Page #1
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
કચ્છ લેખક અને સમીક્ષક 88 પં. ચન્દ્રશેખરવિજયજી
કમલ પ્રકાશન ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
પ્રકાશક : કમલ પ્રકાશ ટ્રસ્ટ
જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧.
ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩
લેખક-પરિચય :
સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય
પૂ. પં. શ્રી ચન્દ્રશેખવિજયજી
આવૃત્તિ પ્રથમ સંસ્કરણ : નકલ : ૩૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ : ૨૦૦૦ વિ.સં. ૨૦૬ ૫, શ્રાવણ સુદ-૫.
મુલ્ય રૂા. ૩૦/
ટાઈપસેટિંગ :
કરણ ચાફેકસ ૧, રિદ્ધિ પેલેસ, ૯૦ ફીટ રોડ,
ભાયંદર (વેસ્ટ) - ૪૦૧ ૧૦૧. ફોનઃ ૨૮૧૮ ૪પ૯૯, મો. ૯૮૩૩૬ ૧૬૦૦૪
મુદ્રક :
શીતલ પ્રીન્ટસ ૨૧૧/૨૧૨, પ્રગતી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (ઈસ્ટ), મુંબઈ-૧૧
ફોન : ૬૬૬૩ ૩૦૪૬
Page #3
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
પ્રસ્તાવના
૩
આ પુસ્તકની પ્રસ્તાવના લખવા વિશે મને કહેવામાં આવ્યું ત્યારે મને ક્ષોભ થયો. એક સાધુપુરુષના પુસ્તકની પ્રસ્તાવના એક ગૃહસ્થ લખે તેમાં મને ઔચિત્યના નિયમનો ભંગ થતો લાગ્યો, છતાં કેટલીક વ્યક્તિઓ એવી છે જેમની તીવ્ર લાગણીનો અનાદર થઈ શકતો નથી.
સાધુ એટલે મોક્ષમાર્ગનો સાધક. જેને તમે દુનિયા કહો છો તે તેમનું જીવન નથી. જે મેળવવામાં પડ્યો છે આ તેની દુનિયા છે. જે છોડવામાં પડયા છે તેનું ‘જીવન’ છે. જેને છોડતા આવડે છે તે જ ખરું મેળવતાં શીખે છે. જે સ્ત્રી છોડે છે તેને સૌંદર્ય મળે છે. જે આહાર છોડે છે તેને જીવનશક્તિની ઉષ્મા મળે છે. જે ધન છોડે છે તેને ધર્મ મળે છે. જે દુનિયા છોડે છે તેને આત્મા મળે છે.
આ બધું છોડ્યું છે તેનો વિચાર પણ જે છોડે છે તે ‘મેળવ્યું છે’નો વિચાર પણ છોડે છે. ‘છોડવું’ અને ‘મેળવવું’ તે બંનેની પેલી પાર માત્ર ‘“હોવાપણું’’ છે. ત્યાં છે ચિદાનંદમય સત્તાનું અખંડ પ્રસારણ. ત્યાં છે વિરાગની મસ્તી. આ એક ‘શૂન્ય’ દશા છે જ્યાં પહોંચવા માટે પહેલા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું પડે છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી શૂન્યમાં એવી તીર્થયાત્રા, તે જ જીવન છે. આપણું જીવન રખડપટ્ટીરૂપ છે, પ્રવાસરૂપ છે પણ તીર્થયાત્રા સ્વરૂપ નથી. વિરાગની મસ્તી માટે તીર્થયાત્રા કરનાર સાધુ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી શૂન્યમાં જવાની આધ્યાત્મિક પ્રક્રિયા તે સાધુપદનું જીવન છે. જેને છોડવાની કળા સિદ્ધ થઈ છે તે સાધુ છે.
જેને છોડતાં આવડે છે તેનું જીવન સીધું સાદું અને સરળ છે. ધર્મ બીજું કશું જ નથી પણ વિકાસના નૈસર્ગિક વહેણમાં સરી જતી જીવનસરિતા છે.
આધુનિક યુગ જીવનને શણગારવામાં માને છે. જીવનને આરસની તકતીઓમાં મઢી દેવા માંગે છે. કેસરના છાંટણાં કરી જીવનને આસોપાલવનાં તોરણથી શણગારી દેવા માગે છે. સુખ, સલામતી અને સગવડોના થર ઉપર થર ચડાવી જીવનને કૃત્રિમ ઓપ આપવાની ઘેલછાથી આજે માનવી અકાળે વૃદ્ધ થતો જાય છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૪
વિરાગની મસ્તી
જરૂર છે જીવનને જેવું છે તેવું જોવાની. સીધાસાદા, સરળ જીવનને સમજીને સ્વીકારવાની. અહંનું વિસર્જન કરી યથાર્થ વિશ્વદર્શન કરવાની. વિરાગની મસ્તી આ દર્શનમાંથી જ ઉત્પન્ન થાય છે.
માનવે સમાજરહિત, પ્રતિષ્ઠારહિત અને પ્રાપ્તિરહિત થઈને તેની અનંત એકલતામાં ઊભા રહેવાનું છે. મહામૌનના નિઃસ્તબ્ધ સૂનકારમાં લીન થવાનું છે. એકાંત અને મોનની કઠોર તપશ્ચર્યાથી તેનું સાંસારિક અસ્તિત્વ જલાવી દેવાનું છે. સાંસારિક મૃત્યુ તે જ ધાર્મિક જન્મ છે. વિરાગની મસ્તી આ રીતે જન્મે છે.
આજે મારો એક મિત્ર “મસ્ત’ શબ્દનો વારંવાર ઉપયોગ કરે છે. કોઈ ફિલ્મ જોઈ આવશે તો કહે છે, “ફિલ્મ મસ્ત છે” કોઈ ફેશન મોડેલ જોશે તો કહેશે “મસ્ત છે.” પણ વીતરાગને જોશે તો તે તેને મસ્ત નથી લાગતા પણ સુસ્ત લાગે છે. મસ્તી અને સુસ્તીનું ગણિત દુનિયાનું જુદું છે. જનનું જુદું છે અને જેનનું જુદું છે. લોકો તે મસ્તી દુનિયામાં શોધે છે. સાધુ તે મસ્તી જીવનમાં શોધે છે.
જીવનથી ઊચું બીજું કાંઈ જ નથી. કારણ જીવન કશું જ નથી પણ સ્થળ, સમય અને સંયોગ દ્વારા વ્યક્ત થતાં “તમે' જ છો. આ જીવન જ સાધનાની કર્મભૂમિ છે. જીવનને ચાહવું તે જ મોટી વસ્તુ છે. ભગવાને દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ એ માટે કહ્યો કે તમે દુનિયાના નહિ પણ જીવનના પ્રેમમાં પડો.
આજે માનવ અકાળે વૃદ્ધ થતો જાય છે. તેનું અમર યોવન તેણે ગુમાવ્યું છે. ક્યાં છે એ માનવી જે સદા તાજગી ભર્યો છે? સદા પ્રફુલ્લિત છે? ચિરઉલ્લાસમય છે? આજે રોજ નવી નવી શોધો થાય છે. પણ આજની દુનિયાને સૌથી વધુ જરૂરની શોધ તો આ અમર યૌવનની છે. પહાડો ઘાસની ગંજીની જેમ તૂટી પડે છે, સમુદ્રો સુકાય છે, ફૂલોની જેમ સર્વ કાંઈ કરમાઈ જાય છે પણ શાશ્વતતાને વરેલો આત્મા અક્ષય યૌવનને પામ્યો છે. વિરાગની મસ્તી જેને મળે છે, તે આવો અમર યુવાન છે. અકાળે વૃદ્ધ થતા માનવીઓની બનેલી આ વીસમી સદીમાં શાશ્વત યોવન અને ચિરઉલ્લાસની શોધ અત્યંત જરૂરી છે.
પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની વિરાગની મસ્તી' વાંચી અને આવા વિચાર સ્ફર્યા. આજે જીવન ખરે જ “મહીકાંઠા ઉપર આવેલા સુવર્ણગઢની એ અબળાની જેમ' કૂવો પૂરવા જેવું સસ્તું થઈ ગયું છે. ભૌતિકવાદનું એ અનિવાર્ય પરિણામ છે. પુસ્તકમાં જે પ્રશ્ન ઊઠયો છે કે ભારતીય કલેવરનું નવનિર્માણ કે ભંગાણ?' તે પ્રશ્ન પટાવાળાથી પ્રધાન સુધી સહુએ જાતને પૂછવા જેવો છે. આ
Page #5
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
યુગનાં અનિષ્ટો બતાવી તેમાંથી છૂટવા વિરાગનું તત્ત્વજ્ઞાન અનિવાર્ય શરણ છે, ” એ પણ તેઓશ્રીએ સુંદર રીતે બતાવ્યું છે. વિમલ શેઠ અને જીવરામદા દ્વારા તેઓએ સામાજિક અને ધાર્મિક આદર્શ રજૂ કર્યા છે.
શુષ્કદમન કે દબદબાભર્યા પાંડિત્યથી જીવનનો અવાજ ગુંગળાઈ જાય છે. પછી ત્યાં સ્વપ્ન નથી રહેતું, સંગીત નથી રહેતું, શિલ્પ પણ નથી રહેતું.
અહીં સ્વપ્ન માત્ર નિદ્રાનું નહિ. અનંતની પ્રતીક્ષામાં ઝૂરતા હૃદયનું સ્વપ્ન અભિપ્રેત છે. - સંગીત માત્ર શબ્દો અને સુરોનું નહિ પણ વિચાર, ભાવના અને કર્મની સંવાદિતાનું હોય.
શિલ્પ માત્ર ખરબચડા પત્થર ઉપરનું નહિ પણ જીવનનાં સુષુપ્ત સૌંદર્યને સાકાર કરતું હોય.
આ સ્વપ્ન, સંગીત અને શિલ્પ દ્વારા જેનામાં આત્મમસ્તી જાગે છે તે સાધુ છે. પૂ. ચંદ્રશેખરવિજયજી મહારાજ આવા સાધુપુરુષ છે અને તેમની કૃતિ એક જીવંત સર્જન બની છે, કારણ કે સાધુ જેને સ્પર્શે છે તે તેની સાધના બની જાય છે.
લેખકઃ વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ (૧૦, શાકુંતલ, માનવ મંદિર રોડ, મુંબઈ- ૬)
Page #6
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
આમુખ
યુગાન્તરના ત્રિભેટે ઊભેલા માનવીને હજી એ વાત નથી સમજાઈ કે અવકાશને આંબવા જતાં વિજ્ઞાનને એટલું બધું મહત્ત્વ એણે આપી દીધું છે કે હવે એ વિજ્ઞાનની સામે સાવ જ વામણો દેખાવા લાગ્યો છે! બેશક, એણે ઘડ્યું ઘડતર વિશ્વનું અને એમાં પૂર્યાં સૌંદર્ય વિલાસનાં; પરંતુ એમ કરવા જતાં તૂટી પડ્યા મીનારા આત્મ સમૃદ્ધિના અને સુકાઈ ગયા પાણી પ્રેમ અને મૈત્રીનાં.
માનવ રાચેમાચે છે વિજ્ઞાનની પ્રચંડ સિદ્ધિઓમાં! અંજાઈ જાય છે એના ઝાકઝમાળોમાં! પરંતુ જીવનના પ્રાણનો પણ જે પ્રાણ છે તે સંસ્કાર ઉપર વ્યાપી રહેલી ઝેરી અસરોનો હજી એને ખ્યાલ સુધ્ધાં આવ્યો નથી એ જ ભારે અફસોસની બીના બની ચૂકી છે.
માનવી રખડુ-ટ્રેમ્પ જેવો બની ગયો છે ! સવારથી સાંજ સુધી એ અનેક જંજાળોમાં ઝડપાયેલો રહે છે. પ્રચારનાં તોતિંગ યંત્રોએ ઊભા કરેલા ભ્રમોની પાછળ એ પાગલ બન્યો છે. એ ભ્રમ એને માટે સુખદ બન્યો છે. કેમકે એ સુખદ ભ્રમે જ એની જિજીવિષાને ટકાવી રાખી છે. ‘આજે નહિ તો કદાચ આવતીકાલે તો જરૂર આ વિજ્ઞાન મને સુખ આપશે; શાન્તિ બક્ષશે.' આ આશાના તંતુએ જ આજનો માનવ શ્વાસ લે છે અને મૂકે છે.
પણ હજી ‘આજ’ ખસતી નથી અને એ ‘આવતીકાલ' આવતી નથી છતાં પૂરપાટ દોડ્યો જાય છે માનવી, મૃગજળિયા મૃગલાની જેમ. નથી જોતો રાત કે દિવસ; નથી વિચારતો સમાજ કે નમાઝ; નથી મથતો જીવન મૃત્યુના તત્ત્વજ્ઞાનને; નથી નજરે લાવતો પરલોકને કે પરમલોકને.
એની એક જ કામના છે. વિજ્ઞાને બતાવેલું મેળવી લઉં; એણે ઉત્પન્ન કરેલું વસાવી લઉં; એણે ચીંધ્યા સુખના રાહે ચાલી નાખું. જીવવું છે એટલે જીવવું છે. જીવનનો બીજો કોઈ એથી વિશેષ અર્થ હોઈ શકે નહિ. સ્વર્ગ અહીં જ, મોજમજામાં છે, નરક અહીં જ, દિલની વેદનાઓમાં છે; મોક્ષ અહીં જ, કોઈ દુ:ખની મુક્તિમાં છે.
માનવી આવી સમ્રાન્ત સ્થિતિનાં જબ્બર વમળોમાં એવો તો અટવાયો છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
એવો તો અટવાયો છે કે એ ભ્રાન્તિની જીવલેણ ભીંસમાંથી છટકવાનો પ્રયત્ન સુદ્ધાં નથી કરતો.
પરિણામ ? વૈજ્ઞાનિક સાધનોનો સ્વામી બનવા જતાં બિચારો માનવી એનો જ ગુલામ બની રહ્યો. મામૂલી ગુલામ નહીં પણ સ્વામી હોવાની ભ્રમણામાં રાચતો ગુલામ. વિજ્ઞાને આ ગુલામની આંખોને પોતાના ચશ્માંના રંગીન કાચથી એવી મઢી દીધી કે એનું જીવનદર્શન આખુંય બદલાઈ ગયું. જીવનઘડતરની પ્રક્રિયાઓમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું. આદર્શો બદલાયા અને જીવનનાં મૂલ્યાંકનો તથા માપદંડો પણ બદલાયાં. હા, બધું જ બદલાયું પણ સરવાળો? સરવાળો એ જ કે માનવી એક ક્ષુદ્ર “જન્તુશો' બની રહ્યો- પોતાની જાત મહાન છે એવી ભ્રમણા સેવતો ક્ષુદ્ર-અતિશુદ્ર!
વૈજ્ઞાનિક દૃષ્ટિ પ્રમાણે એકવીસમી સદીનો માનવ એટલે યાંત્રિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયાની એક બેઢંગી નીપજ! પાર્થિવ દૃષ્ટિએ આજનો માનવ ભલે પોતાને સક્રિય માનતો હોય છતાં આંતર દૃષ્ટિએ તો એ સાવ જ અક્રિય બન્યો છે. યંત્ર યુગનો અભિશાપ જો કોઈ ઉપર ખરેખર ઊતર્યો હોય તો તે વિજ્ઞાનવાદમાં વટલાયેલા માનવપ્રાણી ઉપર જ ઊતર્યો છે. વર્તમાન વિશ્વને યંત્રયુગની સાચી દેન આ સજીવ યાંત્રિક માનવ જ છે.
રે! જે માનવ અંધકારમાં અનેકોને દોરતો મશાલચી હતો, જે અનેકોના મૂરઝાઈ ગયેલા જીવનબાગમાં પ્રેમ અને શૌર્યનાં પાણી રેડતો હતો; દુઃખિતોના જે આંસુ લૂછતો; ઘાયલોના જે ઘાવ રુઝાવતો; એ માનવ આજે કશાકથી દોરવાઈ રહ્યો છે. જાતને દોરવા જેટલી શક્તિ પણ તેનામાં દેખાતી નથી! કોણે એની મરદાનીયતને રહેંસી નાંખી? કોણે એના મનને બૂઠું બનાવી દીધું?
વિજ્ઞાને તેના જીવનમાં નવા જ પ્રકારનો નિયતિવાદ-પ્રારબ્ધવાદ પ્રેર્યો છે. માનવ, એને પોતાને ખબર પણ ન પડે તે રીતે સંયોગોનો અને અગોચર પરિબળોનો ગુલામ બની ચૂક્યો છે. ટૉલ્સ્ટોયની ‘પાગલ’ નામની એક વાર્તામાં આવે છે તેમ વૈજ્ઞાનિક યુગના માનવને પણ એવું જ થયું છે, “હું કોણ? મારું શું ઊપજે ? હું ક્ષુદ્ર-પામર જીવ!” નવા પ્રકારના આ પ્રારબ્ધવાદે માનવને પામર બનાવી દીધો છે. વિજ્ઞાનનાં મૂલ્યો અને માપદંડો પણ આર્યદેશના પરંપરાગત નીતિમૂલ્યોથી સાવ નિરાળા અને વિરોધી છે. જૂના વખતના નીતિમૂલ્યો માનવના આંતરમનની જરૂરિયાતોને લક્ષમાં લઈને આકારાયાં હતાં. ત્યાં દૈહિક સુખ કરતાં આંતરસુખ ઉપર ધ્યાન વિશેષ કેન્દ્રિત કરવામાં આવતું હતું. સત્ય, સંયમ, શિસ્ત અને
Page #8
--------------------------------------------------------------------------
________________
८
વિરાગની મસ્તી
પ્રામાણિકતાના મૂલ્યોએ જ એ માનવને આંતરશાન્તિની બક્ષિસ કરી હતી.
વિજ્ઞાનનો માપદંડ તો માત્ર દૈહિક સુખ રહ્યો છે. તેનાં મૂલ્યો છે કાર્યક્ષમતા અને વેગ. ત્યાં નિષ્ઠાને, પ્રામાણિકતાને કે સચ્ચાઈને કશી લેવાદેવા નથી. ‘સાધ્યને સાધો, લક્ષ્યને આંબો, રસ્તો ગમે તે હશે તે ચાલશે.' આ છે વિજ્ઞાનયુગનો પુકાર. નવા માપદંડમાં ‘દુરાચાર’ જેવી કોઈ વસ્તુ જ નથી. કોઈપણ ભૂલ એ વૃત્તિનું સ્ખલન માત્ર ગણાય છે. વૃત્તિનો પ્રાકૃતિક આવેગ ગમે તેવો હોય એને વહી જવા દેવો એ જ વિજ્ઞાનનું માનસ. જેને જૂના જમાનામાં સંસ્કાર કહેવાતા એ નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવાયા! શિસ્ત અને સંયમ સામે બંડા પોકારનારા ક્રાન્તિકારી ગણાયા! ટૂંકમાં, આજના સમાજના વૈજ્ઞાનિક ધોરણોના સ્ટીમરોલરોએ સંસ્કારોને કચડી નાંખ્યા! કેટલાય જીવનોને રહેંસીપીંસીને એનાં કૂચા કરી નાંખ્યા! એક બાજુ માનવમાં નિર્વીર્યતા અને નિરાશા પ્રેર્યા અને આધ્યાત્મિક કટોકટી સર્જી, બીજી બાજુ હેતુવિહીનતા (meaninglessness)ની સ્થિતિ જન્માવી. વિજ્ઞાનને મન દિશા જ મહત્ત્વની વસ્તુ છે. ચાલ જ મહાન પરાક્રમ છે. ઉદ્દેશ સાથે એને કોઈ લેવાદેવા નથી.
જ્યારથી માનવે વિજ્ઞાનના આધારે જોવા-જાણવાનું અને જીવવાનું શરૂ કર્યું ત્યારથી એનાં સુખ, સંતોષ અને શાન્તિનાં વળતાં પાણી થયાં. જીવન નીરસ અને જડ બન્યું!
માનવ હિમાલયની ટોચે ચડી આવ્યો. આકાશને માપી આવ્યો. આકાશમાં ચૌદ ચૌદ દિવસ સુધી રહી આવ્યો. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના સીમાડાઓ ખૂંદી આવ્યો ! ‘હોલીડે હોમ’માં પ્રાકૃતિક રસ માણી આવ્યો! સાગરના પેટાળમાં જઈ સૂઈ આવ્યો ! પૃથ્વીનાં પડ ભેદી આવ્યો. એણે પૃથ્વીનો કણકણ તપાસી નાંખ્યા. એમાં ભયંકર વેગે દોડતાં ઈલેકટ્રોન પ્રોટોન અને નાઈટ્રોનને નાથી આવ્યો. કોમ્પ્યુટરો પાસે સેંકડો જીવતા માનવોનાં કામ કરાવી આવ્યો. ગુણાકાર ભાગાકાર કરવાનું જંજાળી કામ એમને સોંપી ‘હાશ’ કરી આવ્યો... પણ તો ય આજે એ અશાન્ત છે... એને ક્યાંય જંપ નથી- ચેન નથી, સુખ અને શાંતિ નથી... છે માત્ર હાયવોય અને એના અંતરમાં વિરાટ શૂન્યાવકાશ!
શાથી? હેતુવિહીન જીવન જીવવાથી જ ને ? જીવનનો સાચો અર્થ ન કરવાથી જ ને ? સુખદ ભ્રમ વારંવાર તૂટી પડવાથી જ ને ?
હજી પણ એ આર્ય સત્યોનો સ્વીકાર કરવામાં આવે... મૃત્યુની પેલે પારની કો'ક દુનિયાને ચિંતનપથમાં લાવવામાં આવે તો...
Page #9
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૯
ઘણું ઊકલી જાય, અશાન્તિ નાસી જાય, હૈયાંહોળી શમી જાય... માનવ માનવને ચાહતો થઈ જાય! જીવ જીવને મહોબ્બત કરતો થઈ જાય!
પછી ઘાવ લાગશે કોઈના દિલમાં અને આંખો રડશે કો'ક બીજાની! માગણીઆઓથી ઊભરાતા આ વિશ્વમાં માગણીઆઓનો ભારે મોટો દુકાળ પડી જશે ! જ્યારે સર્વત્ર પ્રેમ છવાઈ જશે, જ્યારે ચોમેર મૈત્રી વ્યાપી જશે, જ્યારે સ્વાર્થી સહુ મટી ગયા હશે ત્યારે વિશ્વમાં બીજાં કશું જ નહિ હોય, સિવાય છલોછલ આનંદ!
હવે દૃષ્ટિ બદલવી પડશે, જગતનું ભ્રાન્ત દર્શન ત્યાગી દેવું પડશે. પેલા વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સની વાણી- કે, ‘જે સ્વરૂપમાં જગત દેખાય છે, વસ્તુતઃ તે તેનું સ્વરૂપ જ નથી’ - એને આત્મસાત્ કરવું પડશે.
રખે કોઈ કલ્પી લે, લલનાના દેહમાં લસલસતું સૌંદર્ય! રે! એ તો છે રાખની ઢગલી.
રખે કોઈ માની લે તોતિંગ ઈમારતને વૈભવ-વિલાસનો મહેલ! રે એ તો છે ઇંટ મટોડાનું ખંડિયેર.
ક્યાં રાચવું માચવું છે? સૌંદર્યમાં ? સ્વજનોમાં ? સિને ટોકીઝોમાં ? પાર્ટીઓમાં ? પ્યારની દુનિયામાં ? રે! ગમે તેવી ભવ્યતા હશે વિષયોના એ ગુલમાં, પણ... પણ એક કાતિલ ભયાનકતા ધરબાઈ છે એના સ્વરૂપમાં! એને કાળો ડીબાંગ ડાઘ લાગ્યો છે! એને જોયું ન જાય તેવું કલંક લાગ્યું છે... નશ્વરતાનું !!!
બધું ય નશ્વર!!! કશું જ અવિનાશી નહિ!!! હા... અવિનાશી માત્ર આત્મા. જે બિચારો નાશવંતનો પ્યાર કરીને રોતો-કકળાટ કરતો એકલો ચાલ્યો જાય તનડાને મૂકી દઈને. ખભે નાંખે છે પાપ-પુણ્યનો થેલો અને હાથમાં પકડે છે ભવિતવ્યતાની લાકડી! ટકોરા દે છે દુર્ગતિના દ્વારે! દુઃખોની કાળઝાળ અગનવર્ષા એના સન્માન કરે! પરમાધામીના હંટરો એના અંગે અંગે વીંઝાય અને રોમરોમ ચિચિયારીઓ પાડે !
જેમ આ વિશ્વ નાશવંત છે તેમ જો આત્મા ય નાશવંત હોત તો ? પંચભૂતમાં જ મળી જાત ને? પછી ન હતી દુર્ગતિની મહેમાનગીરી, ન હતું કોઈ દુ:ખ, પણ સબૂર... ‘જો’ અને ‘તો’ની કલ્પના-સૃષ્ટિમાં સત્યની વાતો વિહરતી નથી. વિનાશી વિશ્વમાં આત્મા અવિનાશી છે એ સત્ય છે. એટલું સુંદર સત્ય કે એને તર્કના વાઘાવસ્ત્ર પહેરાવવાની કશી જ જરૂર નથી.
જેને આ સત્ય સ્પર્શે છે એની-વિષયોના પ્રલોભનો તરફ ધસી જતી- હરણફાળ
Page #10
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
એકદમ આંચકો ખાઈ જાય છે. એ મન વિચારે ચડે છે, “વિનાશીની મહોબ્બતમાં અવિનાશીને શિરે સીતમ ગુજરે?' વિનાશીની પ્રીતનાં સુખ કેવાં મોહક છે કે અવિનાશીને ભૂલો પાડી દે? અને ભટકતો રઝળતો છોડી મૂકે નર્યા દુઃખોથી ખદબદી ઊઠેલા ભવ-રાનમાં !
હાય! તો.... તો..... દુઃખ નહિ પણ એ પ્રીતનાં સુખ જ ત્યાજ્ય છે... એવાં સુખોના સાધનો જ ફેંકી દેવા જેવા છે.
જો દુઃખ ભયંકર છે તો સુખ એથી પણ વધુ ભયંકર નથી શું? કે જે એવા ભયંકર દુઃખનું જનક છે ? તો પછી દુઃખભીરૂએ સુખભીરૂ જ બનવું જોઈએ ને? સુખને આલિંગતો, દુઃખથી નાસી છૂટવા ભલે લાખ લાખ પ્રયત્નો કરતો રહે પણ એ બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના. સુખના આશ્લેષ કરવા અને એની મોહિનીમાં છુપાયેલી દુ:ખોની કાતિલ કટારોથી વેગળા રહી જવું? અસંભવ? વિષકન્યાને આલિંગીને આનંદ માણવા જતો રાજકુમાર મોજ માણી જાય? જીવતો રહી જાય? અસંભવ !
સુખ જ ભયંકર છે' એ માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે. મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે.
સુખ જ ભયંકર છે' એ વાક્ય વાક્ય જ નથી, મહાવાક્ય નથી, એ તો છે બ્રહ્મવાણી. એ છે પરમશુદ્ધ આગમવચન. સર્વ સત્યનો એ જ સારાંશ છે.
તમને લાગે છે કે આજના વિજ્ઞાનવાદના ચોકઠામાં ફસાયેલા તમારા જીવનની શાન્તિ હણાઈ ગઈ છે? તમારે તમારા જીવનની આ કરુણતાભરી બરબાદીમાંથી ઊગરી જવું છે? તો.... તો રાડ પાડીને બોલી નાંખો...” સુખ જ ભયંકર છે.” રોમ રોમથી પુકાર કરો, ‘સુખ જ શાન્તિનો વિનાશક છે.” સુખ જ ભયંકર છે” એ સૂક્ષ્માતિસૂક્ષ્મ સત્ય આત્મસાત્ કરો. સુખને ભયંકર માનો, સુખથી ભાગી છૂટો, સુખના સાધનોને ‘ધૂ” કરવાની કળા શીખી લો.
સુખ મળ્યું હોય તો આપી દો; મળતું હોય તો ફેંકી દો; ન મળવાની માળાનો અજપાજપ કરો.
પછી?. પછી ?.... સુખ તમારી હથેળીમાં જ રમતું રહેશે. સુખથી નાસી છૂટે એને ચિત્તશાન્તિનું અપૂર્વ સુખ વળગી જ પડે છે.
યાદ છે ને પેલું વાકય? happiness divided by wishes...! સુખ હંમેશ જરૂરિયાતોથી ઘટતું જાય છે પણ જેણે સુખથી અને એના સાધનોથી જ નાસભાગ
Page #11
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
કરવા માંડી છે તેને તો નવી જરૂરિયાતો ઊભી થતી નથી અને જૂની કલ્પેલી જરૂરિયાતોનો હિમાલયન ખડકલો કડડડભૂસ કરતો તૂટી પડે છે. પછી બાકી રહે છે માત્ર સુખ.. ચિત્તશાન્તિનું અપૂર્વ ગીત. - વિજ્ઞાનવાદે સર્જેલી કરુણ હોનારતોમાંથી માનવે મુક્ત થવું હશે, પ્રેમ અને વાત્સલ્યની ગંગા ચોમેર વહેવડાવવી હશે, ચિત્તની અપૂર્વ પ્રશાન્તવાહિતાને માણીને સ્વર્ગ-મોક્ષના આનંદને પણ વીસરી જવા હશે તો.... સુંદર માત્રમાં ધરબાયેલા નશ્વરતાના કલંકને આંખેઆંખ જોઈ લેવું પડશે.
જરા આંખ મીંચી દો. હજી કાલે જ પ્રભુતામાં પગલાં માંડેલી કોડભરી પેલી ગભરુ બાળાના લલાટેથી શું સાઈ જતું સિન્દુર જુઓ ! રડી રડીને સૂજી ગયેલી એની આંખો જાઓ! એના અરમાનો સાથે ભડકે બળતી પ્રિયતમની ચિતા જાઓ ! આગના એ લબકારાઓ ના પ્રકાશમાં નજરે ચડી જતાં એના સસરાનું - આઘતના આંચકે લબડી પડેલું - ગરદને લટકતું - જોયું ન જાય તેવું ભગ્ન મુખ જાઓ !
ફરી આંખ મીંચો! જાઓ પેલા કેન્સરના દર્દીને! ભીંત સાથે માથું અફાળે છે, માથાની કારમી શૂળ વેદનાની પરાકાષ્ઠાને સહન કરવાના કેવા વ્યર્થ ફાંફાં! તમને કાન છે ને? તો સાંભળો એની હૃદયને ચીરી નાંખતી ચીસોને!
ફરી આંખ મીંચો! જાઓ પેલા કોટાનકોટિ ધનના કુબેરપતિની ઊભીને ઊભી ભડકે બળતી ઈમારતને! બારીએ ઊભા રહીને અસહાયતાની ચીસો નાંખતા શેઠજીને ! જોઈ લ્યો શ્રીમંતાઈની ભવ્યતાની અને શ્રીમતીના સૌંદર્યની એક સાથે રાખ કરી નાંખતી કાળઝાળ આગોને!
બધું જ નશ્વર! તો ક્યાં પ્રીત કરવી? કોને દિલ દેવું? ક્યાં ઠરીને બેસવું?
રે, સ્યુટનિક યુગના માનવ! તને આંખો મળી જ છે તો માત્ર સૌંદર્યને જોઈને તારા આત્માને અન્યાય ન કરીશ; તને કાન મળ્યા છે તો માત્ર ગીતોના પંચમ સ્વરને જ સાંભળીને તારા જીવન સાથે રમત ન રમીશ. તારે જોવું જ હોય તો બધું જ જોઈ લેજે. દેહની ગુલાબી જોવા સાથે એની અશુચિ પણ જોઈ લેજે.... સાંભળવું જ હોય તો બધું જ સાંભળજે. પંચમ સ્વરોની હલક સાંભળવા સાથે સાથે એના પરિણામે સર્જાનારી કરુણ ચિચિયારીઓ પણ સાંભળી લેજે.
વિશ્વની વિનાશિતાનો આ વિચાર માનવને અઢળક પ્રલોભનોની નાગચૂડમાંથી બેશક મુક્ત કરી શકે છે. અને પાછા પગલે એને લઈ જાય છે. સત્તરમી સદીમાં.
Page #12
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
જ્યાં આ વિજ્ઞાન ન હતું અને આજના સુખ પણ ન હતાં છતાં હતી એ સુખોને ય યૂ કરાવવાની તાકાત બક્ષે તેવી ચિત્તની અપૂર્વ શાન્તિ; જ્યાં આ પ્રલોભનોના ખડકલા ન હતા છતાં ઊભરાતા હતા આનંદ અંતરમાં અને તરવરતાં હતાં ઓજસ તનબદનમાં; જ્યાં આજની કાન ફાડી નાંખે તેવી વિશ્વશાન્તિની વાતો ન હતી છતાં સર્વત્ર છવાઈ ગઈ હતી શીતળ છાયા પ્રેમ અને મૈત્રીની.
જો માનવે માનવને ચાહવો હશે, જીવે જીવને પ્રેમ કરવો હશે તો નિત્ય નવા ખડકાતાં સુખનાં સાધનોના ખડકલાથી નજર ઉઠાવી લેવી પડશે. દુઃખને ભયાનક માનવા કરતાં, એનાથી ભાગી છૂટવા કરતાં સુખને જ ભયંકર માનવું પડશે. એના સાધનોથી નાસભાગ કરવી પડશે.
વિશ્વના તમામ વિધાનોને એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં જ વિધાન મૂકો! સુખ જ ભયંકર છેઃ તમે માનો કે ન માનો, પણ આ બીજાં પલ્લું જ નમી જશે. કેમકે એ માત્ર વાક્ય નથી, મહાવાક્ય પણ નથી, એ તો છે કોટાનકોટી મહાવાક્યોના તાત્પર્યોનું પણ તાપત્યં; રહસ્યોનું પણ રહસ્ય: સત્યોનું પણ સત્ય.
સુખથી ભાગો અને સાચા અર્થમાં સુખી થાઓ. કહેવા-સમજવાની આ વાત નથી, તમે એનો પ્રયોગ કરો અને જાઓ.
જરા વાર માટે ભલે વેગળી મૂકો મોક્ષની વાતોને, અને દૂર મૂકો પરલોકની સત્ય હકીકતોને. મૃત્યુનો તો તમે હૃદયથી સ્વીકાર કરો છો ને? તો એટલું જ પણ બસ છે, મૃત્યુના એ બિહામણા દૃશ્યને તમારી આંખ સામે ખડું કરી દો; નજરોનજર નિહાળી લો તમારી સ્મશાનયાત્રાને; જોઈ લો ભડકે જલતી પ્રાણવિહોણી કાયાને, પછી જેની ઇંટેઇટમાં રાગ વ્યાપી ગયો છે, જેના રોમરોમમાં પ્યાર પ્રસરી ગયો છે તે અલિશાન ઈમારત કે તે પ્રિયતમા વગરે સ્વજનો નહિ ગમે.. જોવાય નહિ ગમે. ખાવું પણ નહિ ભાવે. રાત્રે ઊંઘ પણ નહિ આવે. મન વિચારે ચડશે, “પ્યારની દુનિયાનો આવો કરુણ અંજામ! પીરસાઈ ચૂકેલું ભોજનનું ભાણું એકદમ ઝૂટવાઈ જવાનું! જીવનની ખેતી કરી નાંખીને લોહીના આંસુ પાડીને મેળવેલી સમૃદ્ધિ એટલે માત્ર પત્તાનો મહેલ ! યમરાજની એક જ ફેંકે ધૂળભેગો! હાય! વિનાશી વિશ્વની આ તે કેવી દર્દભરી કહાની! કરુણતાની કેવી પરાકાષ્ઠા ?
વિશ્વની વિનાશિતાનો આ વિચાર જડ ઉપરનો રાગ-મિટાવી દેશે; જીવ ઉપરના લેષભાવનો ખાત્મો બોલાવી દેશે.
પ્રસ્તુત કથાનો ઉદ્દેશ આ જ છે; “વિશ્વની વિનાશિતાને આંખે આંખ દેખાડી
Page #13
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૧૩
દેવાનો. સુખની અગનભૂખે માનવને અકળાવી મૂક્યો છે. કોટાનકોટી ડોલરોનો સ્વામી રોકફેલર શું, કે તેલના અઢળક કૂવાઓની સમૃદ્ધિનો સ્વામી કુવૈતનો શેખ શું કે ડર્બીની ટિકિટ જીતતા રેસના ઘોડાઓના માલિક નામદાર આગાખાન શું? કોઈ પણ સાચા અર્થમાં સુખી નથી. રે! સુખભૂખ્યો શ્રીમંત તો અનિદ્રાનો ભોગ બની ત્રાહિમામ્ પોકારી રહ્યો છે. એ શ્રીમંતાઈના કહેવાતા સુખ કરતાં ગરીબીનું દુઃખ તો કદાચ ઘણું ઓછું કડવું હશે.
માટે જ હવે આવા સુખોથી માત્ર વિરાગ નહિ ચાલે પણ રૂંવાડે રૂંવાડે વ્યાપી જતી વિરાગની મસ્તી જ આલિંગવી પડશે.
તમારે ભગવાન મહાવીરદેવના સમત્વની આરાધના કરવી છે? ગીતાના સ્થિતપ્રજ્ઞ બનવું છે? બુદ્ધની મૈત્રી આરાધવી છે? તો જીવનમાં સુખ વિરાગની મસ્તીની રેલમછેલ બોલાવી દો.
આ કથામાં જે કાંઈ આવે છે તે સઘળું ય માનવ મનને વિરાગની મસ્તીથી તરબોળ કરી દેવાનું કાર્ય કરે છે.
હવે શરૂ કરો “વિરાગની મસ્તી તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ એનું વાંચન ધીરે ધીરે એક નવી જ દુનિયામાં તમને લઈ જશે. કદાચ તમને એની ખબર પણ નહિ પડે. અને જ્યારે પુસ્તક પૂર્ણ થશે ત્યારે તમારું આંતરમન ચિચિયારીઓ પાડી ઊઠશે. ખરેખર! ભયંકર છે આ સુખ, સુખનો રાગ, સુખની કારમી ભૂખ. અપૂર્વ છે વિશ્વનું સ્વરૂપ ચિંતન. ચિત્તની અશોક અવસ્થા એ જ આપી શકે. સુખના કોઈ પણ સાધન વિના બધા જ સુખનો અનુભવ સુખવિરાગથી જ થાય.
આ પુકાર જ વિરાગની મસ્તી છે.
અનંત કાળ છે, વિરાટ પૃથ્વી છે; કોઈક દી ક્યાંક કોઈક આત્મા એ મસ્તીને જ્યારે સ્પર્શશે, સર્વાગે આલિંગશે ત્યારે આ પ્રયત્ન વિશેષતઃ સફળ થયો ગણાશે.
મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી (વર્તમાન પં. ચન્દ્રશેખરવિજયજી ગણી.)
Page #14
--------------------------------------------------------------------------
________________
_/
વિરાગની મસ્તી
પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી (પન્યાસપ્રવર ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબ)
Page #15
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
| [૧] મહીસાગરના કાંઠે એ ગામડું વસ્યું હતું.
એ મહીસાગર હતી તો નદી, પરન્તુ આ મહી (પૃથ્વી) ઉપર સાગર જેવી લાગતી હતી, માટે જ લોકો એને મહીસાગર કહેતા. ભરઉનાળે પણ પેલે પાર જવા માટે લોકોને હોડીમાં બેસીને જવું પડતું. એમાં ય પૂનમ અને અમાસને દિવસે તો ખંભાતના દરિયે જ્યારે ભરતી આવતી ત્યારે તો એનાં ખારાં પાણી મહીસાગરમાં ક્યાંય વીસ-વીસ માઈલ સુધી ઘૂસી જતાં. લોકો એકબીજાને કહેતા સંભળાતા, ‘ભાઈ, સાચવજો, ઝાર આવ્યો છે, કોઈ બાળબચ્ચાને જવા ના દેશો.”
એ વખતે મહીસાગરનાં મીઠડાં નીર ખારાં ખારાં થઈ જતાં પણ એ ગામડાંના કૂવા જરા ય પાછા પડે તેવા ન હતા. કેડ બાંધીને ઊભા થઈ જતા અને મા-પ્રકૃતિના ખોળે મોટા થતાં પશુધનને પાણી પાતા.
થોડા દી' પસાર થતા અને મહીસાગરનાં પાણી મીઠાં થઈ જતાં. ખળખળ વહી જતી સરિતા પાસે સહુ દોડ્યા આવતા; અને સરિતા સહુને પાણી પાતી, અને એની મૂંગી ભાષામાં સહુને બોધપાઠ દેતી, “દેતાં જ શીખજો. કુદરતના ખોળે ઊગતો અમારો આંબો માર ખાઈ ને ય માલ દે છે; પુષ્પ ચુંટાઈને ય ખૂબો રેલાવે છે, ચંદનનું કાષ્ટ ઘસાઈને ય શીતળતા બક્ષે છે, અને પેલી અગરબત્તી? બળી-જળીને ય સુગંધ સુગંધ કરી મૂકે છે.”
વળી એ મૂક ભાષામાં સરિતા કહેતી, “બળતા બપોરે તપીતપીને શેકાઈ જતાં વૃક્ષોને પાણી દઈને હું લીલાંછમ રાખું; ધરતીના બાલુડાંઓની તૃષા હું છિપાવું અને મેલાંઘેલાં તમારા અંગોને હું નિર્મળ બનાવું અને મને શું કાંઈ જ ન મળે એમ તમે માનો છો? ના, ના. ખોટી વાત. “દે એને ન મળે' એવી નિષ્ફર કલ્પના તમારી માનવ જાત જ કરી શકે... મારો તો જાતઅનુભવ છે... એક બાજાં દીધે રાખું છું તો બીજી બાજા વાદળો પાણી ભરીભરીને લઈ આવીને મારી ઉપર વરસાવે જ રાખે
ચરોતર પ્રદેશમાં ઊભેલું આ ગામડું પૈસેટકે તો ઘણું લીલું ન હતું પરન્તુ એની ચોમરે ઊભેલી હરિયાળી ગામડાની એ ખોટ કદી જણાવા દીધી ન હતી. એ
Page #16
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
લીલીછમ ધરતીના એક જ દર્શને ગમે તેવું દીવેલીયું મોટું પણ મરક મરક હસી ઊઠતું. ધરતીના છોરુ તો રાત ને દી ત્યાં જ પડ્યાં-પાથર્યા રહેતાં; સખત કામ કરતાં પણ એમના મોં ઉપર કોઈ દિવસ થાક જણાતો નહિ; ધરતીના એ બાલુડાઓ તો સદેવ હસતાં ખીલેલાં જ રહેતાં.
સો સવાસો ઘરના એ ગામડાનું નામ હતું સુવર્ણગઢ.
હશે એનો ય કોઈ જાહોજલાલીનો સમય, જ્યારે કોઈ રાજા-રજવાડાએ એને ફરતો સોનાનો ગઢ ચણ્યો હશે, પણ આજે તો એ ભૂતકાળ ભૂત થઈને ભાગી ગયો હતો. નહોતા આજે ત્યાં કોઈ રાજા-રજવાડા; ન હતો એ સોનાનો ગઢ! રે! માત્ર હતો ગારલીયો કાચો કોટ અને હતું માત્ર નામ સુવર્ણગઢ!
ગામમાં વેપારી હતા, પટેલ અને ગરાસીયા હતા, રબારી અને ભરવાડ પણ વસ્યા હતા, કોળી-કણબી અને ઘાંચી પણ હતા. જાત બધાયની જાદી હતી પણ મન તો એક જ હતું.
અહીં ન હતી મોટી મહેલાતો, ન હતાં તાડ જેવડા ટાવરો, ન હતા ધુમાડા કાઢતાં કારખાનાઓ કે ધૂળ ઉડાડતી શેઠિયાઓની મોટરો.
અહીં કોઈ શેઠ ન હતો. હા, ગામની વચ્ચે આવેલી સાદી હવેલીમાં રહેતા વિમળને લોકો વિમળ શેઠ કહીને બોલાવતા ખરા. ભલે એમને લોકો શેઠ કહેતા પણ એમનામાં શેઠાઈ' જેવું કશું જ દેખાતું ન હતું. એમને અવસરે ઝાડુ પકડતા ય લાજ ન આવતી. ભરબજારે કોઈ દુઃખિયારા અપંગનો હાથ ઝાલતાં ખચકાતા પણ નહિ.
બેશક, વિમળ પાસે થોડી પૂંજી હતી જ પણ એ લક્ષ્મીથી અંજાઈને લોકો એને શેઠ” કહેવા લલચાયા ન હતા, એ તો એમની આગવી પરદુ:ખભંજન વૃત્તિએ જ એમને ‘શેઠ'નું બિરુદ અપાવ્યું હતું.
દુષ્કર્મના યોગે કોઈ માણસ એકાએક મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય અને જ્યાં એ વાતની વિમળને ખબર પડે કે એ બધું ય કામ પડતું મૂકીને દોડતો. કાયા તો ઠીક ઠીક દીવાળીઓ જોઈ ચૂકી હતી છતાં જ્યારે કોઈના તનમનને એ કરમાયેલાં જોતો. ત્યારે તો તાજા લીલા પલ્લવ જેવી તાજગી એના મોં ઉપર તરવરી આવતી.
નાનકડા બજારમાંથી હાંફળો-ફાંફળો બનીને ધમાલિયા વેગથી જ્યારે વિમળ ક્યાંક જતો દેખાતો ત્યારે તેને જોનાર સહુ એક બીજાના કાનમાં કહેતા, “જરૂર, કોઈને દુઃખના દી જોવાના આવ્યા લાગે છે. શેઠ એનો હાથ ઝાલવા, એનાં આંસુ લૂછવા જઈ રહ્યા હોવા જોઈએ. જે શેઠને પૈસાની કોઈ ગરમી નથી, માનની કોઈ ભૂખ નથી,
Page #17
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
નાનપ જેણે જોઈ જ નથી એ શેઠ બીજા તો ક્યા કારણે દોડધામ કરી મૂકે?
કોઈના દુઃખે શેઠની આંખો રોતી; કોઈના કલેશે શેઠના અંતરમાં વલોપાત થતો; કોઈનું મોત શેઠને સ્તબ્ધ બનાવી દેતું. ગરીબોનો એ બેલી હતો પણ ગરીબીનો તો એ કાળ હતો, દુઃખિયાંનો એ ભગવાન હતો; પણ દુઃખોના વનનો તો એ દાવાનળ હતો; અશાંત મનનો એ આશરો હતો પણ અશાંતિને તો આખા ગામમાંથી વાળીઝૂડીને સાફ કરતો રહેતો.
મધરાતે પણ વિમળને સાદ દઈને બે પૈસા કે થોડાં ચાનાં પાંદડાં માગતાં કોઈનેય સંકોચ તો ન જ થતો, પણ ખૂબીની વાત તો એ હતી કે એવાં કામ કરતાં વિમળને પણ જરા ય કંટાળો ન આવતો. એની લાક્ષણિક ઢબે, પેલા ખૂણે પડેલું ટમટમતું ફાનસ ઊંચકતો અને પછી ભીંતે વળગેલો ચાવીનો ઝૂમખો લઈ તાળામાં ચાવી ફેરવતો બોલતો, ‘ભઈ, આટલું મોડું કેમ કર્યું? મારી પાસે આવતાં ય શરમ આવી? ખેર, ભૂલ તો મારી જ છે કે મેં તારું ધ્યાન ન રાખ્યું. લે, લેતો જા. જરાય સંકોચ રાખીશ નહિં હોં !' આમ કહીને કાંઈક સ્મિત વેરતો, કાંઈક ગંભીરતા દાખવતો વિમળ આગંતુકના હૈયાનો ભાર ત્યાં જ ઠલવાવી દઈને રવાના કરતો.
એક દુઃખી દુઃખ હળવું કરતો અને વિમળ દુઃખના ભારથી કણસતો પથારીમાં આળોટતો.. એનું મન બોલતું, “કેવા કેવા દુઃખિયારા લોકો! મારી આટલી કાળજી છતાં કોઈ દુઃખી? ખેર... પણ ધનના ગરીબ આ લોકોના મન કેટલાં મોટાં છે? કેટકેટલા દુઃખ એમાં સમાઈ જતા હશે? હાથ કેટલા શરમાળ છે? લાંબો કરતાં સો સો વિચાર કરે. અને પગ કેટલા કાયર છે? અહીં આવતા જ ભારે થઈ જાય. આવા દુઃખિતોના પેટ પણ ન ભરાય તો મારે પેટ ભરવાનું શોભે ? અને પટારા ભરવાની તો કલ્પના પણ કેમ કરાય? એવું કરનારો વિમળ ઈન્સાન નથી, હેવાન છે હેવાન.'
વિમળને બધું ય આપી દેવું પડે તોય તેને વાંધો ન હતો, પણ આપીને વિમળ દાતા બને.. લોકો એને શેઠ કહે, કૃતજ્ઞતાના ભાર નીચે કોઈ દબાય... એ યાચક બને અને ઊભી બજારે વિમળને નમતો રહે.. એ તો એને ખૂબ જ અકળાવી મૂકે તેવી વાતો હતી.
આવો હતો વિમળશેઠ. ભરબજારે ઘેઘૂર વડલો ઊભો હોય તો થાક્યાપાક્યા સહુનો એ વિસામો બને. એની શીતળ છાંયડીમાં સહુ થોડી લહેજત માણી લે; મંદ મંદ વાતી પવનની બે લહેરઓ શ્રમિતના સંતાપને હરી લે; અને વડલાની ઓથ લઈને બેઠેલા-સૂતેલા સહુની દુઆ લઈને એ વડલો ય ઉનાળાના ધૂમ તાપ વચ્ચે
Page #18
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
અને હિમાળાની કડકડતી ઠંડી વચ્ચે ય સદા લીલોછમ ઊભો રહે.. ન એને કોઈ તાપ નડે, ન કોઈ સંતાપ અડે...
બરોબર, આવા વડલા જેવો જ હતો વિમળશેઠ.
આવા શેઠના ધર્મની સહુ પ્રશંસા કરે એમાં શી નવાઈ? સહુ કહેતા, “કેવા શેઠના ભગવાન! કેવી સબુદ્ધિ આપી છે, જુઓ તો ખરા! આપણે તો અંતરથી નમીએ એ ભગવાનને, અને એના આ ભક્તને!''
ગામની ડોશીઓ કહેતી, “વિમળ ખરેખર તું વિમળ જ છે!” મોટી ઉંમરના ડોસા કહેતા, વિમળ, તારા પુણ્યપ્રતાપે જ આ ગામડું મોજથી શ્વાસ લઈ રહ્યું છે.'
યુવતીઓથી બોલાઈ જતું, “શેઠ હજાર વરસના થજો.” નવયુવાનો કહેતા, શેઠ, કાંઈપણ કામ હોય તો, મધરાતે જગાડજો. જરાય સંકોચ રાખશો નહિ.” ગામના નાનાં નાનાં બાલુડાં જેટલી વાર શેઠની દુકાનેથી પસાર થતાં તેટલીવાર શેઠને નમસ્કાર કરતાં...
ડોશીઓની દુઆથી, સંતોના આશિષોથી, યુવતીઓની મંગલવાણીથી અને યુવકોના પ્રેમથી શેઠનું બાહ્યજીવન સુખસામગ્રીથી ભર્યું ભર્યું રહે તેમાં શી નવાઈ ! છતાં શેઠ એ સુખસામગ્રીથી નિરાળા હતા. એમને તો વિષયભોગોમાં એવો કોઈ રસ ન હતો. ખાવાપીવાના શોખ કરવાનું એ શીખ્યા ન હતા..
એમને તો પ્રિય હતા એમના વીતરાગ ભગવાન અને એની ભક્તિ.... ભક્તિના તાનમાં ભક્ત ભાન ભૂલતા. ભગવાનની આજ્ઞાને ઝીલવા ભક્ત સદૈવ તત્પર રહેતો.
મંદિરમાં એને ભગવાન દેખાતા. મંદિરની બહાર એને સઘળાય જીવો દેખાતા. ભગવાને એ જીવો ઉપર અસીમ કરુણા વરસાવી હતી. તેનો સાચો ભક્ત પણ એ જ કહેવાય, જેને સર્વ જીવો પ્રત્યે કરુણાભાવ હોય. જે સર્વનો મિત્ર હોય, પોતાના જીવનના સુખ ખાતર કોઈના પણ જીવનના સુખનો ભોગ લેવા જે લાચાર હોય.
ભગવાનના ભક્તની આ જ સાચી ભક્તિ. ભક્તિના પાયા ઉપર સાધનાની ઈમારત ચણાઈ હોય તો જ તે ઊભી રહે, બીજી તો ભાંગીને ભુક્કો થાય.
>
ALITY
00000039
Page #19
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૧૯
[૨]
આજ ગામડામાં જીવરામ નામના નેવું વર્ષના એક ડોસા રહેતા હતા. વર્ષ તો નેવું થયા હતા પણ દાંત તો બત્રીશે સાબૂત હતા. નખમાં ય રોગ જણાતો ન હતો, લાલબુંદ કાયા હતી, શરીર ઘાટીલું હતું, સફેદ મોટી દાઢી એની પ્રતિભાને નવો જ ઓપ આપતી હતી. અણિયાળું નાક, તેજસ્વી આંખો અને વિશાળ છાતી ભલભલા જુવાનિયાને શરમાવી દે તેવાં હતાં.
શહેરમાં રહીને અઠ્ઠાવીસ વર્ષ સુધી એમણે સ૨કા૨ી નોકરી કરી હતી. ત્યાં શિક્ષિતોની બનેલી એક કલબ હતી. એમાં વૈજ્ઞાનિકો હતા, સાહિત્યકારો હતા, કવિઓ અને ચિંતકો પણ સારા પ્રમાણમાં હતા. જીવરામ રોજ આ કલબમાં જતા અને જુદા જાદા માણસો પાસેથી એમનું જ્ઞાન અને એમનો બહોળો અનુભવ મેળવતા. સ૨કા૨ી નોકરીમાંથી નિવૃત્તિ થઈને ‘પેન્શન’ ઉપર ઊતર્યા પછી તો વિવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની તેમની ભૂખ ઠીક ઠીક પ્રમાણમાં સંતોષાવા લાગી.
આ પ્રમાણે વર્ષો સુધી શહેરમાં રહીને જીવરામ, પીઢ કહી શકાય તેવા સર્વતોમુખી પ્રતિભાવાળા સાક્ષર બન્યા. આમ શહેરી જીવનમાં બધુંય ગોઠી ગયું હોવા છતાં જીવન તો શહેરનું જ ને ? વિલાસનો વાયરો ત્યાં ન વાતો હોય, એકબીજાની નિંદા-કુથલી ત્યાં ન થતી હોય, નવા જમાનાના શિક્ષણની ઝેરી અસરો વાતાવરણમાં ન ફેલાઈ હોય, એ તો બને જ શેનું ? જીવરામ આ બધી વાતોથી ખૂબ જ દુભાયા હતા. એમને સંસ્કારવિહોણા શિક્ષણ તરફ ભારે નફરત હતી. વધુ દુઃખની વાત તો એ હતી કે એમના એ વલોપાતને વિચારવા શહેરનો શિક્ષિત વર્ગ લાચાર હતો.
એટલે જ અકળાઈને કંટાળીને છેવટે તેમણે એ શહેર છોડ્યું. જીવરામ સુવર્ણગઢમાં આવી વસ્યા. શાંતિ લેવા અને સાચી સુખ-શાન્તિનો રાહ ગામડાના ગભરુ માનવોને ચીંધીને એક ગામનો ઉદ્ધાર કરવા.
ધીરે ધીરે એમને ગ્રામ્ય જીવન ખૂબ માફક આવી ગયું. ગામડાના લોકો એમને ગમી ગયા. અને લોકોને એ પણ ખૂબ ગમી ગયા. સહુ એમને જીવરામ દા’ અથવા તો દા' કહીને જ બોલાવતા.
Page #20
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ભારતનું ગામડું એટલે સંતો અને મહંતોનું તીર્થધામ. આ સુવર્ણગઢમાં પણ અનેક સંતો આવતા અને સત્ની વાતો કરતા. જીવરામ દા'ને ઘણા સંતોનો સમાગમ થયો. વિજ્ઞાનવાદ અને ભૌતિકવાદ તો એમણે જાણ્યો જ હતો, પણ આ સંતોના સુભગ સમાગમે એમને અધ્યાત્મવાદ પણ થોડો થોડો જાણવા-શીખવા મળ્યો.
સંતોના સેવક સમા જીવરામ દા” વર્ષો જતાં ખૂબ જ્ઞાની બન્યા અને તેની સાથે સાથે સંતના જીવનનો આસ્વાદ પણ મેળવવા લાગ્યા.
સત્સંગના પરિણામે એમનો જીવનવ્યવહાર અત્યંત નિર્મળ બન્યો હતો, એમની ચિત્તવૃત્તિઓ ખૂબ જ શાંત અને સ્વસ્થ થઈ હતી. એમના મુખ ઉપર સાત્વિકતાનું
ઓજસ્ તરવરતું હતું. એમની આંખોમાં પ્રેમનું સરવરીયું છલોછલભર્યું દેખાતું હતું. બાળકની સાથે બાળ બનતા અને મોટાની સાથે એ ગંભીર બનતા. શું બાળ કે શું વૃદ્ધ, સહુ એમની પાસે આવતાં, સુખદુઃખની વાતો કરતાં, અને દા' પણ લાગ જોઈને એમના જીવનને સદાચારની સન્મુખ બનાવવા કોશિષ કરતા.
નદીના કાંઠે વિશાળ વડલો હતો. હશે બસોત્રણસો વર્ષ જૂનો. લોકોએ ભેગા મળીને વડલા નીચેની જમીનને ગારથી લીંપીને સમતલ કરી દીધી હતી. - સાંજ પડે કે જીવરામદા ઘરેથી નીકળતા. હાથમાં લાકડી હલાવતા હલાવતા ધીમે પગલે વડલા ભણી ચાલતા. વડલે આવીને લાકડી બાજાએ મૂકતા અને “હે! પરમાત્મન્ !” કહીને વડલાના થડને ટેકીને બેસતા. પછી, એક પછી એક ગામનું માણસ આવતું જતું. ધીમે ધીમે અડધા કલાકમાં તો બસો જેટલી સંખ્યા થઈ જતી. બરોબર નવ વાગતા કે દા” ખોંખારો ખાઈને ટટ્ટાર થતા અને પછી ધર્મગોષ્ઠી ચાલતી, વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતા, રમૂજ પણ ફરી વળતી અને ક્યારેક બધાં ગંભીર પણ થઈ જતાં.
પણ એ બધો ય દોર દા'ના હાથમાં હતો. એમને ઠીક લાગે તેમ આખી સભાને દોરી જતા. રાતે ૧૧-૧૨ વાગતા કે સભા વીખરાઈ જતી. સહુ સહુના ઘરે પહોંચીને ખાટલે લેટી જતાં. ગામના જીવોનો આ નિત્યક્રમ હતો. ઘરદીઠ ઓછામાં ઓછું એક-બે જણ તો ત્યાં આવતું જ.
સુવર્ણગઢના એ બે મોટા સ્તંભ હતા. વિમળશેઠ અને જીવરામ દા. શેઠ લોકોને બાહ્ય સુખ સગવડ આપવા તરફ વિશેષ ધ્યાન દેતા. જ્યારે જીવરામ દા આત્તર શાન્તિ તરફ સહુનું ધ્યાન કેન્દ્રિત કરવા સદેવ કોશિશ કરતા.
ગમે તેવાં ભીષણ દુઃખદર્દીને ભુલાવી દેવા આ બે માણસોનું સાન્નિધ્ય બસ
Page #21
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
હતું. દવાના પડીકાની પણ જરૂર રહેતી નહિ.
લોકો ક્યારેક વિચારે ચડતાં કે બેમાં વધારે મોટું કોણ? વધુ બળવાન કોણ? વધુ વજન કોનું? બુદ્ધિના ત્રાજવે બેયને બેસાડતાં! પણ બે ય પલ્લાં એકદમ સરખાં જ રહેતાં. ત્યારે ટીકીટીકીને લોકો જોવા કોશિશ પણ કરતા કે તસુભાર પણ કોઈ પલ્લું નમ્યું છે ખરું? પણ એમાં તેમને સફળતા મળતી નહિ.
આવા હતા આ ગામડાના બે પ્રાણવાન માણસો. ભારતની જનતાને મન જેટલું મહત્ત્વ રાષ્ટ્રપતિનું અને નહેરુજીનું હતું તેટલું જ મહત્ત્વ સુવર્ણગઢના દરેક માણસને વિમળશેઠ અને જીવરામદાનું હતું. તેટલું જ માન આ બેયને સહુ આપતા!
ભારતના નેતાઓને સત્તાથી કામ લેવું પડે પણ આ બે મહારથીઓએ તો સત્તાનો હંટર પાસે રાખ્યો જ ન હતો. પ્રેમ અને કરુણાના કોમળ સ્પર્શે જ તેઓ કોઈ પણ કાર્ય કરાવી શકતા હતા.
Page #22
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૩]
એક વખત સુવર્ણગઢમાં કેટલાક સદ્ગૃહસ્થો આવ્યા. એમની રીતભાત ઉપરથી તેઓ શહેરી હોવાનું અનુમાન સહેલાઈથી થઈ શકતું હતું. આખું અંગ ખાદીના શ્વેત વસ્ત્રોથી ઢંકાયું હતું. માથે ખાદીની ટોપી, શરીરે ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પણ ખાદીનું.
સુવર્ણગઢના કેટલાક જુવાનિયાઓએ તેમનું સ્વાગત કર્યું. એક જુવાને બીજાને ધીમે અવાજે કહ્યું, “આ લોકો છે તો ખાદીધારી પરંતુ લાગે છે તો શહેરી એટલે જરૂર વિજ્ઞાનવાદના નાદે ચડ્યા હશે; પશ્ચિમની સંસ્કૃતિ(!) ના ઝાકઝમાળે અંજાઈ ગયેલા પણ હશે જ.” દા'ની પાસે ઘડાયેલા આ વિદ્યાર્થીને આટલી કલ્પના કરવામાં જરાય વાર ન લાગી.
બધા એક પ્રાંગણમાં ખાટલા ઢાળીને બેઠા, અલ્પાહારનો વિધિ થયો. પછી એક શહેરી સગૃહસ્થ બોલ્યા, “આ તે કાંઈ તમારું ગામડું છે! સાવ ચોદમી સદીનું ! ભારતના નવનિર્માણ સાથે તમારે કશું ય અડતું-આભડતું નથી શું? આજે તો ગામડે ગામડાની રોનક બદલાતી જાય છે. તમારી આસપાસના બધાં ગામડાંમાં ‘લાઈટ’ આવી ગઈ અને તમારે ત્યાં હજુ પણ લાલટેન અને તેલના દીવડાઓ!”
સ્વસ્થ મને એક જુવાનિયો બોલ્યો, “ભાઈ, અમારે નથી જોઈતી એ લાઈટો. અમારા લાલટેન અને ઘર ઘરમાં ટમટમતા દીવડા જ અમને મુબારક હો.
તમે શહેરી લોકો અંતરના અંધકારને છુપાવવા માટે બહારની રોશનીઓ કરો છો અને કહો છો કે “હવે તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશી' પણ બહારની એ રોશનીઓમાં, અંધારે પણ ન થઈ શકે એવાં કેટલાં કાળાં કામો થાય છે તે અમે
ક્યાં નથી જાણતા? અમારા જીવરામદા તમારી બધી વાતો જાણે છે અને ક્યારેક અમને ચેતવવા માટે કાંઈક કહે પણ છે હોં!''
આ તે તમારી લાઈટો કે જીવનના સંસ્કારને સળગાવી મૂકતા ભડકાઓ!
ભલે અમારાં ગામડાં અંધકારમાં આળોટતાં! અમે ભલે ચૌદમી સદીના પુરાણા જંગલી જીવ કહેવાઈએ, ભલે અમારું નવ નિર્માણ ન થતું હોય! અમને બધું ય કબૂલ-મંજૂર છે!”
Page #23
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૨૩
શહેરી લોકો પરસ્પર બોલતાઃ છે ને તદ્દન જડ પ્રજા! આખા ભારતની કાયાપલટ થઈ રહી છે તે વખતે ય આવાં કેટલાંક અંગોનો લકવા નહિ જવાનો તે નહિ જ જવાનો. ઉપરથી નહેરુજી ઊતરે તો ય એ લકવો નહિ જ મટવાનો! જ્ઞાન વિના બધું ય અંધારું! બિચારા અજ્ઞાન છે એટલે જ આવા પછાત વિચારો સૂઝે છે ને?’’
ગામડાનો એક ચકોર જુવાનીયો એમની વાત સાંભળી ગયો અને તરત બોલી ઊઠ્યો, ‘“ભાઈઓ, ભલે અમને તમારું ભણતર ન મળે, અમને તો તેનીય જરૂર જણાતી નથી. છેવટે ભણતર લઈને કરવાનું શું છે? જીવનમાં સદાચાર કેળવવો, દુઃખીઓ તરફ દયાભાવ રાખવો, સંતોષી બનવું, પરગજુ બનવું, કોઈ પણ જીવને જાણીજોઈને નિષ્કારણ દુભવવો નહિ, કોઈનું પણ બૂરું ચિંતવવું નહિ, દુઃખમાં પણ ભગવાનનું નામ લેવું વગેરે વગેરે... કે બીજું કાંઈ?!
અમારા આ ગામડાના એક એક માણસને ત્યાં તમે એકેક દી' રહો અને તેના જીવનને તપાસી જુઓ તો તમને ખબર પડશે કે તેમનામાં ભણતરનું જે ચણતર છે તેનું કેટલું સુંદર ઘડતર થઈ ચૂક્યું છે!
અમે કોઈ દી' જૂઠું બોલતા નથી, ચોરી કરતા નથી, દુરાચાર સેવતા નથી. સંતોષી બનીને રોટલા ખાઈને મસ્ત જીવન જીવીએ છીએ! શક્તિ મુજબ ભગવદ્ભજન વગેરે પણ કરીએ છીએ. હવે તમારા ‘ગોટ-પીટ’ કરવાના ભણતરની અમારે શી જરૂર રહી ભાઈ?’’
વળી પાછા એક શહેરી સદ્ગૃહસ્થ બોલી ઊઠ્યા, ‘‘અરે! પણ તમને કશી એટીકેટ ન આવડે, સારું બનાવીને ખાતાં ન આવડે, તમે દેશદુનિયાના સમાચારો જાણો નહિ, ભારતના પ્રાન્તો અને તેના પ્રધાનોનાં નામ પણ જાણો નહિ, રશિયા અમેરિકાની સાઠમારી જાણો નહિ, ચીને કરેલું આક્રમણ આપણા સ્વરાજ્યને ભયમાં મૂકી દેશે એ ય જાણો નહિ, સુવર્ણ નિયમનના કાયદાની કલમોનું તમને ભાન નથી, ‘હૂંડિયામણ’ શું વસ્તુ છે એ ય તમે જાણતા નથી, પાકિસ્તાન આપણો મિત્રદેશ છે કે શત્રુદેશ ? એની ય તમને ગમ નથી. આ બધું ન જાણ્યું તો તમે જાણ્યું શું? આજે તો ગામડે ગામડે નિરક્ષરતા નિવારણની ઝુંબેશ ઊપડી છે અને તમે તે વિષયમાં તદ્દન નીરસ રહ્યા છો ? જો આવી જ દશા તમને પસંદ હતી, તો લેવો તો ને પશુનો અવતાર, અહીં કેમ આવ્યા? નકામો વસતિ વધારો!!!''
આ સગૃહસ્થે ઘણા જોરમાં આવીને ઘણું કહી નાંખ્યું, પણ દા'નું સૂત્ર હતું,
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
વિરાગની મસ્તી
‘કમ ખાના ઓર ગમ ખાના;' એટલે બધુંય શાન્તિથી સાંભળી લીધું. પછી એક જુવાનિયો જરા ટટ્ટાર થયો, એની મુખાકૃતિ એમ કહેતી હતી કે હવે એ બહુજ મક્કમ અવાજે એવું કંઈક રજૂ ક૨શે કે જેને સાંભળીને શિક્ષિત સદ્ગૃહસ્થો પણ થોડી પળો માટે તો સ્તબ્ધ થઈ જશે. એણે કહ્યું, ભાઈઓ, તમે તો રશિયા અમેરિકાની સાઠમારીની વાતો જાણી અને ભારતના પ્રાન્તો અને પ્રધાનોનાં નામો પણ જાણ્યા ને? હૂંડિયામણને તો તમે સમજ્યા જ છો ને? ભલે, મને કહેશો કે તમે એ બધું જાણીને મેળવવા જેવું શું મેળવ્યું? મને તો લાગે છે કે તમારા શિક્ષણના પશ્ચિમી ચોકઠાએ ભારતના સંસ્કારધનનો વિનાશ નોતર્યો છે.
આજે જેટલા ભણીગણીને ડિગ્રીધારી બન્યા તેમાંના ઘણા ખુરશીએ બેસી જઈને લાંચરુશવતખોર બન્યા! દેશનો ગરીબ વર્ગ પેટે પાટા બાંધી તમને ધન આપે અને તેમાંથી અડધા ઉપરનું ધન આ લાંચરુશવતખોરોના ભંડારોમાં જમા થઈ જાય! કોઈ અપવાદ સિવાય, નાનાથી ઠેઠ મોટા સુધીના બધાયને ધોળેદહાડે સફાઈથી ખિસ્સાં કાતરી નાખવાનું, ગરીબોને નીચોવવાનું સત્તાના નશામાં ચકચૂર બનીને પ્રજાને કચડવાનું તમારા ભણતરે શીખવ્યું કે બીજું કાંઈ?
તમારા એવા ભણેલામાં અને ચો૨માં કશોય ફરક અમને દેખાતો નથી. બેય પૈસા લૂંટે, એક કાયદો કરીને તો બીજો કાયદો તોડીને. તમે ભણીને એટલું ય ન શીખ્યા કે દેશની આબાદી માટે આપણે એક ટંક ભૂખ્યા રહીને તેટલું અનાજ દેશને અર્પણ કરીએ! ફાટ્યાંતૂટ્યાં કપડાં પહેરીને બે ગરીબના નાગાં અંગ ઢાંકીએ! અરે, એ વાત તો દૂર રહી પણ તમારા પ્રધાનોને તો ૩૦-૩૦ હજા૨નાં ફર્નિચરો જોઈએ, ૨૦ હજા૨ની મોટરો જોઈએ!
આ ૫૦ હજાર રૂપિયા તો ભારતના ૨૫ માણસોનાં જીવન ફેરવી નાંખે જીવન! પંદર પંદર વર્ષ વીત્યાં તો ય મોંઘવારીનો પારો જરાય નીચે તો ન ગયો પણ હજુ ય ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે. ખોટી હૈયાધારણ આપીઆપીને તમે દેશનો વિશ્વાસ હરી રહ્યા છો એમ નથી લાગતું ? ભારત પ્રગતિના માર્ગે આગેકૂચ કરી રહ્યું છે એમ તો તમે બધાય બોલો છો, પણ જો પ્રગતિ થઈ હોય તો લોકોને જીવનનિર્વાહ જોગી ચીજમાં ય રાહત ન મળે એવું કદી બને ? તમે રહ્યા જ્ઞાની એટલે અમને ગમે તેમ સમજાવી દો તે નહીં ચાલી શકે. તમારે ભણીને આ જ કરવાનું હોય તો અમારે એ ભણતર જોઈતું નથી. એ તમને જ મુબા૨ક હો ! તમારે બોલવું તેમ ચાલવું નહીં અને ચાલવું તેમ બોલવું નહીં.
અરે ! તમારા ભણતરની તો શી વાત કરીએ... એક વાર અમને જીવરામ દા’એ
Page #25
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
એવી વાત કરી હતી કે અમને તો એ કહેતાં ય શરમ આવે છે! રે, અમારા દેશનાં બાળકોની આ દશા?”
શહેરી સદ્ગુહસ્થોએ પોતાનો જોરદાર બચાવ કરવાની કોઈ તક મેળવી લેવાની આશાથી તે વાત કરવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે બાજુમાં ઊભેલી ડોશી તાડુકી ઊઠી અને ગામડાના જુવાનિયાઓને કહ્યું, “ખબરદાર! જો એ વાત કરી છે તો ! આપણાથી તે આવું બોલાય! જે મોંઢે ભગવાનનાં નામ લઈએ તે મોંથી આવું કહેવાય! શું તમારે પાન ખાઈને કોયલા ચાવવા છે?''
પણ આજે તો શહેરીઓને જડબેસલાક ચુપ કરી દેવા માટે જીવરામ દા'ના વિદ્યાર્થીઓએ કમર કસી હતી, એટલે તેમણે તો જેવી વાત શરૂ કરી કે ઝટ કાનમાં આંગળી ખોસીને કેટલીક ડોશીઓએ તો ચાલતી જ પકડી.
એક જુવાન ગામડીઓ બોલ્યો, “અમારા દા” કહેતા હતા કે, આજે તો આ છોકરા છોકરી ૧૫-૧૬ વર્ષનાં થાય એટલે એમને જાતીય સંબંધોનું ઉઘાડું શિક્ષણ આપવામાં આવે છે. આજનો ૧૬ વર્ષનો છોકરો કે ૧૫ વર્ષની છોકરી જાતીય સંબંધના શાસ્ત્રનો પાર પામી ગઈ હોય છે. આજના કહેવાતા જ્ઞાનીઓની એ માન્યતા છે કે એવું જ્ઞાન આપવાથી એની કામવાસનાની કુતૂહલ વૃત્તિ શાન્ત થઈ જાય છે અને તેથી છોકરા-છોકરી અનાચારને માર્ગે જતાં નથી.
મેરી સ્ટોસનાં પુસ્તકોને છોકરા-છોકરીઓ ગીતાની જેમ વાંચે છે. “સેક્સ અને લવ'ની વાતો ગમે તે છોકરો ગમે તે છોકરી સાથે એકાદ ખૂણામાં બેસીને કરી શકે છે.!!!”
અમારા દા'ની આ બધી વાતો સાંભળીને અમે તો તાજુબ થઈ ગયા! અધૂરી વાત આગળ ચલાવતા એમણે કહ્યું કે, “ચલચિત્રોની અંદર જાતીય આવેગોને ઉત્તેજિત કરી મૂકે તેવું જ તત્ત્વ બતાવવામાં આવે છે. કેમકે માનવીની એ સાહજિક લાગણીને ઉશ્કેરવાનો એ સફળ ઉપાય છે.
બિરાદરો ! અમે દા'ને પૂછ્યું કે, “તેને બદલે સરકાર ધાર્મિક ચિત્રો કેમ રજૂ ન કરે?' જવાબમાં દા'એ કહ્યું કે, “એ ચિત્રોને જોવા કોણ આવે? ધર્મને તો લોકો હંબગ માને છે. ધાર્મિક ચલચિત્રો જોવા લોકો ન આવે, એટલે સરકારને કરવેરા દ્વારા જે ભારે રકમ મળે છે તે ખૂબ જ મોટી હોય છે! એને એ કેમ જતી કરે!”
લો, એવી વાત! આજની સરકારને જોઈએ છે પૈસો! એ પૈસાના બદલામાં ભારતીયતા, આર્યત્વ કે સદાચારનું સત્યાનાશ નીકળી જતું હોય તો સરકાર
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
વિરાગની મસ્તી
જરા ય નારાજ થાય એમ નથી. ઉપરથી એ તો ઈચ્છે છે ધર્મનો સર્વનાશ! કેમકે સરકાર માને છે કે નાતજાતનાં બંધનો ધર્મપંથો વગેરેને લીધે જ અનેકવાર આ દેશ તારાજ થયો છે. માટે એ બધું ફગાવી દેવું, વાહ કેવું તમારું શિક્ષણ!
આ તે કેવું થયું આવતીકાલના ભારતના નાગરિકનું માનસ ઘડતર? બીભત્સ ચિત્રો જોતાં એ છોકરાંઓની મનોદશા કેવી થાય છે તે જણાવવા દા'એ અમને એક સત્ય ઘટના કહી તે તમે કાન દઈને સાંભળો.
મિતા નામની સોળ વર્ષની કન્યા એક વખત ગાડીના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતી હતી. તેની સામી પાટલીએ એક પુરુષ મુસાફર બેઠો હતો. થોડીવાર થઈ એટલે કન્યાએ પર્સમાંથી એક ફોટો કાઢ્યો.. છાતીસરસો ચાંપ્યો અને પાછો પર્સમાં મૂકી દીધો. થોડી થોડી વારે આમ કરવાથી સામે બેઠેલા ભાઈને તે છોકરી માટે ખૂબ સારી લાગણી થઈ, કેમકે તેણે એમ ધાર્યું કે, એના ઈષ્ટદેવ તરફ આ છોકરીની કેટલી ભક્તિ હશે, જેથી વારંવાર તે જાએ છે? જો કે હકીકત બીજી જ હતી. થોડીવાર સ્ટેશન આવતા ગાડી ઊભી રહી. રાબેતા મુજબ પર્સમાંથી ફોટો કાઢીને છાની છાની રીતે મિતા જોઈ રહી હતી.
તેટલામાં જ તેની એક સખી તે જ ડબામાં ચડી! મિતાએ તેને જોઈને તે ફોટો પર્સમાં સરકાવી દીધો! તેની સખી તે જોઈ ગઈ, ને તરત પૂછ્યું, “કોનો ફોટો છે? મને બતાવ!' મિતાએ ઘણી આનાકાની કરી. સખીએ ફરી પૂછ્યું, “તારા ઈષ્ટદેવનો છે?” મિતાએ હા પાડી. “તો પછી બતાવવામાં શું જાય છે? બસ, બતાવવો જ પડશે.' છેવટે ફોટો કાઢીને બતાવતાં મિતાએ કહ્યું, “જો મારા ઈષ્ટદેવનો જ ફોટો છે ને?'' સામે બેઠેલા મુસાફરને પણ તે ફોટાની વ્યક્તિ જાણવાનું કુતૂહલ થયું એટલે તેણે તીરછી નજરે તાક્યાં કર્યું. પર્સમાં ફોટો સરકાવતાં જ તે જોઈ ગયો. ફોટો દેવનો જ હતો, પણ તે દેવ એટલે દેવઆનંદ! ભારતનો સુપ્રસિદ્ધ રૂપવાન નટ !'
આ વાત સાંભળીને બાજુમાં બેઠેલી એક ડોશીએ તો સીસકારો નાંખી દીધો! કોઈએ નિસાસા નાંખ્યા!
આગળ વધતા જુવાનિયાએ કહ્યું, “ભાઈ, આ જ તમારું ભણતરને? અને આ જ તેનું ઘડતરને? અમારે તે જોઈતું નથી.
જે ભારતમાં સીતા જેવી સતીઓ વસતી એ જ ભારતમાં હવે મિતા જેવી પ્રેમઘેલીઓ વસવા લાગી ને!!!
Page #27
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ભારતની ભારતીયતા મરવા પડી. સદાચારને ગળે ટૂંપો દેવાયો. હવે ભારતના કલેવરની શોભા વધારીને શું ખુશ થવા જેવું છે? તમે લોકોએ પશ્ચિમના દેશોનું અનુકરણ કરીને આંધળુકિયાં કર્યા છે. તમારા દેશની આબોહવાને શું માફક આવે તેનો કદી વિચાર કર્યો નથી અને પરદેશીઓની અંજામણમાં અંજાઈ ગયા છો. એક વખત ઇંગ્લેંડમાં ભણીને આવેલો ભારતીયજન અમદાવાદમાં ભરઉનાળે ગરમ સૂટ પહેરીને ફરતો હતો ત્યારે કોઈએ તેને તેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, “અહીં ભલે ગરમી છે પરંતુ ઇંગ્લેંડમાં તો ઠંડી છે ને!!!” તમે લોકો પણ અહીંના રિવાજો, ધર્મો, લોકમાનસ વગેરેનો વિચાર કર્યા વિના જ પરદેશનું બધું ઠોકી બેસાડો છો ને? તમે પરદેશીઓને તગેડી મૂક્યા પણ પરદેશીઓએ પોતાના સંસ્કાર તમને સોંપીને તમને જ પરદેશી જેવા બનાવ્યા છે. કાલે ફરીને તમે તેમને ન બોલાવો તો અમને યાદ કરજો!
તમારા શહેરની કન્યાઓમાં ન મળે લાજ કે ન મળે શરમ! ન મળે વિનય કે વિવેક! અંગઉપાંગોને ખુલ્લાં રાખવામાં જ જે કળા સમજે તે સન્નારી કહેવાય કે..?
જવા દો, અમારે એવી વાતો કરવી નથી. એવા જીવનને જન્મ દેતા ભણતરને નવ ગજના નમસ્કાર!''
શહેરીઓ તો આ વાતો સાંભળીને સમસમી ગયા. પણ છતાં ય પોતાનો બચાવ કરવા મરણિયો પ્રયત્ન કરતાં કહ્યું, “પણ મૂર્ખાઓ! આ રીતે આધુનિક ભણતરને દોષ દેશો તો દુનિયા સાથે જીવશો શી રીતે ? ભણીગણીને તમે તેવા ન બનશો. પછી કાંઈ તમને વાંધો છે?”
તરત એક જુવાનિયાએ વળતો હલ્લો કર્યો, “આ તો કેવી વાત કરો છો? ઝેર ખવડાવવું અને પછી કહેવું કે ખબરદાર! જો ભૂવો છે તો!
તમારી કન્યાઓને તમે જ એ ભણતર આપ્યાં. અને પછી એ પાપો કર્યા વિના રહેશે એમ? અરે! એવી તો કેટલીએ કુમારિકાઓએ ગર્ભ ધારણ કર્યા! અને એને દંડ આપીને ધાક બેસાડવાની વાત તો દૂર રહી પણ એ કુમારી-માતાઓને આશ્રય આપતી સંસ્થાઓ ઊભી કરી! - વૈષયિકવાસનાઓની તીવ્રતા થઈ જવાને લીધે બેફામ રીતે ભોગવિલાસ શરૂ થયા અને તેથી વર્ષે બે વર્ષે છોકરાં થતાં રહ્યાં એટલે વસ્તી વધારાથી અકળાઈને તમે સંતતિ નિયમનનાં સાધનો આપ્યાં! ઓપરેશન કરાવે તેને ઈનામો આપ્યાં! બ્રહ્મચર્યના ધર્મને તમે પાણીમાં પધરાવ્યો, વિધવાઓને પાપની સગવડ કરી આપી, કુમારિકાઓને પણ બધું અનુકૂળ કરી આપ્યું. પણ યાદ રાખજો કે કુદરતની વિરુદ્ધ જઈને તમે કશો લાભ તો નહિ મેળવો પણ કમર ભાંગી નાખે એવો માર ખાઈ જશો!
Page #28
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
એક પાપ ઉપર કેટલા પાપના થર જામ્યા! ક્યાં જઈને અટકશો? તમારા ભણતરનું શું થશે? અમારે તો તમને નવી ભાષામાં ૧૪ કેરેટના કહેવા કે ૨૨ કેરેટના? એક જ ધૂન લાગી છે. ભારતનું નવનિર્માણ કરવું, એનું ક્લેવર ધરમૂળથી પલટી નાંખવું. રે! હથોડાના ઘા કર્યા અને.... અફસોસ! અંદરનો પ્રાણ જવા બેઠો, તોય ઘા કરવાનું તમે ચાલુ જ રાખ્યું છે.
આ તે ભારતના ક્લેવરનું નવનિર્માણ કે ભંગાણ! શું કહેવું તે અમને સમજાતું નથી. તમને યાદ છે ને કે સ્વરાજ મળતાં જ બાપુએ કહેલું કે “કોંગ્રેસને વિખેરી નાંખો અને લોકસેવક બની જાઓ” પણ તમારે તો ભારતનું નવનિર્વાણ(!) કરવું હતું. સેવક બનીને નહિ, શેઠ બનીને. એટલે તો બાપુને ય કોરે મૂકી દીધા! આ તમારી ભણેલાની ભાત!
પૈસો ભેગો કરવા તમે મત્સ્ય ઉદ્યોગ ચલાવ્યો. કરોડો માછલાંઓને ઉત્પન્ન કરીને પરદેશ મોકલાવી કરોડો રૂપિયા મેળવ્યા!
રે! પૈસા ખાતર તે કરોડોની હિંસા! શું પૈસા ખાતર તમારી મા-દીકરીઓ પોતાનાં શીલ પણ વેચશે? અને તેમાં ધર્મ સમજશે?
જે ભારતમાંથી આખા વિશ્વમાં અહિંસા ધર્મની વાતો ગઈ તે ભારતમાં જ કારમી હિંસાઓ!
શું તમને આ ઉગ્ર હિંસાનાં ફળ દેખાતાં નથી? આ ચીનાઓ એમને એમ એકાએક તમારી ઉપર તૂટી પડ્યા છે? ના નહિ જ. એ દરેક માછલું જ ચીનો બનીને તમને મારી ખાવા પ્રગટતો નહિ હોય શું?
તમે માનતા હશો કે વાંદરા, માછલાં, ઢોરોની ઘોર હિંસા કરીને પૈસા મેળવીને અમે દેશનું નવનિર્માણ કરીશું, પણ યાદ રાખજો એ જીવોના નિસાસા તમને નહિ છોડે. કુદરત કોપાયમાન થયા વિના નહિ રહે. કરોડોના ખર્ચે બાંધેલા બંધ એ એક જ દિવસમાં તોડી નાંખશે. ધરતીમૈયા જરાક સળવળીને કરોડો-અબજોના કારખાનાઓને ધૂળભેગાં કરી દેશે. કારમી અતિવૃષ્ટિ કરીને લાખોના પ્રાણ લઈ જશે. મહેરબાનો! તમારા આ ભણતરની આવી ભયાનક ફળશ્રુતિઓ અમારી નજરમાં બરોબર આવી ગઈ છે. એવા ભણતરને તો નવ ગજના નમસ્કાર. મહેરબાની કરીને આ સુવર્ણગઢમાં તમારી જ્ઞાનશાળાઓ લાવશો નહિ.”
જડબાતોડ વિધાનોથી ભરપૂર વક્તવ્ય સાંભળીને એક સગૃહસ્થ મનોમન સમસમી ગયા. આ ચર્ચાને નવો જ વળાંક આપીને વિજય મેળવવાની તક ઝડપી
Page #29
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
લેવાના મનસૂબા સાથે તેમણે કહ્યું, “ઉદ્યોગો વિના દેશનો ઉદ્ધાર શક્ય નથી. માત્ર ખેતી ઉપર દેશ ઊભો રહી શકે તેમ નથી, માટે ઉદ્યોગોના વિકાસ તરફ જ લક્ષ આપવું જોઈએ અને પરદેશી અનાજ મંગાવવું જોઈએ. એટલું જ નહિ પણ વધતો જતો વસતિવધારો કાયદો કરીને પણ સત્વર અટકાવી દેવો જોઈએ.”
શહેરી ગૃહસ્થના રોકેટની જેમ ધડાધડ છૂટતા ગોખણિયા વિધાનોને સાંભળીને એક ગ્રામીણ જુવાન ખડખડાટ હસી પડ્યો. પળ બે પળમાં સ્વસ્થ થયો. એણે અર્થતંત્રની આંટીઘૂટીભરી વાતોની દા'ની સાથે ઠીક ઠીક ચર્ચાઓ કરી હતી. પેલા સગૃહસ્થને તેણે કહ્યું, “હવે જવા દો, તમારી ગોખી કાઢેલી નરદમ જુઠ્ઠી વાતોને. આજ સુધીનો ભારતનો ઈતિહાસ બોલે છે કે અનાજના વિષયમાં ભારતે કદી તાણ અનુભવી નથી. અને આજે પણ શું છે? કોણ કહે છે કે સાચોસાચ અનાજની તંગી છે? એકબાજા તમારા પાટીલ કહે કે અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. ગંજાવર ઉત્પાદન થયું છે અને પછી બીજી બાજા પરદેશમાંથી અનાજ મંગાવવામાં આવે છે. તમે લોકો પૈસા પાછળ એવા ગાંડા બન્યા છો, તમને હૂંડિયામણનું એવું ઘેલું લાગ્યું છે કે, એના જ પાપે આ દેશના લોકોને ત્રાસ ભોગવવો પડે છે. અહીં ઉત્પન્ન થતું હજારો મણ અનાજ ખેડૂતો પાસેથી લઈને ઊંચા ભાવે પરદેશ મોકલી આપો છો અને હલકા ભાવનું અનાજ ત્યાંથી ખરીદો છો. આ રીતે તમારી હૂંડિયામણ વધારવાની બદમુરાદ પૂરી પાડો છો.
આને અમારે સ્વદેશપ્રેમ કહેવો એમને? ભારતની પ્રજાને પોતાનું સારું અનાજ ખાવા ન દેનાર અને હલકું અનાજ ખવડાવનાર સ્વદેશપ્રેમી કહેવાય ખરો? આ રીતે વધુને વધુ અનાજ પરદેશ મોકલવા માટે જ તમે અહીં નીપજતી અનાજની તંગી નિવારવા લોકોને માછલી ખવડાવતા ક્ય! આર્યોનું આર્યત્વ વટલાવ્યું !
લોકોને ખોટી યુક્તિઓ આપો છો કે ઘઉંના સો જીવ મારીને સો દાણા ખાવા કરતાં એક માછલું ખાઈ લેવામાં ધર્મ છે; પાપ નથી. કેવી બેહૂદી દલીલ છે! જીવના વિકાસવાદને તમે જાણે શીખ્યા જ ન હો તેમ આવા પાઠ ભણાવો છો. એક ઈન્દ્રિયવાળી ઘઉંના દાણામાંથી બે ઈન્દ્રિયવાળી કીડીનો જન્મ લેતાં તો એ જીવને કેટલું કષ્ટ વેઠવું પડે છે? તો પાંચ ઈન્દ્રિયવાળાં માછલાં સુધી પહોંચતાં તો એની કારમી કષ્ટ યાત્રાથી નીપજતો વિકાસ તમારે જોવો જ નથી? જીવ તરીકે બે ય ભલે સરખા હોય પણ વિકાસમાં તો આકાશપાતાળનું અંતર છે. એ દૃષ્ટિએ બે જીવો જરા ય સરખા નથી. લાખ મરજો પણ તેનો તારણહાર ન મરજો.' એ વાત કયા ભારતીય જનને સમજાવવા જવું પડે તેમ છે? લાખ જીવના મોત કરતાં ય વિશિષ્ટ પુષ્યવાળો એક
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
વિરાગની મસ્તી
જીવ વધુ કિંમતી નહિ? ગોડસેએ ગાંધીને માર્યા અને એક બાળકે કીડી મારી તે બે ય સરખી શિક્ષાને પાત્ર ગણી શકાય ખરા ?
જે દેશનો મૂળભૂત સિદ્ધાંત અહિંસા ગણવામાં આવ્યો છે, જેમાં ઘઉંના દાણાના જીવને પણ હણવામાં પાપ ગયું છે, તે દેશના લોકો પોતાનું પેટ ભરવા માટે નછૂટકે ઓછામાં ઓછા વિકસિત જીવની હિંસા કરશે કે ઈન્દ્રિય વગેરેના વિશિષ્ટ ઐશ્વર્યવાળા વિકસિત જીવને પણ, રસનાની લોલુપતાના પાપે મારી નાખશે?
રે! ધરતીએ ઊભેલાને ધક્કો મારનાર અને પર્વતની ધારે ઊભેલાને ધક્કો દેનાર બે ય સરખા કેમ કહેવાય?
જવા દો તમારી દયાની વાતો! તમારે દયા માયા સાથે કશી ય લેવાદેવા નથી. તમારે જોઈએ છે ધન ધન.... ને ધન. તે માટે જ મત્સ્યોના પાવડરના લાખો પેકેટોના ઉત્પાદન કરવા તૈયાર છો. ધન માટે જ કરોડોના ખર્ચે કતલખાનાં ઊભાં કરવા હોંશે હોંશે ઠરાવો ઘડો છો !
તમારે મન તો મંદિર-મસ્જિદ બધું ધતીંગ છે! મિલો અને કારખાનાંઓ જ તમારાં મંદિર-મસ્જિદ છે જે મજૂરોને રોજી આપે છે! જોઈ રે, તમારી રોજીની વાત! સત્તાના સ્થાનેથી ન ખસવા માટે જ તમારે મજૂરો, ખેડૂતો અને કામદાર વર્ગને પોષવા છે. તેમના મત લઈને તમારી ખુરશી પકડી રાખવાના આ પેતરા છે અને પછી તેમની રોજીની તમારે દયા ખાવી છે તે અમે નહિ કબૂલી શકીએ.
તમે ભણીગણીને બાકાયદા પ્રવૃત્તિઓ આરંભી દીધી! ધારાસભામાં જઈને ધર્મસ્થાનો ઉપર તરાપ મારતા કાયદા કર્યા! ધર્માદા ખાઈ જવા સુધી તમારી નજર પહોંચી! અકબર જેવા ચુસ્ત મુસલમાન બાદશાહના સમયમાં પણ અહિંસાનો ઝંડો ફરફરતો હતો, આજે તમે તેને ઉખેડીને ખાડામાં ફેંકી દીધો! એને પકડી રાખતા સાધુઓ ઉપર પણ બેગર્સ એક્ટ જેવા કાયદા લાવતાં તમારા દિલ ન કમ્યાં! વેશ્યાઓને ત્યાં જઈને પડ્યાપાથર્યા રહેતાં વિલાસી-શ્રીમંત બાળકોને તમે રોકી શકતા નથી. સંસ્કારના પ્રાણને રહેંસી-પીસી નાંખતા, સિનેપડદા ઉપર ભજવાતાં અત્યન્ત અશ્લીલ ચિત્રોની પટ્ટી ઉપર, તમારું જ બનાવેલ સેન્સર બોર્ડ કાતર મૂકી શકતું નથી! હાય! કેવી કરુણતા! આ ધર્મશાસન બોડીબામણીના ખેતર જેવું ભાળ્યું એટલે ઝટબાળ દીક્ષાના કાયદા લાવવા તમારા જેવા ભણેલા ભૂત ઊભા થઈ ગયા! જે તીર્થભૂમિઓમાં જઈને ભાવુક આત્માઓ પરમ આહ્વાદ પ્રાપ્ત કરે, તે તીર્થભૂમિનો પૈસો પણ પચાવી લેતા તમને જરાય આંચકો ન લાગે! બસ, તમે બે
Page #31
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૩૧
જ વાત રાખી છેઃ ખુરસી પકડી રાખવી અને પૈસો ભેગો કરવો.
રે! તમે તો કેવા મેલા, ખંધા મુત્સદ્દી છો તે કહી દઉં? ખોટું લગાડશો મા! તમે મૂર્તિઓ ભાંગવાની વાતની માંડવાળ કરી પણ એ મૂર્તિઓને નમવાની ભાવનાઓને જ ભાંગી નાંખી; મંદિરો ઊભા રાખ્યા અને ભક્તોને સિને-ટોકિઝ ભેગા કર્યા; તીર્થો ઊભા રાખ્યાં અને શિલ્પ તથા સગવડોના આકર્ષણ ઊભા કરીને એ તીર્થોને હવાખાવાના સ્થળ બનાવી દીધા! સાધુ-સંન્યાસીના વેષ જીવતા રાખ્યા અને એમના દિમાગમાં રાષ્ટ્રસેવાની હવા ભરી દીધી! એમને ધર્મનેતા મટાડી દઈને સાધુ-વેષે લોકસેવક બનાવ્યા! ધર્મના વહીવટી ખાતાના ચોપડા ચોખ્ખા કરવાના નામે તમે એ વહીવટમાં હસ્તક્ષેપ કર્યો; કર ભરવામાં મોટી રાહત આપવાની આકર્ષક યોજના ઊભી કરીને ધર્મસંસ્થાઓને સાર્વજનિક સંસ્થામાં પલટી નાંખી. તમે ભણેલાઓએ પૈસા અને પ્રતિષ્ઠા ખાતર શું શું નથી કર્યું? પણ એક વાત યાદ રાખજો કે જો ધર્મનો પ્રાણ છેલ્લાં ડચકાં લેશે તો રાષ્ટ્રની આબાદી પળભર પણ ઊભી રહી શકશે નહિ.”
એક સગૃહસ્થ બોલી ઊઠ્યા, “ઓ! ગ્રામજનો! જવા દો એ બધી વાત. સો વાતની એક જ વાત કરો. એકાદ ઉદ્યોગ અહીં ઊભો કરી દઈએ તો તમને બધી વાતનું સુખ થઈ જશે. એક એક માણસને રોજી-રોટી મળશે. કોઈ ભૂખ્યો નહિ રહે. બસ, ત્યારે આ વાત તો તમે મંજૂર કરી જ લો. આ નહેરુયુગ છે. નહેરુયુગ એટલે ઉદ્યોગયુગ, યંત્રયુગ.
અરે! રહેવા દો આ બધી ભભકભરી વાતોના ફડાકા! અમે જાણીએ છીએ કે તમે લોકો આજે યંત્રો પાછળ ઘેલા થયા છો પણ એ યંત્રો વિના માનવીના પોતાના પરસેવાથી અને પુરુષાર્થની અભુત કામો થઈ શકે છે એ તમે કદી જોયું છે? આબુ અને શેત્રુંજયના પહાડો ઉપર રાજસ્થાનમાંથી આરસ લાવીને દહેરાં બનાવ્યાં છે, એને જોવા માટે આખું જગત દોડવું આવે છે. મહારાજા સમુદ્રગુપ્તના વિજયસ્તંભને માટે લોઢું ગાળવાની કોઈ ભઠ્ઠી પરદેશથી નહોતી આવી હોં? અજંતા અને ઈલોરાની ગુફાઓમાં કોતરકામ કરવા માટે એ શિલ્પીઓને કોઈ “કોયના પ્રોજેકટ માટેનાં પરદેશી સાધનોની રાહ જોવી નહોતી પડી.
પણ... મારા મહેરબાન, યંત્રો હોય તો કામ વહેલું પતે ને? આ તો સ્પીડનો જમાનો છે સ્પીડનો.” વળી એક સગૃહસ્થ બોલી નાખ્યું.
અરે! અરે ! તમને આ બધી વાતોમાં “સ્પીડ'નું કેવું ઘેલું લાગ્યું છે? તમે એક વાત નક્કી સમજી રાખો કે ભારતીયજનનું જો ચારિત્ર સાબૂત હશે તો તમારી યોજનાઓ
Page #32
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
પાંચ ને પંદર વર્ષે પણ ભલેને પૂરી થતી? તેમાં તમને ખોટું શું છે? મજબૂરીના બધા પૈસા દેશમાં રહેશે. માનવીમાત્રને કામ મળશે. તમારા પૈસાનો પરદેશોમાં વહી જતો ધોધ અટકી પડશે. શું આ દેશની સાચી આબાદીની વાત નથી?
બેશક, યંત્રયુગ ઝડપ વધારી મૂકશે પણ માણસોને બુદ્ધિહીન બનાવશે. અરે, સરવાળા બાદબાકી પણ હવે યંત્રો કરશે? યંત્રોની ઝડપે તો લાખો માણસો બેકાર બનશે. કેમ કે યંત્રબળે તો એક લાખ મીટર કાપડ દસ માણસ દસ દિવસમાં તૈયાર કરી મૂકે જ્યારે એટલું જ કાપડ વણકરો તૈયાર કરે તો સેંકડો માણસોને રોજી મળે. તમારે શું કરવી છે સ્પીડને! લો, સ્પીડનીય વેદના કાંઈ ઓછી નથી. માલનો ભરાવો વધી પડે છે. પરદેશોમાં ઘરાકી મળતી નથી. મિલો બંધ કરવાનો સમય આવે છે! આ છે તમારું
સ્પીડ'નું તત્ત્વજ્ઞાન! લોકોને વધુને વધુ બેકાર બનાવનાર, બુદ્ધિહીન બનાવનાર, દેશને ગરીબ બનાવનાર તમારી “સ્પીડ સિવાય બીજું કોણ હશે? આ બધી પરદેશીઓએ શીખવેલી સ્પીડની વાતોથી તમે જ તમારી આત્મહત્યા કરી રહ્યા છો! કેટલી દયાજનક બાબત! યંત્રવાદના વિકાસની ટોચે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કેનેડીએ શું કહ્યું છે તે જાણો છો? તેમણે કહ્યું છે કે, “રાષ્ટ્રના ઝડપી ઉદ્યોગિકીકરણને લીધે દર અઠવાડિયે પચીસ હજાર માણસો બેકાર બને છે. તેમની બેકારીને ટાળવા માટે નવા ઉદ્યોગો સ્થાપવાની ચિંતાનો ભાર મારા માથે સતત રહ્યા કરે છે. આ વિષચક્રમનો અંત શી રીતે લાવવો એ આપણા રાષ્ટ્રની એક મોટી સમસ્યા છે.'
એક ભાઈ બોલી ઊઠ્યા પણ આજે યંત્રયુગે તો કેટલાયને શ્રીમંત બનાવી દીધા! કેટલાય હજારો લોકો સમૃદ્ધ થયા છે!''
ભાઈ, જવા દોને આ બધો બનાવવાની વાતો! આજે શ્રીમંત વધુ શ્રીમંત થતો જાય છે, અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે! બસ, આટલામાં જ તમે તમારા અર્થતંત્રનું સરવૈયું કાઢી લો તો સારું. પૈસાદાર થનારને ય તમારું લોકશાસન
ક્યાં જંપવા દે તેમ છે! એની રાક્ષસી નાણાભૂખે “વેરા” નાંખવામાં તો સાચે જ રેકોર્ડ કરી નાંખ્યો છે. સાંભળો, માણસ વધુ કમાય તો આવકવેરો, પછી વધુ વાપરે તો ખર્ચવેરો, ન વાપરે અને બચાવે તો સંપત્તિવેરો, દાન કરે તો બક્ષિસવેરો! કશુંય ન કરે અને વારસામાં મૂકી જાય તો વળી પાછો વારસાવેરો! અને મરી જાય તો મૃત્યુવેરો! રે! આ તે કળજુગ છે કે કરજુગ! કેવી વેરાઓની લાંબી લંગાર! - બિરલાજી ઠીક જ કહે છે કે હવે ભારતમાં કોઈ રોકફેલર કે એન્ઝ કાર્નેગી ઉત્પન્ન થાય એ સંભવિત જ નથી.
Page #33
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૩૩
પણ આજે આ યંત્રયુગે કેટલાય લોકો ઉપર કૃપા વરસાવી છે તે કેમ જોતા નથી? હજારો લક્ષાધિપતિઓ ભારતમાં ઉભરાયા નથી શું?” એક શહેરી સગૃહસ્થ બોલી ઊઠ્યા.
તરત જ એનો વળતો જવાબ આપી દેવા સજ્જ બનેલો એક જુવાનિયો બોલી ઊઠ્યો, અમને નથી ખપતી તમારી સંપત્તિની શ્રીમંતાઈ! તમારો યંત્રવાદ, સ્પીડવાદ, સમાજવાદ- બધું ય તમારા શહેરને જ મુબારક હો!
અમે તો એક જ વાત સમજ્યા છીએ કે તમારી યોજનાઓ, યંત્રો, અને સ્પીડ ભલે કદાચ આ ભૂલોકમાં જ માણસને સ્વર્ગનું રાજ આપી દે, પણ એમાં જો એનો આત્માને શેતાનને વેચવો પડે તો તેમાં સરવાળે લાભ શો ? આજે તો માનવીના આત્માને માત્ર પૈસા ખાતર વેચવાની તમે ફરજ પાડી ચૂક્યા છો! તમારો સાચો સમાજવાદ તો એ કે સમસ્ત સમાજ પોતાના સદાચારના બળે સહકાર અને સંતોષથી જીવે અને પોતાની જરૂરિયાત અને પોતાનું સુખ પરસ્પર ફાળવી લે. યાદ રાખો ચારિત્ર્ય વગર કોઈ વાદ ઘડાતો જ નથી. રાષ્ટ્રનું કામ માનવીને ચારિત્ર્યબળથી દૃઢ બનાવવાનું, એના પતનથી સજાગ રાખવાનું છે. માનવીને તમે એના ચારિત્ર્ય ઉપર મજબૂત રહેવાની તાલીમ આપો, હામ આપો, સહારો આપો. આટલું જ તમારું કામ છે, પછી રાષ્ટ્રની આબાદી તો આપમેળે થતી જોવા મળશે. જુઓ, બધું તમે કર્યું પણ ભારતીયજનના ચારિત્ર્ય માટે સરિયામ ઉપેક્ષા કરી માટે જ આજે રાષ્ટ્રને બરબાદ કરી દેનારાં લાંચરુશવતખોરીનાં પાપો વધ્યાં છે ને? તમે પૈસો મેળવવા સિનેમાગૃહો દ્વારા અશ્લીલ વાતાવરણ પ્રસાર્યું, પણ તેનાં ભયંકર પાપોએ તમારી પ્રજાને સંસ્કારશૂન્ય કરી નાંખી ને? નિત્યનિર્માલ્ય સંતતિની પેદાશ પણ આનું જ પરિણામ છે ને? ધર્મને ધતીંગ મનાવીને તમે સંતોની દુનિયાથી લોકોને દૂર ખેંચી લીધા પણ એથી જ સહુનો સ્વાર્થ કેટલી હદ સુધી વકર્યો એ તમે જોયું? ખેર.. કેટલી વાત કહેવી? અમે તો બે શબ્દોમાં એટલું જ કહીશું કે તમે કોઈ જબ્બર ભુલભુલામણીમાં ફસાઈ ચુકેલા છો. સંતોની આ ભૂમિ ઉપર સંતોને જ બિરદાવો. ધર્મને મહત્ત્વ આપો. સહુના ચારિત્ર્યને પ્રાધાન્ય આપો. પૈસા જેવી તુચ્છ ચીજ ખાતર સઘળું હોડમાં મૂકવાની ભયંકર સાહસવૃત્તિથી પીછેહઠ કરો, પછી બધુંય આબાદ બની જશે. તમે પૈસો બનાવો તો ભલે બનાવો પણ પૈસાને તમે પરમેશ્વર બનાવી દીધો છે એ તો સાચે જ આ રાજ્યશાસનની કારમી કરુણતા છે. મહાશય! અમારા જીવરામદા'એ આવું તો ઘણું ઘણું સમજાવ્યું છે, અને તેથી જ અમે આ પૈસાભૂખી સરકાર અને ભોગભૂખી પ્રજાનો માર્ગ પસંદ કરતા નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
અમે માત્ર અમારો ધર્મ જાણ્યો છે એમ નથી. આજના જગતમાં ચાલી રહેલો કારમો અધર્મ પણ જાણ્યો છે અને તેથી જ અમારા નીતિમય જીવન ઉપર અમને અખૂટ વિશ્વાસ બેઠો છે. અમારા મગજમાં એ વાત સજ્જડ બેસી ગઈ છે કે સંતોષ અને નીતિ વિના કદી સુખ મળી શકે તેમ નથી.
અરે! પણ દવાખાનું અને એકાદ હોસ્પિટલ તો તમારે જોઈશે ને?' એક ડોક્ટર સગૃહસ્થ અકળાઈને બોલી ઊઠ્યા! “માંદા પડશે ત્યારે શું કરશો? કોલેરા ફલુના ઉપદ્રવો ફેલાશે ત્યારે બધાને મરવા દેવા છે શું?” એક અલમસ્ત જુવાન ઊભો થઈ ગયો અને ડોક્ટર સાહેબને કહેવા લાગ્યો “જ્યાં રોગો હોય ત્યાં દવાડોક્ટરોની જરૂર પડે. રોગો થાય રસભૂખ્યાને! અમે એવા જીભના સબડકામાં માનતા જ નથી! અમે તો મજૂરી કરીને જીવનારા! તમારી જેમ રસ-ભૂખ્યા થઈએ તો અમારાં પેટ ન ભરાય અને અમારાં શરીર કામ પણ ન કરી શકે, અમારે તો બાજરાના રોટલા ને છાશ જ જોઈએ કે ઝટ જવાબ દે! સખત કામ કરનારને અને સાદું ભોજન લેનારને વળી દવા શી અને ડોક્ટર કેવો! રસરોગી શ્રીમંતોને જ એના શોખ પરવડે !
તમને પગે લાગીને કહીએ છીએ કે મહેરબાની કરીને એ પાપ અહીં ઊભાં ન કરતા! નહિ તો એ દવાઓ અને ડોક્ટરો રોગોને ઊભા કરી દેશે અને ડોક્ટરો એમના પેટ ભરવા અમારા પેટ ઉપર ચીરો મૂકશે! અમારી સુખાકારી લૂંટી લેશે. તમે લોકો દવા ખાઈને જ જીવનારા. દવા જ તમારો ખોરાક, ડૉક્ટર જ તમારો ભગવાન, એને જિવાડવો હોય તો જિવાડે નહિ તો ઝટ ફેંસલો લાવે. તમારે ત્યાં અનીતિના ધનના ઢગલા થાય, એને ખર્ચવા માટે એ રસ્તા ભલે મોકળા હોય, અમને એમાંનું કશુંય પાલવે તેમ નથી. તમારે માંદાં રહેવું એ પણ તમારા વૈભવવિલાસનાં પાપોમાંથી જન્મેલા વૈભવનો એક પ્રકાર જ છે.”
વળી કોઈકે કહ્યું, “સખત મજૂરી કરનારને સાંજ પડે મન હળવું કરવા મનોરંજનનું સાધન તો જોઈએ કે નહિ?”
ના, ભાઈ, ના. તમારે પેલા ચલચિત્રો અને ઓલા ટૅ ટૅ કરતા બાબલા જેવા ટ્રાન્ઝીસ્ટર રેડિયોની વાત કરવી છે ને? જવા દો ને એ દુનિયાની પંચાત, અમે તમારી જેમ થાકતા જ નથી. કેમ કે તમારી જેમ અમારાં મન પૈસાની પાછળ પાગલ બનતાં નથી, ભોગવિલાસોની પાછળ શરીરના સત્યને નીચોવી કાઢવાનું દા” એ અમને શીખવ્યું નથી. સાંજ પડે બે ગીતો લલકારતાં અમે ઘરભેગા થઈએ. વાળુ કરીને પ્રભુનાં મંદિરે જઈએ. રોજબરોજ નવી વાત, નવું જ્ઞાન અમને મળતું જાય.
Page #35
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૩૫
કલાક બે કલાક સાંભળીએ ત્યાં તો અમારું દિલ ખુશ થઈ જાય. આ ઘરે ગયા કે ખાટલે પડતાની સાથે જ પ્રભુસ્મરણ કરતાં ઘસઘસાટ ઊંઘી જઈએ, સીધી સવાર જ પડે. અમારે તમારી જેમ કલાક-બે કલાક સુધી પથારીમાં આળોટવું પડતું નથી કે મનના કજિયા કરવાના હોતા નથી. માબાપ! તમે અહીં આવ્યા તો ભલે આવ્યા. ફરીફરીને આવજો પણ અમારી અરજી ધ્યાનમાં રાખજો કે કોઈ દી તમારી સરકાર પાસે અમારા ગામની દયા ન ખાતા અને દવાખાના, રેડિયો, સિનેમા, લાઈટ વગેરેની મંજૂરી ના લેતા. ખેર, તમને તો એમાં ધૂમ પૈસા ખાવા મળી જાય તેમ છે પણ અમારા ખાતર એટલું જતું કરજો.
શહેરીઓ તો આ બધું સાંભળીને સન્ન થઈ ગયા. પળભર તો એમને એમ થઈ ગયું, જ્ઞાની કોણ? આપણે કે આ ગ્રામજનો? સાચા દેશસેવક કોણ? જીવરામદા જેવા ધાર્મિક માનવો કે આજના પૈસાભૂખ્યા નેતાઓ? પ્રગતિ ક્યાં? આંધળી દોડધામમાં કે ઠરીને બેસવામાં? શું કરવું? પ્રાણવિહોણા ક્લેવરનું નવનિર્માણ કે ફ્લેવરને પ્રાણનું દાન?
શહેરી જુવાનિયા સમજી ગયા કે આ કહેવાતા ગામડિયાઓ બુધ્ધ નથી પણ ખરેખર સમજદાર માણસો છે. એમને આજના પ્રગતિવાદી જગતની બધી જાણ છે અને તે જાણ મેળવીને જ તેઓ સંતોષી અને શાંતિમય જીવનની ઉપાસનાના કટ્ટર પક્ષપાતી બન્યા છે, એટલે હવે એમના વિચારોમાં પરિવર્તન લાવવાનું અશક્ય છે. અરે! એમને સમજાવવા જતાં કદાચ એ લોકો આપણને જ સમજાવી દે તેટલા કાબેલ છે.
જુવાનિયાઓના જડબાતોડ જવાબોથી પરાસ્ત થઈ ગયેલી શહેરી ટોળી ચાલી ગઈ. જીવરામદાના પાણી પાયેલા આ નવયુવકોના મનમાં એક પણ નવા વિચારનો પ્રવેશ તો ન થયો પણ એમના વિચારોની કાંકરી પણ હાલી નહિ. ગામના લોકોએ આ વાત સાંભળી. દરેકની છાતી ગજગજ ફૂલવા લાગી. રંગ રાખ્યો અમારા જુવાનોએ. ભલે અમારો જમાનો જૂનો સુવર્ણગઢ ધૂળભેગો થઈ ગયો, પણ અમારા દા'એ નીતિમય જીવનના વિચારોને જે અભેદ્ય લોખંડી ગઢ અમારા મનની ચોમેર ફરતો ઊભો કર્યો એ જ અમારા સુવર્ણગઢની લોખંડી તાકાત છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૪]
જયારથી જીવરામદા” આ ગામડામાં આવ્યા ત્યારથી તેમણે સત્સંગ અને સદ્વાંચનને જીવનમાં ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. બીજી બાજુ એમની એક મહત્ત્વાકાંક્ષા હતી. સુવર્ણગઢને આદર્શ ગ્રામ તરીકે જોવાની. તેથી જ તેમણે રોજ રાત્રે “ધર્મસભા'નું આયોજન કર્યું હતું. અને તેમાં બાળથી માંડીને વૃદ્ધ સુધીના બધાય સ્ત્રીપુરુષોને ભેગા કરતા. સહુને તેમની પાત્રતા મુજબના નૈતિક અને આધ્યાત્મિક ધોરણે વાતો સંભળાવતા.
દા” માત્ર ધર્મતત્ત્વના અચ્છા જાણકાર ન હતા પણ તેઓ રાજનીતિના અવનવા દાવપેચોના પણ પૂરા માહિતગાર હતા. જગત ક્યાં જઈ રહ્યું છે? એની કાયાપલટની પ્રક્રિયા કેટલી ઝડપથી થઈ રહી છે? એમાં જીવના જીવનનો કેવો વિનાશ વેરાઈ રહ્યો છે? વગેરે વગેરે પ્રશ્નોને સેંકડો લોકો સુધી એમણે શાન્ત ચિત્તે વિચાર્યા હતા. ધર્મગ્રન્થોના વિષયમાં દા”નું વાંચન મુખ્યત્વે તો સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાન્ત અને બૌદ્ધદર્શન અંગેનું હતું. એમાંનું ઘણું ઘણું એમને ગમતું પણ એ બધાય દર્શનોની એક વાત તેમને ખૂબ જ ખૂંચતી. તે એ કે, જે કોઈ વાતનું તે દર્શનો પ્રતિપાદન કરે તેમાં ભારે કદાગ્રહ દાખવે. પોતાની જ વાત સાચી છે, બીજા બધા જુઠ્ઠા છે' એવું દરેક દર્શનનું પ્રતિપાદન તેમને ખૂબ જ કડવાશભર્યું લાગતું. વિરોધી વાતોમાં બેય પોતપોતાને સાચી કહીને એકબીજાને ખોટા કહેવાનું સાહસ કરી દે એટલે દા” તો ખૂબ જ અકળાઈ જતા. બેયની વાતો દલીલોથી ભરપૂર હોય. એટલે એમને મુઝારો થતો કે સાચું શું? આત્મા અંગે જુદા જુદા દર્શનો જુદા જુદા વિરોધી વિચારો રજૂ કરે. વેદાન્ત દર્શન કહે આત્મા નિત્ય એટલે નિત્ય જ. એનામાં કોઈ ક્રિયા પણ સંભવે નહિ. કેમ કે ક્રિયા તો અનિત્ય છે, એટલે ક્રિયાનો નાશ થતા તે ક્રિયાવાળા આત્માનો પણ નાશ થઈ જાય, તો પછી આત્મા નિત્ય ક્યાં રહ્યો? માટે નિત્ય એટલે નિત્ય જ, ક્રિયાવાળો પણ નહિ એવો નિત્ય.
જીવરામદા” આ વિચારને પચાવવા ખૂબ યત્ન કરતા, પરંતુ તેમાં તેમને સફળતા મળતી નહિ. ક્રિયા વિનાનો આત્મા પરલોકમાં જાય શી રીતે? શરીરને બનાવે શી રીતે ? વગેરે અનેક પ્રશ્નો ઊઠતા અને તેમને લાગતું કે આત્માને આ દૃષ્ટિએ અનિત્ય કેમ ન મનાય ?
Page #37
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
બોદ્ધદર્શન વાંચવા લીધું. તેમાં તેમણે વાંચ્યું કે “આત્મા અનિત્ય છે.” આટલું વાંચીને જ દા' પ્રસન્ન થઈ ગયા. જે મારા મનમાં સ્ફર્યું હતું કે, “આત્મામાં પરલોકગમન વગેરે ક્રિયાઓ તો છે જ, અને તે ક્રિયાઓ નાશ પણ પામે છે માટે આત્માને અનિત્ય માનવો જોઈએ તે જ વાત અહીં આવી! “પણ આ આનંદ ક્ષણજીવી નીવડતો. કેમકે એ બૌદ્ધદર્શનમાં એવું વિધાન મળતું કે આત્મા અનિત્ય એટલે માત્ર ક્રિયાવાળો હોઈને અનિત્ય નહિ પરંતુ એ તો દરેક ક્ષણે સર્વથા વિનાશ પામે છે અને ફરી પાછો પછી પછીની ક્ષણે ઉત્પન્ન થઈ જાય છે !'
દા' વિચારે ચડી જતા. રે! જો દરેક આત્મા વગેરે પદાર્થ ક્ષણે ક્ષણે પોતાની મેળે જ વિનાશ પામી જતો હોય તો પોતે જ પોતાની હિંસા કરે છે ને? બીજો કોઈ પણ પદાર્થ એની હિંસા કરી જ ન શકે ને? તો પછી હિંસા-હિંસક વગેરે બધું શું કહેવાય છે? અને જો હિંસા જ ન હોય તો અહિંસા શું વસ્તુ છે? અહિંસાને ધર્મ કેમ કહેવાય? હિંસા જો અધર્મ કહેવાતો હોય તો જ અહિંસા એ ધર્મ કહેવાય ને? અને જો અહિંસા ધર્મ ન હોય તો વેલાને વાડ જેવા સત્ય વગેરે ધર્મો ય ક્યાંથી ઊભા રહેશે? અને જો આ રીતે કોઈ ધર્મનું જ અસ્તિત્વ ન હોય તો બુદ્ધ ધર્મ પણ શે” ઊભો રહેશે ?
તો હવે આત્માને સર્વથા નિત્ય માનવો? કે સર્વથા અનિત્ય એકે ય વાત બંધબેસતી આવતી નથી.
વળી કોઈ કહેતું કે આત્મા એ જ દેહ છે. દેહથી જાદો કોઈ આત્મા છે જ નહિ. આ વાત પણ તેમના મગજમાં બેસતી નહિ. તેમના મનમાં એવો પ્રશ્ન ઊઠતો કે જો દેહ અને આત્મા એક જ હોય તો બાલ્યવયના નાનકડા દેહનો પ્રૌઢવયમાં તો નાશ જ થઈ ગયો હોય છે, તો શું બાલ્યવયનો દેહરૂપ આત્મા તદ્દન નાશ પામી ગયો? વળી મડદું બળી જાય છે તે વખતે દેહસ્વરૂપ આત્મા ય બળી જતો હશે? કેમ કે દેહ તે જ આત્મા છે! ના. ના. તો તો પરલોકમાં કોણ જાય? પૂર્વભવોની માન્યતાનું શું થાય? માટે દેહથી આત્મા ભિન્ન માનવો જોઈએ એ જ ઠીક લાગે છે પણ પાછા વિચારે ચઢતા એમને પ્રશ્ન થતો કે જો દેહમાં આત્મા તદ્દન જુદો જ રહેતો હોય અને દેહ સાથે તેને કાંઈ જ સંબંધ ન હોય તો જડ દેહને કોઈ સોય અડાડે ત્યારે એકદમ દુઃખની લાગણી થાય છે, કોઈ ચંદન લગાડે તો આનંદની લાગણી થાય છે તે બધું શું? જડ દેહને તો સુખદુઃખની લાગણી થાય જ નહિ અને જડ દેહને જો તેવી લાગણી થતી હોય તો પછી આ જડ લાકડીને પણ સુખદુ:ખ થવા જોઈએ અને સુખદુઃખની લાગણી તો ચેતનને જ થાય તેવું જાણવા મળ્યું છે. એટલે દેહ એ જ
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૮
વિરાગની મસ્તી
આત્મા કેમ માની શકાય? આમ બધી રીતે દા' ગૂંચવાઈ જતા. મહિનાઓ વિત્યા પણ આ ગૂંચ ન ઊકલી બલકે જેમ જેમ ઉકેલવા માટે વધુ વાંચન કરતા ગયા તેમ તેમ ગૂંચો વધતી જ ચાલી. હવે શું કરવું? આવા બધા વિરોધી વિચારોનું સમાધાન ક્યાંથી લાવવું?
દા' તો ખાતા-પીતાં ય આ વાતોનું સમાધાન મેળવવા એ જ વિચારો કરતા, “આત્મા નિત્ય કે અનિત્ય જ ? દેહથી ભિન્ન કે અભિન્ન જ? બે ય વિરોધી વાતો!” - એકવાર દા' વિમળશેઠને ત્યાં ગયા હશે ત્યારે વાતવાતમાં આ વાત છેડાઈ પડી. વિમળશેઠ તો ખૂબ વ્યવહારુ માણસ! સાંભળીને કહ્યું, જુઓ હું તો શાસ્ત્રોના મર્મને જાણતો નથી પણ વ્યવહારથી વાત કરું કે બે વિરોધી વાતો પણ એક જ વસ્તુમાં જુદી જુદી રીતે, એટલે કે જુદી જુદી દૃષ્ટિએ સંભવતી હોય તો એક જ વસ્તુમાં બેય વાત કેમ ન મનાય? આ છગન મારો ભત્રીજો છે પણ તેથી શું પેલી જમનાબેનનો ય ભત્રીજો જ છે? ના. એનો તો દીકરો છે. હવે ભત્રીજો અને દીકરો બે વિરોધી વાત નથી? મારો ભત્રીજો એ મારો જ દીકરો હોઈ શકે ? નહિ જ. પણ મારો ભત્રીજો જમનાનો તો દીકરો હોઈ શકે છે ને?
લો બીજી વાત કરું. આ ટચલી આંગળીની બાજાની આંગળી નાની કે મોટી? જો જો ધ્યાન રાખીને જવાબ દેજો, બેય વિરોધી વાત પૂછી છે!
દા'તો તરત બોલી ઊઠ્યા, “શેઠ એ તો ટચલીની દૃષ્ટિએ મોટી, અને વચલી આંગળીની દૃષ્ટિએ નાની.” શેઠ હસી પડ્યા. પછી બોલ્યા, “તો પણ ટચલીની જ દૃષ્ટિએ જે મોટી છે તે ટચલીની જ દૃષ્ટિએ તો નાની નહિ જ ને? એમ વચલીની સરખામણીમાં જે નાની છે તે વચલીની જ સરખામણીમાં મોટી નહિ જ ને?'' દાએ કહ્યું, “ના બિલકુલ નહિ. એટલે તો હવે એ વાત નક્કી થઈ કે એક જ વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ નાની-મોટી વગેરે વિરોધી વાતવાળી ન હોય તો પણ જાદી જાદી વસ્તુની સરખામણીએ તો એક જ વસ્તુમાં બે વિરોધી વાત જરૂર મળે.'
શેઠે કહ્યું, “હા, વ્યવહારમાં તો તેમ જ દેખાય છે. હવે તમે વિચાર કરજો કે તમે કહેલી આત્મા વગેરેની વાતોમાંથી વિરોધ ટળી જાય છે કે નહિ?”
ઊભા થતા દા' બોલ્યા, “આજે ઘેર જઈને શાન્તિથી વિચારીશ, પછી કાલે આવીશ.'
દા' ઘેર ગયા. જમી પરવાર્યા અને હાથમાં છાપું લીધું, ચન્દ્રલોકમાં જનારા
Page #39
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
માણસની કેવી દશા હશે તે સંબંધી લખેલી વાતો નજરે ચડી. તેમાં લખ્યું હતું કે જે માણસનું વજન ભારતમાં ૧૫૦ રતલ હશે તે માણસનું વજન ઉત્તર ધ્રુવમાં તો કાંટો ૧૫૫ રતલ દેખાડશે, જ્યારે ચંદ્રલોકમાં ફક્ત ૨૫ રતલ વજન દેખાડશે. દા” તો વાંચતા જ ચમક્યા! છાપું હાથમાં રહી ગયું અને ચડી ગયા એ તો કો'ક વિચારે! જાણે બાવાજીએ સમાધિ લગાવી! પછી એકદમ તાળી દેતા બોલ્યા, તદ્દન સાચી વાત. પેલી સવારની જ વાત આવી. એક જ માણસમાં જુદાં જુદાં વિરોધી વજન સંભવે જ નહિ છતાં જુદી જુદી ભૂમિની સરખામણીમાં બેશક સંભવે. પછી તેમાં વિરોધ રહી શકે જ નહિ.
અરે! આ તો કેવી સીધી વાત છે? મદ્રાસના માણસ માટે નાગપુર ઉત્તરમાં છે છતાં કલકત્તાના માણસોની દૃષ્ટિએ તો નાગપુર દક્ષિણ દિશામાં જ છે ને?
આ નાકે આવેલી દુકાન મારા ઘરથી દૂર છે પણ કાશ્મીરની સરખામણીમાં તો સાવ નજીક છે અને કાશ્મીર ઘણું દૂર છે, પણ અમેરિકાની સરખામણીમાં તો કાશ્મીર પણ સાવ નજીક છે. અને અમેરિકા ઘણું દૂર છે, પણ એ અમેરિકા ય ચંદ્રલોકની સરખામણીમાં તો સાવ નજીક છે જ ને? લો કેવી વાત! એકની એક વસ્તુ દૂર પણ ખરી અને નજીક પણ ખરી! બે ય વિરોધી વાતો! હા. જરૂર. જુદી જુદી દૃષ્ટિથી એક જ વસ્તુમાં બે વાત મળી શકે છે, ત્યાં પછી વિરોધી કહેવાય જ નહિ. એક જ વસ્તુની દષ્ટિએ બે વાતો વિરોધી બની જાય તેમાં ના ન કહેવાય. નાકાની દુકાન કરતાં કાશ્મીર દૂર છે અને તે નાકાની દુકાન કરતાં કાશ્મીર નજદીક પણ છે એમ તો ન જ કહેવાય. હવે મારી ગડ બેઠી.
તો પછી આત્માની વાતમાં ય શું આમ જ હશે! લાવ તે ય વિચારું. આત્મા નિત્ય છે? હા. આત્માના સ્વરૂપનો કદી નાશ થતો નથી માટે તે નિત્ય છે. એટલે એના મૂળ સ્વરૂપની સરખામણીમાં તો આત્મા નિત્ય જ છે. તો શું અનિત્ય નથી? ના, એના મૂળ સ્વરૂપની સરખામણીમાં એ અનિત્ય નથી જ પણ એનામાં જુદા જાદા જન્માદિ લેવાની જે ક્રિયા થાય છે તેની સરખામણીમાં તે અનિત્ય પણ છે જ. દેવદત્ત મરી ગયો એટલે આત્મામાં દેવદત્ત તરીકેના જીવનની જે ક્રિયા ચાલતી હતી તે નાશ પામી ગઈ. એથી આપણે બોલીએ છીએ કે દેવદત્ત મરી ગયો. આમ આત્મા જુદી જુદી ક્રિયાવાળો બને છે, માટે અનિત્ય પણ છે. માટે જ જાની ક્રિયાનો નાશ થતાં જૂની ક્રિયાવાળો આત્મા નાશ પામ્યો અને નવી ક્રિયાવાળો આત્મા ઉત્પન્ન થયો એમ જરૂર કહી શકાય.
Page #40
--------------------------------------------------------------------------
________________
४०
વિરાગની મસ્તી
એટલે આ રીતે તો આત્મા નિત્ય અને અનિત્ય બે ય કહેવાય. બસ, ત્યારે આજ રીતે જુદી જુદી દૃષ્ટિએ આત્મા દેહથી અભિન્ન અને ભિન્ન પણ કહેવાય. સોય લાગતાં દુઃખની લાગણી થાય છે. માટે એ દૃષ્ટિએ આત્મા દેહથી અભિન્ન છે; મડદાને સોય મારતાં દુઃખની લાગણી થતી નથી માટે તેને દેહથી ભિન્ન પણ માનવો જોઈએ. એટલે જ મડદું સળગ્યા પહેલાં આત્મા પરલોકમાં ચાલ્યો જાય છે એ વાત બરોબર ઘટી જાય છે. બસ, બસ. આજે આ વાત બેસી ગઈ. હવે પ્રશ્ન થાય છે કે જુદા જુદા ધર્મગ્રંથો પોતે એકકી જ વાત પકડીને તેના જ સમર્થનમાં બધું કહે છે તે કેમ? કેમ બે ય વાતોને કોઈ માન્ય કરતું નથી? એક વસ્તુ જાતજાતના અગણિત સ્વરૂપે જ હોય તો તેમ માનવામાં વાંધો શું? જુદી જુદી અપેક્ષાએ એક જ માણસ કાકો, મામો, ભત્રીજો, સાળો, બનેવી નથી હોતો? તેમ એક જ આત્મા નિત્ય-અનિત્ય બે ય ન હોય? જરૂર હોઈ શકે; તો પછી આ લોકો બન્ને વાતો કેમ નથી માનતા? એમને એમ માનવામાં વિરોધનો ભય પેસી ગયો તે તદ્દન ખોટો નહિ? જાદી જુદી સરખામણીએ ઘટના કરતાં વિરોધ રહ્યો જ ક્યાં ? દા'ના મનના ઘણા પ્રશ્નો વિમળશેઠની વ્યવહારુ બુદ્ધિએ ઉકેલી નાંખ્યા પણ હવે આ બધા ધર્મ આમ કેમ એકેકી જ વાત પકડી રાખે છે તે પ્રશ્નનો ઉકેલ બાકી રહી ગયો.
Page #41
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
બીજે દિવસે દા'એ વિમળશેઠને સઘળી વાત કરી ત્યારે શેઠે કહ્યું, તમારા એ પ્રશ્નને ઉકેલવા જોગું મારું ભેજાં નથી પણ મને ખબર છે કે જૈન ધર્મમાં આ વિષે બહુ સુંદર વિચારણા કરી છે, માટે હવે કોઈ જૈન સાધુ મહાત્મા આવે ત્યારે વાત.
દા' કોઈ સાધુના આગમનની રાહ જોતા દિવસો ગણે છે. એમને વધુ રાહ જોવી ન પડી. ગામડેગામડે પગપાળા જ ચાલ્યા જતા લોકોને સન્માર્ગની સમજણ આપતા જૈન સાધુઓ એક દી' સુવર્ણગઢમાં આવી ચડ્યા. શેઠે દા'ને ખબર મોકલ્યા. પુત્રજન્મની વધામણી જેટલો આનંદ દા'ને થયો. ઝટ હાથમાં લાકડી લેતા એ ઊપડ્યા. શિષ્ટાચારપૂર્વક બેઠા. કેટલીક ધર્મચર્ચા કરી અને પછી દા'એ પૂછ્યું: “ગુરુદેવ, આત્મા નિત્ય કે અનિત્ય? દેહથી ભિન્ન કે અભિન્ન?” ગુરુદેવે પ્રત્યુત્તર આપ્યો, “મહાનુભાવ! નિત્ય પણ ખરો; અનિત્ય પણ ખરો. દેહથી ભિન્ન પણ ખરો અને અભિન્ન પણ ખરો.” આટલું સાંભળતાં જ દા'ના અંતરમાં અપાર આનંદ છવાઈ ગયો. તે જ વાતને લગતી પોતાની આખી વિચારણા કહી તે સાંભળીને મુનિ પણ ખુશ થઈ ગયા. અને બોલ્યા: “દા' તમારી વિચારણા તદ્દન બરોબર છે. તમારી તીક્ષ્ણ બુદ્ધિને મારા ધન્યવાદ!”
“તો પછી ગુરુદેવ!” દા'એ કહ્યું: “બીજા બધા ધર્મવાળાના સિદ્ધાંતો તદ્દન ખોટા જ ને?” ગુરુદેવે કહ્યું: “ના દા'! એમના સિદ્ધાંત ખોટા નહિ પરંતુ એ સિદ્ધાંત માટેનો એમનો જે કદાગ્રહ તે જ ખોટો. કોઈ કહે કે આત્મા નિત્ય છે અથવા કોઈ કહે કે આત્મા અનિત્ય છે, તો તેથી તે થોડો જ ખોટો કહેવાય? પણ જ્યારે તે સિદ્ધાંતનો કદાગ્રહ કરે અને કહે કે આત્મા નિત્ય છે એટલે નિત્ય જ છે. અનિત્ય છે જ નહિ. અનિત્ય કહેનારો ખોટો જ છે. ત્યારે આપણે કહેવું પડે કે તેનો આ કદાગ્રહ ખોટો છે. આ જ રીતે આત્માને અનિત્ય કહેનારો અનિત્ય જ કહે. નિત્ય કહેનારને જૂઠો કહે તો તે ય ખોટું.”
આવું સાંભળતાં દા'ને તો આજે કાંઈક ઓર જ મજા પડતી હતી. તે બોલ્યા, “તો શું ગુરુદેવ! તેઓ જેમ બીજાને જૂઠા કહે તેમ આપ કોઈને ય જજૂઠા ન કહો? નિત્ય કહેનારને સાચો કહો અને અનિત્ય કહેનારને પણ સાચો કહો?”
Page #42
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ગુરુદેવે હસતાં હસતાં કહ્યું, “હા, કેમ કે વસ્તુસ્થિતિ જ તેવી છે તો તેમ શા માટે ન કહેવું? અમે તો માત્ર તેમના આગ્રહને જ ખોટો કહીએ. વીતરાગ પરમાત્માએ તો ઘોર અને ઉગ્ર સાધના દ્વારા પોતાના આત્માનાં આવરણો ખસી જતાં થયેલા પ્રકાશમાં જગતનું જે સ્વરૂપદર્શન કર્યું તે કહ્યું. તેમણે નવું કશું ય કહ્યું નથી.” “પ્રભો! તો હવે એમ ન કહેવાય કે વીતરાગ- સર્વજ્ઞનું દર્શન એટલે બધાં દર્શનોની માન્યતાનો શંભુમેળો ?'
“ના. વીતરાગ-સર્વજ્ઞનું દર્શન બધાં દર્શનોનો શંભુમેળો નથી કિન્તુ વીતરાગસર્વજ્ઞના દર્શનરૂપ વિશાળ નદીમાંથી નીકળેલા એ બધાં નાનાં ઝરણાં છે. વીતરાગસર્વજ્ઞના દર્શનની વાતોને આગ્રહપૂર્વક પકડી લેવાથી નવા દર્શનનો જન્મ થાય છે. એટલે એ બધા કદાગ્રહમુક્ત દર્શનો વીતરાગ-સર્વજ્ઞના દર્શનના જ અંશ છે એમ બેશક કહી શકાય. જે વાત કદાગ્રહથી કલંકિત બને છે તે ત્યાંથી છૂટી પડે છે અને કદાગ્રહમુક્ત તે વાત તો વીતરાગ દર્શનની જ વાત છે. દરેક દર્શન એ વેરાયેલો મણકો છે. જ્યારે વીતરાગદર્શન એ મણકાઓની માળા છે.”
અહો! પ્રભો! ત્યારે શું આપ એ સઘળાયને પોતાનામાં સમાવી લો છો? આપ કોઈનાય વિરોધી નથી?”
ના. જરાય નહિ. વીતરાગ સર્વજ્ઞ તો ન્યાયાધીશ છે. પરસ્પર ઝઘડતાં એ બધા ય દર્શનને સમજાવતાં કહે છે કે ભાઈઓ, તમે દરેક તમારી પોતાની દૃષ્ટિએ સાચા છો પણ બીજાની દૃષ્ટિએ જે બીજા પણ સાચા છે તેમને તદ્દન જુઠ્ઠા કહી દો છો તે જ તદ્દન ખોટું છે. તમે દરેક તમારી દૃષ્ટિએ સાચા છો અને તમે દરેક બીજાની દૃષ્ટિએ ખોટા છો આટલી વાત બરાબર સમજી લો અને પછી બીજાની દૃષ્ટિએ તેમની વાત વિચારશો તો તમને જણાઈ આવશે કે તમારી જેમ તેઓ પણ તેમની દૃષ્ટિએ તો સાચા જ છે.
પર્વતની તળેટીએ ઊભેલો માણસ બીજા માણસોને પાંચ ફૂટના જુએ અને પર્વતની ટોચે ઊભેલો માણસ તે જ માણસોને વહેંતિયા જેવડા જુએ તો બે ય માણસ પોતપોતાની દૃષ્ટિએ સાચા ગણાય. એ બે પોતાની વાતને પકડીને બીજાની સાથે ઝઘડે તો કેટલું ખોટું કહેવાય? તળેટીનો માણસ ટોચ ઉપર જઈને તે માણસોને જુએ અને ટોચનો માણસ તળેટીએ આવીને તે માણસને જુએ તો બંનેને તરત જ એમ લાગે કે બીજો માણસ પણ તેની દૃષ્ટિએ સાચો જ હતો. આ રીતે વીતરાગસર્વજ્ઞ ન્યાયાધીશ, બધાયને સમજાવીને પોતાના માર્ગ ઉપર લાવી દઈને સહુની સાથે મૈત્રી સાધે છે અને સહુને પરસ્પર મિત્રો બનાવે છે.”
Page #43
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૪૩
“પ્રભો! ત્યારે આપ તો અજાતશત્રુ સમા! સર્વના મિત્ર! સર્વને પોતાનો જ અંશ માનનારા! એટલે કે એ બધાય દર્શનો આપના દર્શનરૂપ શરીરનાં જુદાં જુદાં અંગો જ બન્યાં! અહા કેટલી ઉદાર દૃષ્ટિ! કેવી સર્વતોમુખી સમજણ! કેવો સર્વદર્શન સમભાવ! તો, પ્રભો! આપના વીતરાગ સર્વજ્ઞ અને બીજા બધાના સર્વજ્ઞો તો તે જ કહેવાય કે જેમણે રાગદ્વેષથી મુક્ત થઈને અનંત જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ કરી હોય, આટલું તો બરાબર છે ને? કેમકે પ્રભો! રાગી કે દ્વેષી ભગવાન શેના? અને તેનામાં અનંત આત્મપ્રકાશ પ્રગટે ય શાનો, કેમ વારું?” મુનિરાજ બોલ્યા, “હા જરૂર. શુદ્ધાત્મસ્વરૂપ સર્વજ્ઞને સહુ માને છે એમ કહેવાય. પછી ભલે તે સર્વજ્ઞને કોઈ બુદ્ધ કહે, કોઈ જિન કે કોઈ શિવ કહે, આપણને નામ સાથે કશો વાંધો નથી.”
દા' તો આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા! કેટલી વિશાળ દૃષ્ટિ! કેવું અભુત નિરૂપણ ! અહીં બીજાઓને તોડી પાડવાની, ખાંડવાની તો જાણે વાત જ નથી ! પ્રભો! પ્રભો! શું આ બધી વાત આપના ધર્મગ્રંથોમાં કહેલી છે?”
ગુરુદેવે સ્મિત કરતાં કહ્યું, ધર્મગ્રંથોમાં ન કહેલી વાતોનો એક હરફ પણ ઉચ્ચારવા અમે સર્વથા લાચાર છીએ. “આપણા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મોહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય ગમે તે હોય હું તેમને નમસ્કાર કરું છું! પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, “મને મહાવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ દ્વેષ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે.'
દા' બોલી ઊઠ્યા, “વાહ વાહ કેવી પરમ-ઉદાર દૃષ્ટિ! હવે પ્રભો! એક જ વાત આપને પૂછી લઉં કે આપ બીજાં દર્શનોની જેમ ઈશ્વરને જગતનો કર્તા માનો છો કે નહીં? મેં તો સાંભળ્યું છે કે આપ ઈશ્વરને જગતકર્તા માનતા નથી, જો તેમ જ હોય તો પ્રશ્ન થાય કે પૂર્વે આપે કહ્યું કે દરેકની વાતને કદાગ્રહ વિનાની કરો તો તે આપની જ વાત બને છે તે હવે શી રીતે સમજવું? કોઈ પણ દૃષ્ટિએ ઈશ્વરને જગતકર્તા કહેનાર ધર્મને આપે સાચો તો કહેવો જ રહ્યો ને? તેની દૃષ્ટિએ તો દરેક સાચો છે ને?
ગુરુદેવે પ્રત્યુત્તર આપ્યો, “દા'! તમારો પ્રશ્ન તદ્દન યથાર્થ છે. ઈશ્વરકર્તુત્વનો મત પણ અમુક દૃષ્ટિએ ઘટાવીને અમે પણ જરૂર માનીશું. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે પરમાત્મા ઈશ્વરે બતાવેલા માર્ગનું સેવન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે માટે મુકિતના દાતા ઈશ્વર છે એમ વ્યવહારથી કહી શકાય, અને
Page #44
--------------------------------------------------------------------------
________________
४४
વિરાગની મસ્તી
ઈશ્વરે બતાવેલ માર્ગનું સેવન નહિ કરવાથી સંસાર ઊભો થાય છે માટે તે ઈશ્વરનો ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ પણ વ્યવહારથી કહી શકાય. અમારા ધર્મગ્રંથોમાં પણ કહ્યું છે કે જેઓને ઈશ્વરના જગત્ કર્તૃત્વમાં વિશેષ આદર હોય તેઓને નયપ્રમાણના જાણકારે તે રીતની ઈશ્વરકર્તુત્વની દેશના આપવી.”
પ્રભો! આપના ધર્મગ્રંથોની આ વિરાટ ઉદાર દૃષ્ટિની તો હું શી પ્રશંસા કરું? પણ હવે એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આપે કહ્યું કે વ્યવહારથી ઈશ્વરને જગત્કર્તા માનવો, એટલે શું આપ એમ કહો છો કે ઈશ્વરમાં વસ્તુતઃ જગતકતૃત્વ નથી પણ છતાં તેમાં અમુક દૃષ્ટિએ આરોપ કરી શકાય?”
ગુરુદેવે કહ્યું, “હા ભાગ્યવંત! અમારું કહેવું તેમ જ છે છતાં તમે ઈશ્વરમાં જગતકર્તુત્વને કહેતાં વાક્યોને તેવા આરોપ વિના, વસ્તુસ્થિતિ જ તેવી છે એ રીતે ઘટના કરવાનું ઈચ્છતા હો તો તેમ પણ કહી શકાય. અમારા ધર્મગ્રંથોમાં કહ્યું છે કે આપણો આત્મા જ પરમેશ્વરયુક્ત છે માટે ઈશ્વર છે. અને આ જીવાત્મારૂપ ઈશ્વર સર્વ પ્રકારની ક્રિયાઓ કરે છે માટે તે સાચે જ જગત્કર્તા છે.”
પ્રભો! એ પણ બહુ સુંદર કહ્યું, પણ જે ઈશ્વર બ્રહ્મસ્વરૂપ છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે તે જ ઈશ્વર જગત્કર્તા છે, એવું ભગવાન મનુ વગેરેએ જે કહ્યું છે તે તો આપે ન જ સ્વીકાર્યું ને? એ જ રીતે કપિલમુનિનો પ્રકૃતિવાદ, ભગવાન બુદ્ધનો ક્ષણિકવાદ, વેદાન્તીઓનો અદ્વૈતવાદ વગેરે ઉપર તેઓનાં શાસ્ત્રોમાં જે રીતે જે વસ્તુ કહી છે તે રીતે તો આપ ન જ માનો ને? તો પછી મને પ્રશ્ન થાય છે કે તેવું પ્રતિપાદન કરનારા તે કપિલ બુદ્ધ વગેરે મહર્ષિઓએ અસત્યનું પ્રતિપાદન કર્યું?”
ગુરુદેવે કહ્યું, “ના તેમ તો ન કહેવાય. તે તે મહર્ષિઓએ તે તે વાત સંસારી જીવોના આધ્યાત્મિક વિકાસને નજરમાં રાખીને કરી હતી એવું અમારું મંતવ્ય છે. અમારા ધર્મગ્રંથમાં કહ્યું છે કે, જ્યાં જ્યાં ઈશ્વરને જગત્ કર્તા કહેવામાં આવ્યો હોય ત્યાં ત્યાં પોતાના જ આત્માને ઈશ્વર તરીકે લઈને અર્થ કરવો પણ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરને સમજીને નહિ. પરમાર્થ દૃષ્ટિએ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરને જગકર્તા કોઈ પણ શાસ્ત્રકાર મનાવી શકે નહિ, કારણ કે શાસ્ત્રકાર ઋષિ મહાત્માઓ ઘણા ભાગે પરમાર્થ દૃષ્ટિવાળા અને લોકોપકારની વૃત્તિવાળા હોય છે, માટે તેઓ અયુક્ત પ્રમાણાબાધિત ઉપદેશ કેમ કરી શકે? તેમના કથનનું રહસ્ય સમજવા કોશિશ કરવી જોઈએ કે કયા આશયથી તેઓ તે વાત કહે છે.
પ્રકૃતિવાદને કહેતાં કપિલમુનિને પણ તેમના રહસ્યની વિચારણા કરવાપૂર્વક અમારા શાસ્ત્રકારોએ સાચા જ કહ્યા છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૪૫
ગૌતમ બુદ્ધે કહેલા ક્ષણિકવાદ માટે પણ કહ્યું છે કે મધ્યસ્થ પુરુષોના અભિપ્રાય પ્રમાણે આ ક્ષણિકવાદ પરમાર્થ દૃષ્ટિએ કહેવામાં આવ્યો નથી, કિન્તુ મોહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. - વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યોને આશ્રયીને અથવા વિષયસંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યો છે.
શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યોને લઈને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુદ્ધે કહ્યો જણાય છે.
વેદાન્તમાં પણ કહ્યું છે કે, “અદ્વૈતવાદ પણ બધું એક છે એમ જણાવીને જીવોને સમભાવ પ્રાપ્ત કરાવવા માટે છે.”
દા” બોલ્યા, “પ્રભો આપના દર્શનથી કેવી તટસ્થ દૃષ્ટિ! અન્ય દર્શન જેવું કદાગ્રહનું જોર આપને ત્યાં મને કયાંય જોવા જ નથી મળતું એમ કહું તો ચાલે! બધાયની વાતોના રહસ્યોને નજરમાં લાવીને આપ અપનાવી લો છો. એટલું જ નહિ પરંતુ આપનાં વચનોમાં ય કેટલી સોમ્યતા છે! દૃષ્ટિમાં કેટલું ઔદાર્ય ઉભરાયું છે! ધન્ય હો પ્રભો! આપના ઉદાર-ચરિત વીતરાગ-સર્વજ્ઞ દર્શનને, વીતરાગ સર્વજ્ઞોને ! એ સર્વજ્ઞોના વિશાળહૃદયી સંતોને!”
સમય ઘણો થઈ ગયો હતો. દા' ઊભા થયા. ગુરુવર્ય “ધર્મલાભ'ની આશિષ આપી. દા' ઘેર ગયા. ઘેર જઈને જમ્યા. જમીને વામકુક્ષી કરી. આખો ય દિવસ સવારની ધર્મચર્ચાની વાતો દા'ના મનમાંથી ખસતી ન હતી. વારંવાર બોલી ઊઠે છે, અહા! કેવી પરમોદાર દૃષ્ટિ! કેવો સર્વદર્શન સમભાવ! કેવી અજાતશત્રુતા! કેવી વિશ્વમૈત્રી? કેવા હશે જગસ્વરૂપને યથાર્થ જોનારા એ વીતરાગ-સર્વજ્ઞો! કેવી હશે એમની સાધના? કેવો હશે એમનો આત્મા! આજ સુધી આ દર્શન તરફ મારી નજર જ ન ગઈ! ખેર, હવે આજથી જિનદર્શનનું સાહિત્ય વાંચું, વિચારું અને તેની વાતોને જીવનમાં ઉતારવા કોશિશ કરું.
સાંજ પડી. ફરી ગુરુદેવ પાસે દા’ ગયા. જિનદર્શનનું સ્વરૂપ જાણવા માટેના સાહિત્યની નોંધ કરી લીધી દા'એ ખૂબ ખૂબ ઉપકાર માન્યો ગુરુદેવનો!
Page #46
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
મિત્રોની લાગવગથી બાજાના શહેરની પબ્લિક લાઈબ્રેરીમાંથી દા'એ જિન દર્શનને લગતાં પુસ્તકો મંગાવ્યાં અને વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ કરવાનું આરંભી દીધું. બે ત્રણ માસમાં તો દા'એ ઘણું બધું સાહિત્ય જોઈ લીધું. જિનદર્શનની વિશેષતાઓ રૂપ સ્યાદ્વાદ, કર્મવાદ પરિણામી-આત્મવાદ, નયપ્રમાણવાદ અને દ્રવ્યાનુયોગાદિને તેમણે બહુ સારી રીતે સમજી લીધા. જેમ જેમ એ પદાર્થો ઉપર એમનું ચિંતન વધતું ગયું તેમ તેમ તત્ત્વજ્ઞાનના સાગરમાં ઊંડેને ઊંડે ઊતરતા ગયા. હવે તેમને લાગ્યું કે આજ સુધી તેમણે જ્ઞાનની લંબાઈ પહોળાઈ જ માપ્યા કરી હતી, તેની ઊંડાઈ તો આજે જ જોવા મળી. હવે તેમના અંતરમાં પ્રકાશ થતો હોય તેવું ભાન થવાં લાગ્યું. પેલી બધી ગૂંચો તો ક્યારની ઊકલી ગઈ હતી. હવે તો શેષજીવનની ધર્મમય જીવનચર્યા તરફ તેઓએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જિન ઉપર વિશ્વાસ બેસી જતાં જિનવાણી ઉપર અતૂટ વિશ્વાસ જામી ગયો હતો. એથી એ જિનાજ્ઞારૂપ જિનવાણીની વિરુદ્ધ જવાનું આચરણ કરવા તેઓ પ્રતિદિન વધુ ને વધુ કાયર બનતા હતા અને જિનાજ્ઞા અનુકૂલ કરી છૂટવા તેઓ સદા તલસતા હતા. આમ તેમના જીવનમાં બે મોટા લાભ થયા. તેમની બાહ્ય પ્રવૃત્તિમાં વિશુદ્ધ ધર્મનો પ્રવેશ થયો અને તેમના આંતર-મનમાં સર્વસમભાવ વૃત્તિ ઉત્તેજિત બની, દિનપ્રતિદિન સતેજ બનતી ગઈ. આનો પ્રભાવ તેમની નિત્યની ધર્મસભામાં પણ સારો પડ્યો.
જિનશાસ્ત્રોની તદ્દન અજ્ઞાત-અણખેડાયેલી એમની મનોભૂમિનું હવે બહુ સારી રીતે ખેડાણ થવા લાગ્યું. હવે જે કાંઈ સારું તત્ત્વ જ્યાં પણ જોવા મળે તે પોતાનું જ છે, ઊડીને ત્યાં ગયેલું છે એમ જ સમજતા. જ્યાં ક્યાંય જીવના વિકાસને વરતો ગુણ જોવા મળે તો તરત જ એ અંશમાં ગુણિયલ પુરુષોની મોકળા મનથી અનુમોદના કરતા.
તેમની ધર્મસભામાં સર્વધર્મના, સર્વજાતના, સર્વવર્ણના ભાવુકો આવતા. એટલે ક્યારેક પરોપકાર શીખવતા અને તેની ઉપર પાછલા જીવનમાં દુખિયારા બનેલા માઘકવિની પેલી ઘટના કહેતા કે એ વખતે ઘરમાં કશું ય ન જણાતાં સૂતેલી પત્નિના હાથે દેખાયેલું સોનાનું કડું કેવું ધીમેથી કાઢીને પેલાને આપી દીધેલું!
Page #47
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૪૭
અને જાગ્યા પછી બીજા હાથનું બીજું કડું રાખી મૂકવા બદલ એની પત્નીએ કેવો ઠપકો આપ્યો હતો !
ક્યારેક ક્ષમાનો મહિમા ગાતા અને સોક્રેટીસની ક્ષમાને યાદ કરતા. કેવી કજિયાળી હતી એની સ્ત્રી! આખો દહાડો લઢવાડ કરે પણ સોક્રેટીસ હરફ પણ ન બોલે! એક દી' તો તેણે કેટલાક પ્રતિષ્ઠિત મિત્રો સાથે વાર્તાલાપ કરતાં સોક્રેટીસ ઉપર મેલાં પાણીની ડોલ રેડી દીધી! બધાય મિત્રો સમસમી ગયા! સખ્તમાં સખ્ત શિક્ષા કરવા કહ્યું, પણ પ્રશાન્ત સોક્રેટીસે એટલું જ કહ્યું, “ઘણા વખતથી વાદળાં જામ્યાં હતાં. ખૂબ ઉકળાટ થતો હતો વીખરાય નહિ ને વરસેય નહિ. ઠીક થયું કે આજે વરસી ગયાં! હવે નિરાન્ત થઈ!''
આવા વખતે દા’ને તુકારામ પણ યાદ આવી જતા. ખાવાને અનાજનો કણ ન મળે. એમની સ્ત્રી સસરાને ત્યાં જઈ શેરડી લઈ આવવાની ફરજ પાડે છે. તુકો જાય છે. સાત-આઠ શેરડીના સાંઠા લઈને પાછો ફરે છે. રસ્તામાં દુખિયારા જીવો શે૨ડીના સાંઠાની કરુણ યાચના કરે છે. પોતાનું પેટ બતાવે છે, ‘તુકા! જાઓ આ પેટ કેટલું ઊંડે ગયું છે! ત્રણ ત્રણ દી'ના ભૂખ્યા છીએ!' તુકાથી રહેવાતું નથી, એક કટકો આપી દે છે. બીજો દુખિયારો મળે છે. બીજો કટકો આપી દે છે. ઘેર પહોંચતા પાસે એક જ કટકો ! પત્ની એની દયાળુ વૃત્તિ ઉપરથી બધી કલ્પના કરી લે છે. ખૂબ ક્રોધ ચઢે છે. સાંઠો હાથમાં લઈને તુકાની પીઠ ઉપર ઝીંકે છે. એટલા જોરથી ઝીંક્યો કે બે ટુકડા થઈ ગયા! તુકો હસી પડે છે. ‘તારી કેટલી દયા! બે કટકા કરવા જેટલી ય મને તકલીફ ન આપી! લે એક તારો ! એક મારો !'
પણ જ્યારે દા’ને ક્ષમા ઉપર પરમાત્મા મહાવીરદેવની યાદ આવતી કે એ ગળગળા થઈ જતા! મહાવીરદેવની કરુણા તો એમની જ કરુણા અનંત શક્તિસંપન્ન એ પરમાત્મા જંગલમાં ધ્યાન ધરે છે. દુષ્ટ સંગમ આવે છે. ભયંકર ભોરીંગો છોડે છે, પરમાત્માના દેહને ડંખીડંખીને થાકી જાય છે તો ય પરમાત્મા અચળ છે! વિકરાળ વાઘ છોડ્યા, તો ય અચળ! યમના ભાઈ સમા કૂતરા છોડ્યા તો ય અચળ! ઊંચકી ઊંચકીને પછાડ્યા તો ય કશું ન બોલ્યા! ‘ઉંહકારો' પણ ન કર્યો! વિતાડવામાં સંગમે જરા ય પાછીપાની ન કરી. છેવટે છેલ્લામાં છેલ્લુ ભયંકરમાં ભયંકર કાળચક્ર યાદ કર્યું! જેને જોવા માત્રથી ચીસ પડી જાય એટલું ભયંકર! ચારે દિશામાં આગ વરસાવતું એ ચાલ્યું જાય! નિર્દય સંગમે આ વિશ્વોદ્ધારકને પણ ન જોયા! એને તો એની પ્રતિજ્ઞાપૂર્ણ ક૨વી હતી. ગમે તે રીતે આ માનવ-મગતરાને(!) ચલિત કરી નાંખું.’ આગ વરસાવતું કાળચક્ર ધસ્યું દેવાધિદેવની અડોલ કાયા તરફ! જો પ્રભુ
Page #48
--------------------------------------------------------------------------
________________
४८
વિરાગની મસ્તી
ધારત તો માત્ર નજર ફેંકીને એ કાળચક્રના ચુરા કરી નાંખત. પણ જાણે પ્રભુએ વિચારી લીધું હતું કે એ આગ બન્યું તો હું પાણી જ છું ને? જગતને આજે સમજાવી દઉં કે બળવાન આગ પણ પાણી પાસે તો “બિચારી છે. રૂની ગંજીને ભલે એ બાળી શકે, મોટા વનોને ભલે એ જલાવી શકે. શહેરોના શહેરોને એકસાથે ભલે ભડથું કરી શકે પણ જ્યાં સુધી પાણી નથી ત્યાં સુધી જ... પાણી સામે આગનું કોઈ મૂલ્ય નથી, કશું ય બળ નથી.... સંગમનું કાળચક્ર ક્રોધનું પ્રતીક છે તો હું ક્ષમાનું પ્રતીક છું. ક્રોધ આગ છે; ક્ષમા પાણી છે લાવ, કરી લઉં મુકાબલો અને વિશ્વને આપી દઉં મૂક તત્ત્વજ્ઞાન પાણીના અભુત બળનું. પ્રભુના આ વિચારે જ જાણે સંગમના કાળચક્રને વધાવી લીધું. ધમધમાટ કરતું કાળચક્ર ધસી આવ્યું અને ભયંકર કડાકા સાથે ક્ષમામૂર્તિની કાયા સાથે ટકરાયું! એના આઘાતે પ્રભુને અડધા જમીનમાં ઉતારી નાંખ્યાં!!” આટલું બોલતાં બોલતાં તો દા'ની આંખો અશ્રુભીની થઈ જતી. ધર્મસભાનો પ્રત્યેક શ્રોતા ગદ્ગદ્ થઈ જતો. સહુના અંતર બોલી ઊઠતા, “ધન્ય એ મહાવીરદેવને! ક્ષમાની પણ કેટલી પરાકાષ્ટા!” જરા સ્વસ્થ થઈને દા' કહેતા, “એ દુષ્ટ દેવાધમ સંગમે આટલું બધું વિતાડ્યું પણ પ્રભુ અચળ તે અચળ જ રહ્યા. અંતે સંગમ થાકીને પાછો જાય છે ત્યારે ઘોર વેદના ભોગવતી વખતે પણ જેનાં નેત્રોમાં આંસુ આવ્યાં નથી એ મહાવીરદેવની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. પરમાત્માએ વિચાર્યું, “મારા નિમિત્તે આ જીવે કેટલાં પાપ બાંધ્યાં! બિચારો ચોર્યાશીના ચક્કરમાં
ક્યાં ક્યાં ધૂમશે? કેટલું દુઃખ વેડશે? અરરરર.. એનું શું થશે? મારા તો કઈ કર્મોના ભુક્કા ઊડી ગયા રે! આ રીતે મારી ઉપર ઉપકાર કરનાર ઉપર મારા નિમિત્તે શું અપકાર થઈ ગયો!''
ભગવાનની મંગલ કરુણાથી ગદ્ગદ્ થઈ ગયેલ દા” આથી વધુ ભાગ્યે જ બોલી શકતા. પછી તો એ ક્યાંય સુધી આંસુ વડે પરમાત્માની ક્ષમાની મૌક્તિક પૂજા કરે જતા.
ક્યારેક શાલિભદ્રની અઢળક સમૃદ્ધિનું વર્ણન કરતા. દા” કહેતા કે અખંડ ભારતના નિઝામની તમામ સંપત્તિ પણ શાલિભદ્રની સમૃદ્ધિ પાસે સાવ વામણી લાગે. આવી સમૃદ્ધિને ય શાલિભદ્ર લાત મારી. પછી દા” એની પુરુષાર્થ ગીતા સંભળાવતા ત્યારે તો આખી સભા સ્તબ્ધ થઈ જતી. “આવો વૈભવી આટલી હદ સુધી વિરાગી બની ગયો.”
જેના પગનાં તળિયાં એટલે માખણની ગાદી જ જોઈ લ્યો! ખુલ્લા પગે ગામેગામ ચાલીને સંત શાલિભદ્ર એ તળિયાની ચામડીઓમાં ચીરાડો પાડી નાંખો!
Page #49
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૪૯
માંસથી લથબથતી કાયાને ઘોર તપની સાધનાથી શોષી નાંખી. સહેલાઈથી ગણી શકાય તેવી રીતે હાડકાં બહાર કાઢી નાંખ્યા! પુનઃ પુનઃ વંદન હો એ શાલિભદ્રને!' એમ કહીને દા” નમી જતા.. સહુના મસ્તક ઝૂકી જતાં.
જ્યારે દા' કોઈ પણ વાત કરે ત્યારે એનું આબેહૂબ ચિત્ર એવું ખડું કરી દે કે સાંભળનારને એમ જ લાગે કે એ આખુંય દશ્ય આંખ સામે બરોબર દેખાઈ રહ્યું છે! અવસરે દાગંભીર બની જતા અને તક મળે ત્યારે રમૂજની હવા પણ ફેલાવી દેતા; ટૂંકમાં તેઓ ધર્મસભાને બહુ જ સારી રીતે કાબુમાં રાખી શકતા અને પોતે ધારી હોય તેવી લાગણીઓ દરેક શ્રોતાના અંતરમાં ઊંડે ઊંડે ઉત્પન્ન કરી દેતા.
આ રીતે દાએ અનેક આત્માઓના હૃદયપરિવર્તન અને જીવનપરિવર્તન કર્યા. એ સિદ્ધિ દા'ને મન કોઈ નાનીસૂની ન હતી. એનો આનંદ પણ એમના ઉરમાં સમાતો ન હતો.
Page #50
--------------------------------------------------------------------------
________________
૫o
વિરાગની મસ્તી
| [૭] દિવસો ઉપર દિવસો પસાર થાય છે. મહિના ઉપર મહિના બેસતા જાય છે. કાળ પોતાનું કાર્ય અનવરત ગતિએ કર્યે જાય છે. કાળનું મુખ્ય કાર્ય છે, નવાને જૂનું કરવાનું. સર્જનની પ્રથમ પળથી જ વસ્તુને વિસર્જનની તરફ દોરી જવાનું. જે સર્જાયું તેનું વિસર્જન તરત જ ચાલુ થવાનું. જે જન્મ્યો તે બીજી જ પળથી મોતના મુખ ભણી ચાલવાનો. જેનો જન્મ થયો તેનું મોત અફર. જન્મ એ જ ગુનો. મોત એ ગુનાની સજા! કાળ કહે છે, “મોતથી કાં ડરો! ડરવું હોય તો મોતનો કોરડો વીંઝવાનું અફર બનાવી દેનાર જન્મથી જ ડરો ! જન્મને મહોત્સવ માનશો તો તમારે મન મોત અમંગળ પળ બની જશે. અને જન્મને જ ત્રાસરૂપ માનશો તો આગામી મોત મંગળમય બની રહેશે. જન્મમરણની વચ્ચે ઝોલા ખાતું જીવન પણ દુઃખોના દવ વચ્ચે રહીને ય આ માન્યતાના દિવ્યથી, અપૂર્વ ઠંડકનો અનુભવ કરશે.”
વૃક્ષ ઉપરના લીલાં પત્તાંને પીળાં કરી કાળ માનવોને એ જ વાતની યાદ આપે છે.
કાચાં ફળને પાકાં કરીને ય એ જ વાતનો અણસારો કરે છે.
સાત માળની હવેલીને ખંડેર બનાવીને માનવોને એ જ વાતનું સ્મરણ કરાવે છે.
માથાના કાળા ભમ્મર વાળને ધોળા કરીને પણ ભાનભૂલ્યા માનવને ચૂંટી ખણીને જાગૃત કરવા કોશિશ કરે છે.
પણ સર્જનમાં જ મહાલતો, વિસર્જનના અફર કોરડાના ભાવિ મારને અવગણતો આ માનવ ભાન ભૂલી જાય છે. એક ઈંટ ઉપર બીજી ઈંટ ગોઠવતો જ રહે છે. ભ્રમની એ ગાઢ નિદ્રામાં પોઢેલા એને ઢંઢોળીને કો'ક જગવે છે તો જરા જાગે છે, પણ તે પળ-બે પળ; વળી પાછો પડખું ફરીને ઘસઘસાટ ઊંઘી જાય છે!
અબજો પાંદડાં પાકટ થઈને પડી ગયાં. અબજો ફળ ખરી ગયાં. અબજો પુષ્પો કરમાઈ ગયાં. અબજો ધોળા વાળ આવી ગયા. પણ... માનવો એનાં રહસ્યો ન પામી શકયા! કો'ક પાંચ-પચાસ માનવો સફાળા જાગ્યા અને વિસર્જનની એ
Page #51
--------------------------------------------------------------------------
________________
וד
વિરાગની મસ્તી
૫૧
એકધારી પ્રક્રિયાને આંખે આંખ જોઈ લઈને સર્જનની મોહિનીથી ચેત્યા. અને સર્જન વિસર્જનની પ્રક્રિયાની કાળમીઢ દીવાલોની ભીંસમાંથી મુક્ત થવાની ઉપાસના તરફ વળી ગયા.
વિમળશેઠ ઉ૫૨ પણ વિસર્જનની એકધારી પ્રક્રિયા ચાલુ હતી. પણ એક વખત એવું અઘટિત બની ગયું કે જેના પરિણામે વિસર્જનની એ પ્રક્રિયા એકદમ વેગવંતી બની ગઈ. દૂર રહીને ડોકિયા કરતું બિહામણું મોત સાવ જ નજદીક આવીને ઊભું રહી ગયું !
વાત એમ બની હતી કે એ ગામમાં ચંપા નામની એક સુશીલ સ્ત્રી રહેતી હતી. બે માસ પહેલાં જ એ વિધવા બની હતી. ત્રણ બાળકોની જવાબદારી ચંપા ઉપર નાખીને પતિ પરલોક ચાલી ગયો હતો. આમ તો એના ધણી પાસે ઠીક ઠીક ધન હતું પણ છેલ્લે છેલ્લે એના બધા દાવ અવળા પડતા ગયા અને બધું ય ધન. આડુંઅવળું ઘલાઈ ગયું. એ મરી ગયો ત્યારે પાંચ સાત રૂપિયા અને અમૂલ્ય ત્રણ રત્નો (બાળકો) ચંપાને સોંપતો ગયો.
બિચારી ચંપા! પરિસ્થિતિ એકાએક આવો પલટો ખાશે એની એને સ્વપ્નેય કલ્પના ન હતી. ગઈ કાલ સુધી એના પતિએ એને કશું ય જણાવા દીધું ન હતું. એના ઘરમાં ગઈ કાલે સ્વર્ગ હતું પણ હવે એને લાગ્યું કે એ ઘર આજે દોજખના દુઃખથી ઉભરાઈ ગયું છે. અને ખરેખર એમ જ બન્યું. ચંપાની કળી સમી આ ચંપાએ કાળી મજૂરી શરૂ કરી. સાંજ પડે ચાર આઠ આના મળી જાય તો છોકરાને શાન્તિથી સુવડાવી દેતી. નહિ તો રોતાં કકળતાં રોટલો માગતાં છતાં, રોટલાની કટકી ય મેળવ્યા વિના માનો થોડો માર ખાઈને આપમેળે કુદરતના ખોળે સૂઈ જતાં.
આ સ્થિતિમાં ચંપાને તો ઊંઘ આવે જ શાની? આઠ દહાડામાં ચાર દી' દેકારો બોલાઈ જતો. આમ ને આમ ત્રણ માસ વીતી ગયા. ખાનદાન ચંપાએ કોઈને હાથ ન ધર્યો. એની ગરીબી કોઈનેય જણાવા ન દીધી. એ માનતી હતી કે ગરીબાઈના ભડકામાં બળવું પડે તો જાતે જ બળીને ખાખ થઈ જવું. એ ભડકા બીજાને બતાવીને શો ફાયદો ? નકામાં એમનાં અંતર પણ જલી ઉઠે! જનમ જનમાં ઘણાં પાપે જ આ ઘર ભડકે વીંટળાઈ વળ્યું હશે ને? હવે કોઈનાં કૂણાં હૈયાંને એ આગઝાળ મારે અડાડવી નથી.
પણ આમ તો ક્યાં સુધી ચાલે ! ચંપા ગમે તેમ તો ય અબળા હતી. ગઈ કાલની કોમળ કળી હતી. બળબળતા બપોરીઆની લૂ એ ક્યાં સુધી ખમે!
Page #52
--------------------------------------------------------------------------
________________
וד
૫૨
વિરાગની મસ્તી
છોકરાં માંદાં પડ્યાં. ચંપા પણ ઘણી જ અશક્ત થઈ ગઈ. કામ કરવા જવા પગ ઉપાડવા જેટલી પણ શક્તિ ન રહી. હજુ પણ કોઈને હાથ ધરવા એ લાચાર હતી. જો વિમળશેઠ પાસે જઈને દુઃખનો અણસારો પણ કરી દેત તો ચંપાના દુઃખ ક્યાંય નાસી જાત! પણ આ બધા ય દુઃખ કરતા શેઠની પાસે હાથ ધરવાનું દુઃખ એને મન અસહ્ય હતું.
અંતે અબળાએ હિંમત ખોઈ. ત્રણ ત્રણ દિવસના કડાકા બોલ્યા. બાળકો બેભાન જેવાં થઈને પડ્યાં છે. ચંપા એક બાજુ સૂનમૂન બેઠી છે. શું કરવું? કશું સમજાતું નથી. કારમી ગરીબીનું જીવન મૃત્યુથી ય ભયંકર બન્યું છે પણ...
એણે વિચાર્યું કે આ જીવનની કડવાશ કરતાં કદાચ મૃત્યુ ઓછું જ કડવું હશે. આટલી બધી કડવાશ ચાખ્યા પછી ઓછી કડવાશવાળું મોત કંઈક મીઠું પણ લાગે! ત્યારે એ મીઠાશ તો મારા હાથમાં જ છે. એ માટે તો બે પૈસાની ય જરૂર નથી. પણ બાળકોનું કોણ? ઝટ અંતરમાંથી અવાજ આવ્યો, ‘એમનું ભાગ્ય!' મા જેવી મા બાળકોની બની નથી શકી તો હવે એમના ભાગ્ય સિવાય એમનું કોણ બનશે ? કદાચ મારાં જ પાપ એમના ભાગ્યની આડે આવતાં હોય એવું ય કેમ ન બને ! તો હવે બીજો વિચાર કરવાની ભાગ્યે જ જરૂર રહે છે. આજે જ રાતે એ પાપના પૂંજ સમી હું અહીંથી ખસી જાઉં. બાળકોને એમના ભાગ્ય સાથે રમી લેવા મૂકી જાઉં.
પળ બે પળમાં ચંપાએ સંકલ્પ કરી લીધો કે આજે રાતે ગામબહાર આવેલો ખાલી કૂવો પૂરવો. સાંજ પડી. ભૂખ્યાં સૂતેલાં ત્રણે ય બાળકોને જગાડ્યાં. ‘મા’ ‘મા’ ખાવાનું દે! ખૂબ ભૂખ લાગી છે. પેટ બળે છે, નથી રહેવાતું... કાંઈક દે! માએ પાણી પાયું, બળતા પેટને ઠારવા માટે એની પાસે પાણી સિવાય કશું ય ન હતું! બેટા રડો નહિ. પૂર્વજન્મનાં પાપ પોકારતાં હોય ત્યારે આપણે રોવું નહિ.'' પણ આ વાતને ધૂળિયાં બાળકો શું સમજે?
“બા, બા તું ય કેવી છે? બાપા તો અમને રોજ રોજ કેવું કેવું ખવડાવતા હતા? બા, બાપા ક્યાં ગયા છે? હજુ ય કેમ આવતા નથી? ક્યારે આવશે? તું ત્યાં જઈને એમને બોલાવી ન લાવે?’’
બાળકોની વાતો સાંભળતાં ચંપાનું હૈયું ભરાઈ ગયું. કાબુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો પણ આજે તો હદ થઈ ગઈ હતી! એની આંખમાંથી દડદડ આંસુ જવા લાગ્યાં! બાળકો માને રોતી જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં !
Page #53
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૫૩
“મા’’ તું કેમ રડે છે! તારે બાપાને બોલાવવા ન જવું હોય તો ન જતી. એ તો એમની મેળે જ આવશે. પણ હવે રોઈશ નહિ.'' બાળકો માનાં આંસુ લૂછે છે, પણ આંસુની એ ધારે હવે વહી જવાનો જ સંકલ્પ કર્યો હતો.
ડૂસકાં ખાતાં ખાતાં ચંપાએ કહ્યું, “બેટા આજે જરૂર જઈશ હોં, તમારા બાપા ગયા છે ત્યાં. તમે શાંતિથી એકલા રહેશો ને?’’
“ના, ના, અમારે બાપાનું કાંઈ કામ નથી. અમે તને એ વાત કરી એટલે જ તું રોવા લાગી. મા, ઓ મા! બાપા તો આવશે ને આવશે જ પણ તું હવે રો' નહિ.''
અંધારું થવા આવ્યું હતું. માએ બાળકોની સામે જોયા જ કર્યું. ખૂબ ધરાઈ ધરાઈને જોયું. અંતર જોરથી બોલવા લાગ્યું; ‘ઓ પાપીણી! આ માસૂમ બાળકોને રઝળતાં મૂકીને મરવા તૈયાર થઈ છો! જા. જા. વિમળશેઠ પાસે, તારો ખોળો ભરાઈ જાય એટલા પૈસા આપશે.' પણ એ અવાજને અનુસ૨વા ચંપા લાચાર બની હતી. બાળકોને એક પછી એક છાતીસરસાં ચાંપ્યાં. ખૂબ ચૂમીઓ ભરી. અને પછી એમની સામે જોતી જોતી બારણા સુધી ગઈ. પગ ઊપડતા નથી. વાત્સલ્યની દોરડી એના પગે વીંટાતી જાય છે. એક આંટો, બીજો આંટો, ત્રીજો આંટો. ચંપાએ વિચાર કર્યો, આમ હૃદય પીગળી ગયે કામ નહીં ચાલે. કઠોર બન્યે જ છૂટકો છે. માને જતી જોઈને બાળકો છાતીફાટ રોઈ રહ્યાં છે. જ્યાં ઊઠીને મા પાસે આવવા પગ ઉપાડે છે ત્યાં જ હૃદયમાં ઊભી થયેલી કઠોરતાએ વાત્સલ્યના એ ત્રણેય આંટા એક જ ઝાટકે કાપી નાંખ્યા. ચંપા આગળ વધી. બારણે આવીને બૂમો પાડતાં, રોતાં-કકળતાં છોકરાં કુદરતના ખોળે સોંપાઈ ગયાં!
લાંબી હરણફાળ ભરતી એક મોટી આંધી દૂરદૂરના ગગનમાંથી ધસી આવી. ભયંકર વાવંટોળ ચારે બાજુથી દે દે કરતો તૂટી પડ્યો !
સૂ સૂ સૂ કરતો પવન પૂરપાટ વેગે ત્રાટક્યો... જે અડફેટમાં આવ્યાં ઝાડ પાનઉખેડીને ફેંકી દીધાં !
પળ બે પળમાં તો સમગ્ર વાયુમંડળમાં ઘમસાણ મચી ગયું!
પૃથ્વીમંડળ ધ્રુજી ઊઠ્યું... ધરતીના એ સળવળાટે પાંચ પચાસ હવેલીઓને ધ્રુજાવી મૂકી.. ધ્રૂજી ઊઠ્યાં મૂંગાં પશુઓ! રડી ઊઠ્યાં બાળકો! સ્તબ્ધ થઈ ગયા માનવો! એક બાજુ સુસવાટાના ઝપાટા દેતો પવન! બીજી બાજુ આભને અડતી ધૂળની ડમરીઓ ! ત્રીજી બાજા નાસભાગ કરતાં નિર્દોષ પશુઓની ચીચીયારીઓ !
પવન પાછી ફેંકતો હતો ચંપાને... ‘જા... જા... પાછી જા... તારા બાળકો
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૪
વિરાગની મસ્તી
ખાતર પાછી જા.. જીવતો નર ભદ્રા પામે.”
ધૂળના ગોટા એની આંખોમાં ભરાઈ જતા... એને આગળ વધવાનો માર્ગ અંધારિયો કરી દેતા.... “રે ચંપાડી, આ શું ધાર્યું છે તેં! હટું, પાછી ફર... નથી ખમાતું અમારાથી પથ્થરને ય પાણી કરી દે તેવું તારા બાળકોનું એ છાતી ફાટ રૂદન! રે! તું તે માં છે કે જીવતી ડાકણ!”
મૂંગા બાળ પશુઓની ચીચીયારીઓ ચંપાને જાણે કહેતી, “ઓ માં! અમારા બાળમિત્રોને તું કાં છોડી જાય! કાલે અમારી માતાઓ પણ તારાં પગલે ચાલશે
તો !'
પ્રકૃતિ મૈયાં જાણે વિધવિધ સ્વરૂપે ચંપાને પાછા ફરી જવાનું જણાવતી હતી. પણ ચંપા અડોલ હતી. આજે એ અબળાના હૃદયમાં શેતાને પ્રવેશ કર્યો હતો.
ફાટફાટ વહી રહેલા વાયરાને ધક્કો દઈને એ આગળ વધી રહી હતી. એનું મુખ જાણે બોલી રહ્યું હતું. ‘ભાઈ પવન, હવે છેલ્લી પળે આડો કાં આવે!
મારા જ પાપે બાળકોને ભૂખમરો જોવાનો સમો આવ્યો છે. મને જવા દે.... પછી તો એના હજાર માત-પિતા, મને ઢંઢોળવા દે એ ધનાઢ્યોને! મારો ભોગ દેવાથી પણ જો એમની કુંભકર્ણ-નિદ્રા દૂર થઈ જતી હોય તો એ મૃત્યુ તો મારે મન મંગળ મહોત્સવ બની રહે છે.”
ધૂળની ડમરીઓને ય જાણે ચંપા મૂંગી ભાષામાં કહી રહી હતી, “બહેનો! ભલે તમે ય આવી.. પણ હવે મારા બાળકોને મેં એમના ભાગ્ય ઉપર છોડી દીધા છે! જે બનવાનું હશે તે બનશે; હું તો હવે હિંમત હારી ગઈ છું. હું ખૂબ થાકી ગઈ છું. મારે રોટલો ય નથી જોઈતો, મને ઓટલો ય નથી ખપતો... મારે તો જોઈએ છે ચિરનિદ્રા! એવા સ્થાને જવું છે જ્યાં મને કોઈ ઉઠાડે નહિ; જ્યાં હું કદી જાગું નહિ.”
બાળ-પશુઓના ચિત્કારને ય જવાબ દેતું ચંપાનું મોં જાણે કહેતું હતું, “હવે કોઈ રડશો મા! હું માં છું; માત્ર મારા બાળકોની નહિ; જીવમાત્રની! પણ આજે મેં માતૃત્વ ખોયું છે... માં તરીકે જીવવાનો મને કોઈ અધિકાર નથી. બાળકો, સહુ આનંદથી રહેજો.... તમારી માતાઓની ગોદમાં ખીલખીલાટ કરજો. મારી તમને છેલ્લી આશિષ છે.”
અને... થોડી વારમાં નિસાસા નાંખતી મૈયા-પ્રકૃતિ શાન્ત થવા લાગી. એને ય થયું, “શું કરવું? મારું ય કાંઈ ન ચાલ્યું! આ ચંપાનું કેવું ઘોર અજ્ઞાન છે કે
Page #55
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
મૃત્યુને એ સઘળી શિખામણોનો રામબાણ ઈલાજ માને છે. બિચારીને ખબર નથી . મૃત્યુની પેલે પાર દુઃખમયી, આગભરી દુનિયાઓની! માતા બનીને જે માતા મટી જાય તેની માનવ તરીકેની પણ હસ્તી અબજો વર્ષો માટે મટી જવાની! ક્યાં ખબર છે આ દીનહીન ચંપાને કે દુઃખનું ઓસડ મૃત્યુ નથી, પણ દુઃખના મૂળિયાંનો ઉચ્છેદ છે.
ચંપાને પાછી ફેરવવાના પોતાના પ્રયત્નમાં થાકેલી પ્રકૃતિ જાણે ઝડપભેર પાછી ફરી રહી હતી.
પવને સુસવાટો મૂકી દીધો હતો. ધૂળની ડમરીઓ શાન્ત થતી જતી હતી. બાળપશુઓની ચીચીયારીઓ સંભળાતી બંધ થઈ હતી.
ચંપા ઝપાટાબંધ ચાલી જતી હતી. એની ચાલમાં વિલક્ષણ યોગ હતો. એના મુખ ઉપર સંકલ્પને પાર ઉતારવાની ભીષણ કઠોરતા તરવરતી હતી. એની આંખો જાણે આગ વરસાવતી હતી.
ચંપા કૂવે ગઈ. ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. કૂવો કલંકિત બન્યો. ત્યારથી લોકોએ એ કૂવો ગોઝારો કહેવા માંડ્યો. લોકો કહેવા લાગ્યા, “ચંપાના પડોશીએ કશું ય ભાન ન રાખ્યું! છેવટની ઘડી સુધી આંખ આડા કાન કર્યા! ધિક્કાર હો! એ નિષ્ફર હૈયાંને! એ કલંકિત બનેલા કુટુંબને !'
ઘરડી ડોશીઓ કહેવા લાગી, “આખો જન્મારો અહીં કાઢ્યો પણ કોઈ દી' આવું બન્યું નથી. આજે તો સુવર્ણગઢ કલંકિત થયો.”
જુવાનો કહેવા લાગ્યા, “ના, ના, કલંક તો ધનવાનોની અભિમાની આલમને લાગ્યું કે જેમણે પેટ ભરીને પટારાઓ ભર્યા તોય સંતોષ ન વળ્યો. આ ભૂખી અબળાનું પેટ ન ભર્યું! ધિક્કાર હો એ ધનવાનોની આલમને! એકલપેટાઓને! સ્વાધોને! ગરીબોની હાય એક દી' એમની મહેલાતોને ઊભી ને ઊભી સળગાવી નાંખશે. એની ભસ્મ પણ હાથ નહિ લાગે. પણ ક્યાં સમજવો છે એમને કુદરતનો અટલ ઈન્સાફ!''
કલાક બે કલાકમાં તો તરેહતરેહની હવા ફેલાઈ ગઈ. સાચે જ, સુવર્ણગઢમાં ખૂબ જ આઘાતજનક ઘટના બની ગઈ. જે ગામમાં વિમળ જેવો ગરીબોનો બેલી વસતો હોય અને જીવરામદા જેવા સંતપુરુષ સુખદુ:ખે આળાં બનેલાં હૈયાઓની
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૬
વિરાગની મસ્તી
લીનતા અને દીનતાને દફનાવતા હોય, એ ગામમાં એક દુઃખીયારી સ્ત્રી દુઃખની મારી અને દીનતાના વીંછીના ડંખથી કણસતી કૂવો પૂરે એ ખરેખર એ ગામડાના આશ્ચર્યની પરાકાષ્ટા હતી.
મધરાતે પણ જાગતો વિમળ શું ભરબપોરે ઊંઘી ગયો હશે!
તત્ત્વજ્ઞાની જીવરામદા પણ શું ગફલતમાં રહી ગયા હશે!
ગમે તેમ હશે પણ એક અબળાએ બળવાન બનીને કૂવો પૂર્યો, એ એક ઉઘાડું સત્ય હતું.
EM CAM.
Page #57
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૫૭
[૮]
આ દિવસે વિમળશેઠ અને દા” બાજુના ગામે કશાક કામે ગયા હતા. રાત્રે તો પાછા આવી જવાના હતા. ગામડાના જુવાનો અને ઘરડાઓ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે શેઠને આ વાતની ખબર શી રીતે આપવી? ગરીબાઈને કારણે કૂવો પુરાયાની વાત જાણતાંની સાથે જ તેમને સખ્ત આઘાત પહોંચશે. હવે વાત કરવી શી રીતે? આ બાજા બધા મૂંઝવણમાં પડ્યા હતા. ત્યારે શેઠ અને દા” ગામની સીમ પાસે આવી ચૂક્યા હતા. કોઈ ઉતાવળિયો મહાજન શેઠને અને દા'ને સૌ પહેલાં સમાચાર આપવાની હોંશમાં ત્યાં જઈ પહોંચ્યો. એકદમ કહી નાંખ્યું, “શેઠ, વિમળશેઠ! કાળો કેર વર્તી ગયો! ચંપાએ થોડા કલાક પહેલાં જ કૂવો પૂર્યો! છોકરાની વાતો સાંભળતાં લાગે છે કે અસહ્ય ગરીબાઈને કારણે જ તેણે આ કામ
હું! હું! શું? શું?” કહેતાં જ શેઠ ઢગલો થઈને ત્યાં જ બેસી ગયા. થોડીવારમાં બેભાન થઈ ગયા! દા'ને પણ સખત આંચકો લાગ્યો, પાણી મંગાવ્યું. લોકો ભેગા થઈ ગયા. શેઠને ભાનમાં લાવવા અનેક ઉપચારો કર્યા. ચાલીસ મિનિટે શેઠે આંખ ખોલી. સહુને હૈયે શાંતિ વળી. જુવાનિયા શેઠને ઉપાડી ઘેર લઈ આવ્યા. દા'એ બધાને દૂર કર્યા. પછી શેઠની પાસે બેસીને આશ્વાસન આપવા લાગ્યા, “શેઠ! એમાં તમારો કશોય દોષ નથી, બિચારીનું ભાગ્ય જ અવળું કે એને આ સૂઝયું, નહીં તો તમારી પાસે આવીને બધી વાત ન કરત? પણ શું થાય? ખેર. હવે તમે ચિંતા ન કરો. બનવાનું હતું તે બની ગયું. બનેલાનો શોક કરવો નહીં.
જે દા'ની વાતો શેઠ કાન દઈને સાંભળતા તેમને આજે જાણે કશું ય સંભળાતું નથી. હૃદય ડૂસકાં નાંખતું હતું. મનમાં વિકલ્પોનાં ઘમ્મર વલોણાં ઘરરર... ઘરરર.. ચાલતાં હતાં. શેઠને મનમાં એક જ વાતનો ભારે વલોપાત હતો કે મેં કેમ ભાન ન રાખ્યું? આ મારી બેદરકારીનું જ પરિણામ! આજે મેં એક સ્ત્રીની હત્યા કરી! ઓ પ્રભો! આ શું થઈ ગયું?
શેઠનું મગજ ઘુમ થઈ ગયું હતું. દા'એ શેઠના મોં તરફ જોયું. તદ્દન નંખાઈ ગયું હતું. કલાક પહેલાના શેઠમાં યોવન થનગનતું લાગતું; એક જ કલાકમાં શેઠે ચાલીસ વર્ષની જીવન મંજિલ વટાવી નાંખી હોય તેવું તેમના મોં ઉપર તરવરતા
Page #58
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ભાવો ઉપરથી જણાયું. હૈયું ભારે થઈ ગયું હતું. માથું શૂન્ય બની ગયું હતું, દા'ને લાગ્યું કે શેઠ બોલશે નહીં કે એકવાર મન મૂકીને રડી લેશે નહિ તો શેઠના શરીર ઉપર ભારે વિપરીત અસર પડશે.
દા'એ કહ્યું, “શેઠ, હવે આમ વિચારો કરવાથી ચંપા પાછી આવશે? તમને જો કદાચ એમ લાગ્યું હોય કે એ તમારી જ ભૂલનું પરિણામ છે તો હવે એવી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખજો પણ આમ હતાશ થઈ ગયે કેમ ચાલશે?” દા'એ તો ફેરવી ફેરવીને એ વાત ઘણીવાર કહી પરંતુ દા'નો દાવ નિષ્ફળ ગયો! શેઠને આ કરુણ પ્રસંગના આઘાતનો સખત આંચકો લાગ્યો હતો. એમના અંતરાત્મામાં ઊંડો જખમ પડી ગયો હતો. એ જખમ દૂઝતો હતો.
કાયાના જખમ જલદી રુઝાય પણ અંતરમાં લાગેલા ઘા વર્ષો સુધી દૂઝતા રહે.
પાકી ગયેલા પાંદડાને લાગેલો આ આંચકો કોઈ નવો અકસ્માત સર્જી દેશે એમ દા'નું અંતર કહેવા લાગ્યું. દા'એ ઘણા ઉપાય કર્યા પણ બધા ય નિષ્ફળ ગયા! શેઠ એક તરફ બોલતા નથી. આંસુનું એક બુંદ સારતા નથી. એમનું અંતર રાડો પાડીને એમને જાણે કડક શબ્દોમાં ઠપકો દેતું હતું, “શેઠ, તમારા જ પાપે કૂવો કલંકિત થયો, તમારું ગામ કલંકિત થયું, તમે પણ કલંકિત થયા! તમારી સાત સાત પેઢી કલંકિત થઈ! આવી બેદરકારી! માણસ મોતના મુખમાં ધકેલાઈ ગયું ત્યાં સુધી મોજથી ખાધા-પીધા કર્યું! કશું ય ભાન ન રાખ્યું! ખુલ્લી પીઠ ઉપર મીઠાના પાણી પાયેલા હંટરો ઝીંકાતા હોય તેવી વેદના આ શબ્દનાં હંટરો વીંઝાતાં શેઠ અનુભવતા હતા.
આખી રાત વીતી ગઈ. આંખનું મટકું પણ માર્યા વિના શેઠ એમને એમ બેસી રહ્યા. સહુ સૂઈ ગયા. માત્ર જાગતા હતા શેઠ, જીવરામદા અને બાજુમાં નિસ્તેજ બનતો જતો દીવો! મળત્યું થયું. દા'એ વિચાર કર્યો કે હવે કોઈ પણ ઉપાય શેઠનું હૈયું ખાલી કરી નાંખવું જોઈએ. આજની રાતે એમણે પોતાનું ઘણુંખરું આયખું ગુમાવી દીધું છે. આ આંચકો જીવલેણ નીવડશે તેમ લાગે છે. પણ હજુ ય શેઠને ઉગારી લેવા જોઈએ.”
એટલામાં જ ચંપાના પાડોશીઓ તેનાં માસૂમ બાળકોને ત્યાં લઈ આવ્યાં. ત્રણે ય ધ્રુસકે ધ્રુસકે રડતાં હતાં. “બાપા! અમારી બા ક્યારે પાછી આવશે? અમારા બાપાને એ બોલવવા ગઈ છે તે હવે ક્યારે આવશે? બાપા, તમે જ એમને બોલાવી લાવોને! બાપાને ન આવવું હોય તો કાંઈ નહિ પણ બાને તો બોલવતા જ આવો.
Page #59
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૫૯
અમને એના વિના લગીરે ગમતું નથી.” બાળકો બોલતાં જાય છે અને સાથે સાથે રડતાં જાય છે. શેઠથી ન રહેવાયું. હૈયું એકદમ ભરાઈ ગયું અને બાળકોને છાતીસરસા ચાંપી દેતાં એકદમ રોઈ પડ્યાં. આ જોઈને દા'ના મનને ટાઢક વળી. શેઠે રોતાં રોતાં કહ્યું, “બાળકો, હું જ તમારો બાપુ છું, પછી તમે કેમ રડો છો?''
રડતાં બાળકે જવાબ આપ્યો, “પણ અમારી બા ક્યાં છે? અમારે તો બાપા ન હોય તો કાંઈ નહિ, પણ જો તમે બા નહિ લાવી દો તો અમે ખાવાના જ નથી. બાપા! તમે ઝટ બા પાસે જાઓ અને એને તેડી લાવો અને અહીં આવવાની ના કહે તો અમને બા પાસે લઈ જાઓ. બા. ઓ... બા...''
બાળકોના કરૂણ કલ્પાંતથી ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. દરેકની આંખોમાંથી અશ્રુપ્રવાહ ચાલ્યો જતો હતો. શેઠ બોલ્યા, “બાળકો હું જરૂર તમારી બા પાસે જઈશ તમે જરાય રોશો નહિ..”
પણ બાળકો તો એમની વાતે કેમ વળી જાય? માનું વાત્સલ્ય તો બાળક જ સમજી શકે ને? બાપા કરતાં ય માને બાળક કેટલું ચાહે છે એ વાત આ બાળકોએ કહી દેખાડી.
સમય સમયનું કામ કરે છે. દુઃખનું ઓસડ દહાડા. એ બનાવને પોતાના વિરાટ ઉદરમાં મહાકાળે ક્યાંય સમાવી દીધો! પણ શેઠને ત્યાં જ રહેલાં બાળકોએ શેઠને એ બનાવ વીસરવા ન દીધો! દિવસમાં વારંવાર બાને બોલાવવા જવાની શેઠને યાદ દેવડાવતાં, અને શેઠનું હૈયું ભરાઈ જતું.
શેઠને થયું, હવે મારે ય એમની બાને બોલાવવા જવાના જ દિવસો આવી લાગ્યા જણાય છે. જે પોતાના જીવનનું કર્તવ્ય ચૂકે છે અને જીવવાનો કોઈ અધિકાર નથી. હું આજ સુધી મારા દરેક કર્તવ્યમાં સાવધાન રહ્યો. પણ આજે હું કર્તવ્ય ચૂક્યો એ જ સૂચવે છે કે મારું જીવન નાવડું કિનારે આવી રહ્યું છે.
શેઠ વિચારતા હતા. “ધનસંપન્ન માણસો ગરીબોની માં ન બને તો એમના ધનનો એકેકો સિક્કો કાળોતરો નાગ છે. એની એકેકી નોટ સેંકડો ફાંસીની સજાનાં ફરમાન છે! માનવ જેવો માનવ પોતાનું પેટ ભરાયા પછી પણ બીજા માનવીની કાળજી ન લે? જીવ જેવો જીવ બીજા જીવોની સંભાળ ન લે? જો કોઈ માનવ એના ક્ષણભંગુર દેહને આનંદ આપનારા સ્વજન-સ્નેહીઓની જ કાળજીમાં કૃતકૃત્યતા અનુભવતો હોય તો તે માનવ જ નથી. “સંપત્તિનો એક નવો પૈસો પણ પરલોકમાં આવનાર નથી.” એ સત્ય સ્પષ્ટ રીતે જાણવા છતાં જો માનવ એની ઉપર મૂછ રાખે
Page #60
--------------------------------------------------------------------------
________________
૬૦
વિરાગની મસ્તી
અને દયાપાત્ર જીવો તરફ ધ્યાન ન આપે; એમના પ્રત્યેની કરુણા-ભાવનાને પગ નીચે કચડી નાંખે તો એ માનવ જ કેમ કહેવાય કે જે એવા હજારો જીવોના લોહી પીને જ તગડો થયેલો છે. અનેકના જીવન જલાવીને આનંદ પામતો, અનેકોના જીવનોના આનંદની કબર ઉપર બેસીને મીઠાઈ ખાતો મત્ત માનવ જીવજગતનો અપરાધી ન કહેવાય?
જેને બીજા જીવોનું જીવત્વ દેખાતું નથી તેને આંખવાળો કેમ કહી શકાય?
જગતની અવદશા સાંભળીને જેની લાગણીમાં કોઈ આંદોલન જાગતું નથી તેને સહૃદય કેમ કહેવાય ?
એમના દુઃખ દૂર કરવા જે દોડી જતો નથી તેને પગવાળો કેમ કહેવાય?
દુ:ખના આંસુઓથી છલકાઈ ગયેલી કો'કની આંખોને જે લૂછતો નથી તે હાથવાળો કેમ કહેવાય?
ધિક્કાર હો એ ધનના ધનેરાઓને જેમની ધનલાલસા અને ભોગપિપાસા જીવના જીવત્વને પણ વીસરાવી દે છે !'
વિમળ મનોમન પોતાની દુનિયાને ધિક્કારવા દ્વારા આ રીતે પોતાની જાત ઉપર જ ભારોભાર ફિટકાર વરસાવી રહ્યો હતો.
માને લઈ આવવાની બાળકોની વારંવારની આજીજીઓએ વિમળના સંતાપની ભઠ્ઠીને જોશથી જગાથે રાખી. વિમળનો આત્મા એમાં શેકાતો જ રહ્યો. લોહી અને માંસ બળતાં ગયાં. કાયા કરતાં પણ વધુ સુકાઈ ગયું શેઠનું મન. હવે એમને સઘળી દુનિયા નીરસ લાગતી હતી. ક્યાંય ઉત્સાહ ન હતો. ક્યાંય કશુંય ગોઠતું ન હતું. કુદરતના ન્યાયાલયમાં વિમળ પોતાની જાતને પાંજરામાં ઊભેલા અપરાધી તરીકે જોતો હતો.
દા' રોજ વિમળ પાસે આવતા. શેઠના દેહ ઉપર ઝડપી વેગે થતી જતી વિસર્જનની પ્રક્રિયા નજરે ચડી જતી અને દા” નિસાસો નાંખી દેતા. એણે વિમળની લથડતી જતી કાયાને ઉગારી લેવા તમામ પ્રયત્નો કર્યા પણ બધું જ એળે ગયું. હૃદય ઉપર પડેલો એ કારી ઘા દૂઝતો જ રહ્યો.
Page #61
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૯]
એક દિવસ સવારના પહોરમાં શેઠે દા'ને બોલાવવા માણસ મોકલ્યો. દા' ઝડપથી આવ્યા. શેઠે કહ્યું, “દા' હવે દીપક બુઝાવવાની તૈયારીમાં છે. ત્રણ દિવસથી વધારે પહોંચે તેટલું તેલ જણાતું નથી. મારી ઈચ્છા છે કે આજથી હું છૂટા હાથે દાન કરું. તમે મારી બાજુમાં બેસો અને હું કહું તે બધાયને બોલાવતા જાઓ.”
શેઠે એક પછી એકને યાદ કરી કરીને બોલાવ્યા. મોતીને બોલાવીને પાંચ મણ અનાજ આપ્યું. લાલાને તેનાં ચાર બાળકો માટે કપડાં આપ્યાં. જીવી ડોશીને સો રૂપિયા આપ્યા, ચમન ચમારને એક ઘર રહેવા આપ્યું, શામલા ખેડૂને પાંચ વીઘા જમીન આપી, રામલાને ક્યાંક નોકરીએ ગોઠવી દીધો. શેઠની સ્મૃતિમાં જે જે આવ્યા તે બધાયને શેઠે ખોબા ભરીભરીને દીધું. બે દિવસ વીત્યા. ત્રીજો દિવસ ઊગ્યો, ખેર, ઊગેલો દિવસ સાંજે આથમે જ છે. પણ આજે એ અસ્તમાં એક અશુભ ભયની લાગણી ઝઝૂમી રહી હતી. મંગળ કરુણાની શીતળ પ્રભાથી ઓપતા વિમળના જીવનસૂર્યનો પણ કદાચ અસ્ત થઈ જાય.
શેઠે દા'ને કહ્યું, “ધાર્મિક ખાતાઓની નોંધ કરો.” દા'એ બધાં ખાતાંની સૂચી કરી. પછી શેઠના કહ્યા મુજબ બધી રકમો લખી દીધી. શેઠ કાંઈક અસ્વસ્થ થતા જણાયા. ગામમાં સહુને જાણ થઈ. ધીરે ધીરે તો શેઠના મકાનમાં ઠઠ જામી ગઈ. આખી રાત સહુ ત્યાં જ બેસી રહ્યા. શ્વાસ ચાલતો હતો. ડોશીઓએ માનતાઓ માની, જુવાનિયા પણ આખડીઓ લેવા લાગ્યા. શેઠનું સ્વાથ્ય સારું થઈ જાઓ એવી ભાવના સહુ ભાવવા લાગ્યા.
ચોથા દિવસની સવાર પડી. દા'એ સહુને સમજાવીને ઘરે મોકલ્યા. લોકો પોતપોતાને ઘેર ગયા. ખાધું પીધું પણ કોઈને ય કશુંય ભાવતું નથી. ખેડૂતો ભારે પગલે ખેતરમાં ગયા; વેપારી ઊંચે મને દુકાને ગયા; બેડાં લઈલઈને પનીહારીઓ કૂવે જવા લાગી પણ સહુના હૈયાં તો શેઠને ત્યાં જ હતાં. પળે પળે બધાંય વિચારતાં “શેઠને કેમ હશે ?'
રસ્તેથી નીકળતા માણસને ખેડૂત બૂમ પાડીને ઊભો રાખતો અને પૂછતો, “ભાઈ, ગામમાંથી આવો છો ને? શેઠને કેમ છે?” કૂવેથી પાછી ફરતી પનીહારીઓ પાણી ભરવા માટે સામેથી આવતી પનીહારીને પૂછી લેવા અધીરી બનતી, “શેઠને
Page #62
--------------------------------------------------------------------------
________________
૬૨
વિરાગની મસ્તી
કેમ છે?’’ વેપારી પણ તેલ-મરચું લેવા આવતા ઘરાકને પૂછી લેતો, ‘“ભાઈ શેઠના ઘ૨ તરફથી આવો છો ? શેઠને કેમ છે ?'' સહુના મનમાં એક જ ચિંતા હતી, શેઠને કેમ હશે ?
બપોરના બાર વાગ્યા હતા. એ દિવસે શેઠે અષ્ટમીનો ઉપવાસ કર્યો હતો. બધુંય કાર્ય સંપૂર્ણ કરીને શુભ ભાવનામાં રમતા શેઠ સ્વસ્થ થઈને બેઠા થયા. હાથમાં માળા લીધી. અરિહંત પરમાત્માનો જપ કરવા લાગ્યા. પાંચ માળા પૂરી કરી. શેઠનાં સગા-વહાલા ટોળું વળીને બેઠાં હતાં. શેઠે ખોંખારો ખાઈને કહ્યું, ‘‘સાંભળો.’’ સહુ શેઠને સાંભળવા સજાગ થઈ ગયા. “મારા ગયા પછી કોઈએ રોકકળ કરવી નહિ, છાતી કૂટવી નહિ, મોં વાળવું નહિ. એમ કરવાથી પીંજરમાંથી ઊડી ગયેલો હંસલો પાછો આવતો નથી. ઉ૫૨થી એવા અશુભ ધ્યાનથી આત્માને કર્મનો લેપ લાગે છે. હવે તમને અને આખા ગામના સઘળા ય લોકોને, સમગ્ર વિશ્વના સર્વ જંતુઓને ઉદ્દેશીને હું કહું છું કે મારા તરફથી કોઈને પણ મેં જરીકે દુભાવ્યા હોય, પજવ્યા હોય, ત્રાસ આપ્યો હોય કે કાંઈ પણ અશુભ કર્યું હોય તો હું તેની માફી માગું છું...'' બોલતાં બોલતાં શેઠની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. સ્વજનો રડવા લાગ્યા, શેઠે આગળ ચલાવ્યું. “તમે બધા ય મને પણ ક્ષમા આપો. આ વિશ્વમાં મારા સર્વ મિત્રો છે મને કોઈ સાથે વેર નથી.
અરિહંતોનું મને શરણ હો.
સિદ્ધોનું મને શરણ હો.
સાધુ ભગવંતોનું મને શરણ હો.
વીતરાગ-સર્વજ્ઞોના ધર્મનું શરણ હો.
સહુ ખૂબ ધર્મધ્યાન કરજો. લો ત્યારે, હ...વે... જા........ છું,'' આટલું કહીને શેઠ જંપી ગયા. ચિર નિદ્રાની શાંત ગોદમાં પોઢી ગયા. શેઠની આંખોના અર્ધોમીલિત પોપચાં જાણે કશુંક કહી રહ્યાં હતાં. દેહના પીંજરમાંથી આંખોના બારણા વાટે સદ્ગતિના પ્રવાસે ઊડેલા હંસલાની પાવનકથા સિવાય બીજું શું હોઈ શકે એ પોપચાની કથામાં ?
ફાટી ગયેલાં વસ્ત્રો ઉતારી નાંખીને નવાં વસ્ત્રો ધારણ કરવા શેઠનો આત્મા ચાલી નીકળ્યો.
પ્રકૃતિમૈયાંએ જીવવના એક સ્તનનું ધાવણ આપવાનું બંધ કર્યું તો બાળકે હવે મરણના એના બીજા સ્તનને ધાવવાનું શરૂ કર્યું.
Page #63
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ધર્મશાળાનો મુસાફર માર્ગે પડ્યો! પંખીઓના મેળામાંથી એક પંખી ઊડી ગયું! વિમળના મૃત્યુથી સ્વજનોની આંખોમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં. શેઠના મરણની વાત વાયુએ બગલમાં ઉપાડીને ચારેકોર દોટ મૂકી.
ખેડૂતોએ હળ પડતાં મૂક્યાં અને દોડ્યા! ચોધાર આંસુએ રોતા જાય છે અને દોડ્યા જાય છે. હળે બંધાયેલા બળદિયા પણ શેઠના મરણને પામી ગયા. એમણે ય હળ સાથે ગામ ભણી લંબાવ્યું!
વેપારીઓ દુકાન બંધ કરવા ય ન રહ્યા. બાઈઓએ રોટલા બળતા મૂક્યા, બધાંય દોડ્યા! કોઈની આંખ લૂછનાર કોઈ
ન મળે.
બધાંય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. ફળિયાના કૂતરા રોવા લાગ્યા, ખીલે બાંધેલી શેઠની ભેંસો ખીલો તોડીને દોડી આવી. બધાયની આંખમાં આંસુ છે. કોણ નથી રડતું? માનવો જ રડે છે? ના. પશુઓ જ રડે છે? ના. પ્રકૃતિ પણ રડી રહી છે.
સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ છે. સોની આંખમાં આંસુ ઉભરાયા છતાં એક વ્યક્તિની આંખો હજી આંસુથી પલળી પણ ન હતી. તેના મુખ ઉપરથી એમ લાગતું હતું કે કોઈ તત્ત્વજ્ઞાનની ઊંડાઈ માપવા ક્યાંક ઊંડે ઊતરી ગઈ હોવાથી શેઠના મરણની જાણે તેને જાણ જ થઈ નથી. તેના મુખ ઉપર ભારે ચિંતા તરવરતી હતી. લમણે હાથ દઈને તે વ્યક્તિ બેસી રહી હતી. એ વ્યક્તિ તે જીવરામદા. શેઠના મરણથી તે અજ્ઞાત ન હતા, પણ આંખો સામે ભજવાઈ ગયેલા એક જીવનના અંતની નિગૂઢ પ્રક્રિયાને જોઈને મરણનો તત્ત્વજ્ઞાનના સાગરના તળિયે.. ઊંડે.... ઊંડે.. ક્યાંક.. ગરકાવ થઈ ગયા હતા.
ગામના પ્રાણીમાત્રની આંખોમાં શ્રાવણ અને ભાદરવો હજાર હજારરૂપ ધારણ કરીને ઊતરી પડ્યા હતા. ઊતરે જ ને? વિમળનું મૃત્યુ ક્યાં થયું જ હતું? સુવર્ણગઢનો હીરો અદૃશ્ય થઈ ગયો હતો. દયાળુતાનો જીવતો જાગતો આદર્શ અલોપ થઈ ગયો હતો. હજી વિશ્વમાં ધનવાનો તો ઘણા જીવતા હતા એટલે વિમળ જેવો એક ધનવાન માણસ ચાલ્યો જાય તેમાં ગામને રડવા જેવું કશું ય ન હતું.
પક્ષીઓના આધાર સમો વડલો ધરણી ઉપર ઢળી પડે ત્યારે પોતાના સ્વાર્થ ઉપર લાગેલા ઘા માટે એ પક્ષીઓ રડે પણ કલાક બે કલાક! કેમ કે ગામમાં બીજા વડલા મળી રહે તેમ હતા. વડલા ન મળે તો ય લીંબડા તો હતા જ. પણ સુવર્ણગઢનું
Page #64
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
એક એક માણસ દિવસો સુધી રડતું રહ્યું. કોઈને ખાવાનું પણ ભાવતું નથી, બોલવું ય ગમતું નથી. શેઠની ગાદી ઉપર શેઠ દેખાય છે. સ્વપ્નમાં ય શેઠ દેખાય છે. હજી પણ કોઈના માન્યામાં આવતું નથી કે શેઠ ગયા! આવી કરુણામય સ્થિતિને અનુભવતા એ ગ્રામજનો માટે કેમ કહી શકાય કે એ એમની નિરાધાર બનેલી દશાને રડતા હતા? ના... ના.... જરાય નહિ. એમને તો દુઃખ હતું, ગુણિયલ આત્માને ખોઈ નાંખ્યાનું! ઉદારચરિત સાધુપુરુષનાં દર્શન બંધ થયાનું!
ગામમાં એક જ દિવસે સો માણસ કદાચ મરી ગયા હોત તો ય જે ઘેરી ગમગીની ન વ્યાપી જાત તેવી ગમગીની આજે એકલા શેઠના જવાથી આખા ગામ ઉપર વ્યાપી ગઈ હતી. એકસામટા સો મૃત્યુના સખ્ત આઘાતથી પણ ઝાઝેરો હતો એ ગામને માટે વિમળના એક મૃત્યુનો આઘાત.
Page #65
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૬૫
[૧૦]
રોજ સાંજ પડે છે. નિત્યક્રમ મુજબ રોજ ધર્મસભામાં બધા માણસો આવે છે.
દા' પણ આવે છે પણ કશુંય બોલતા નથી. બોલવા માટે જીભ ઉપાડે છે, પણ ત્યાં જ ગળે ડૂમો ભરાઈ જાય છે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. સહુ કરતાં વધુ આઘાત દા’એ અનુભવ્યો. પોતાનો સાથી ગયો. જ્ઞાનગોષ્ઠિનું સાધન ગયું, ગામડાનો મહાન આદર્શ ગયો. દા' મનોમન પૂછતા. શું વિમળ ખરેખર ગયા? મને ભ્રમ તો નથી થતો ને ? પણ ના, શેઠ અમારી વચ્ચેથી ખરેખર ચાલી ગયા! કહેતા ગયા “જાગતા રહેજો. મોતને તમે ભૂલી ગયા છો, પણ મારા મોત દ્વારા એ મોતની યાદ તાજી કરાવું છું. જો હવે માથે લટકતું મોત તમને યાદ રહી જશે તો મારું મૃત્યુ પણ મહાન કર્તવ્ય બજાવ્યાનો આનંદ માણતું મંગળમય બની જશે.''
દા' મનોમન બબડતાઃ ‘‘હા. તદ્દન સાચી વાત છે. બધાય કરતાં વિશેષે કરીને એ વાત શેઠે મને જ નથી કરી? સો વર્ષ પૂરા થવામાં હવે થોડા જ વર્ષ ખૂટે છે. પણ કોને ખબર કાલે જ મારાં સોએ વરસ પૂરાં ન થઈ જાય ?'' દા'નું મનોમંથન વધતું ચાલ્યું. કોઈની સાથે કશુંય બોલતા નથી. આખી ધર્મસભા બે બે કલાક સુધી ત્યાં જ બેસી રહે છે. શેઠની યાદ કોઈથી વીસરાતી નથી. દરેકની આંખો આંસુઓથી છલકાયેલી છે. કુમળાં હૃદય તો પોક મૂકીને રડે છે. ચોથા દિવસની સાંજ પડી. શેઠના મૃત્યુના દિવસ ઉપ૨ દિવસ વીતી ગયા! હજી શોકનું વાતાવરણ તેટલું જ ઘેરું દેખાય છે.
અને... એક રાત પડી. દા' ધર્મસભામાં આવ્યા. ચોમેર નજર નાંખી. મોં ઉપરના ભાવો જોયા. ક્યાંય તેજ ન દેખાયું, ક્યાંય લાલિમા ન દેખાઈ. નાના બાળકમાંય સ્મિત કે આનંદ કશું ય ન દેખાયું.
દા’ના મનમાં એક વિચાર આવ્યો કે આમ તો કેટલા દિવસ જશે? શું શેઠનું મૃત્યુ આવું અમંગળકારી હોઈ શકે? જેણે જીવનમાં સહુને અશોકની લૂંટ કરવા દીધી, સહુને આનંદમાં રાખ્યા એ જીવનનું મૃત્યુ સહુને શોકમાં ગરકાવ કરી દે! શું જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ નથી? ખખડી ગયેલી કાયાનો પલટો નથી? ગુણિયલ વ્યક્તિના મૃત્યુ હોઈ શકે છે? શું શેઠ અમારી આંખ સામે જ તરવરતા નથી? ભલે કદાચ શેઠે કાયાપલટ કરી પણ એમની મહાનતા, ઉદારતા,
Page #66
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
કરુણા, દયા, ધાર્મિકતા, દેવગુરુ સેવા પરાયણતા, તો આજે ય આંખ સામે જ દેખાય છે. શેઠની કાયાની કિંમત આટલી બધી અંકાઈ હોય તો તે પણ તે કાયમાં રહેલા આત્માના સગુણોને લીધે જ ને? ગુણવિહોણી કાયાને કોણ યાદ કરે છે? શેઠ એટલે ગુણોનો અક્ષય ભંડાર! તેનું મૃત્યુ કદી થયું જ નથી અને થવાનું પણ નથી. કાયાનો ત્યાગ કરીને શેઠે તો એની નશ્વરતા અમારી નજર સમક્ષ લાવી મૂકી
બધું ય નશ્વર! માત્ર આત્મા જ અવિનાશી, આત્માને ઈશ્વર બનાવવા નશ્વરની માયા ત્યાગવી જ રહી. નશ્વરના રાગથી જ રોષ કરવાનો વખત આવે. જેને ન મળે નશ્વરના સંયોગવિયોગમાં રાગ કે રોષ તેના જીવનમાં ક્યાંય ન જોવા મળે હર્ષ કે શોક.
અહો! આ તત્ત્વજ્ઞાન મને આજે જ લાધું. ભરત ચક્રીને પણ નશ્વરનું જીવંત તત્ત્વજ્ઞાન એકાએક પ્રાપ્ત થયેલું ને! છ ખંડ જીતીને કોટિશિલા ઉપર ચક્રી તરીકે પોતાનું નામ લખવા જેટલી જગા ન મળી. છેવટે એક ભૂતપૂર્વ ચક્રીનું નામ ભૂંસી નાંખ્યું અને ત્યાં પોતાનું નામ લખુ... ભરત.... ચક્રી’ પણ અંતર પુકારી ઊઠ્ય “આ ભરત-ચક્રીનું નામ પણ એક વાર કોઈ ચક્રીના હાથે આજ રીતે ભૂંસાઈ જ જશે ને!” દુઃખથી હૈયું ધ્રુજી ઊઠ્ય! રોમાંચ ખડા થઈ ગયા! ચક્રીની નામના ખાતર તો પખંડનાં રાજ્ય મેળવ્યાં. ભાઈ સાથે યુદ્ધમાં ઊતરીને લાખો નિર્દોષ માથાં રણમાં રગદોળ્યાં! અને પછી પણ આ નામ નાશવંત! અંતર બોલ્યું “હા. નામ, નાશવંત. સઘળી માયા પણ નાશવંત. તો રાગ ક્યાં કરવો? કશુંક મનગમતું ન મળે તો રોષ શા માટે કરવો ?”
દા'ના મનમાંથી ભરત ચક્રનો આખો પ્રસંગ ચલચિત્રના દશ્યની માફક પસાર થઈ ગયો! દા'એ વિચાર કર્યો કે આ શોકઘેર્યા વાતાવરણને હંમેશા માટે દૂર કરવા માટે મારે આ ગ્રામજનોને રાગ-વિરાગના રંગરાગ સમજાવવા જોઈએ. ચૈતન્યનું ગાન ગાઈ બતાવવું જોઈએ. વિરાગના એ સંગીતમાં જ આ આત્માઓ પોતાનો શોક ભૂલી જશે અને શેઠના મરણ દ્વારા, કદી ન કરેલી વિરાગના તત્ત્વની વિચારણાના રસકુંડમાં દરેક આત્મા ઝબોળાઈને પવિત્ર બનશે. જીવનના વાસ્તવ આનંદનું ઊગમ સ્થાન પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવશે.
વિમળના મૃત્યુથી અકળાઈ ગયેલા, તદ્દન હતાશ થયેલા દા'ના ચિત્તમાં ઉત્સાહની ઉષા પ્રગટી. કિંકર્તવ્યમૂઢ બનેલા તેમને પોતાના કર્તવ્યનું ભાન થયું. શોકસાગરમાં ગળાબૂડ ડૂબી ગયેલા આત્માઓને ઉગારવા માટે વિશ્વનું વાસ્તવ
Page #67
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
સ્વરૂપદર્શન જ સમર્થ છે એ વાત આ પ્રસંગે એમને બરોબર જચી ગઈ હતી.
દા' ધર્મસભામાંથી ઊઠ્યા. ઊઠતી વખતે સહુને કહ્યું, “શેઠના મૃત્યુના પ્રસંગે આપણને બધાને ભગ્નહૃદય બનાવી દીધા છે. આજે આપણા બધાની કમર ભાંગી ગઈ છે. ખેર, શેઠનું મરણ પણ આપણા માટે મંગલકારી બની રહેવું જોઈએ. શેઠના મરણનો શોક ન હોય. ખરેખર તો શેઠ મૃત્યુ પામ્યા જ નથી. અમર આત્મા એની અધૂરી સાધના માટે જરૂરી નવો દેહ ધારણ કરવા આ દેહને છોડી ગયો છે. આવતી કાલે બધા ય આપણી ધર્મસભામાં સમયસર આવી રહેજો.”
દા' ઊઠ્યા. શેઠના મરણ બાદ ચાર ચાર દિવસ સુધી તદ્દન આળાં થઈ ગયેલા હૈયાંને દા'ના વચનોએ કાંઈક સમાર્યા. એમાં ચેતન આણ્યું! વીખરતા ભાવુકો પરસ્પર વાતો કરવા લાગ્યા, “આવતી કાલની ધર્મસભામાં દા' જરૂર કશુંક નવું તત્ત્વજ્ઞાન આપશે, જે કદી આપણે સાંભળ્યું નહીં હોય. અંતરમાં ઊંડે સુધી ઊતરી ગયેલા શેઠના મરણનો ઘા, તેમના જીવનમાં જબ્બર પરિવર્તન લાવી મૂકે તો નવાઈ નહિ. તેમના મુખ ઉપરથી જ એમ લાગે છે કે દા' કશાક નિગૂઢ ચિંતનમાં ઓતપ્રોત થઈ ગયા છે. ખેર, હવે કાલને કેટલી વાર છે?''
Page #68
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૧૧]
બીજા દિવસની સાંજ પડી. દા'ના ખાસ આમંત્રણને લીધે આજે બધા ય વહેલા વહેલા ધર્મસભામાં આવી રહ્યા હતા. દા'ના આવ્યા પહેલાં વડલાની નીચે વાળીઝૂડીને તૈયાર કરેલી જમીન ઉપર બધા ગ્રામજનો બેસી ગયા હતા. સર્વત્ર મૌન છવાયું હતું. શીતલ પવન મંદ મંદ વાઈ રહ્યો હતો. બરોબર નવ વાગ્યે દા” આવ્યા. પ્રાર્થના થઈ. સહુ નીચે બેઠા. દા' વડલાને ટેકીને બેઠા. દા'ના મોં ઉપરના અતિશય ગાંભીર્યને જોઈને સહુને એમ લાગતું હતું કે આજની ધર્મસભા યાદગાર બની રહે તેવું જ કાંઈક દા'ના મુખમાંથી નીકળશે.
ચંપાની કળી કરમાઈને પડી ગઈ. એણે શેઠને આઘાત લગાડ્યો. શેઠ પણ ગયા. એનો આઘાત દા'ને લાગ્યો. પરંતુ દા” પોતાનું જીવન ખોઈ બેસે તે પહેલાં અનેકને નવું જીવન આપી જવા આજે ઉત્સુક બન્યા હતા. ખોંખારો ખાતાં દા'એ કહ્યું, “સહુ આવી ગયા છો? પરગામ ભણવા ગયેલા આપણા ગામના જે કિશોરો રજા ગાળવા અહીં આવ્યા છે તે પણ આવી ગયા છે? સિદ્ધાર્થ, કપિલ, ગૌતમ, જિનદાસ, શંકર, ગંગેશ વગેરે આવી ગયા છે?'
બધાએ કહ્યું, “હા જી. આપની આજુબાજુમાં જ બધા ગોઠવાઈ ગયા છે.”
“બહુ સારું. હવે સાંભળો ત્યારે ગઈ કાલે મેં તમને જે ઉદ્દેશથી બોલાવ્યા એ જ ઉદ્દેશ પાર પાડવા માટે આજે રાત્રે મને સંકેત થયો છે. મેં સ્વપ્નમાં વિમળશેઠને જોયા.'
સહુ સજાગ થઈ ગયા! “શેઠનું દિવ્યરૂપ જોઈને હું તો અચરજમાં ડૂબી ગયો! દેવકુમાર જેવા લાગતા શેઠ મારી પાસે આવીને ઊભા રહ્યા. મને જગાડ્યો. હું એકદમ બેઠો થઈ ગયો. શેઠ મારી બાજુમાં બેઠા. મને કહ્યું, “દા' મારી કાયાપલટને દિવસો વીતી ગયા છે છતાં હજુ આ ગામડું શોકમાં ડૂબેલું જણાય છે! હજી કોઈને સુખ-શાન્તિ જણાતાં નથી! કોઈ ધંધે વળગ્યું નથી! કોઈને કશી વાતમાં ચેન પડતું નથી! દા'! તમારા જેવા તત્ત્વજ્ઞાની આ ગામમાં વસતા હોય તોય શું આ સ્થિતિ!
શું જીવનમરણનું તત્ત્વજ્ઞાન શોકને દૂર હડસેલી દેવા સમર્થ નથી? જગતનું દુઃખ ધનથી કે મોટી મહેલાતો આપી દેવાથી ટળી શકતું નથી, કોઈ ટાળી શકતું જ નથી. એ તો કામચલાઉ રાહત છે. વિશ્વના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવતું તત્ત્વજ્ઞાન
Page #69
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
જ માનવમનના સમગ્ર સંતાપોને શાન્ત કરી શકે છે; કારમાં દુઃખોની વચ્ચે પણ આનંદિત રાખી શકે છે.
દા'! તમે સહુને આ તત્ત્વજ્ઞાન આપો. વિશ્વના તમામ પદાર્થોમાં જે કામવાસના છે તે જ તમામ દુઃખની જનેતા છે એ વાત સહુનાં અંતરમાં રમતી કરો.
વિષયભોગોના સંયોગમાં રાગ કરશો તો એના વિયોગમાં રોવું પડશે એ પાઠ બધાને ગોખાવી દો.
જીવનની ઉત્ક્રાંતિની કથા કહો.
ધર્મરાજ અને મોહરાજનું યુદ્ધ વર્ણવો. છેવટે ધર્મરાજનો વિજયવાવટો શી રીતે ફરક્યો તે બતાવો અને ધર્મરાજના શરણે ગયેલા સંતોના જીવનની રૂપરેખા આપો. એમના વિરાગની મસ્તીની ઝાંખી કરાવો.
દા' આવતીકાલની ધર્મસભામાં આ જ વાતને ઉદ્દેશીને વિચારણા કરજો. લો, જાઉં છું.”
મારી આંખ ઊઘડી ગઈ. જોયું તો ક્યાંય કશું ય ન મળે. બધું જ અંધારું! સ્વપ્નમાં શેઠ સૂચના આપીને ચાલી ગયા! - મિત્રો, જીવનમાં સુખ અને શાન્તિ માટે જ સહુ કોઈનો યત્ન હોય છે. કીડીથી માંડીને ચક્રવર્તીઓ સુધીના બધા ય સુખના કામી છે. પણ સુખ ક્યાં છે? એ સુખનાં સાધનો ક્યાં છે? એ વાત તરફ લક્ષ આપ્યા વિના ઘણા દોડે છે. તેમનું અનુકરણ કરીને બીજાઓ પણ દોડી જ રહ્યા છે. લગભગ આખું વિશ્વ માને છે કે સુખ પૈસામાં, સુખ સ્ત્રીમાં, સુખ મકાનમાં, સુખ સ્વજનોના સંયોગમાં છે.
ધન મળે તો સુખ, સ્ત્રી મળે તો સુખ, મકાન મળે તો સુખ, સ્વજન મળે તો સુખ એમ ખરું? ના, ધન મળે તો લૂંટાઈ જવાના ભયનું દુઃખ ભેગું જ ઊભું છે.
સ્ત્રી મળે તો ય તેની વફાદારીની શંકાનું દુઃખ સાથે જ ઊભું છે. મકાન મળે તોય તેની મરામતનું દુઃખ ઊભું જ છે. સ્વજનો મળે તોય તેની સારસંભાળ રાખવાનું દુ:ખ ઊભું જ છે.
ધનને કારણે ધનવાનો એ ક્યાં જીવન ખોયાં નથી ? સ્ત્રીના જ કારણે આત્મહત્યાઓ ક્યાં ઓછી થઈ છે? એની પાછળ પાગલ બનીને કેટલાએ પોતાનાં જીવન બદતર બનાવ્યાં? સ્વજનોના સંબંધોએ ભયાનક કલેશની આગ ક્યાં નથી ચાંપી? તો હવે એ બધાને માત્ર સુખનાં સાધન તરીકે જ કેમ માની લેવાય? જેની પ્રીતમાં ત્રાસ, જેની રક્ષામાં ય ત્રાસ, જેના વિયોગમાં પણ ત્રાસ, એ વસ્તુના યોગ
Page #70
--------------------------------------------------------------------------
________________
૭૦
વિરાગની મસ્તી
સુખ આપે છે એમ તો શી રીતે કહેવાય?
પુણ્ય કર્મ અનુકૂળ હોય તો હા કદાચ સુખ માનીએ પણ તો ય એના પરિણામોની કટુ પરંપરાઓને લીધે એ સુખ પણ જતું કર્યે જ છૂટકો છે.
ભારતવર્ષના ઋષિ-મુનિઓએ વિશ્વના પદાર્થોનું દર્શન કરીને આ જ વાત જાહેર કરી છે કે સંયોગમાં સુખ માનનારાઓ ચેતી જજો. માથે મોત ભમે છે. મોત આવતાં જ તમારી ફેલાવેલી સંસાર-જાળ આખી ય વીખરાઈ જવાની. બધા ય સંબંધોનો વિયોગ થવાનો. કરોડો રૂપિયામાંથી એક નવો પૈસો પણ સાથે નથી આવવાનો. એક પણ પત્ની દુર્ગતિમાં તમારી આંખનાં આંસુ લૂછવા નથી આવવાની. ભયંકર રાની પશુઓ વચ્ચે તમે ફેંદાઈ જશો. ત્યાં રહેવા માટે જરૂરી આ મકાનની એક ઇંટ પણ નથી આવવાની. સ્વજનો તો મસાણે તમને મૂકી દઈને પાછા વળી જવાના.
સાથે આવવાનું માત્ર કર્મ. પેટ અને પટારા ભરતાં, ભોગ-વિલાસોની મોજ માણતાં, દુઃખિતોને ધિક્કારતાં, સ્વાર્થાન્ત બનીને અકરણીય કરતાં જે કાળાં પાપકર્મ આત્માને વળગી ગયાં તે જ સાથે આવવાનાં. જેમાંનાં એકેકા કર્મનો ઉદય સેંકડો ભવો સુધી ત્રાહિ ત્રાહિ પોકરાવી દેવાનો. એમાં ય ક્યાંક કોઈ પળે સુખ મળે તો તે અહીં આદરેલી સત્કરણીથી બાંધેલા પુણ્ય-કર્મના ફળરૂપે! બાકી સુખની આછી છાંટ પણ જોવા નહિ મળે!
થોડાક સુખ ખાતર પાપ કરીને કારમાં કષ્ટ વેઠીને પરમ-સુખની અનુભૂતિ કરવી છે? વિષયોના ભોગમાં માનવ ભાન ભૂલે છે અને આસક્ત થાય છે. આસક્તિ જ મોટું અનિષ્ટ છે. ભયાનક પાપ છે. થોડું ધન મળતાં જ માણસ સંતોષી ન બનતાં આસક્તિના પાપે લોભી બનતો જાય છે, એક સ્ત્રી પછી બીજી અનેક સ્ત્રીઓ તરફ તેની પાપી નજર દોડી જાય છે. એક વસ્તુ ચાખ્યા પછી ફરીને ફરી તે ચાખવાની ઈચ્છા વેગ પકડે છે. બુદ્ધિમાન માનવો પણ આસક્તિના કારણે મર્યાદાને ઓળંગી જાય છે.
આ રાગની તીવ્રતાને કારણે જ જ્યારે જ્યારે પોતાને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યારે રોષ ઉત્પન્ન થાય છે. રાગ અને એ રોષ, રતિ-અરતિને લાવે છે અને તેથી ચિત્ત સ્વસ્થ અને શાંત રહી શકતું નથી. રાગી ચિત્તમાં તે પ્રલોભન તરફ તીવ્ર આવેગ હોય, અને રોષવાળું ચિત્ત ધંધવાતું હોય. માટે જ ચિત્તશાન્તિ મળે છે, રાગ-રોષ ભાવરહિતની સમ અવસ્થામાં.'
Page #71
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
જે જે માનવો આ વાતને સમજતા નથી, સમજવા છતાં એનું પુનઃ પુનઃ મનન કરીને હૃદયમાં ઉતારતા નથી, તેઓ વિષયોના ભોગમાં વધુ આસક્ત થઈને પોતાના જીવનની રહીસહી શાંતિને શોષી નાંખે છે. માટે જ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ છે – વિષયોના સર્વસંગનો ત્યાગ અને તે માટે જે અશકત હોય તેને માટે વિષયોના સંગનો શક્ય તેટલો વધુ ત્યાગ જરૂરી બને છે અને છેવટમાં છેવટ, કોઈ ત્યાગ ન થાય તો વિષયોના સ્વરૂપને બધા દૃષ્ટિકોણથી જોઈ લેવા દ્વારા એમના તરફ જીવંત વિરાગ તો હોવો જ જોઈએ.
આમ ત્યાગી તો વિરાગી હોય જ કિન્તુ ભોગી પણ વિરાગી તો હોવો જ જોઈએ. ગુલાબની સુગંધ લેવા જતાં તીણ કાંટાઓ ભોંકાવાના દુઃખનો જેને ખ્યાલ છે તે માણસ ગુલાબની સુગંધ માણતી વખતે ઘેલો ન બને, કિન્તુ સાવધાન રહે. તે સમજે છે કે સુગંધની તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે માટે એ સોડમ લીધા વિના રહી શકાય તેમ નથી પરંતુ એ સોડમમાં કશી મજા નથી. એની ચારે બાજા રહેલા કાંટા હાથમાં ભોંકાય તો લોહી કાઢે માટે ત્યાં રાગ તો હોય જ નહિ અને તેનો વિયોગ થાય તો તેમાં આંસુ સારવાના હોય પણ નહિ. જે બહુ ઊંચે જાય તે જો પછડાય તો તેને ઘણું જ વાગવાનું. તળેટીએ જ ઊભો રહે તે પડે તો એને શું થવાનું?”
દા'એ ક્યું, “બંધુઓ, બહેનો! આ છે વિરાગની કથા. આપણા સુખ અને શાંતિનો માર્ગ. વારંવાર એ વિરાગકથાઓનું, વિરાગી સંતોના જીવનનું પાન કરતા રહીએ તો જીવનના રંગરાગ પ્રત્યેની તીવ્ર માયા મમતા ઘટતી જાય. આત્મા વિરાગી બનીને તે રંગરાગ ઘટાડતો પણ જાય. વિરાગનાં સુંદર મઝાના કથાનકો સાંભળવાથી તો એવો અદ્ભુત આલાદ પ્રાપ્ત થાય છે જે આફ્લાદ સરગમના ઉસ્તાદોને મૃદંગ, વીણા કે પખાજ વગેરેના મધુર શ્રવણમાં ય અનુભવવા મળતો નથી.
જ્ઞાની તે જ કહેવાય જે વિરાગી હોય. જ્ઞાની માણસો રાગી હોઈ શકે જ નહિ, કેમકે જ્ઞાન અને રાગ બે પ્રકાશ અને તિમિર સમાં વિરોધી તત્ત્વો છે. સંસારના રંગરાગમાં ચકચર દેખાતો માણસ જ્ઞાનભરપુર હોય તો પણ તે શબ્દસમૃદ્ધ માણસ કહી શકાય પરંતુ જ્ઞાની તો નહિ જ કહેવાય. કેમકે જ્ઞાની તો જીવનસમૃદ્ધ હોય, આર્ષદ્રષ્ટા હોય. જગતના વિનાશી ભાવો તરફ ચાંપતી નજર રાખતો વિરાગી મહાત્મા હોય.
સજ્જનોનો આ વિરાગ-મિત્ર કેવો મજાનો છે ! જે પોતાના મિત્રને વિવેકરત્ન બતાડે છે અને એ દ્વારા એના ભાવ-દારિદ્રનો નાશ કરી દે છે. આંતર રાજ્યમાં ઊભેલા અદ્ભત રાજ્ય મંદિરમાં રહેતા વિરાગીઓ પોતાની સમતા નામની પત્ની સાથે મોજ માણતા હોય છે. એમને જગતની કશી ય પડી હોતી નથી. જગતના
Page #72
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
પ્રલોભનોમાં એ કદી અટવાઈ જતા નથી. સાચા સંસારત્યાગી પણ તે જ કહેવાય જેઓ વિરાગી છે. વિરાગવિહોણા ત્યાગીઓ તો વનમાં ભમતા નિરાધાર મૃગલા સમા છે. વિરાગીઓને વિશ્વનું કોઈપણ પ્રલોભન અડી શકતું નથી. રે! અલકાપુરીની ઉર્વશીઓ અને શશીનાં સૌંદર્ય પણ એમની આંખની પાંપણને ય ઊંચી કરી શકતાં નથી. પહાડોને પણ ભેદી નાખવાના સામર્થ્યવાળો ઈન્દ્ર પોતાની સમૃદ્ધિ બતાવીને એમના એક રુંવાડાને પણ હલાવી શકતો નથી, કેમકે આ વિરાગીઓની આંતર સૃષ્ટિમાં ઈન્દ્ર અને ઈન્દ્રાણીને ય ટપી જાય એવું મંગલ સૌંદર્ય વસેલું હોય છે. એવી સમૃદ્ધિના અક્ષય ભંડારો પડેલા હોય છે કે એની પાસે ઉર્વશી તો બાપડી છે, ઈન્દ્રની સમૃદ્ધિ તો બિચારી છે!'
દા'ની વિરાગી કથા સાંભળતાં આખી સભા વિરાગના રસમાં તરબોળ થઈ ગઈ. શોક તો ક્યાંય ઓગળી ગયો. બધા એક દિલથી દા'ને સાંભળતા જ રહ્યાં.
ત્યાં સિદ્ધાર્થ બોલ્યો, “ગુરુદેવ! આજે આપ અમારા જીવનમાં કોઈ નવો જ પ્રકાશ પાથરી રહ્યા છો. રંગરાગના કાદવમાં ખરડાઈને જ સુખ માનતા ભેંસ અને પાડાના જેવા અમને આજે તો એમ જ લાગે છે કે અમે કોઈ સુખની નવી જ દુનિયામાં જઈ રહ્યા છીએ. ગુરુદેવ, મળેલી સામગ્રીમાં આસક્ત થઈ જઈએ તો તેના વિયોગે વધુ વલોપાત થાય એ વાત તો અનુભવસિદ્ધ છે છતાં અમને અને આખા ય વિશ્વને આ વાત કેમ વીસરાઈ જતી હશે? કેટલાકને તો આવું સાંભળવું ય ગમતું નથી?”
ગુરુદેવે કહ્યું, “બેટા, સિદ્ધાર્થ! ગધેડાને સાકર ન ભાવે તેમાં બિચારી સાકરનો શો દોષ? દુર્જનોને વિરાગીની વાતો ન ગમે તેમાં તે વાતોનો થોડો જ દોષ કહેવાય? ઊંટને કલ્પતરુનાં ફળ ધરવામાં આવે તો ય તેને તરછોડીને બાવળીયે જાય; તેના માટે તેમ જ બનવાનું સ્વાભાવિક છે. દુર્જનોને એ વાત નથી ગમતી એ ભયથી આપણે એ વાત ન કરવી એવું પણ નથી. કેમકે તો તો પછી કપડાં બગડી જવાના ભયથી કપડાં પહેરવાનું ય બંધ કરી દેવું પડે !'
ગુરુદેવની મીઠી રમૂજ સાંભળતાં જ બધા ખડખડાટ હસી પડ્યા.
ગુરુદેવ આગળ બોલ્યા, “એટલે બેટા સિદ્ધાર્થ, એ દુર્જનોએ રાગનાં તિમિર ખડક્યાં છે માટે જ વિરાગના રશ્મિની જરૂર પડી છે. રશ્મિનો ઉદય થતાં જ રાગ આપોઆપ નાસી જવાનો. વિરાગની વાતો તેને જ ગમે જેને પોતાના સુખની વાત ગમતી હોય. જે કોઈ સુખની શોધમાં નીકળે છે તેને આ વિરાગની વાતો બહુ જ ગમી જાય છે કેમકે વિરાગ ભાવને જાગ્રત કર્યા વિના સુખ સાંપડે તેમ છે જ નહિ. સિદ્ધાર્થ, માની લે કે તારે ત્યાં કુબેરની અઢળક લક્ષ્મી ખડકાઈ ગઈ અને ધાર કે તું
Page #73
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૭૩
બત્રીસ કન્યાનો સ્વામી થયો!''
ત્યાં તો સભામાં કોક બોલી ઊઠ્યું, “અરે! ગુરુદેવ હજુ તો એ અપરિણીત
છે!’’
દા’એ કહ્યું, ‘“ભાઈ સિદ્ધાર્થ! આ તો ધા૨વાનું છે, ધારવામાં તારું શું જાય છે? ધાર કે તારી પાસે ઘણું બધું ભૌતિક સુખ ઊભું થઈ ગયું છે પણ તને તેટલાથી સંતોષ ન થાય તો તું સુખે ઊંઘી શકે ખરો ? ખાતાં-પીતાં તને આનંદ આવે ખરો ? તારા મનમાં હજુ વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ચિંતાઓના ભડકા જ બળતા હોય ને ?
સિદ્ધાર્થ બોલ્યો, “જરૂર ગુરુદેવ, આપ કહો છો તે તદ્દન યથાર્થ છે.’’ ‘સારું, હવે આ કપિલની વાત લે. તારી સાત માળની હવેલીની બાજુમાં જ, ધાર કે આ કપિલનું એક નાનકડું ઝૂંપડું છે. રોજ ચાર છ આના કમાય છે. કો'ક દી' ઉપવાસ કરીને પોતાનો ખાવાનો રોટલો કોઈ દુખિયારાને આપીને ખૂબ હરખાય છે, સખત મજૂરી કરે છે, અને રાત્રે ભગવાનનાં ભજનિયાં ગાતો ગાતો ઘસઘસાટ ઊંઘી જાય છે. એના મોં ઉપર કદી કશી વાતનો ખેદ નથી, કોઈ વાતનું દુઃખ નથી. એને જે મળ્યું છે એમાં એને પૂરો સંતોષ છે. જરીકે વધુની એને ઈચ્છા નથી. તો કહે, તારા કરતાં આ માણસ સુખી ખરો કે નહિ? જો સુખી હોય તો કેટલો સુખી?’’
સિદ્ધાર્થ બોલ્યો, ‘‘ગુરુદેવ! ઘણો ઘણો સુખી. એની બાજુમાં ખરેખર હું સાત માળની હવેલીમાં રહેતો હોઉં તો પણ એનું પ્રસન્ન મોં જોઈજોઈને ઈર્ષ્યાથી બળીને અડધો થઈ જાઉં.''
‘તો બેટા સિદ્ધાર્થ એને આ સુખ ક્યાંથી મળ્યું ? તારા જેટલા પૈસા નથી, પત્ની નથી, હવેલી નથી, સ્નેહીસગા નથી છતાં તે સુખી કેમ? અને તારી પાસે તે બધું છતાં તું દુ:ખી કેમ ?’’
કપિલે કહ્યું, “ગુરુદેવ! ‘સંતોષી નર સદા સુખી.' એ કહેવત આજે બરાબર સમજાઈ ગઈ હોં !''
ગુરુદેવ બોલ્યા, ‘કહો એ સંતોષ શાથી આવ્યો ? પેલા શિયાળભાઈની જેમ નથી મળતું માટે મન વાળીને સંતોષ કેળવી લઈએ તો તેનાથી સુખ મળે? સુખ તો તે સંતોષ-વૃત્તિમાંથી જન્મે છે જે સન્તોષની પાછળ, ‘પદાર્થ માત્ર નાશવંત છે' એવું તત્ત્વજ્ઞાન પડ્યું હોય છે અને એ તત્ત્વજ્ઞાનથી જેના અંતરમાં વિરાગનો રસ રેલાઈ ગયો છે. સાંભળ્યું છે ને? વિદ્યુલ્લક્ષ્મી પ્રભુતા પતંગ! શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ!’’
Page #74
--------------------------------------------------------------------------
________________
וד
૭૪
વિરાગની મસ્તી
સિદ્ધાર્થે કહ્યું, ‘“પ્રભો! ભગવાન બુદ્ધે જે વાત કરી કે, “બધું ક્ષણિક છે, પળે પળે નાશવંત છે,’ એ વાત જગતના પદાર્થોથી વિરાગ કેળવવા માટે જ કરી હશે ને? અહો! ત્યારે તો તેમનો સિદ્ધાંત પણ આ રીતે સાચા સુખના માર્ગે જ લઈ જનારો બને છે કેમ ?
ત્યાં તો કપિલ પણ બોલી ઊઠ્યો, “અને ગુરુદેવ! સાંખ્યધર્મમાં પણ જે કહ્યું છે કે, ‘આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ બધી જડ પ્રકૃતિની માયા છે, એમાં આત્માને કશું ય લાગતુંવળગતું નથી.' એ પણ માયાથી વિરાગી બનવા માટે જ કહ્યું ને? વાહ, ત્યારે તો સાંખ્ય પણ સુખની દિશામાં ચાલ્યા કહેવાય કેમ?''
વળી શંકર પણ બોલી ઊઠ્યો, ‘“વેદાન્તમાં ય ‘બધાનો આત્મા એક જ છે’ એમ જે કહ્યું છે તે પરસ્પરનો સમભાવ કેળવવા માટે જ ને ? સમભાવ એટલે રાગ-રોષ વિનાનો ભાવ. આ રીતે તો વેદાન્તી પણ વિરાગી બનવાની જ વાત કરે છે!’’
એટલામાં જિનદાસ પણ બોલ્યો, “ગુરુદેવ, જિનેશ્વર ભગવાને પણ આ જ
વાત કહી છે. માણસ ત્યાગી ન હોય તે બને પણ તે વિરાગી તો હોવો જ જોઈએ. તે વિના તેને સુખ મળે જ નહિ.''
ત્યાં તો ગૌતમ બોલી ઊઠ્યો, “ગુરુદેવ! ગુરુદેવ! ન્યાય વૈશેષિક દર્શનમાં ય કહ્યું છે કે, ‘રાગાદિનો નાશ થયા વિના પરમ સુખ મળી શકે જ નહિ અને એ રાગાદિનો નાશ મિથ્યાજ્ઞાનના નાશથી થાય છે. માટે બધાએ તત્ત્વજ્ઞાન મેળવીને રાગાદિનો નાશ કરવો.’’
ગુરુદેવ બોલ્યા, “જોયું ને, મોક્ષને માનતા દર્શનો સુખ માટે તો એક જ વાત કરે છે કે વિરાગી બનવું. સંસારના પદાર્થોમાં મોહાઈ ન જવું. એના ગુલામ ન બનવું. એની પાછળ માનવજીવનની ઉત્તમોત્તમ પળોને બરબાદ ન કરવી. એટલે હવે એ વાત તો નક્કી થઈ જાય છે ને કે સંસારના તીવ્ર રાગોને આ વાત ન ગમતી હોય તોય એમની દયા ચિંતવીને આપણા સુખ માટે આપણે વિરાગની વાતો સાંભળીને વિરાગની કલ્પલતાનું બીજ આપણા જીવન ખેતરમાં વાવી દેવું જોઈએ ? એ બીજને જલાદિનું સિંચન વગેરે કરીને વિકસાવવું પણ જોઈએ ?''
બધા બોલી ઊઠ્યા, “જરૂર જરૂર ગુરુદેવ! બીજાને એ વાત ન ગમે તેથી શું આપણે ય ન કરવી? સંગ્રહણીના રોગીને દૂધ જોવું ય ન ગમે એટલે આપણે પણ ન જોવું ? કમળાના દોષવાળાને દુનિયા પીળી દેખાય એટલે આપણને ધોળી દેખાતી હોય તો શું આંખો બંધ કરી દેવી? ના. ના. ગુરુદેવ, આ તો છે અમારા જીવનનો
Page #75
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૭૫
પ્રાણપ્રશ્ન, ‘સુખ ક્યાંથી મળે?' આજે આખો ને આખો તે ઉકલી રહ્યો છે.’’
ત્યાં તો ગૌતમ બોલ્યો, “ગુરુદેવ, મારાં મનમાં ફરી ફરી એ પ્રશ્ન ઊભો થઈ જાય છે કે આ વિરાગનું જીવન બહુ જ મજાનું હોવા છતાં રાગ તરફનું જ આકર્ષણ કેમ રહે છે ? વિરાગ કેમ ગમતો નથી? વિરાગી જીવન જીવવાની રુચિ કેમ જાગતી નથી? એટલું જ નહિ, પણ એ વાત સાંભળતાં અંતરમાં અરુચિ-દ્વેષ વગે૨ે કેમ ઉત્પન્ન થઈ જાય છે? અરે! કેટલાક ત્યાગીના અંચળમાં ય રાગની બદબૂ વછૂટતી દેખાય છે તે શાથી? ત્યાગી પાસે તો સામગ્રી વિરાગની જ હોય છતાં ય વિરાગ કેમ ન હોય?’’
ગુરુદેવ બોલ્યા, ‘‘બેટા ગૌતમ! તારો પ્રશ્ન બહુ જ સુંદર છે. થોડીવાર રાહ જોઈ હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત થાત નહિ, કેમ કે એ જ વાત હું હમણાં કરવાનો
હતો.
મિત્રો, વિરાગની કલ્પલતાનું બીજ ગમે તેના જીવનમાં વાવી દેવાતું નથી. જેનું જીવન ઉખર ભૂમિ છે તેમાં તો તે બીજ શી રીતે ઊગવાનું ? જે આત્માની ભૂમિ બીજ વાવવાને યોગ્ય હોય તેમાં જ બીજ વાવેલું કામનું. એટલે હવે વિરાગની વાતો સાંભળવા છતાં કે ત્યાગનો વેષ પહે૨વા છતાં જો ત્યાં એકલા રાગનું જ જો૨ જણાતું હોય તો સમજી લેવું કે એ આત્મા હજુ ઉખરભૂમિ સમો છે. એની ભૂમિ ખેડવા લાયક બની નથી.’’
જિનદાસ બોલ્યો, “ગુરુદેવ! અમારો આત્મા કઈ જાતની ભૂમિ કહેવાય તે પહેલાં કહો એટલે અમને શાંતિ વળે.’’
ગુરુદેવે કહ્યું, “બેટા જિનદાસ ! શાંતિથી બધું સાંભળ, ઉતાવળો ન થા. અનાદિ કાળથી ભટકતો આત્મા આજે પણ ભટકી જ રહ્યો છે. હવે ભ્રમણોના ચક્કરો વટાવતો જે આત્મા તદ્દન છેલ્લા ચક્રમાં આવી ગયો છે, અર્થાત્ અનંતાનંત આવર્તોમાં ભમી ભમીને છેવટના આવર્તમાં જે આત્મા પ્રવેશી ચૂક્યો હોય એટલે જેને સર્વદુઃખમુક્ત થવા માટે એક જ ચક્ર ફરવાનું બાકી હોય તે આત્મામાં વિરાગનું બીજ ઊગી નીકળે. કેમકે તેનું જીવન હવે ઉખરભૂમિ સમું રહ્યું નથી. પણ હજી જે છેલ્લા ચક્રમાં આવ્યો નથી તે આત્માની ભૂમિ તો ઉખરભૂમિ સમી જ કહેવાય.''
જિનદાસે પૂછ્યું, “તો ગુરુદેવ, અમે બધા છેલ્લા ચક્રમાં આવી ગયા છીએ કે નહિ ?’’ ગુરુદેવે કહ્યું, “ભાઈ, એ તો ત્રિકાળજ્ઞાની જ કહી શકે, છતાં સામાન્યતઃ એમ કહી શકાય કે જેને સંસારનાં બંધનોમાંથી છૂટવાની વાત ઉપર અરુચિ ન થતી
Page #76
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
હોય, પાપ કરવા છતાં ખૂબ આનંદથી તે પાપો ન કરતો હોય અને ઉચિત પ્રવૃત્તિનું સેવન કરતો હોય તો તે આત્મા છેલ્લા ચક્રમાં પ્રવેશી ચૂક્યો છે.”
બધાય બોલી ઊઠ્યા! “આ વાત અમારામાં ઘટી જાય છે.” ગુરુદેવે કહ્યું, “ભાગ્યવંતો! તમારી એવી કશીક યોગ્યતા જોઈને તો હું વિરાગના બીજની અને તેના અંતિમ ફળની વાત કરું .
હવે આગળ સાંભળો. છેલ્લા ચક્ર સિવાયનો જે સંસાર-ભ્રમણનો કાળ એ બધોય સંસારની બાલ્યદશાનો કાળ છે.
છેલ્લા આવર્તનો કાળ એ વૈરાગ્ય-લતાના બીજને વાવવાનો અને તેના મીઠાં મધુરાં ફળ મેળવવાનો કાળ છે. આ કાળ એટલે સંસારસાગરથી પાર પામી જવા માટે હવે બહુ જ થોડો બાકી રહેલો કાળ. હવે થોડા જ કાળમાં એ આત્મા રાગરોષના, રતિ-અરતિના, કામ-ક્રોધના, પશુતાના કુસંસ્કારોથી મુક્ત થઈ જવાનો.
આવા છેલ્લા આવર્તમાં જ્યારે જીવ પ્રવેશ પામે છે ત્યારે તેની ધર્મ પામવાની યોગ્યતાનો પરિપાક થવાથી તેની ઉપર ચોંટેલો સહજ મળ નાશ પામે છે અને તેનામાં વિશુદ્ધ ધર્મનો ઉદય થાય છે. જ્યાં સુધી આમ બનતું નથી ત્યાં સુધી આત્માને એ ભાન થતું જ નથી કે રાગને ઉત્પન્ન કરનારાં ભોગ-સાધનો છોડી દેવા જેવા છે અને વિરાગને ઉત્પન્ન કરનારા સાધનો પ્રાપ્ત કરવા જેવાં છે.
જ્યાં સુધી પોતપોતાના બધા કાળ-વર્તુળોમાંથી પસાર થઈને જીવ મોક્ષાવસ્થાની તદ્દન નજીકના છેલ્લા કાળ-વર્તુળમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તો તેને ભોગસુખો જ આદરવા યોગ્ય લાગે અને ધર્મસાધના ત્યાજવા જેવી લાગે. જેમ ચગડોળમાં બેઠેલા માણસને બધું ભમતું ન હોવા છતાં ભમતું લાગે છે અને પોતે ભમતો હોવા છતાં સ્થિર લાગે છે એટલે કદાચ એવા કાળમાં રહેલા જીવને બધી જાતની ધર્મસામગ્રી મળે, સારા ગુરુદેવ મળે, વિરાગની વાતો સાંભળવા મળે પણ છતાં તે મોક્ષ આપનારી ન બને કેમકે છેલ્લા આવર્તના કાળની સામગ્રી હજુ જોડાઈ નથી એટલે મળેલી બીજી બધી સામગ્રી લાભ કરનારી ન બને.
કુંભારને ઘડો બનાવવા માટે માટી મળે, દંડ મળે, બીજી બધી આવશ્યક સામગ્રી મળી જાય પણ ચક્ર જ ન મળે તો ઘડો ન જ થાય ને? આમ દરેક કાર્યમાં બીજાં કારણોની જેમ કાળ પણ કારણ છે. - તમે ગમે તેટલી મહેનત કરો પણ અમુક કાળ પસાર થયા વિના કેરી પાકે ખરી? નહિ જ. ચાલવા માટે બાળક ગમે તેટલી મહેનત કરે તેથી ચાલતાં ન આવડી
Page #77
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
જાય, તે માટે અમુક કાળ પણ જોઈએ. મોતીઝરાનો તાવ કાળની સહાયથી જ ઊતરે. આંબે મંજરી પણ કાળના સહાયથી જ આવે.
એ જ રીતે આત્મામાં વિરાગની કલ્પલતાનું બીજ વાવવા માટે પણ એના છેલ્લા આવર્તમાં પ્રવેશ થઈ ગયા પછીનો જ કાળ સહાયક બને છે. આ જ કારણથી યોગીઓ એ કાળને ધર્મનો યોવનકાળ કહે છે. જ્યારે તેની પૂર્વના સઘળા ય આવર્તના ભ્રમણકાળને ભવનો બાલ્યકાળ કહે છે કે જેમાં ભોગો તરફ તીવ્ર રાગભાવ જ ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે. હવે તમારા બધાના આત્માને તો તમે છેલ્લા આવર્તમાં પ્રવેશી ચૂકેલો માનો છો ને? સારું. એ બહુ સારી વાત છે. જો તેમ જ હોય તો તમારો આત્મા સંસારના બાલ્યકાળને વટાવીને ધર્મના યૌવનકાળમાં પ્રવેશ્યો કહેવાય. હવે તમારામાં એ કલ્પલતાનું બીજ પડ્યું છે કે નહિ? અંકુરો, પત્ર, પુષ્પ વગેરે ઊગી નીકળ્યાં છે કે નહિ? તે પણ જોઈએ.
જેને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થાય તેણે સમજવું કે તેના આત્માની ભૂમિમાં ધર્મનું રાગબીજ તો પડી ગયું છે. આ ધર્મરાગ ગમે તેટલી વધતી જતી ભૌતિક રાગભાવની ધારાઓને સખ્ત આંચકો આપીને છિન્નભિન્ન કરી નાંખે છે.”
ગુરુદેવ, ધર્મરાગ એટલે શું?” જિનદાસે પૂછ્યું. ધર્મરાગ એટલે સદાચારપરાયણ માણસોને જોઈને તેમના સદાચારની ખૂબ પ્રશંસા કરવી અને પોતે પણ તેવા સદાચારી બનવાની ઈચ્છા રાખવી.
તેવી ઈચ્છા વારંવાર જાગવી તે બીજમાંથી ફૂટેલો અંકુર સમજવો. મોક્ષની ઈચ્છાપૂર્વકની શુદ્ધ ક્રિયા કરવાની જે ઈચ્છા તે અંકુરો.
ખોટું છોડવાની ઈચ્છા અને સારી પ્રવૃત્તિના ઉપાયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા તે અંકુરમાંથી વિકાસ પામેલાં બે પાંદડાં.
સદ્ગુરુ આદિરૂપ ઉપાયોની શોધ કરવી તે થડ.
પછી વૈરાગ્યના હેતુઓ સત્યક્ષમાદિમાં સમભાવયુક્ત પ્રગતિ કરવી તે પાંદડાનો સમૂહ; અને ભાગ્યોદય થતાં સદ્ગુરુનો યોગ થવો તે પુષ્પો.
આજ સુધી મોહને લીધે નિષ્ફળ બનતી ક્રિયાઓને આ સદ્ગુરુનો યોગ જ સફળ બનાવે છે. એ ગુરુ જ રાગના કૂવાના કાંઠે ઊભેલા-પળવારમાં કૂવામાં પટકાવાની અણી ઉપર આવેલા-માનવનો હાથ પકડી લઈને બચાવી લે છે. પછી ગુરુ સદ્ધર્મનો માર્ગ ઉપદેશે છે અને તે વખતે આત્મા અપૂર્વ પરાક્રમ કરીને ભાવ ધર્મના રહસ્યરૂપ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. તે જ આ વૈરાગ્ય કલ્પલતાનું
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૮
વિરાગની મસ્તી
મધુર ફળ છે.
જ્યાં સુધી ચિત્તમાં સમાધિભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે કાંઈ ક્રિયાકાંડરૂપ ધર્મધ્યાન કરીએ તે બધું સ્વર્ગાદિ સુખને આપી શકે, પણ સર્વ સુખોથી ઉત્કૃષ્ટ એવું મોક્ષ સુખ તો ન જ આપી શકે. એ સુખ આપવાની તાકાત તો સમાધિની પ્રાપ્તિમાં જ છે. હવે તમારા આત્મામાં જુઓ. બીજ પડી ગયું છે? અંકુરો ફૂટયા છે? થડ, પાંદડાં, પુષ્પ વગેરે આવી ગયાં છે?''
બધા ય બોલી ઊઠ્યા, “ના રે ના.... ગુરુદેવ કશાયનાં ઠેકાણાં લાગતાં નથી. માત્ર બીજ પડ્યું હોય તેમ લાગે છે. ગુરુદેવ! હવે તો અમારે આ બીજને વિકસાવવું છે. એ માટે કાંઈક સરળ ઉપાય બતાવો કે બીયંબીયાં, અંકુરઅંકુરા, પત્રપત્રા, પુષ્પપુષ્પા અને છેવટે ફૂલફૂલા આવી જાય અને પછી એનો મસ્ત રસ ગટગટ ગટાગટ કરતા પીવા લાગીએ.”
ગુરુદેવ હસી પડ્યા. “બંધુઓ તમે તો ગટગટની વાત કરી પણ હજી તો તમારા બીયંબીયાનાં ય ઠેકાણાં છે કે નહિ તેનો પાકો નિશ્ચય કરવાની જરૂર છે. કેમકે સંસારી જીવની ભૂમિમાં જ્યારે વૈરાગ્ય કલ્પવેલડીનું બીજ પડે છે ત્યારથી જ મોહરાજની છાવણીમાં ખળભળાટ મચી જાય છે. ધર્મરાજ સાથે યુદ્ધ ખેલાય છે અને એક મોટું મહાભારત રચાઈ જાય છે.”
મહાભારતની વાત સાંભળીને તો બધા એકદમ બોલી ઊઠ્યા, “એ શું કહ્યું? ગુરુદેવ! વિરાગની વાતમાં મહાભારત શેનું? મોહરાજ કોણ? એ ક્યાં રહે છે?”
ગુરુદેવે કહ્યું, “તમે બધા એકદમ ઉતાવળા થઈ જાઓ છો. આજે તમને તદ્દન નવી જ દુનિયામાં લઈ ગયો છું એટલે જ નવું નવું જાણવાની તમારી કુતૂહલવૃત્તિ વારંવાર ઉત્તેજિત થઈ જાય છે. એ મહાભારત પાસે પાંડવ-કૌરવનું મહાભારત તો બિચારું આપણા ગામડાના ફળિયામાં લડતાં એ દૂબળા બાળકોના યુદ્ધ જેવું લાગે. ક્યાં એ ધર્મરાજ અને મોહરાજ! એમના સામર્થ્યની તો શી વાત કરવી?
સાંભળો ત્યારે સામ-દામ-ભેદભરી એ યુદ્ધકથા. પણ એક વાતની ચોખવટ કરી લઉં તો જ મજા આવશે કે આ યુદ્ધકથામાં એક બાજુ ધર્મરાજ છે અને બીજી બાજુ મોહરાજ છે. આ યુદ્ધ ભારતની કે આખી દુનિયાની કોઈ સૃષ્ટિ ઉપર ખેલાયું નથી, કિન્તુ આપણા દરેકની આંતરસૃષ્ટિમાં ખેલાતું મનોયુદ્ધ છે.
આપણે જાણીએ છીએ કે આપણા મનમાં હંમેશ અમુક પ્રકારનું તોફાન ચાલતું જ રહે છે, ક્યારેક આપણને દયા દાનનાં વિચારો જાગે છે, તો ક્યારેક તેથી અવળા
Page #79
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
વિચારો પણ જાગી જાય છે. પછી એ બે જાતના વિરોધી વિચારનો પરસ્પર સંઘર્ષ થતો હોય એવું આપણે અનુભવીએ છીએ. તે વખતે કોઈ પૂછે કે ભાઈ શું નિર્ણય ઉપર આવ્યા? ત્યારે આપણે તરત કહીએ છીએ કે હજુ કાંઈ જ નક્કી થતું નથી. મનમાં બેય વિચારોનું તોફાન ચાલે છે. ઘડીમાં એક જીતે છે, તો ઘડીમાં બીજો. આવા વિચારો આત્માના સંબંધમાં ય ચાલે છે. એકાદશીનો ઉપવાસ કરવો કે ન કરવો. પૂજા ભણાવવી કે ન ભણાવવી? એક બાજુ સુમતિ કહે કે ઉપવાસ કરો, કલ્યાણ થશે. પૂજા ભણાવો, સુખી થશો. ત્યારે બીજી બાજુ કુમતિ કહે છે કે ઉપવાસમાં તો લાંબા થઈ જશો. માટે નથી કરવા ઉપવાસ, નથી કરવી પૂજા, મોંઘવારી કેટલી વધી ગઈ છે? ત્યાં આ પૂજા-પાઠના ખર્ચા! પૈસાના ધુમાડા !”
ગૌતમ એકદમ ઊભો થઈ ગયો! “તદ્દન સાચી વાત ગુરુદેવ, તદ્દન સાચી વાત. આજે તો આપે કમાલ કરી નાંખી છે. અમારા મનની વાતો આપ ક્યાંથી જાણી ગયા?”
ધર્મસભાનો શોગિયો રંગ આખોય પલટાઈ ગયો હતો. બધાયના મોં ઉપર કાંઈક જાણવાની ઈચ્છા, આનંદ, આશ્ચર્ય, પ્રસન્નતાની લાગણીઓ તરવરતી હતી.
દા' મનોમન બોલ્યા, “શોકનું વાતાવરણ દૂર કરવામાં ધારી સફળતા મળી.” ખોંખારો ખાઈને દા'એ વાત આગળ ચલાવી. સભામાં શાન્તિ સ્થપાતાં કહ્યું, હવે સાંભળો પેલી યુદ્ધની વાત! આપણા મનમાં જ્યારે ધર્મબીજ વિકાસ પામે છે ત્યારે અશુભ વાસનાઓ એટલે કે મોહરાજ કેવું તોફાન મચાવે છે? અને તેની સામે શુભ ભાવનાઓ એટલે કે ધર્મરાજ કેવી સખત લડત આપે છે, તે શાંતિથી સાંભળજો અને તેમાં છુપાયેલો મર્મ પકડતા જજો. એકલી વાર્તા જ સાંભળવામાં ગુલતાન ન બની જશો.
Page #80
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૧૨]
વિશાળ મેદાનની ચારે બાજુ નાની નાની ટેકરીઓની હારમાળા હતી. આ હારમાળામાં જ ધર્મરાજે પોતાની નગરી વસાવી હતી. સદાચારનું કઠોર વ્રત પાળતા સંતોની એ નગરી હતી. નાનકડી ટેકરી ઉપર વસતા આ નાનકડા નગરની એક અદ્ભુત વિશેષતા હતી. તે એ કે ત્યાં એક એવા પ્રકારની અનોખી સુગંધ મહેક્યા કરતી કે જેની સુવાસથી આ નાગરિકો મસ્ત રહેતા. ગમે તેટલું કષ્ટ વેઠવા છતાં તેઓ કદી થાકતાં નહિ. દિવસો સુધી ભૂખ્યા રહેવા છતાં પણ તેઓ પ્રસન્નવદન જણાતા.
જીવનના બાહ્ય રંગરાગની એમને પરવા જ ન હતી. એટલું જ નહિ કિન્તુ એના તરફ તો એમને ભારે ઉપેક્ષા હતી. એ હંમેશ કહેતા, “આ રંગરાગમાંથી તો અસહ્ય બદબૂ આવે છે. અમારું તો માથું ફાટી જાય છે. અમે ત્યાં એક પળ પણ થોભી શકતા નથી.” સદેવ પેલી દિલતર સુગંધમાં રહેતાં આ સંતોને સંસારનાં રંગરાગમાં બદબૂ આવે તેમાં કશી નવાઈ નથી.
આ સુગંધ હતી સમાધિનાં ફળથી લચી પડેલી પેલી વૈરાગ્ય કલ્પલતાની ઘટાદાર ઝાડી પર ખીલેલા અસંખ્ય પુષ્પોની. ટેકરીના મૂળમાં એનાં બીજ, થડ વગેરે હતાં; પણ એ કલ્પતરુનો સંપૂર્ણ વિકાસ તો ટેકરીને જ અડતો હતો. ટેકરીની બેય બાજુ ઊભેલા એ ઘટાદાર કલ્પતરુનાં ફળોમાંથી સતત વહેતી લોકોત્તર સૌરભ માણવાનું સદભાગ્ય તો ટેકરીના નાગરિકોને જ પ્રાપ્ત થયું હતું.
ચારે બાજુ પથરાયેલી એ પર્વતમાળાની વચ્ચે વિશાળ મેદાન હતું. ત્યાં પણ ઘણા લોકો વસ્યા હતા, પરંતુ તેઓ હજી સુધી સુરભિ નગરના નાગરિકો બની શકયા ન હતા કેમકે તેઓ ઉત્કૃષ્ટ સદાચારના જીવનમાં હજી પ્રવેશ કરી શક્યા ન હતા. ધર્મરાજની રૈયત બે વિભાગમાં વહેંચાયેલી હતી. એકમાં સર્વસંગના ત્યાગી ઉત્કૃષ્ટ સદાચારના સંગી મહામાનવો હતા. જ્યારે બીજા વિભાગમાં વિશિષ્ટ શક્તિના અભાવે યથાશક્તિ સદાચાર પાળનારા, ઉત્કૃષ્ટ સદાચારના ઉમેદવાર સગૃહસ્થો હતા.
ધર્મરાજની રાજધાની તો પેલી ટેકરી ઉપર જ હતી, કેમકે ધર્મરાજને સંતો ઉપર વિશેષ પ્રેમ હતો એટલે જ કલ્પલતાની સુગંધથી એ ભૂમિ અતિઆલાદક બની
Page #81
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
હતી.
મેદાનને વીંટળાઈને રહેલી ટેકરીઓની બહાર, બધી મોહરાજની ભૂમિ હતી. ત્યાં જે લોકો વસતા તેઓ મનના ઘણા જ મેલા હતા. માંસાહારી હતા, જૂઠું બોલવામાં તો પાપ માનતા જ નહિ, ચોરી કે લૂંટફાટ કરવાનો તો તેમનો ધંધો જ હતો. એ લોકો ધાડપાડુઓ હતા. પરસ્ત્રીગમન તો તેમને મન સામાન્ય બાબત હતી. તેમણે ચોરીના માલથી કેટલીય ગુફાઓ ભરી દીધી હતી.
કોઈ પણ માણસ ધર્મરાજની સરહદમાં ચાલ્યો ન જાય તે માટે મોહરાજે ભારે તકેદારી રાખી હતી. સરહદ ઉપર સખ્ત ચોકીપહેરો ગોઠવી રાખ્યો હતો પણ તેમ છતાં લાગ મળી જાય ત્યારે ધર્મરાજનો બહુમાન્ય સેવક સદાગમ મોહરાજના એકાદ બે માણસોને ઉઠાવી લેવાનું ચૂકતો નહિ. એક વખત આવી જ તક આવી લાગી અને સરહદની પોતાની બાજાએ ઊભેલા સદાગમે એક સંસારી જીવની ચિત્તભૂમિમાં પેલું ધર્મપ્રશંસાનું બીજ વાવી દીધું. પછી તેને ઉઠાવીને ઝટ પોતાના મેદાનમાં લઈ આવ્યો.
આ બાજુ પેલા જીવની ચિત્તભૂમિમાં બીજ પડ્યું અને મોહરાજની રાજસભામાં ખળભળાટ મચ્યો. મોટા મોટા સુભટો બેચેન બનવા લાગ્યા. સતત કામ કરવા છતાં ન થાકે તેવા રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર પણ બગાસાં ખાવા લાગ્યા. મોહરાજ ચમકી ગયા. તરત મનમાં વિચાર્યું કે નક્કી પેલા સદાગમે કશુંક કામણ-ટ્રમણ કરી નાંખ્યું લાગે છે. આંખો મીંચી દીધી. જરાક ધ્યાન ધર્યું તો જણાયું કે અમારા એક નાગરિકના ચિત્તમાં બીજ નાંખી દીધાનું આ પરિણામ છે. અહો! આ નાગરિક હવે હાથથી ગયો! ધર્મરાજના મેદાનમાં એને વસવાટ મળી ગયો જ સમજો ! એની ચિત્તવૃત્તિમાં પડી ગયેલું બીજ કાલે ફૂટશે, પછી અંકુરિત થઈ જશે અને પછી પુષ્પિત પણ થઈ જશે. એક બીજ પડતાં જ મારા સુભટો બગાસાં ખાવા લાગ્યા તો એમાંથી અંકુરો નીકળતાં શું થશે? પાંદડાં ફૂટતાં શું થશે? માટે અત્યારે જ આ અમંગળનું નિવારણ કરી દેવું જોઈએ. ભલે સદાગમે ગમે તેવો મંત્રોનો સંસ્કાર આપીને બીજ વાવી દીધું. પણ અમે હમણાં જ સરહદમાં ઘૂસી જઈને બીજ કાઢીને ફેંકી દઈશું. કોઈ પણ હિસાબે એનો વિકાસ તો નહિ જ થવા દઈએ. આજ સુધીમાં અમારી બેદરકારીને પરિણામે અગણિત કલ્પલતાઓ ઊભી થઈ ગઈ. એની ઉપર બેઠેલાં ફળોની સુગંધિ ચોમેર ફેલાઈ ગઈ. અમે તો એ સુગંધીને જીરવી પણ શકતા નથી. હજુ તેમાં વધારો થાય તો અમારું થાય શું? માટે હવે આ નવાં તોફાનોને તો તત્કાળ દાબી દેવામાં જ મજા છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
મોહરાજે આ પ્રમાણે મનોમન વિચાર કરી લઈને એક મંત્ર ભણ્યો અને ફૂંક મારી કે તરત જ બધાય પ્રધાનો તન્દ્રમુક્ત થઈ ગયા. આંખો ચોળીને સ્વસ્થ થઈ ગયા.
મોહરાજે કહ્યું: “અરે! મૂર્ખાઓ! ધૂળિયા છોકરા જેવા સદાગમના કામણમાં તમે અટવાઈ જશો તો આ રાજ્ય કેમ ચાલશે? ચાલો, તૈયાર થઈ જાઓ. એક જીવની ચિત્તવૃત્તિમાં પડી ગયેલા બીજને ઉખેડી નાંખવા સજ્જ બની જાઓ.”
મોહરાજની હાક સાંભળતાં જ તેના યોદ્ધાઓ સજ્જ થઈ ગયા. સાચા અર્થમાં તો આ લોકો યોદ્ધા હતા જ નહિ, ધાડપાડુઓ જ હતા; એટલે યુદ્ધનીતિમાં તે સમજતા જ નહિ, તેમની તો એક જ નીતિ હતી; પોતાનું રાજ્ય વિસ્તારવું અને એક પણ માણસને શત્રુપક્ષમાં જવા ન દેવો!
સંધ્યા થઈ! અંધારું થયું. આગળ વધવાનો હુકમ છૂટ્યો. તલવારો ખણખણી. ઘોડાના ડાબલા બનવા માંડ્યા. ધર્મરાજની સરહદ ઉપર મોહરાજ આવી પહોંચ્યો. એકાએક આ ધાડ આવી પડતાં ત્યાં રહેલા શુભાશય વગેરે ચોકીદારો જરાક વિચારમાં પડી ગયા. છતાં તેમણે મરણિયો હુમલો કર્યો.
મોહરાજના વ્યવસ્થિત રીતે ત્રાટકેલા સૈન્ય તેમને બધાયને ધરતી ઉપર સુવડાવી દીધા. ઠેઠ મેદાનમાં ઘૂસી ગયા. સંસારી જીવની ચિત્તવૃત્તિમાં પહોંચી જઈને ત્યાં દાટેલું બીજ ખેંચી કાઢ્યું અને જીવ લઈને પાછા નાઠા.
આ બાજુ ધર્મરાજને ખબર પડી. તરત જ સૈન્ય મોકલ્યું પણ મેદાનમાં કોઈ ન મળે. એ ધાડપાડુઓ તો ક્યાંય પલાયન થઈ ગયા હતા. બીજ પાછું વાવી દીધું અને પાછા ફર્યા. આવું ઘણીવાર બન્યું. દરેકવાર ધર્મરાજનું સૈન્ય મોડું પડી જતું.
એક વાર તો મોહરાજનું આખું ય સૈન્ય કન્દરાઓમાં છુપાઈ રહ્યું. ધાડપાડુઓ મધરાતે મેદાનમાં પેસી ગયા. કયાંકથી બીજ ઉખેડ્યાં તો ક્યાંક થડ ઉપર કુહાડાના ઘા દેવા લાગ્યા. અંદર અંદરની ગુપચુપથી ધર્મરાજના સૈન્યને જાણ થઈ ગઈ. સેનાપતિએ રાડ નાંખી. “હોંશિયાર!” અને... બધાય સજ્જ થઈ ગયા. ધાડપાડુઓ તો એ ત્રાડ સાંભળતાં જ ધ્રુજી ઊઠ્યા. બધુંય પડતું મેલીને જાય ભાગ્યા જીવ લઈને... ધર્મરાજના સૈન્ય પીછો પકડ્યો. ધનુષટંકાર થયો અને એક પછી એક તીર છૂટવા લાગ્યાં.
કોઈનો હાથ વીંધાયો તો કોઈનો પગ વીંધાયો! કોઈના ઘોડા લંગડા થઈ ગયા! તેઓને ખૂબ માર્યા! ખૂબ માર્યા! મારીમારીને અધમૂઆ કરી નાંખ્યા!''
જીવી ડોશી ગરજી ઊઠ્યાં, “એ તો એ જ દાવના હતા!”
Page #83
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૮૩
‘ડોશીમા, વાર્તા સાંભળવા જ તલ્લીન બન્યાં દેખાય છે. માજી, વાર્તાની પાછળનું રહસ્ય વિચારતાં રહો છો કે નહિ ?''
ડોશી બોલ્યા, ‘‘દા’ જેટલું સમજાય તેટલું બરાબર વિચારું છું. હવે તમતમારે આગળ ચલાવો. અમારો રસ મરી જાય છે.’’
ગુરુદેવે વાત આગળ ચલાવી, “પણ આ તો ધાડપાડુની જાત! માર ખાય તો ય એની ડાગળી ઠેકાણે ન આવે. એ તો વધુ રોષે ભરાય અને ઝનૂની હુમલા કરવા કમર કસે.’'
મોહરાજને બધી વાતની ખબર પડી. વાત સાંભળતાં જ એ તો સમસમી ગયો. એનું મોં લાલચોળ થઈ ગયું. એ ક્રોધથી કંપવા લાગ્યો ! ત્યાં ઊભેલા સુભટો પણ એને જોઈને થરથરી ગયા!
‘ઓ માયકાંગલાઓ ! તમારામાં કાંઈ શૌર્ય જ નથી શું ? જાઓ, જોઈએ તેટલું સૈન્ય લઈ જાઓ અને ધર્મરાજના સૈન્યને સખ્ત પરાજય આપો. જાઓ, ઊભા શું રહ્યા છો ? ઠેઠ એની રાજધાનીમાં પહોંચી જાઓ. ધર્મરાજને જીવતો કેદ કરો. મારી સામે લાવી મૂકો. મારી વેરપિપાસા એનું લોહી પીધા વિના શાન્ત નહિ થાય. સાંભળતા નથી? જાઓ, હજુ ઊભા શું રહ્યા છો ?''
ખૂબ જ સ્વસ્થતા સાથે સેનાપતિ બોલ્યા, “મહારાજાધિરાજ! અમારી મુશ્કેલીઓ આપ સાંભળી લો. પછી આપ જેમ કહેશો તેમ કરવા અમે તૈયાર છીએ. ધર્મરાજની રાજધાનીની ચોમેર જે કલ્પલતાઓની ઝાડી છે તેમાંથી એવી કોઈક ગજબની સુવાસ નીકળે છે કે તે ગંધ ત્યાંના લોકોને તો બહુ જ આનંદ આપે છે પણ અમને તો તેનાથી ત્રાસ ત્રાસ થઈ જાય છે, એટલે ટેકરી ઉપર જવાની વાત તો અમારા માટે શકય જ નથી; રે! મેદાનમાં જઈને નવી કલ્પલતાઓનાં બીજ, થડ વગેરેને ઉખેડી નાંખવા માટે પણ અમારે ભારે જહેમત ઉઠાવવી પડે છે. રાજાધિરાજ! આપ તો સત્તાના સિંહાસને બિરાજેલા છો પણ એક વાર અમારી સાથે ત્યાં પધારો તો અમારી વાતની આપને પાકી ખાતરી થાય કે મેદાનમાં ફેલાએલી આછી પાતળી ગંધ પણ અમારા માટે કેટલી ત્રાસજનક બને છે! ત્યાં વસતા સગૃહસ્થો અને સંતો આ ગંધમાં શી મોજ માણતા હશે એ જ અમને તો સમજાતું નથી. હવે આ
વિષયમાં મહારાજાધિરાજ અમને જે કાંઈ આદેશ ફરમાવે તે અમને પ્રમાણ છે.’’
:
આ વાત સાંભળીને જરાક ઠંડા પડીને મોહરાજે કહ્યું, “વીર સુભટો! તમારી વાત તદ્દન સાચી છે. મારા જાસૂસો દ્વારા મને બધી વાતની બાતમી મળી ચૂકી છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૪
વિરાગની મસ્તી
આ લો, આજે તમને એક અદ્ભુત વસ્ત્ર આપું છું. તેના ટુકડા કરી લઈને બધાએ પોતાના નાક-મોં બાંધી દેવાં. આવી રીતે બુકાની બાંધીને ત્યાં જશો તો તમારી બધી મુશ્કેલીનું નિવારણ થઈ જશે. ભલે હાલતુરત ધર્મરાજની રાજધાની સુધી ન જવાય; કિન્તુ તેની તળેટીના મેદાનમાં જઈને જેટલાં બને તેટલાં બીજ, થડ ઉખેડી નાંખો જેથી તેના ફળોની સુગંધનો નવો વધારો ન થાય. જાઓ મારા વહાલા સુભટો! જરા ય ગભરાશો નહિ. અંતિમ વિજય તમારો જ છે.''
સમયપારખુ મોહરાજે સુભટોની પીઠ થાબડી. આશિષ આપી. પાણીદાર ઘોડાઓ હણહણાટ કરવા લાગ્યા. વીરહાક કરતા, મોહરાજની જય બોલાવતા સુભટો સરહદની નજીકમાં આવી ગયા. ત્યાં જ પડાવ નાંખ્યો. રાત્રિ પડી. શત્રુપ્રદેશ ઉપર છાપો માર્યો. મોઢે બુકાનીઓ બાંધી હતી એટલે પેલી ગંધ એમને ઝાઝી અસર પહોંચાડી શકી નહિ. ધર્મરાજના ચોકીદારોને ખૂબ માર મારીને અધમૂઆ કરી નાંખ્યા. સેંકડો બીજ ઉખેડી નાંખ્યાં. કેટલાય થડ તોડી પાડ્યાં. સવાર પડતાં પડતાં તો પાછા પોતાની છાવણીમાં આવી ગયા.
મોહરાજે દરેકને શાબાશી આપી. ભારે ઈનામોની વહેંચણી કરી. પુષ્કળ ધનધાન્ય આપ્યું. ‘મહાવીર’, ‘શૂરવીર’, ‘પરાક્રમ-વીર', વગેરે ઈલ્કાબો એનાયત કર્યા. આ કદરથી સુભટોને પણ ખૂબ પાણી ચડ્યું. એમનો ાસ્સો ઘણો વધી ગયો. સવારના પહોરમાં ધર્મરાજને ખબર મળ્યા કે રાતે ધાડપાડુઓની મોટી ફોજ ઊતરી પડી હતી અને પુષ્કળ નુકસાન કરીને ચાલી ગઈ છે.
ધર્મરાજ ચિંતાતુર બની ગયા. પોતાના પ્રિય મંત્રી સદાગમને બોલાવ્યો. સદાગમ આવ્યો. ધર્મરાજે કહ્યું, “સદાગમ! તું બધી રીતે બાહોશ છતાં આ શું બની રહ્યું છે ? મોહનું સૈન્ય આ રીતે આપણને ધમરોળી નાંખે તે કેમ ચાલે ? આપણા સિંહબળ પાસે એ બકરી છે તેમ છતાં આજે આ શું આશ્ચર્ય? સદાગમ! તું ભારે ભેજાબાજ કહેવાય, ખેપાની કહેવાય, બળ અને કળ બેય વિદ્યાનો પરગામી કહેવાય અને આ શું? મને તો કશી સમજણ પડતી નથી. શું કોઈ ઉપાય નથી આ લૂંટારાઓને મહાત કરવાનો ? તને જોઈએ તેટલું સૈન્ય આપું પણ એકવાર તું એમને જે૨ ક૨.’’
સદાગમે કહ્યું, “મહારાજ, આપ ચિંતા ન કરો, આ દુષ્ટોની લડવાની અધમ નીતિ, બળથી મહાત કરી શકાય તેમ નથી. જેને યુદ્ધના નીતિનિયમો પાળવા નથી, એ તો ગમે તેવી નીચ નીતિ અપનાવે. તે વખતે શું આપણે ય તેના જેવા થવું? નહિ જ. આપણા કુલવટને જે છાજે નહિ તેવું કશું ય આપણાથી ન થાય.'' ધર્મરાજ બોલ્યા, ‘‘તો હવે કરવું શું?''
Page #85
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
સદાગમે કહ્યું, “મહારાજ એ લોકોને જેર કરવા કળ અજમાવવી પડશે, મારી પાસે એવી કળ છે જે અજમાવતા અહીં આવતાં તે દુષ્ટોના પગમાં બેડીઓ પડશે.”
ધર્મરાજ બોલી ઊઠ્યા, “શું કહે છે? અહીં બેઠા બેઠા કળ અજમાવવાની, અને ત્યાં સેનામાં બેડી પડે! ગજબ વાત કરી તેં તો! કહે શું છે એ યોજના! આમાં તો આપણા સૈન્યનું એક પણ માણસ ન મરે અને આપણો વિજયવાવટો ફરકી જાય! વાહ એના જેવું બીજું શું સારું હોઈ શકે!''
સદાગમે કહ્યું, “એ કળ છે પરમેશ્વરની પૂજાની. આપણા તાબાના બધા ય પ્રદેશમાં પરમેશ્વરની ભક્તિ, નામ-ધૂન, વગેરે હવે વધુ જોરમાં ચાલુ કરી દેવાનું ફરમાન કાઢો. ચારે બાજુ પરમાત્માની ભક્તિની રમઝટ બોલાય, દરેકના હોઠે પરમાત્માનું જ નામ જપાય, દરેકના હૃદયકમળમાં પરમાત્માની સ્થાપના હોય. બસ, આપણો આખો ય પ્રદેશ પરમાત્મામય બની જાય. જુઓ પછી એ ધાડપાડુઓની કેવી વલે થાય છે.”
સદાગમની વાતનો તરત જ અમલ કરવામાં આવ્યો. ઘેર ઘેર વિશિષ્ટ પરમાત્મ ભક્તિનો આરંભ થઈ ગયો. આવી પડેલી દેશ ઉપરની આફત દૂર કરવા માટે સહુ એકદિલથી પ્રભુને ભજવા લાગ્યા. કરોડોની સંખ્યામાં જપ થયા. લાખો પુષ્પોની અંગરચના થઈ. અઢળક ધન દેવાધિદેવના ચરણે મુકાયું.
આ બાજુ મોહરાજ તો એક જ વિજયમાં ખૂબ જ હિંમતવાળા થઈ ગયા હતા. હવે એમણે યુદ્ધની બમણી તૈયારી કરવા માંડી. આ વખતે તો ધર્મરાજને જીવતા કેદ કરી લેવા. બીજી વાત નહિ! દિવસોથી તાડમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. લાખોની સંખ્યામાં સૈન્યમાં ભરતી થઈ. બધા સજ્જ થઈ ગયા.
યુદ્ધે ચડવા માટેનો મુકરર કરેલો દિવસ આવી ગયો. તલવારો ખણખણવા લાગી. ઘોડાઓ હણહણવા લાગ્યા. હાથીઓને દારૂ પાવામાં આવ્યો. તીરોને વિષ ચઢાવવામાં આવ્યું. સેનિકો હાથ મસળી રહ્યા છે. ક્યારે રણમોરચે જઈએ અને જ્યારે એ દુષ્ટોને મચ્છરની જેમ મસળી નાંખીએ ! અને.
એક દી' રણશિંગા ફૂંકાયાં! દડમજલ કરતું સૈન્ય આગેકુચ કરવા લાગ્યું. રાગકેસરી અને દ્વેષગજેન્દ્ર સેનાપતિપદ લીધું.
આ બાજા જાસૂસોએ ધર્મરાજને બાતમી આપી. સાંભળતાની સાથે જ વીર સુભટોએ તલવાર ખેંચી કાઢી. “મહારાજાધિરાજ, આજ્ઞા કરો. આપના શૂરવીર સૈનિકો રણમોરચે પોતાનું પરાક્રમ બતાવી આપે.”
Page #86
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
ધર્મરાજે સદારામ સામે જોયું. તરત સદાગમે ઊભા થઈને અંજલિપૂર્વક નમસ્કાર કરીને ધર્મરાજને કહ્યું, “મહારાજેશ્વર! હવે કશુંય કરવાની જરૂર નથી. પરમાત્મભક્તિ પૂરજોશમાં ચાલી રહી છે. હજા ગઈ કાલે જ હું બધે ફરી આવ્યો છું. આપણું કાર્ય સત્વરે જવાબ દેશે. આપ નિશ્ચિત બની જાઓ એમ સેવક ઈચ્છે છે. વીર સૈનિકો, તમારી તલવાર મ્યાન કરો. શાંતિથી બધું જોયા કરો.'
આ બાજુ મોહરાજનું સૈન્ય આવી ગયું. યુદ્ધની નૈતિક્તામાં એ સમજ્યા જ ન હતા. રાત પડે એટલે છાપો મારવો એ જ એમનો ધર્મ હતો.
અને.. જ્યાં સિસોટીઓ વગાડીને છાપો મારવાની સૂચના અપાઈ ત્યાં તો મોહનું સૈન્ય સરહદ ઉપર ધસી જવા તૈયાર થઈ ગયું ! પણ આ શું? જાણે આકાશમાંથી ખણખણ... ખણખણ અવાજ કરતી બેડીઓ ઊતરી પડી અને દરેકના પગમાં જકડાઈ ગઈ! આખું ય સૈન્ય ત્યાં જ સ્થિર થઈ ગયું. કોઈ ન હાલે કે ન ચાલે! આવી કારમી અવદશા શાથી થઈ તે કોઈથી ન સમજાયું! કોણે કર્યું? કોઈને ખબર ન પડી! હવે શું કરવું? કોઈ માર્ગ ન કાઢી શક્યું!
સહુ ગભરાઈ ગયા! બધાની છાતીના ધબકારા વધી ગયા! દરેકને આંખ સામે મોત દેખાવા લાગ્યું! બધાની જિંદગી એક જ રાત જેટલી બાકી હતી એમ સહુએ માની લીધું ! સવાર પડશે કે આ રણભૂમિમાં જ આપણાં ધડ-મસ્તક રગદોળાશે. અહીં લોહીની નદીઓ વહેતી થશે. કોઈને ય માર્યા વિના મરવાનું. કેવું કાયર મોત!
સવાર પડી. ધર્મરાજ અને સદાગમ આવ્યા. તેમની પાછળ નગરના હજારો લોકો હતા. સૈન્યની અવદશા જોઈને લોકો તો આશ્ચર્યમુગ્ધ ભાવે નીરખી જ રહ્યા.
ધર્મરાજે રાગકેસરીને પૂછ્યું, “કેમ સેનાપતિજી! જોઈ લીધું ને તમારું બળ! સદાગમ, આ બધાયને આ જ સ્થિતિમાં અહીં પડી રહેવા દો. થોડા સમય બાદ આપણે જાહેરમાં એમનો વિચાર કરીશું. આવા દુષ્ટ માણસો ઉપર દયા તો બતાડી શકાય જ નહિ!''
ધર્મરાજનો જયજયકાર થયો! સંસારીજીવની ચિત્તવૃત્તિમાં ફરી બીજનું વાવેતર થઈ ગયું! સહુ પોતપોતાના સ્થાને વિદાય થયા.
રાત પડી! મધરાત થઈ! પચાસ બુકાનીધારીઓ દબાતે પગલે ધર્મરાજની સરહદ પાસે આવ્યા! મોહરાજને નમ્યા! કશોક ગણગણાટ થયો! અને ઘડીના ય વિલંબ વિના સમગ્ર સૈન્યની બેડીઓ તોડવાનું કાર્ય આરંભાઈ ગયું ! મોહરાજ, રાગકેસરી અને દ્વેષગજેન્દ્રની બેડીઓ તૂટતાં જ તેઓ ઊભા થઈ ગયા! ક્રોધના
Page #87
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
આવેશમાં દાંત પીસવા લાગ્યા અને હાથ મસળવા લાગ્યા!
બધા છૂટી ગયા. જીવ લઈ નાઠા. મોહરાજે રાતોરાત સહુને ભેગા કર્યા. - સિદ્ધાર્થ બોલી ઊઠ્યો, “મોહરાજ પણ કેટલો અવળચંડો છે! હા માર ખાવાનો થયો લાગે છે! ઘો મરવાનો થાય ત્યારે વાઘરીવાડે જાય!
લટકી ડોશી બોલ્યાં, “અલ્યા સિદ્ધાર્થ, વચ્ચે શું કામ ટપકી પડે છે? સાંભળને હવે સાંભળતો હોય તો. બધાનો રસ બગાડે છે નકામો !”
વાત આગળ વધી. મોહરાજે કહ્યું, “મારા પ્યારા વીર સૈનિકો! પરાજયથી ગભરાઈ જવાની કશી જરૂર નથી એક વાર પરાજય, બીજી વાર પરાજય. અરે! છ વાર પરાજય. પણ સાતમીવાર તો આપણો જ વિજય છે. પડ્યો તે હંમેશને માટે પડ્યો રહેતો નથી. આથમ્યો સૂરજ હંમેશ માટે આથમી જતો નથી. અમાવાસ્યાએ ક્ષીણ થઈ ગયેલો ચંદ્ર પણ પુરુષાર્થ બળથી ધીરે ધીરે ફરી પોતાની સોળે કળાએ ખીલી ઊઠે છે, એટલે આપણે પણ હિંમત હારીને નાસીપાસ થઈ જવાની કશી જરૂર નથી. વીર સુભટ તરીકે જેને અભિમાન છે એ તો વેર-પિપાસા શાંત કર્યા વિના જંપીને બેસી શકતો જ નથી. સૂર્ય પણ રાતે છુપાઈ રહીને અવસર આવતાં જ વિરાટ અંધકારને ચીરી નાંખે છે અને વિશ્વ ઉપર ફરી પોતાનું સામ્રાજ્ય બિછાવી દે છે, આપણે પણ વેરશુદ્ધિ કર્યા વિના સુખે સૂઈ પણ કેમ શકીએ?”
રાગકેસરી બોલ્યો, “મહારાજ! આપની વાત અક્ષરશઃ સાચી છે. અમને પણ આ પરાજય રોમરોમમાં શૂળની જેમ ભોંકાય છે પણ હવે કરવું શું? ત્યાં જઈએ તો પગમાં બેડી પડે છે; અમારી સઘળી તાકાત નિષ્ફળ જાય છે !'
મોહરાજ બોલ્યા, “વીર રાગકેસરી'' તમારી વાત તદ્દન સાચી છે. મેં પણ વિકટ પરિસ્થિતિનો વિચાર કરી લીધો છે અને તેથી અહીં જ રહીને એક ઉપાય કરવાનો નિશ્ચય કર્યો છે. જેથી ધર્મરાજનો સંપૂર્ણ વિનાશ થાય. એ છે અભિચાર મંત્રનો જાપ. આપણે બધાએ સ્મશાનમાં અંધારી રાતે જવાનું છે. કાળાં વસ્ત્રો પહેરીને એ અભિચાર મંત્ર જપવાનો છે. તે પછી દરેકે પોતાના શરીરને કાપીને તેમાંથી માંસના લોચા ખેંચી કાઢીને હોમમાં બલી તરીકે નાંખવાના છે. પ્રેતપિશાચોને આ ભોગનો પ્રસાદ ન ધરીએ તો તેઓ પ્રસન્ન થાય નહિ. કહો, મારા વહાલા સુભટો તમે બધા તૈયાર છો ને?”
સહુ એકઅવાજે બોલી ઊઠ્યા, “રે! અમારા શત્રુના વિનાશ માટે આખા દેહનું બલિદાન દેવા પણ તૈયાર છીએ. અમારું સર્વસ્વ લઈ જાઓ પણ બદલામાં શત્રુનો
Page #88
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
સર્વનાશ કરો. અમારા રાષ્ટ્રને શત્રુભયથી મુક્ત બનાવો.”
શાબાશ શાબાશ; મારા પ્રાણપ્યારા સૈનિકો! ચાલો આપણે એ સાધના માટે સ્મશાનમાં જઈએ.”
ભીષણ મધરાત જામવા લાગી હતી. સ્મશાનમાં અનેક પ્રકારના ભયંકર અવાજો થતા હતા. શિયાલણીઓનું રુદન વાતાવરણને ભયાનક બનાવતું હતું. કેટલીકવાર કોઈ અટ્ટહાસ સંભળાતો ત્યારે તો વજછાતીઓ પણ પળભર ધ્રૂજી જતી.
બધી વ્યવસ્થા થઈ ગઈ. માંસના ટુકડાના બલિ દેવાવા લાગ્યા કે તરત આકાશમાં અગ્નિનો ભડકો થયો. પળભર તો સહુ થરથરી ગયા પણ તરત પાછા સ્વસ્થ થઈ ગયા. ભડકો હોલવાઈ ગયો.
મોહરાજે ઊભા થઈને કહ્યું, “અભિચાર મંત્ર સિદ્ધ થઈ ગયો છે. અત્યારે ધર્મરાજના નગરમાં ભારે ઉલ્કાપાત મચી ગયો હશે. કલાક-બે કલાકમાં જ ત્યાંથી આપણા જાસૂસો આવીને બધી વાત જણાવશે ત્યારે તમને ખબર પડશે કે આ મંત્ર કેવી પ્રચંડ શક્તિ ધરાવે છે?”
બહુ સમય વીતે તે પહેલાં જ મારતે ઘોડે બે માણસો આવ્યા. ઘોડા ઉપરથી ઊતરી ગયા. બળતા અગ્નિકુંડ પાસે બિરાજેલા મોહરાજને પ્રણામ કર્યા. મોહરાજે પૂછ્યું, “સુભટો, ઝટ કહો, શું સચામાર છે?''
મહારાજ! ત્યાં તો ત્રાસ ત્રાસ વ્યાપી ગયો છે! ચારે બાજુ આગ લાગી છે. લોકોના અંતરમાંય લાહ્ય લાહ્ય ઊઠી છે. રાતના બે વાગ્યા અને એકાએક હોહા મચી ગઈ. સ્ત્રીઓ-છોકરાંઓ, જુવાનિયા-બધાંય ચીસો પાડવા લાગ્યાં. બચાવો, બચાવો, બળી જાઉં છું! પાણી પાણી!” ચારે બાજુથી આવી રાડો સંભળાવા લાગી છે.
મોહરાજે પૂછ્યું, “પણ પેલી કલ્પલતાનું શું થયું?” “પ્રભો! એ પણ આ સપાટાથી મુક્ત રહી શકી નથી. ધુમાડાના ગોટેગોટા ઊંચે ગયા છે અને તે કલ્પલતાનાં પુષ્પો અને ફળોને અડી ચૂક્યા છે. અમે નિશ્ચિત માનીએ છીએ કે હવે આપણને ગુંગળાવી મારતી ફળોની ગંધ આજે નાશ પામશે. પ્રભો! હવે તો વિજય હાથવેંતમાં જ લાગે છે.''
જાસૂસોની વાત સાંભળીને બધાય તાળીઓ બજાવવા લાગ્યા! નાચવા કૂદવા લાગ્યા! મોહરાજ પણ મરક મરક હસી રહ્યા! પણ.. આ બધુંય ક્ષણજીવી હતું. દસ પંદર ક્ષણો વીતી ત્યાં એકાએક મોહરાજના શરીરને આંચકો લાગ્યો અને તે ધરતી ઉપર ઢળી પડ્યો! બાજુમાં બેઠેલા સેનાપતિઓની પણ એ જ અવદશા થઈ. થોડી
Page #89
--------------------------------------------------------------------------
________________
וד
વિરાગની મસ્તી
८८
વારમાં તો બધાય ઊંધા પટકાયા! દરેકના મોંમાંથી લોહી વહેવા લાગ્યું ! તદ્દન અવાચક બની ગયા!
કપિલ બોલી ઊઠ્યો, “પણ ગુરુદેવ આ એકદમ શું બની ગયું?''
ગુરુદેવે કહ્યું, ‘વાત એમ બની હતી કે પોતાની પ્રજાની કરુણ સ્થિતિના સામાચાર મળતાં જ ધર્મરાજ એકદમ ગમગીન થઈ ગયા. શય્યામાંથી ઊભા થઈ જઈને એકાન્ત ગુફામાં ચાલ્યા ગયા. ત્યાં જઈને સમાધિ મંત્ર ભણવા લાગ્યા. જ્યાં એકસો ને આઠ મંત્રોનો જાપ થયો કે તરત જ સ્મશાનમાં ધમાચકડી મચી ગઈ! બધા ય ગુલાંટ ખાઈને ઊંધા પડી ગયા. લોહી વમતા થઈ ગયા!''
ગૌતમ તો તાળી પડતો બોલી ઊઠ્યો, ‘‘શાબાશ ધર્મરાજ! બહુ સારું થયું. ખૂબ મજા પડી. આ અંતર દુષ્ટો તો એ જ દાવના હતા.’’
દા’ બોલ્યા, ‘“શાબાશ બેટા ગૌતમ! તદ્દન સાચી વાત. ગુસ્સો તો આપણા અંતરના આ દુષ્ટો ઉપ૨ જ થાય; બહા૨ના દુષ્ટો ઉપ૨ તો નહિ જ. નહિ તો આપણી સુજનતા લાજે.’’
દા' એ વાત આગળ ચલાવી. ‘“પછી ધર્મરાજે એ મંત્ર સઘળા લોકોને ગણવા આપ્યો. જેમ જેમ મંત્રજાપ થતો ગયો તેમ તેમ બધાની લહાય શાન્ત થતી ગઈ. ફરી દરેક સ્વસ્થ થઈ ગયા.
આ બાજુ મોહ૨ાજનું સૈન્ય મરવા જેવું થઈ ગયું. મોંમાંથી ખૂબ લોહી વહી ગયું. બધા મૃતઃપ્રાય થઈ ગયા.
ધર્મરાજનો પ્રતાપી સૂર્ય વાદળમુક્ત બનીને પૂરબહારમાં ખીલી ઊઠ્યો. સંસારી જીવની ચિત્તવૃત્તિ દુશ્મનોના ભયથી સદા માટે મુક્ત થઈ. આકાશમાં દુંદુભિના નાદ થયા. આખા નગરમાં માંગલિક ઉપચારો થવા લાગ્યા. લલનાઓએ માંગલિક ગીતો ગાયાં! બાળાઓ નૃત્ય કરવા લાગી. યુવાનો એકઠા મળીને મુક્ત મને ધર્મરાજની સ્તવના કરવા લાગ્યા. સંસારી જીવની ચિત્તવૃત્તિમાં વિરાગની કલ્પલતાનું બીજ સ્થિર થયું અને અંકુરો ફૂટવાની સુંદર ભૂમિકા તૈયા૨ થઈ ગઈ.
Page #90
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૧૩] સિદ્ધાર્થ બોલ્યો, “ગુરુદેવ! છેલ્લા આવર્તમાં જીવ આવે ત્યારે જ આ ધર્મપ્રશંસાનું બીજ પડે અને એમાંથી જ વિરાગની કલ્પલતા ફાલેફૂલે કેમ? પણ એ કલ્પલતાનું ફળ કેવું કે જેની સુગંધથી ધર્મરાજના નાગરિકોના મન પ્રસન્ન થઈ જાય અને પેલા ધાડપાડુઓ ત્રાસી જાય?”
ગુરુદેવે કહ્યું, “સમાધિ એ જ વૈરાગ્યનો પૂર્ણ વિકાસ છે. વિરાગની પરાકાષ્ટા એટલે સમાધિની મસ્ત અનુભૂતિ! એ વખતે ન મળે રાગ કે ન મળે રોષ! ન મળે રીસ કે ન મળે રીઝ.
જેમ જેમ આત્મા ધર્મરત થતો જાય તેમ તેમ તેની સમજણ વધતી જાય. પછી તેને સ્પષ્ટ સમજાઈ આવે કે જગતના કોઈ પણ પદાર્થ ઉપર રાગ કરવામાં મજા નથી. જો રાગ કરીશું તો એનો વિયોગ કરાવનાર ઉપર ક્યારેક રોષ પણ થવાનો જ. એટલું જ નહિ પણ બીજાઓને એવું રાગસાધન મળે તો ઈર્ષ્યા પણ થવાની. “એમને કદી ન મળોએવી મેલી ભાવના મનને સંતપ્ત પણ રાખવાની જ.
જેને રાગ હોતો નથી તેને રોષ પણ હોઈ શકતો જ નથી. રાગ ભડકો છે, રોષ ધુમાડો છે. ભડકા વિના ધુમાડો સંભવે નહિ. આ રાગ-દ્વેષ વિનાની એક એવી મસ્ત મોજ છે કે જેને સંતોની સૃષ્ટિ જ અનુભવવા ભાગ્યશાળી બને છે. આપણે સંસારી લોકો રાગ-રોષના ચક્કરમાં એવા ફસાઈ ગયા છીએ કે એ મસ્તીની આપણને તો ઝાંખી પણ નથી થતી.
આપણું જીવન એટલે પચાસ વર્ષનું જીવન! આપણી દુનિયા એટલે આપણા માનેલા સ્નેહી-સ્વજનોની જ દુનિયા! આપણે એટલે આ શરીર! અને સુખ એટલે પત્ની, પુત્રો અને મકાન વગેરેના ભોગ! જીવન તો અનંત છે! આ પચાસ વર્ષનો એક કટકો માત્ર જીવન નથી. હજુ એની પછી તો જીવનોનાં જીવનોની લાંબી કતાર ઊભી રહી છે. દુનિયાના એ બધાય જીવનોને નજરમાં રાખીને સઘળાં જીવનોનાં સુખોનો વિચાર સ્વાભાવિક રીતે જ આ જીવનના રંગરાગથી તેમને વધુને વધુ વિરક્ત બનાવતો રહે છે.
એમની દુનિયા પણ આપણા જેટલી સંકુચિત નથી. વિશ્વ એમનું કુટુંબ છે. જીવત્વના નાતે સઘળા ય જીવો એમના મિત્ર છે. તેઓ વિશ્વામિત્ર છે. અજાતશત્રુ
Page #91
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
છે. તેથી જ એક પણ જીવને દુભાવવાની પ્રવૃત્તિથી હંમેશા દૂર રહે છે. તેઓ આપણી જેમ “સ્વ” એટલે શરીર નથી માનતા, કિન્તુ શરીરમાં રહેલાં આત્માને જ “સ્વ” માને છે. શરીર તો બળીને ખાખ થનારી ચીજ. ન બળનારી, ન દાઝનારી, કદી નાશ ન પામનારી વસ્તુ તે આત્મા! કોની સેવા કરવી? કોના ઉપર રાગ કરવો? બળીને ખાખ થનાર શરીર ઉપર? તેને જ “સ્વ” માની લેવાની ભૂલ કરીને બિચારા આત્માને ભવોભવ સુધી ભમાવવો ? આ સંતો પતિ-પુત્રના ભોગના સુખને સુખ નથી કહેતા પરંતુ એમના ત્યાગમાં જ સુખ અનુભવે છે. આપણે જેને ભોગવીને સુખ માણીએ તેને જ તેઓ ત્યાગીને સુખ માણે. ત્યાગ જ તેમનો ભોગ બની રહે છે.”
શંકર બોલ્યો, “ગુરુદેવ! ધર્મ એટલે શું?
ધર્મ એટલે સદાચાર, વિચાર, સદુચ્ચાર. એમાં જેટલી માત્રા વધે તેટલો ધર્મ ઊંચી કોટિનો કહેવાય. દુનિયામાં જે કંજૂસ હોય છે, વ્યભિચારી હોય છે, ખાઉધરો હોય છે કે બધાયનું બૂરું ચિંતવનારો હોય છે, તે કોઈનેય ગમે છે ખરો? અને જે ઉદાર વૃત્તિવાળો હોય છે, પરસ્ત્રી સામે જોતો નથી, મિતાહારી હોય છે અને સર્વના શુભની ચિંતા કરે છે તે બધાયને કેટલો પ્રિય થઈ પડે છે, કહે જોઉં?''
કપિલે કહ્યું, “પ્રભો! એ વાત તદ્દન સાચી છે. તો પછી દુનિયાને પણ ધર્મ જ ગમે છે, અધર્મ નથી ગમતો એ વાત નક્કી થઈ ને?” “હા, બેટા.” દા” બોલ્યા. “હવે આ બધા ધર્મોને વિકસાવવા માટે ભગવદ્ભક્તિ ગુણીજનસેવા વગેરે યોજવામાં આવ્યા છે. એટલે તે પણ આપણા માટે જરૂરી બને છે. વળી ધર્મથી માણસને જે તત્ત્વમાન પ્રાપ્ત થાય છે તેથી ગમે તેવા દુઃખમાં ય તે શાંતિથી રહી શકે છે. કદી રોતો નથી. કોઈ પાસે હાથ લંબાવતો નથી. આ ધર્મી માણસ આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે.
ભારતની ભૂમિ ઉપર થઈ ગયેલા એવા ધર્માત્માઓનાં જીવન તો એ જ જીવ્યા કહેવાય જેમણે જીવનમાં સદાચારના શ્રેષ્ઠતમ ધર્મને તાણાવાણાની જેમ વણી લીધો હોય. સંસારની મોહમાયામાં ફસાયા વિના અભુત આત્મમસ્તીનો યોગ સાધ્યો હોય. ગમે તેવા ટાઢ તડકાને પણ જેઓ જીરવી લઈને કોઈપણ જાતની પરાધીનતા ભોગવતા ન હોય.
આપણે તો ડગલે ને પગલે પરાધીન! તરસ લાગે તો પાણીની જરૂર! માંદા પડ્યા તો ડોક્ટરને ત્યાં દોડાદોડ! ધંધામાં વાંધા પડ્યા તો વકિલની ઓફિસના ધક્કા! આપણી પરાધીનતાનો તે કોઈ સુમાર છે?'
જિનદાસ બોલ્યો, “પ્રભો! સંતોમાં ટાઢ-તડકો, ભૂખ-તરસ, બધું વેઠવાની
Page #92
--------------------------------------------------------------------------
________________
૯૨
વિરાગની મસ્તી
તાકાત ક્યાંથી આવે છે?”
ગુરુદેવે કહ્યું, “આ પોતાની પરાધીનતાના ભાનમાંથી “સ્તો! જેમને પોતાનું જીવન તદ્દન પરાધીન છે એવું ભાન થાય છે એ સ્વાધીનતા મેળવવા તલપાપડ થઈ જ જાય છે. આપણને કદી એમ લાગ્યું કે આપણે પરાધીન છીએ? આપણે તો માનીએ છીએ કે અંગ્રેજો ગયા પછી આપણે સ્વાધીન થઈ ગયા પણ એ તો એક પ્રકારની સ્વાધીનતા માનો! પરંતુ એ સ્વાધીનતાને કયાંય ટપી જાય તેવી બીજી ભયંકર પરાધીનતાઓનું શું?'
એક બાળક ભિખારીને ત્યાં જન્મ પામે છે. બીજો શ્રીમંતને ત્યાં જન્મે છે. અહીં ભિખારીને ત્યાં જન્મ લેવાની જેને ફરજ પડી તેનું કારણ કોણ?
વહાલી માતા પોતાની એકની એક દીકરીને પરણાવીને સાસરે મોકલે છે અને બે ચાર માસમાં જ દીકરીને રંડાપો આવે છે. કન્યાનું છાતી ફાટ રુદન જોઈને ભલભલા મનુષ્યો ત્રાસી જાય છે. એ કન્યાને આ સ્થિતિમાં મૂકી દેનાર કોણ?
આપણે એકાએક માંદગીના બિછાને પટકાઈએ અને તે વખતે નોકરીમાંથી છૂટા થઈ જવું પડે. બેકારીની પરિણામે ઘરમાં હાંડલાં ખખડે! કોઈ આપણી સામે પણ ન જુએ! આવી પરિસ્થિતિ કોણ ઉત્પન્ન કરે છે?
બિચારી ચંપાને મોતના મુખમાં કોણે ધકેલી દીધી? આખા ગામને શીતળ છાંયડી દેતા વિમળ વડલાને કોણે ઘા માર્યા?
કાળા માથાનો માનવ ધારે તે કરી શકે એમ ભલે કહેવાતું હોય પણ મને બતાવો કે આપણું ધાર્યું કેટલું થાય છે?
કેટલાએ પોતાના જુવાનજોધ દીકરાને યમસદનમાં ચાલી જતો નથી જોયો? કેટલાએ પોતાના વફાદાર મિત્રો તરફથી વિશ્વાસઘાત નથી અનુભવ્યો? છાશવારે ને છાશવારે છાપામાં ખૂન, લૂંટ, આગના બનાવો વાંચવા મળે છે.
ઘાસલેટ છાંટીને બળી મરતી ૧૮-૨૦ વર્ષની કન્યાઓના હૃદય કમકમાવી નાંખે તેવા કિસ્સાઓ વાંચવા મળે છે.
ભયાનક ધરતીકંપ, નદીનાં પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ વગેરે કુદરતી કોપને લીધે લાખો લોકો તારાજ થઈ ગયા. હજારોએ પોતાના પ્રાણ ખોયા. આ બધી કારમી પરાધીનતા આપણને કદી સાલી છે?
માણસ જેવો માણસ દીનહીન મનોદશાનું જીવન જીવે એ કેટલો ત્રાસ છે? માતા પુત્રને જન્મ આપે અને તે કાણો, બોબડો કે કદરૂપો નીકળે છતાં માતાને
Page #93
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
મને કે કમને તેને વધાવી લેવો પડે એ આત્માની અનંત શક્તિનું અપમાન નથી?
૧૮ વર્ષની કન્યા બધી રીતે યોગ્ય હોય પરંતુ એના કજિયાળા સ્વભાવથી એ સર્વને અપ્રિય થઈ પડી હોય, સહુ એને ફિટકારતા હોય અને ઉંમર વધતી જતી હોય... એ વિષમ દશાઓનું સર્જન એની માતાને અકળાવનારું ન બને? કોણે આ વેળા માતાના મનમાં એવી ભાવના ઉત્પન્ન કરી કે, “આ કરતાં તો પેટે પથ્થર પાક્યો હોત તો સારું હતું !'
આશાભર્યો ખેડૂત કારમી મજુરી કરીને ખેતરને ખેડી નાંખે, વાવણી માટે તૈયાર કરી દે. અષાઢ ગયો! ભાદરવો ય ગયો! પણ વરસાદનું ટીપું ય ભાળવા ન મળ્યું! ઢોરો ભૂખે મરવા લાગ્યાં! ખેડૂતોને ય ભૂખે મરવાનો દી' નજદીક લાગ્યો! શું ખેડૂતોના પ્રયત્નમાં ખામી છે? નહિ જ. છતાં એ કરુણ સ્થિતિ કોણે સર્જી
માણસ કદી ઈચ્છતો નથી કે એ દુઃખી થાય પણ જીવનમાં એકાએક અણધારી આફતો ત્રાટકે છે. અણધાર્યા અકસ્માતો સર્જાય છે. અરે! જીવન પોતે જ અકસ્માત છે. આપણે શી રીતે આ દુનિયામાં જીવી શકીએ છીએ એ જ આજની દુનિયાનું આશ્ચર્ય છે.
દુઃખ ન ઈચ્છવા છતાં બેશરમ બનીને વણનોતર્યા આવતાં જ રહે અને સુખને કરગરીને બોલાવવા છતાં ય સ્વમાનભેર દૂર જ ઊભા રહે! આ અનુભૂત સત્ય ઉપર થોડો વિચાર કરીશું તો આપણને જણાઈ આવશે કે આપણે કોઈના ગુલામ છીએ. આપણું ધાર્યું કશું ય થઈ શકે તેમ નથી! જેને આપણું જ માની લીધું છે તે શરીર પણ આપણું રહેતું નથી તો બીજાની તો વાત જ ક્યાંથી કરવી?
છતાં ય પરાધીનતાના અજ્ઞાને જ આ જીવનને રવાડે ચડાવ્યું છે. બેટા જિનદાસ, કહે જો કે આ બધી પરાધીનતા કોણે આણી મૂકી છે? એવી તે કઈ સત્તા છે, જે સમગ્ર વિશ્વને પોતાનું ગુલામ બનાવીને ત્રાસનો કોરડો વીંઝયા જ કરે છે.”
જિનદાસે કહ્યું, “ગુરુદેવ! કર્મસત્તા.”
દા” બોલ્યા, “હા. અને વધારે તો તે કર્મસત્તાને જન્મ આપતા- આપણે જ ઊભા કરેલા-અશુભ આચાર-વિચાર. સંસારના રંગમાં લપેટાઈ જવાથી જે તીવ્ર રાગ-રોષ ઊભા થાય એણે જ આત્મા ઉપર કર્મસત્તાને સ્થાન આપ્યું અને પછી એ કર્મના આપણે ગુલામ બન્યા.”
કપિલ બોલ્યો, “પણ ગુરુદેવ! આપણે એકલા દુઃખને જ અનુભવતા નથી
ગુરુદેવે કહ્યું, “ભાઈ, એ કર્મો જે સુખ આપે છે તેમાંય કાંઈ માલ નથી. આપણને
Page #94
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
કોઈ શેઠ કૂતરા જેવા સમજીને રોટલાના બે ટુકડા ફેંકે તો તેમાં સુખ કે દુઃખ? આપણા અજ્ઞાને તો હદ કરી છે કે જેથી આવી રીતે પણ રોટલાના બે સૂકા કટકા મળે તો ય પૂંછડી પટપટાવીએ! ભાઈ, આ તો ગમે તેમ તોય કર્મરાજની નજરકેદ છે. નજરકેદમાં રહીને ગમે તેવું સુખ મળે તો ય તે દુઃખ જ કહેવાય! કેદ તે કેદ! અને સ્વાધીનતાપૂર્વક ગમે તેટલું દુઃખ વેઠવું પડે તો ય તે સુખ જ કહેવાય, શેઠને ત્યાં સોનાના પીંજરામાં પોપટને પૂર્યો હોય, તેને સારામાં સારું ખાવાપીવાનું મળતું હોય તો ય તે પોપટ કરતાં જંગલનો પોપટ વધારે સુખી હોય છે; ભલે પછી તેને ભૂખ્યા પણ દી પસાર કરવા પડતા હોય.
કર્મ એને મન ફાવે ત્યારે આપણને નિઝામની નવાબીનો વૈભવ આપે અને એને ઠીક પડે ત્યારે એક જ ક્ષણમાં હાર્ટફેઈલ કરીને એની જ કૂતરીના પેટે જન્મ દે! કે એ મહેલના સંડાસ સાફ કરનારને ત્યાં જન્મારો દે! રે! એ નવાબીની સાહેબીમાં પૂળો પડો પૂળો, કે જે ગમે તેવી અવદશા સર્જવામાં કશી કમીના રાખતી નથી. જિનદાસ, આવાં સુખ શા કામનાં? એ સુખ તો દુઃખ કરતાં જરાય ઊતરતાં નથી હોં !
સ્વાધીનતા એ જ ખરું સુખ છે. સ્વાધીનતા વિનાના દેવી સુખો પણ દુઃખ જ છે. આટલી વાત આપણને નથી સમજાઈ; પણ જેમને આ વાતનો પાકો ખ્યાલ આવી ગયો છે એ બધા ય સંતોના સેવક બન્યા. ઉચ્ચ કોટિની સાધના કરીને સંત બન્યા. વિશ્વને પૂજનીય બન્યા.
લલાટે અંકાયેલું પરાધીનતાનું કલંક વિચારશું તો વિષય ભોગો તરફ વિરાગ જાગ્યા વગર રહેશે નહિ. સંસારના સઘળા ય રંગરાગ... આપણને લલચાવીને રાગ રોષ ઊભા કરાવે છે અને તેથી કર્મની ગુલામી વધતી જાય છે. ક્ષણભરના એ રાગ ક્ષણભર સુખ દે. પછી લાખો વર્ષો સુધીએ રાગે ઊભાં કરેલા કર્મો કેડો ન મૂકે. ત્રાહિ ત્રાહિ પોકારાવી દે. એવા રાગનાં સુખ તે શા કામનાં? એવી લાલચો તો રિબામણ કહેવાય રિબામણ!
આપણી આંખ સામે આપણે નથી જોતાં કે ગઈ કાલની પુષ્પની કળી આજે મજાનું આકર્ષક ખિલખિલાટ હસતું ગુલાબ બને છે. આવતી કાલે કોઈ એને ચૂંટી લે છે. પરમ દિવસ ઊગતાં ઊગતાં તો બિચારું કરમાઈ જાય છે. એના તરફ જોવું ય ગમતું નથી!
સંસારના બધાંય સુખ-સાધનો આવાં જ છે. હવે એમાં મોહી પડીએ તો અંતરની શાંતિ ખોઈ બેસીએ. એનાં કરતાં ચિત્તને જરાક સમજાવી દઈને એના ભાવી સ્વરૂપનો
Page #95
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
પણ વિચાર કરતા રહીએ તો એ મોહ થાય ખરો?
મિત્રો, યાદ રાખો કે વસ્તુના ભાગથી તો તે વસ્તુ કરમાઈ જવાની, જ્યારે તે વસ્તુના ભિન્ન ભિન્ન બનતાં જતાં રૂપરંગોનું જ્ઞાન મેળવવાથી આપણો અંતરાત્મા ખીલી ઊઠવાનો. જીવન અને જગતનો સંબંધ ભોગથી નથી કિન્તુ સમજણથી છે. આપણે જગતના ભોક્તા ન બનીએ; દૃષ્ટા બનીએ.
નાટકમાં નટ તરીકે ભાગ લેનાર માણસ કરતાં, એ નાટકના ભજવાતા ભાવોને જોયા કરનાર વધુ આનંદ મેળવે છે. આપણે સંસાર-નાટકના નટ નથી બનવાનું પણ દ્રષ્ટા બનવાનું છે. દરેક પદાર્થનું ઝીણવટભર્યું દર્શન કરવાનું છે. જગતમાં બની રહેલા પ્રસંગો ઉપરથી નિત્ય નવો વિરાગ પ્રાપ્ત કરવાનો છે. પડોશીને ત્યાં ગામમાં કે વિશ્વભરમાં જે કાંઈ કોઈને વીતે છે તે ઉપરથી કર્મની પરાધીનતાના ત્રાસનો વિચાર આપણે આત્મસાત્ કરવાનો છે.
ક્રોધ, માયા, પ્રપંચ, ચોરી વગેરે પાપોએ બીજે ક્યાંક કશોક અનર્થ મચાવ્યો તો તે ઉપરથી તેની ભયાનકતા સમજી-વિચારીને આપણે જીવનમાં એ પાપો કદી ન પેસાડવાનો દૃઢ સંકલ્પ કરવાનો છે.
જીવન તો એવું જીવીએ જેમાં આપણું અંતર શાંત નદીના નીરની જેમ ચોખ્ખું રહ્યા કરે. ભલે એક વાત ઓછી ચલાવી લઈશું પણ અંતરને મેલ લગાડીને કોઈ પણ સુખ મેળવવાનો ઈન્કાર કરશું. આ લોકને જ સુખી બનાવવા જતાં જે છળકપટો કે પ્રપંચો ખેલશે તે બધા આપણા દીર્ધકાળના પરલોકને બગાડી નાંખશે. માટે તેવા અનીતિભર્યા જીવન આપણને કદી ગમવા ન જોઈએ. કર્મોની આ પરાધીનતા આપણે બરોબર સમજી લેવી જોઈએ. પરાધીનતાભરી જીવનની કરુણ દશાને એ સંતો નિહાળી શક્યા માટે જ વિરાગની મસ્તી માણી શક્યા. હવે એમનું સિદ્ધ જીવન એ જ આપણી સાધના બની રહેવી જોઈએ. સદેવ એમના જીવનને આંખ સામે તરવરતું રાખતાં રહીએ તો જ્યાં ત્યાં રાગરોષ કરતાં અટકી પડીએ. દુઃખદ પ્રસંગોમાં વિરાગની જ્યોત વધુને વધુ ઝળહળતી બનાવવા ભાગ્યશાળી બનીએ.”
Page #96
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
[૧૪] સપ્તર્ષિના તારા તરફ દા'એ નજર નાખી અને અનુમાન કર્યું કે રાત બહુ વીતી ગઈ છે. આટલો સમય ક્યાં વીતી ગયો તેની કોઈને ખબર પણ ન પડી. દા' બોલ્યા, “ભાઈઓ, બહુ સમય થઈ ગયો. હવે આપણે થોડી જ વારમાં ઊઠીએ.''
બધા બોલી ઊઠ્યા, “ના. ના. ગુરુદેવ, આજે તો અમે જે આનંદ અનુભવીએ છીએ એ તો સાચે જ અવર્ણનીય છે. વિરાગી સંતો તો વિરાગની મસ્તી માણે જ પરંતુ અમે તો એ વિરાગની વાતો સાંભળીને પણ અપૂર્વ મસ્તીને અનુભવીએ છીએ.”
જુવાનોએ કહ્યું, “ગુરુદેવ, આપે તો અમારા જીવનમાં નવો જ પ્રકાશ પાથર્યો. આજે અમને ચોક્કસ લાગે છે કે યૌવન એ કાંઈ ભુલભુલામણી નથી પણ જીવનની ખિલવણી છે.”
દા'એ મનમાં વિચાર કર્યો, વિમળશેઠનો સ્વપ્નગત આદેશ મેં પાર ઉતાર્યો. અત્યારે કોઈના મોં ઉપર શોકની આછીપાતળી પણ છાયા જણાતી નથી. જાણે કે બધાય શેઠના શોકને વીસરી ગયાં છે અને વિરાગની નવી જ સૃષ્ટિમાં સહુ ઊતરી પડ્યાં છે.
જિનદાસ બોલ્યો, “ગુરુદેવ! જગતમાં ભોક્તા ન બનવું પણ દ્રષ્ટા બનીને રહેવું એ વાત તો આપે બહુ સુંદર કહી. હવે મને એ પ્રશ્ન થાય છે કે દ્રષ્ટા બનીને જીવન જીવનારા સંતો આજે પણ આ વિશ્વને પાવન કરતા હશે ખરા?'' સભામાં જે ગણગણાટ શરૂ થયો હતો તે શાંત થઈ ગયો. સહુ પાછા સ્વસ્થ થઈ ગયા. - દા'એ કહ્યું, “બેટા જિનદાસ! ધર્મરાજની ટેકરી ઉપર વિરાગની સુગંધીની મસ્તી માણતાં સંતો આજે પણ છે. મેં એવા અનેક સંતોને જોયા છે જેઓ આ વિશ્વથી વિરકત થઈને સદેવ પરમાત્મધ્યાનમાં લયલીન રહે છે. જે વિશ્વના પદાર્થોમાં આપણે મોહી પડ્યા છીએ તે પદાર્થો તરફ તો તેમને લેશ પણ આકર્ષણ હોતું નથી. બીજાના દુઃખની કલ્પનાએ સંતની આંખો રડી જાય છે! પુનઃ પુનઃ વંદન હો એ વિરાગી સંતોને! જ્યાં ભલભલા લપસી પડે ત્યાં સંત સ્વસ્થ રહી જાય.
ભાઈ, જીવનનું સાચું સુખ પણ તે વિરાગમાં જ છે ને? સંતો પાસે આપણી દુનિયાનું કોઈ સાધન નથી તેમ છતાં તેઓના સુખ આગળ આપણાં સુખ તો સુખ જ ન કહેવાય! ન આવે એમને મધુર ભોજનમાં રસ કે ન થાય એમને રૂપસુંદરીમાં રાગ; ન એમને સુંવાળા પટકુળમાં મોહ, કે ન મળે એમને કાયાની
Page #97
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
છે ?
માયા. કોઈ એમનો શત્રુ નહિ; સહુ એમના મિત્ર. સહુના કલ્યાણની એ ચિંતા કરે. કોઈને મનથી મારવાનો કે દુભવવાનો વિચાર સુધ્ધાં ન કરે. વિશ્વના રંગરાગના સ્વરૂપની ક્ષણિકતા જેની નજરે ચડી જાય એને એ રંગરાગ શું ગમે? વિશ્વના આડંબરોમાં જેને આત્માના ભાવમૃત્યુની પરંપરા દેખાય તે સંત એ આડંબરો તરફ શેના આકર્ષાય?
જેને રોષમાં ભભકતી આગ દેખાય, માયામાં ફૂંફાડા મારતી નાગણ દેખાય, માનમાં ભીમકાય પિશાચ દેખાય, એ સંતે ગમે તેવા પ્રસંગમાં પણ ક્રોધ, માન, માયા, લોભની શરણાગતિ કેમ સ્વીકારે ? એને મન તો તુચ્છ તણખલું અને મોંઘેરો મણિ બે ય સમાન; પોતાની જાત અને જગત બે ય સમાન; રૂપ અને અરૂપ બે ય સમાન.
પરમાત્માની ભક્તિમાં એ એકતાન રહે, જગતના સ્વરૂપચિંતનમાં એ મસ્તાન રહે, આંતરશુદ્ધિના પ્રયોગમાં ગુલતાન બને.
આપણી માનેલી દુનિયાથી એ સદેવ વિરકત રહે. એની નજરે લાખો ભવોની પરલોક પરંપરા છે. પૂર્વ જન્મોનાં સંચિત કર્મોને ખતમ કરી નાંખવાનું કર્તવ્ય શિરે રહેલું છે. પાપ વાસનાઓની ગુલામીમાંથી મુક્ત થઈને જીવનને વિશુદ્ધ બનાવવાની કઠોર સાધના કરવાની છે. એને સમય જ નથી આ રંગરાગ માણવાનો! એ અવધૂત જોતા જ નથી સુખ ઈંટ મટોડામાં અને રાખની ઢગલીઓમાં!
મિત્રો, આજે આપણે બધા દૃઢ સંકલ્પ કરીએ કે આપણે સંત ન બનીએ તો ય એ સંતોના સેવક તો જરૂર બનીએ.
એ સંતોની ઉત્કટ વિરાગ ભાવનાનો એકાદો અંશ પણ જીવનમાં ઉતારીને વિરાગની મસ્તીનો વાસ્તવિક અનુભવ કરીએ.
જગતના સઘળા પદાર્થો નાશવંત છે, ક્ષણભંગુર છે, આત્મા નિત્ય છે એ વાત સતત ગોગા કરીશું તો આપણો સંકલ્પ એક દી' જરૂર પાર ઊતરશે.
ચાલો ત્યારે, હવે આપણે ઊઠીએ. વળી ક્યારેક સંતોના સત્ની વાતો કરીશ. ભગવાન સ્થૂલભદ્રની અનાસક્તિ યોગની સાધના કહીશ; ભક્ત સૂરદાસની ભગવદ્ભક્તિ કહીશ, ગોપીચંદ ભર્તુહરિની માનાશંસાને દફનાવવા માટેની અજબગજબની કળા કહીશ; પરમાત્મા મહાવીરદેવની સાડાબાર વર્ષની ઘોર સાધના કહીશ.
મિત્રો, વિરાગની વાતો સાંભળતાં જો આટલો આનંદ અનુભવી શક્યા છો તો વિરાગની મસ્તી માણતા એ સંતોના જીવન કેટલાં આનંદભરપૂર હશે એની કલ્પના પણ કરી શકાય તેમ નથી.”
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૮
વિરાગની મસ્તી
[૧૫]
દા’ ઊભા થયા. બધા ય ઊભા થઈ ગયા. ધીરે ધીરે સહુ વીખરાવા લાગ્યા.
દરેકના મુખ ઉપર આજે અનોખું તેજ જણાતું હતું.
સિદ્ધાર્થે કપિલને કહ્યું, “મને પહેલેથી જ લાગ્યું હતું કે આજની ધર્મસભા એ આપણા જીવનની યાદગાર સભા હશે.''
કપિલ બોલ્યો, ‘‘મિત્ર, મને તો આજે સંસારના રંગરાગથી ભારે નફરત વછૂટી છે. હવે તો એમ જ થાય છે કે આ સુખનું જીવલેણ અજ્ઞાન ટળી દઈને જીવનને વિરાગમય બનાવી દઉં’’
જિનદાસે કહ્યું, “હું તો આજે જ માતાપિતાને પગે પડીને વિનંતી કરવાનો છું કે મને વીતરાગ સર્વજ્ઞના સંતોના માર્ગે મંગળ પ્રયાણ કરવાની આશિષ આપો.''
ગૌતમ બોલ્યો, ‘‘બસ, બસ, સો વાતની એક વાત. આ સંસારમાં રંગરાગમાં દેવાળું કાઢવાનું છે. કદાચ સંત ન બનાય તો ય વિરાગી બન્યા વિના હવે સુખાનુભૂતિ સંભવિત જ નથી.’’
શંકર બોલ્યો, ‘આજે જ સમજાયું કે આ જગત જેવું દેખાય છે તેવું તો નથી જ. જેને આપણે સુંદર માનીએ છીએ તે જ વધુમાં વધુ અસુંદર છે.’’
જીવી ડોશી બોલ્યાં, ‘હવે તો બે પાંચ વરસ જ કાઢવાનાં છે. તેમાં સંસારની બધી માયા મન ઉપરથી ઉતારી નાંખવી છે. અને ભગવાનનાં ભજનિયાં જ ગાવાં છે, બીજી કશી વાત કોઈ સાથે ક૨વી નથી. નહિ તો શી ખબર મરીને હંસલો કૂતરાના ખોળીયે જશે કે કસાઈના પાડાના.
ગંગેશે કહ્યું, ‘“જડ પ્રત્યેના રાગના પાપે કેટલીએ વાર જીવ જેવા જીવ ઉપરઆપણા મિત્ર ઉ૫૨-આપણે દ્વેષ કર્યા! કેટલાય જીવોના વિશ્વાસઘાત કર્યા! નિરાધાર જીવોના ઘાત કર્યા! આજથી જ ચિનગારી ચાંપું એ જડ રાગમાં અને મંગળમય મૈત્રી સાધું સર્વ જીવ સાથે.''
મંદ મંદ ગતિએ ચાલ્યા જતા દા'ના કાને બધું ય અથડાતું જતું હતું. એમનું મુખ સ્મિત વેરતું હતું. જીવનનું એક શ્રેષ્ઠ સુકૃત બજાવ્યાનો સંતોષ એમના
Page #99
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
મુખ ઉપર તરી આવતો હતો. એમના અંતરમાં આનંદ માતો ન હતો. એ આનંદમાં ભાગ લેવા રજનીએ પણ તારલા જડિત ઓઢણું ઓઢ્યું હતું. - દા'એ આકાશમાંથી એક તારો ખરતો જોયો. ચમકારા મારતો, પ્રકાશ વેરતો એ ક્યાંક અદશ્ય થઈ ગયો! અને દા' મનોમન બોલી ઊઠ્યા..
વિમળશેઠ પણ ખરતો તારો જ બન્યો ને? એમના મૃત્યુએ આજની રાતે કાંઈ ઓછો પ્રકાશ વેર્યો હતો ! મહાત્માઓનાં મૃત્યુ પણ આ રીતે જ મંગળમય બને છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વિરાગની મસ્તી
[૧૬]
મળકું થયું. પંખીઓ કિલકિલાટ કરતાં માળામાંથી ઊડવા લાગ્યાં. ખેડૂઓ હળમાં બળદ જોતરવા લાગ્યા. ઘરની બાઈઓ બપોરે જમવા માટેનો ભાત તૈયાર કરતી હતી.... પનીહારીઓ કૂવે જવા ઘરમાંથી બહાર નીકળતી હતી. ત્યાં જ એક જુવાનિયો દોડતો જતો બોલતો સંભળાયો. “રે! દોડો, દોડો.... આપણા દા' - જીવરામ દા” – એમના ઘરમાં નથી.”
જેણે જેણે સાંભળ્યું તે ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયા. દા” ઘરમાં નથી!!! હોય નહિ..
વીજળી વેગે વાત ફેલાઈ ગઈ. સહુ દોડ્યા દા'ના ઘર તરફ. આજે એ નાનકડું ઘર સૂમસામ જણાતું હતું. એ ઝૂંપડી ભેંકાર જણાતી હતી.
બહાર ખાટલો ખાલી પડ્યો હતો; ભેંસ જોરજોરથી ભાંભરતી હતી. એ ય પામી ગઈ હતી એના માલિકની વિદાયને!
ઘોડો હણહણાટ કરતો હતો. કરુણ રૂદન હતું એની હણહણાટીમાં.. ઝૂંપડીના પ્રાંગણમાં લોકો આવીને ઊભા..
મુખીએ ચારે બાજુ માણસો દોડાવ્યા! “કોતરો જોઈ નાંખો; ટેકરાઓ ફેંદી વળો; વનવગડે ઘૂમી આવો... દા’ જાય ક્યાં?”
દૂર સુદૂરના પ્રદેશોમાં તપાસ ચાલી. જેને જ્યાં વહેમ પડયો ત્યાં માણસો દોડાવ્યા....
સંધ્યા થઈ. સહુ શોધી શોધીને થાક્યાં પાક્યાં પાછા ફર્યા. દા” કોઈને ય ન મળ્યા! દા” ક્યાંય ન મળ્યા!
Page #101
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૧૦૧
આખું ગામ દા'ના પ્રાંગણમાં ભેગું થયું.... દા'ના ખાટલાની ચોમેર સહુ બેઠા! સુવર્ણગઢના ગામની આ પહેલી જ સભા હતી જેનો કોઈ નાયક ન હતો; જ્યાં દા' ન હતા!
વાતાવરણ ખૂબ ગંભીર બની ગયું હતું ! એક જ પ્રશ્ન સહુના અંગે અંગે વીંટળાઈ વળીને કારમો ભરડો લીધો હતો... દા” ક્યાં ગયા?
આજે આ પહેલો જ પ્રશ્ન હતો જેનો જવાબ કોઈ આપી શકે તેમ ન હતું! યુવાનોના મન અકળાઈ ગયા હતા. દા'ની ભાળ ન મળી તે ન જ મળી.
બુઝર્ગો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા હતા. “રે! દા' શા માટે ચાલ્યા ગયા! શું દુઃખ હતું એમને?”
બાઈઓના મગજમાં શંકાકુશંકાના ઘમ્મર વલોણાં ચાલતાં હતાં. “શું દા'એ કો’ક કુવો-હવાડો તો નહિ પૂર્યો હોય ને! હાય! હાય! શું થવા બેઠું છે આજ!'
ઘણો સમય વીતી ગયો.
શું બોલવું? કોઈને સૂઝ પડતી નથી. અંતે ગામના મુખી ઊભા થયા. કાંઈક બોલવા જતાં જ એમનું હૈયું ભરાઈ ગયું. ડૂસકા નાંખતા અને આંસુ સારતાં મુખી બોલ્યા... “આ જે.. આપણો... પ્રાણ... ગયો... સુવર્ણગઢમાં હંમેશ માટે અંધારું થઈ ગયું! દા” ક્યાં ગયા? શા માટે ગયા? હજી સમજાતું નથી. ચારે બાજુ માણસો દોડાવ્યા પણ ક્યાંય એમની ભાળ મળી નથી. મિત્રો, મારું માથું કામ....' આટલું બોલતાં જ ચક્કરી ખાઈને મુખી ધરતી ઉપર ઢળી પડ્યા, બેભાન થઈ ગયા!
યુવાનો દોડી આવ્યા. મુખીના મુખ ઉપર ઠંડું પાણી છાંટ્યું. એમને ઉપાડીને ખાટલામાં સુવડાવ્યા.
સિદ્ધાર્થ અને કપિલ એક ખૂણામાં ઘૂસકે ધ્રુસકે રડી રહ્યા હતા. જિનદાસ અને ગૌતમના કકળાટનો સુમાર ન હતો. બધાયના અંતર રડી રહ્યા હતા. કોઈને કાંઈ જ સૂઝતું ન હતું.!
થોડી પળો વીતી. ભેંકાર મૌનને તોડતાં જીવી ડોશી બોલ્યા, “વિમળ શેઠ ગયા.. જીવરામ દા ગયા, તો આપણે અહીં શું કામ રહ્યા? હવે અહીં જીવવા જેવું શું છે ?''
ડુસકાં નાંખતો શંકર બોલ્યો, “રે! આભમાંથી એક દી' સૂરજ તૂટી પડ્યો'તો; આજે ચાંદો ય તૂટી પડ્યો! હવે પ્રકાશ દેશે કોણ? અંતરમાં વ્યાપી જતાં અનંત અંધિયારને ઊલેચી નાંખશે કોણ?”
Page #102
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વિરાગની મસ્તી
સિદ્ધાર્થ બોલ્યો, “હવે ધર્મસભા ક્યારે ભરાશે? બસ, સદાને માટે એ મસ્તી મરી પરવારી? હાય! કોને ખબર હતી કે કાલની ધર્મસભા એ છેલ્લી ધર્મસભા હતી? ઓ! દા” તમે આ શું કર્યું! સહુને અનાથ દશામાં રોતા કકળતા મૂકીને તમે ક્યાં... ચા...લ્યા... ગ... યા....!' કહેતો એકદમ જોરથી રડી પડ્યો.
જે દા'ના પ્રાંગણમાં બાળકો દોડાદોડી કરતાં તે પ્રાંગણમાં આજે રડારોળ મચી હતી...
જ્યાં વિશાળ દાઢીવાળા દા”ની ભવ્ય પ્રતિમાના દર્શન થતાં ત્યાં આજે દા'નો પડછાયો પણ જોવા મળતો નથી!
એ ઘોડો અને એ ગાય! બન્નેએ આજે ચારો સૂંઘીને જ તરછોડી દીધો છે! બે ય ફફફ ફફક આંસુ સારી રહ્યા છે !
પેલું આસોપાલવ પણ જાણે આજે સાવ નંખાઈ કરમાઈ ગયું લાગતું હતું!
થોડી વાર થઈ. મુખી ભાનમાં આવ્યા. ધીમે રહીને બેઠા થયા. ચારે બાજુ એક ઉદાસ નજર નાંખતા બોલ્યા, “મિત્રો, ખરેખર! દા' ગયા? હજી સમજાતું નથી. પણ હવે એ કડવા સત્યને સ્વીકાર્યું જ છૂટકો છે.
વિમળશેઠનો વિરહ દા'ને અસહ્ય બન્યો હતો એ હકીકત છે. માત્ર આપણી ઉપર છાઈ ગયેલી ઘેરા શોકની વાદળીને વીખેરી નાંખવા માટે જ આપણી વચ્ચે રહ્યા હતા. ગઈ રાત્રિએ એમણે આપણને અદ્ભુત તત્ત્વજ્ઞાન આપ્યું. આ જગતની વિનાશિતા સમજાવી. આપણા શોકનો ભાર હળવો કરી દઈને પોતાનું કર્તવ્ય બજાવી લીધું. અને.. આજે વહેલી સવારે એ ચાલી ગયા... આપણને સહુને મૂકીને ચાલી ગયા. ક્યાં હશે દા'?- આપણા પ્રાણસમા દા' વનમાં ફરતા હશે કે પછી અંતિમ સમાધિમાં લીન થયા હશે? શું આત્મહત્યા તો નહિ જ કરી હોય ને? ના... ના... દા' જેવા તત્ત્વજ્ઞાની મહાત્મા માટે એ સંભવિત જ નથી. ખેર.... દા” ગયા તો ભલે ગયા.
પણ.... હવે મને આ સુવર્ણગઢનું ભાવિ જરાય સારું દેખાતું નથી. આ ગામના ગઢ સમા એ બે જ હતા.
વિમળશેઠ અને જીવરામ દા'... બેય ગઢ તૂટી ગયા. સુવર્ણગઢ હવે કાંકરીઓ ગઢ બન્યો. મિત્રો, મને બીજા તો કોઈ આક્રમણની દહેશત નથી. ધાડપાડુઓનો તો હું કાળ છું! ચોરો તો મારી પાસે ઊભા પણ રહી ન શકે.
મને તો ભય છે પેલા સુધારાવાદીઓનો. હવે એ ધોળાદહાડાના સફેદ ઠગો
Page #103
--------------------------------------------------------------------------
________________
વિરાગની મસ્તી
૧૦૩
આ ગામ ઉપર તૂટી પડશે ! એ લોકો આ ગામમાં નિશાળ નાંખશે, આપણા છોકરાછોકરીને ભેગા બેસાડીને નવા જમાનાની વાતો સંભળાવશે; નિશાળનો માસ્તર નજદીકના શહે૨માં આપણા બાળકોને સિનેમા જોવા લઈ જશે અને એમના જીવન ધીમે ધીમે વિલાસના પંથે ધકેલાઈ જશે.
પેલી ‘મિતા’ જેવી સો સો મિતાઓ આપણા ગામમાં પાકશે...
અને... એ શહેરીઓ સહકારી મંડળીઓની સ્થાપના કરશે. કાયદાઓની જાળો બિછાવશે. લોકોને લાંચરુશ્વતખોરીના પાપથી અભડાવશે.
હવે લાઈટો આવશે. આપણી મજેની ઊંઘ હરામ થઈ જશે.
હવે કારખાનાઓ નંખાશે... એના ધુમાડા ખાઈને જીવવાના દી' મને તો હવે દૂર દેખાતા નથી...
હવે આપણો બાળ, ખેડુ મટીને કારખાનાનો કામદાર બનશે.
વસતિ વધશે. મોંઘવારી પણ વધશે. પૈસા પૈસા માટે રગડા-ઝઘડા થશે. આપણી બહેનો ઘ૨ની ગૃહિણી મટીને એ કારખાનાની નોકરડી બનશે. એના કપડા બદલાશે. એની બોલી ફરી જશે.
સહુની જરૂરિયાત વધશે, બધાય પોતપોતાની સગવડો માંગશે. દરેકના અંતરમાં વિલાસી જીવનની ભયાનક હુતાશણીઓ પ્રગટશે !
દા' ગયા... પણ મને તો સાથે સાથે આપણું બધું સુખ જતું લાગે છે! આપણી બધી શાન્તિ હરાઈ જતી દેખાય છે.
રે! વિધાતા, તારાથી ય શું ન ખમાયાં અમ ગામડીઆનાં સુખ અને શાન્તિ! મિત્રો! મારા કાને તો પેલા ધોળા જાકીટવાળા શહેરીઓની મોટરના ભૂંગળાના અવાજના ભણકારા વાગે છે.
દા' ગયા! મોટો હિમાલય ખસી ગયો! હવે તો એ પેટભરાઓ અને પટારાભરાઓ આવ્યા જ સમજજો.
એમની ધનતૃષ્ણાની આગના ભડકા આ નિર્દોષ ગામની ચોમેર દેખાયા જ સમજો. કાવાદાવા ખેલવામાં એમની બુદ્ધિ જરાય પાછી પડે તેવી નથી. હૃદય જેવી તો કોઈ વસ્તુ જ એમના શરીરમાં અસ્તિત્વ ધરાવતી નથી.
મિત્રો, મને તો અનુભવ છે આ માણસોનો. હવે એક જ મુક્કી મારીને ભેદી નાંખશે આ કાંકરિયો ગઢ!''
Page #104
--------------------------------------------------------------------------
________________ 104 વિરાગની મસ્તી મુખીની આ ભવિષ્યવાણીથી સહુના અંતર ફફડી ઊઠ્યાં! બધાયના અંતર ઘા ખાઈ ગયા! “શું કરવું?' કોઈને સમજાતું નથી. જાણે કે દરેકનું અંતર એક જ પોકાર કરી રહ્યું હતું, બસ! હવે અમારું કોઈ નથી? કિલ્લોલ કરતું આ ગામ શું વિલાસની આગોમાં ઝડપાઈ જવાનું ! પેલા શહેરીઓ અહીં ફરી જ વળવાના! અમારા સુખ અને શાન્તિની કબર ખોદાઈ જવાની! બધાયના હૈયાં ભારે થઈ ગયાં હતાં! દરેકનો પગ આજે હાથીપગ બની ગયો હતો! કોઈની આંખના આંસુ આજે સુકાતાં ન હતાં. પ્રાણ વિનાના કલેવરો શા” ગ્રામજનો ઊભા થયા. જાણે જીવતા મડદાં ઘર ભણી ઢસડાતાં હતાં! સહુના મુખ ઉપરથી એક વાત સ્પષ્ટ તરી આવતી હતી કે શેઠના મૃત્યુના દુઃખ કરતાં, દા'ના વિયોગના આઘાત કરતાં.. એમના વિનાનું જીવતર ખૂબ જ અસહ્ય હતું! એ જ વખતે એક મોટું કાળું ભમર વાદળ આકાશમાં દોડી આવ્યું. શિયાલણીઓનું રૂદન સંભળાવા લાગ્યું. પવન પડી ગયો હતો! વૃક્ષોના પાંદડાં સ્તબ્ધ બનીને ડાળને વળગી રહ્યાં હતાં! અંધકાર સર્વત્ર વ્યાપી ગયો હતો.