Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મંત્રીશ્વરનું જીવનચરિત્ર મૂળ સંસ્કૃતમાં ધી ગુજરાતીમાં લખી પ્રસિદ્ધિમાં મૂકવાને વેગ આવ્યું છે. બીજું આ કાવ્યને વિષે કત્તો-કવિ ઉપાધ્યાયે અનેક અતિ ઉપયેગી વિષને અનુપમ સંગ્રહ કર્યો છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ, તત્વને યપૂર્વક નિર્ણય, સ્વર્ગનરકાદિકનાં સુખદુઃખને તાદશ ચિતાર, પ્રાસંગિક ઉત્તમ સ્ત્રી પુરૂષની લ્હાની માટી ઉપકથાઓ તથા સર્વથી અધિક કેવળી ભગવંતને, સંસારી જીવને ઉપકાર કરનારે ઉપદેશ--ઈત્યાદિ પ્રકરણના પ્રસ્ફટનને વેગે જાણે વૈરાગ્યરસના પ્રવાહની નદીઓ વહેતી કરી છે; તો એવા અમૂલ્ય અમૃતમય ઝરણામાંથી સર્વ વિવેકી જને યથારૂચિ પાન કરે એ પણ આ પ્રયાસને એક હેતુ છે. વળી ગ્રંથકારે આ ગ્રંથમાં ધર્મના અધિકારની સાથે પ્રસ્તુત મંત્રીશ્વરની બુદ્ધિકળાના દાંતો અને ચમત્કારી કાર્યોની નેંધ લેતાં, ઉત્તમ કવિત્વશકિતદર્શક ઉચ્ચ કલ્પનાઓ તથા પ્રોઢ પણ સરલ શબ્દશેલી સહિત સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન હતુઓનાં વર્ણન, ગ્રામ-નગર–પર્વતાદિ પૃથ્વીના વિભાગોના આબેહુબ ચિત્રે, મૃષ્ટિ દર્યદર્શક સ્થળનો મનહર આળેખ—વગેરે અભુત રસમય કાવ્યકળાના ચિત્તને આલાદ ઉપજાવનારા વિષયે રૂપી પુષ્પોને અનેક અર્થ–ચમત્કૃતિ, વિવિધ વૃત્ત અને નવનવીન અલંકાર રૂપી દેરીઓ વડે ગુંથીને, આ ગ્રંથરૂપી પુષ્પહારની એવી મનપસંદ રીતે રચના કરી છે કે એ સંસ્કૃત હારને સંસ્કૃતના અધિકારીઓ એકલાજ ઉપગ ન લે પણ ગુજરી ભાષાને વિક સુદ્ધાં એ જુએ–-નિરખે-હસ્તને વિષે ગ્રહણ કરે અને હોંશે હોંશે એના પરિમળથી આકર્ષાઈ એને સદાકાળ પિતાના કચ્છપ્રદેશને વિષે આરે પણ કરી રાખે–એવી પણ એક પ્રબળ ઈચ્છાને લીધે ભાષાંતર કત્તો એ પુષ્પહારને–એ મનહર અને નિત્યસુવાસિત હારને ગુજર જનમંડળને અર્પણ કરે છે. તો સવ ગુણજ્ઞ અને મહાનુભાવ આર્યજને એને સાદર પરિધાન કરશે એવી અભિલાષા રાખવામાં આવે છે. અભયકુમાર મગધદેશના રાજ્યકત્તા શ્રેણિક મહીપાળનો પુત્ર હતો. યુવરાજ શ્રેણિક પોતાના પિતાની હયાતીમાં એક વખતે પિતાથી રીસાઈને દૂર દેશાંતર જતો રહે છે. ત્યાં કેઈ ભદ્રછીની નન્દા નામે પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust