલ્લાસિત થઈ ગયું. વર્ષોથી મનમાં ઈચ્છા હતી કે શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ ઉપર ગુજરાતી કે હિન્દી ભાષામાં સંશોધન થાય. સાધ્વીજી મ.સાહેબે પોતાની વર્ષોની મહેનત પછી તૈયાર કરેલા મહાનિબંધને પ્રકાશન રૂપે રજુ કરવાની અમે તૈયારીઓ શરૂ કરી. પૂજ્ય આચાર્ય ભગવંત તથા સાધ્વીજી મ.સા.ની સતત પ્રેરણાથી અમે આ કાર્ય સમયસર ચોકસાઈપૂર્વક પુરૂ કરવા કૃતનિશ્ચયી બન્યા.
શ્રી અભિધાન રાજેન્દ્ર કોશમાં છુપાયેલા અનેક બહુમૂલ્યરનો પૈકી કેટલાક વધુ વિષયો ઉપર વધુ સંશોધન થાય, જેમ કે(૧) અભિધાન રાજેન્દ્ર કોશમાં આવેલી કથાઓ (૨) ઉપનય અને કથાઓ (૩) તીર્થોની ભાવયાત્રા તથા પરિચય (૪) રાજેન્દ્ર કોશમાં સમાયેલ ઐતિહાસિક શબ્દાવલીનું અનુશીલન (૫) રાજેન્દ્રકોશમાં સમાયેલ જ્યોતિષપરક શબ્દાવલીનું અનુશીલન (૬) રાજેન્દ્રકોશમાં ગણધરવાદ (૭) રાજેન્દ્રકોશમાં તપપરક શબ્દાવલીનું અનુશીલન (૮) રાજેન્દ્રકોશમાં વ્યાકરણપરક શબ્દાવલીનું અનુશીલન (૯) નયવાદ. આવા સંશોધન થતા રહે અને તેમાં કોઈપણ સ્વરૂપે ગુરૂભક્તિ કરવાની તક મળતી રહે તેવી અપેક્ષા..
ફરી એક વખત પૂ.સાધ્વીજી શ્રી દર્શિતકલાશ્રીજી મ.સાહેબે અમારામાં દ્રઢવિશ્વાસ મૂક્યો અને શાસનનું કામ કરવાનું પ્રેરક બળ આપ્યું તે માટે અમો તેઓના ઋણી છીએ.
- વોરા સેવંતીભાઈ છોટાલાલ (સરકાર) - સંઘવી જીગરભાઈ ભીખાલાલ (અમદાવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org