Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005556/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૧૨મું શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય સંકલન-વિવેચન 'બ્રનિ. શ્રી રસિકભાઈ શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ ' સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦ ફોન : (૦૨૭૫૫) ૨૮૦ પ૩૩ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 1139 11 i શ્રી રાજ-સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ-૧૨મું શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય * સંકલન અને વિવેચન * બ્ર.નિ. શ્રી રસિકભાઈ ટી. શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ ૩૬૩ ૪૩૦ સોભાગપરા, સાયલા ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ - For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સોભાગપરા - સાયલા-૩૬૩૪૩૦ પ્રથમ આવૃત્તિ : સં. ૨૦૬૬, અષાડ સુદ ૧૫ તા. ૨૬-૭-૨૦૧૦, સોમવાર પ્રત : ૧૦૦૦ પ્રાપ્તિ સ્થાન : શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ શ્રી રાજ-સોભાગ આશ્રમ, સોભાગપરા - સાયલા-૩૬૩૪૩૦ મુદ્રક : નૈષધ પ્રિન્ટર્સ ૧૪૫, મ્યુ. સ્કૂલ પાસે, નારણપુરા, અમદાવાદ ફોન : ૨૭૪૯૧ ૬ર૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય - વિષે ઈન્દોરની પૂ. કૌશલ્યાબાઈ મહાસતીજીના દર્શનાર્થે જવાની યાત્રામાં વિચારની સ્ફુરણા થઈ. તેથી તે વચનોનું સંકલન તથા તેના પર જે કાંઈ સદ્ગુરુના અનુગ્રહથી સમજણમાં સ્થિર થયું છે તેના આધારે ઘોડી વિચારણારૂપ વાતો મૂળ વચનો ઉપર કરવાનો અવસર પ્રાપ્ત થયો. તે વચનો શ્રીમદ્ રાજચંદ્ર ‘વચનામૃત’ તથા પ.પૂ. સદ્ગુરુ દેવ લાડકચંદ માણેકચંદ વોરાના હસ્તલિખિત વચનો છે. તે વિચારણા બીજા મુમુક્ષુઓને ઉપયોગી થાય તેથી આ પુસ્તક રૂપે સંકલિત કરીને મુમુક્ષુઓને વિચારણા અર્થે અને સાધનામાં ઉપયોગી થાય તેવા ભાવ સાથે રજૂ કરેલ છે. પરમકૃપાળુદેવ તથા પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ દેવના વચનો આપણને મળ્યાં તે આપણું સદ્ભાગ્ય છે, કારણ કે આ વચનો તેમના આત્માને સ્પર્શીને નીકળેલાં છે. અને તેના પર વિચારણા કરી સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થતી જાય તો આ પ્રયત્ન સફળ થયો ગણી શકાય. આપને સૌને ઉપયોગી થાય એ ભાવના સહ.. 11 39 11 અસ્તુ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વિષે.) “સદ્ગના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ” પ.કુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી તથા પ.પૂ. સદ્ગુરુદેવ (પ.પૂ.શ્રી લા.મા.વોરા)ના બોધ વચનોનું સંકલન તથા તેના વિચારણારૂપે આવેલા વિચારોરૂપ વિશ્લેષણ રજૂ કરવામાં આવેલ છે. આ સંકલન તો જ સાર્થક ગણાય કે જો આપણે વારંવાર એનું વાંચન, મનન, ચિંતન કરી, નિદિધ્યાસન રૂપ કરી આપણને મળેલ રત્નચિંતામણી જેવા મનુષ્ય જીવનના, એક એક પળનો સદુપયોગ કરી મુક્તિમાર્ગે પ્રયાણ કરીએ. તા. ૨૬-૭-૨૦૧૦ ગુરુપૂર્ણિમા પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ ૨ાજચંદ્ર For Personal & Private Use Only વિલન ) (f) છે જે છે તે છે ) ( ) 8 ) K) AિS) (C) Sm) Page #7 -------------------------------------------------------------------------- ________________ E % E E. સદ્ગુરુદેવશ્રી પ. પૂ. બાપુજી. (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) આપના સત્સમાગમના અનુગ્રહથી સ્વસ્વરૂપનું સંવેદન થયું તે માટે આપના ચરણમાં સમર્પિત - સંતચરણરજ રસિકભાઈના આત્મભાવે વંદન Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુમા (શ્રીમતિ ડૉ. સદગુnબેન સી.યુ.શાહ) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ભાઈશ્રી (શ્રી નલીનભાઈ કોઠારી) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત-વિવેચન સાથે સમસ્યાનો ઉદય માણસને ડૂબાડવા માટે નહીં પણ તેની કસોટી કરી તરવાનું વરદાન બનવા માટે આવે છે, જો આપણામાં “આસ્થાશ્રદ્ધા' હોય તો સમજાય છે. તેને માટે ધીરજ જોઈએ છે. સમસ્યા આવે તો તેના નિરાકરણ માટે નીચેની વાતોને જીવનમાં વણી લેવાની જરૂર છે. જે આપણા આતમરામને જગાડવાનું કાર્ય કરે છે. (૧) નિશ્ચિત બની એ વાત મનમાંથી કાઢી નાખો કે સમસ્યા . સર્જાઈ છે. (૨) સમસ્યા સમયે ઘાયલ કબૂતર બનવાને બદલે સંકલ્પના ગરુડ બની જાઓ. (૩) ઈશ્વરને કે પરમાત્માને આપણી સમસ્યામાં ભાગીદાર બનાવીને શ્રદ્ધાનો દિપક જલતો રાખવા પુરુષાર્થ કરતા રહો. (૪) દરેક અંધારી રાતનું એક સુપ્રભાત હોય છે, એમ માની સમસ્યાના જલદી નિરાકરણ માટે ધમપછાડા ન કરો. કબીરજીએ કહ્યું છે કે : “માલી સીંચે સો ઘડા, ઋતુ આયે ફૂલ હોય.” (પ) તમારા અંદરમાં રહેલી સંકટ સમયની સાંકળ પકડવા માટે હાથ તૈયાર રાખો, પણ એ સાંકળ પકડી લટકી રહેવાનું ટાળવાનું છે. (૬) માર્ગ શોધીશું તો અવશ્ય જડશે; પણ એ માટે ઈર્ષા, દ્વેષ, પ્રતિશોધ, નિંદા કે ભ્રષ્ટ ઉપાયોનો આશરો લેવાનું ટાળવું, તમારું બૂરું કરનારનું પણ ભલુ ઈચ્છી મૌન ધારણ કરવું. આપણે બોલવાનું નથી. આપણા કરેલા કામને બોલવા દેવાનું છે. આપણું કામ જ આત્મારામી બની આપણને રામબાણ” ઇલાજ સૂચવશે. (૭) જો આપણે રાહ ઉપર હોઈશું તો આપણું પરમાત્મસ્વરૂપ જ તકરૂપે, મિત્રરૂપે, મદદરૂપે આવવાનું જ છે, એટલે સર્વ પરિસ્થિતિઓના શુભદ્રષ્ટા બની આત્માના અવાજને અનુસરો. એક જ શ્રદ્ધા રાખો કે, “હું હારવા જભ્યો જ નથી.” (૧) (૬૧) ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. (૬૨) તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ કે વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે, એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે. (ર-પુષ્પમાળા-પા.-૬) For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય અણસમજણભાવે, અજ્ઞાનભાવમાં પૂર્વે જે વૈરભાવ રોપેલો છે, તેને હવે ઉદયમાં ભોગવતાં નવું વૈર ન બંધાય તેનો ખ્યાલ રાખીને હે જીવ ! તું ચાલતો રહેજે. તેમજ હવે નવું વૈર ન બંધાય તેનો ખ્યાલ રાખીને બધી પ્રવૃત્તિ કરતો રહેજે, કારણ કે વૈરભાવ ઉત્પન્ન કરી કદાચ કોઈક પ્રકારનું દુન્યવી સુખ પ્રાપ્ત કરી લઈશ તો પણ તે કેટલા સમય માટેનું હશે ? બહુ જ ટૂંકા સમયનું, પણ પછી તેનું ફળ અશુભરૂપેઅશાતારૂપે ભોગવવાનું આવશે. તેવું હવે કરવાનું બંધ કરવું તારા જ હિતની વાત છે. તત્ત્વજ્ઞાન મેળવવાનો પુરુષાર્થ કરનાર સાધકે આમ વિચારવું, આચરવું ખૂબ જ જરૂરી અને આવશ્યક છે. જેમણે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેવા જ્ઞાનીઓ આમ જ વિચારણા કરી પોતાના આત્માને ખરડાવા દેતા નથી. માટે તે સાધક જીવાત્મા ! તારે પણ આમ જ વર્તવું જરૂરી છે, કલ્યાણકારી છે. (૨) નાવ પથ્થરને તારે છે, તેમ સદ્ગુરુ પોતાના શિષ્યને તારી શકેઉપદેશીને-(૧૧-ભાવના બોધ, પા-૨૬) ' - જો પત્થરને સીધો પાણીમાં મૂકવામાં આવે તો તે પાણીમાં ડૂબી જાય છે, પણ એ જ પથ્થરને જો નાવમાં મૂકવામાં આવે તો તેને જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જઈ શકાય છે. તેમ જીવાત્મા પોતાના સ્વચ્છેદે સાધના કરી સંસાર સાગર તરી જવાની ઈચ્છા રાખે તો તે પાર પડતી નથી. ઊલટાનું વધારે રખડવાનું થાય છે, પણ જો સદ્ગુરુનું શરણ સ્વીકારી તેમના કહ્યા પ્રમાણે સાધના કરવામાં આવે તો તેમના ઉપદેશના સહારે તે જીવાત્મા ! તું સંસાર સાગરને સહેલાઈથી પાર કરી શકીશ. સ્વચ્છેદ એ પથ્થર સમાન છે જે બુડી જાય છે, પણ સદ્ગુરુ શરણ એ નાવ છે જેના સહારે સ્વચ્છંદનો ત્યાગ કરી જીવાત્મા સંસાર સાગર પાર ઊતરી જાય છે. (૩) સવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો; આત્મ-વિદ્યા પામવા નિગ્રંથગુરુનો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય. (શિ.પા.-૩ર/પા.-૮૧) For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૩ સત્ (સ) વિદ્યાને પ્રાપ્ત કરવા, સિદ્ધ કરવા, વિનયની બહુ જ આવશ્યકતા, અગત્યતા સ્વીકારવામાં આવી છે. વિનય પ્રાપ્ત કરવા વિવેક આવવો જરૂરી છે અને વિવેક આવવા માટે આરંભ-પરિગ્રહ ભાવોનું અલ્પત્વ અથવા પોતાને મળેલ સંપત્તિ વગેરેનું અભિમાન ઘટાડવું જરૂરી બની જાય છે. વ્યવહારિક કાર્યમાં પણ જો આપણામાં વિનય હોય તો આપણું કાર્ય સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, બની જાય છે. તેવી જ રીતે આત્મવિદ્યા પ્રાપ્ત કરવા જે નિગ્રંથગુરુ છે, તેનો વિનય-વિવેક જાળવવો જરૂરી છે. વિનય-વિવેક જાળવવાથી તેમના અંતઃકરણમાં પ્રગટરૂપે રહેલી આત્મવિદ્યાને આપણે તેમના માર્ગદર્શન નીચે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ; અને આપણા આ મનુષ્ય જીવનનું સાર્થક્ય થઈ શકે, કૃતકૃત્યભાવને પ્રાપ્ત કરી શકાય. માટે વિનય-વિવેક પ્રગટાવવા આરંભ-પરિગ્રહનું અલ્પત્વ, મંદત્વ કરવું ખાસ જરૂરી છે. (૪) ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું-સ્વયં કોઈક જ જાણે છે, નહીં તો નિગ્રંથશાની ગુરુ જણાવી શકે, નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે. (શિ.પા.-૮૦/પા.૧૧૭) જો આપણે સંસાર પરિભ્રમણને ટાળવું છે, તો વીતરાગ ભગવાનનીં શું આજ્ઞાઓ છે અને તેઓનું જે શુદ્ધ સ્વરૂપ પ્રગટરૂપે રહેલું છે તે જાણવું જરૂરી છે. કોઈ જીવાત્મા પૂર્વનો આરાધક હોય તો આ ભવમાં સ્વયં પોતે જાણી શ` છે, નહિતર સામાન્યપણે આ સ્વરૂપ નિગ્રંથજ્ઞાની ગુરુ પાસેથી સાંભળીને મેળવી શકાય તેમ છે. અને જાણ્યા પછી તે સ્થિતિ મેળવવા પોતે તેઓની આજ્ઞા પ્રમાણે ચાલીને પુરુષાર્થ કરે તો મેળવી શકે. માટે આ ભવમાં શ્રદ્ધાનું-અધ્યાત્મ માર્ગ પ્રત્યેની શ્રદ્ધાનું બીજ રોપનાર અને પોષણ આપનાર નિગ્રંથગુરુ એ આપણા માટે સાધનરૂપ છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય (૫) જે મનુષ્ય સયુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. (શિ.પા.-૧૦૧/પા.-૧૨૮) જે મનુષ્ય પુરુષોના આંતરિક ચારિત્રના રહસ્યને પામે છે, જાણી શકે છે, તે તેવો બનવાનો પુરુષાર્થ કરીને તેમના જેવો જ પરમેશ્વર સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપી બનીને, સંસાર સાગરનો પાર પામી નિર્વાણ પામી જાય છે. તેમની આંતરિક અનંત ચતુષ્ટયરૂપ સ્થિતિને ઓળખી તેવી સ્થિતિ મેળવવા યથાર્થ પુરુષાર્થ કરે છે, તે તેવો જ બની જાય છે. (૬) સપુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. (પા.-૧૪૧) સપુરુષ એટલે આત્મજ્ઞાની પુરુષનો સમાગમ જેટલો બની શકે તેટલો રાખવાનો પ્રયત્ન કરવો. તેથી તેમના અંતઃકરણમાં પ્રગટ આત્મસ્વરૂપની ઓળખાણ આપણને થઈ શકે, તો તે પ્રમાણે સાધના કરી તેમણે પ્રગટ કરેલ આત્મસ્વરૂપને આપણે પણ પ્રગટ કરી શકીએ અને તો જ આપણામાં અનાદિકાળથી ભરાયેલા અજ્ઞાનનો નાશ કરવા સમર્થ બની શકીએ અને ટાળી શકીએ. માટે જેમ બને તેમ સત્પષનોસદ્દગુરુનો સમાગમ જેટલો બને તેટલો કરવાનું રાખવું એ આપણા હિતની જ વાત છે. (૭) મહાપુરુષોનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે.-૧૫ (પ.-૨૧) (પાનું ૧૫૫) જો આપણે તત્ત્વજ્ઞાની બનવું છે, આત્મજ્ઞાની બનવું છે, તો મહાપુરુષના બાહ્ય આચરણ તરફ દૃષ્ટિ કરવી નહીં, પણ તેમના અંતઃકરણમાં પ્રગટ આત્મ-સ્વરૂપને ઓળખવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. અંતઃકરણની પરીક્ષા કરવાથી અંતઃકરણમાં પ્રગટપણે રહેલ આત્મતત્વની અનુભૂતિ આપણને થશે. અને એ પ્રમાણે આપણે સાધના કરીને આગળ વધીને આપણા આત્માને પ્રગટ કરી શકીશું, અનુભવી શકીશું અને જો તેમના અંતઃકરણમાં તત્ત્વજ્ઞાન જણાય નહીં For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય તો તેમનો આશરો છોડી દેતાં પણ અચકાવું નહીં. આ જ રીતે પરીક્ષા થઈ શકે. (૮) મહાત્મા થવું હોય તો ઉપકાર બુદ્ધિ રાખો, સપુરુષના સમાગમમાં રહો, આહાર-વિહાર આદિમાં અલુબ્ધ અને નિયમિત રહો. સશાસ્ત્રનું મનન કરો. (૧૭) – સત્પરુષના અંતઃકરણે આચર્યો કિવા કહ્યો તે ધર્મ (૬૮) એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૭૧) પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યગદર્શન છે. (૧૧૦) સપુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (૧૨૨)-(વ.૨૧/પા.-૧પ૬,૧૫૭,૧૫૯) મહાત્મા-મહાન આત્મા-શુદ્ધ આત્મા બનવું હોય તો જેણે જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તેના પ્રત્યે અહોભાવ રાખવો, તે સપુરુષના સમાગમમાં રહેવું. સ્વાદેન્દ્રિયનો ત્યાગ કરવો અને સશાસ્ત્રમાં જે કાંઈ વાંચ્યું હોય તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરી તે રૂપ પરિણમન કરવું. સત્પરુષ દ્વારા આચરવામાં આવેલ આંતરધર્મ એ જ આપણા માટે ધર્મ બની રહે છે. સપુરુષ મળેથી તેની આજ્ઞાનું આરાધન એકનિષ્ઠાએ કરવાથી તેમણે પ્રગટ કરેલ તત્ત્વજ્ઞાન આપણામાં પણ પ્રગટ થઈ જાય છે. પવિત્ર જ્ઞાનીપુરુષોની કૃપા દૃષ્ટિ થવી-માર્ગ બતાવવા રૂપ અનુગ્રહ થવો એ જ વ્યવહારથી સમ્યગ્દર્શન ગણાય અને પરિણમન રૂપ થતાં તે જ નિશ્ચય સમ્યગ્દર્શનમાં પરિણમિત થઈ જાય. પુરુષો સામાન્યપણે કાંઈ કહેતા નથી, કરતા જણાતા નથી, છતાં તેમનામાં પ્રગટ થયેલ સત્પષતાની ઝલક તેમની નિર્વિકાર મુખમુદ્રામાં જોવા મળે છે. તે જોવાની દૃષ્ટિ જો પ્રગટી જાય તો આપણું કાર્ય બહુ સહેલાઈથી થઈ જાય. (૯) ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તો માત્ર પુરુષના ચરણકમળ છે. (૫-૩૭/પા.-૧૭૦) ભગવાન મહાવીરે બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વ સ્વરૂપ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ યથાતથ્ય છે તેમ માનવ. તેમની શિક્ષાની કોઈપણ પ્રકારે વિરાધના થઈ હોય તો તે માટે પશ્ચાત્તાપ કરવાનો છે અને ફરીને ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પુરુષોના અદ્ભુત યોગ સ્કુરિત ચારિત્રામાં ઉપયોગને પ્રેરવાનું રાખવાનું છે. વળી જયાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો આત્મ-ધર્મ છે, તેમાં જ ઉપયોગને રાખવો એ જ સાધના છે. વિશેષપણે આત્મસાક્ષાત્કાર કરવા માટે પુરુષના આશ્રમમાં રહી તેની આજ્ઞા પ્રમાણે ચાલવું એ જ આત્મલક્ષી સાધના છે. (૧૦) જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વર્તનાથી મુક્ત થયા નથી, પણ આખ પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે. (પ.-૪)/પા.-૧૭૧). ( વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું-આ ગુણો જેનામાં હોય તે તત્ત્વ પામવાને ઉત્તમ પાત્ર છે. આપણે આવી પાત્રતા કેળવવાની છે. આ પાત્રતા આવવાથી આપણામાં રહેલ સ્વચ્છેદ નાશ પામે છે અને એમ થવાથી વીતરાગ દ્વારા, આપ્ત પુરુષ દ્વારા કહેવામાં આવેલ બોધને અનુસરવાની શક્તિ આપણામાં આવે છે અને તેના દ્વારા યથાર્થપણે સાધના કરવાથી જીવાત્મા એટલે કે આપણે મુક્તિના પંથે ચાલવા માંડીએ છીએ અને છેવટે સંપૂર્ણ વિતરાગતા પ્રગટ કરીને મુક્ત થઈ શકીએ છીએ. તો એ પ્રમાણે કરવા લાગી જઈએ. (૧૧) નિરંતર પુરુષની કૃપા દૃષ્ટિને ઈચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. (પ.-૪૧/પા.૧૭૬). જો આપણે મુક્ત થવું હોય તો નિરંતર સપુરુષની કૃપા દૃષ્ટિ આપણા ઉપર વરસતી રહેવી જોઈએ એટલે કે આપણે આત્મસાધનાનો પુરુષાર્થ કરતા રહીએ અને જ્યાં આપણે અટકી પડીએ કે અવરોધ આવે ત્યારે આપણને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળતું રહે કે રહેવું જોઈએ. કોઈપણ પ્રકારે શોકગ્રસ્ત થવાનું છોડી દેવાનું રાખો એ જ ભલામણ પ.કૃ.દેવ અહીં કરે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય (૧૨) જગતમાં સપરમાત્માની ભક્તિ-સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્રધ્યયન, સમ્યક્દષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (પ.-૪૭/પા.૧૭૮, ૧૭૯) અત્યાર સુધી જીવને પરમાત્માની ભક્તિની પ્રાપ્તિ, સદ્ગુરુની પ્રાપ્તિ, સત્સંગની પ્રાપ્તિ, સત્ શાસ્ત્રાધ્યયનનું કરવું, આદિ કાં તો પ્રાપ્ત થયાં નથી, અથવા થયાં છે તો જીવાત્મા સન્મુખપણે વર્તો નથી. તેથી સત્યોગ મળ્યા છતાં ફળવાન થયા નથી, તેથી સમ્યગ્દષ્ટિપણું પ્રગટ થયું નથી. જો થયું હોત તો અત્યારની આપણી આવી દશા હોત નહીં, પણ હવે આ ભવમાં સદ્ગુરુ અને તેમનો યોગ પ્રાપ્ત થયો છે, તો તેમનાથી પ્રાપ્ત થતા યથાર્થબોધને ધ્યાનમાં લઈને, વિનયાન્વિત થઈને તે વસ્તુને, આત્માને પ્રગટ કરવા પ્રયત્નશીલ બની જવું જરૂરી છે. જો તે વસ્તુ આ ભવમાં પ્રગટાવી શકાય તો અનંતભવમાં મળેલી નિષ્ફળતાઓનું સાટું વળી જઈ, સફળતાની પ્રાપ્તિ થઈ જાય. પણ જ્યારે જ્યારે વીતરાગનો કે સદ્ગુરુનો યોગ મળ્યો છે ત્યારે ઉપદેશ સાંભળ્યો નથી કે અવધાર્યો નથી અથવા પોતાની યોગ્યતા-પાત્રતા નહીં હોવાથી આમ થતું અટક્યું છે. માટે જે યોગ મળ્યો છે તેને સફળ બનાવી, સંસારના ત્રિવિધ તાપથી છોડાવી, આપણા આત્માને શાંતદશામાં રમણતા કરાવવારૂપ સ્થિતિ પ્રગટ કરાવવાનો પુરુષાર્થ કરી લેવો એ જ હિતાવહ છે. સત્પુરુષાનું યોગબળ તો જગતના જીવોનું કલ્યાણ થાય એમ જ ઈચ્છતું હોય છે, પણ જીવો જ ઊંધા ચાલે ત્યાં ઉપાય ક્યાંથી કારગત નીવડે ? જીવન વીર્ય સ્ફુરાયમાન તો જ થઈ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય શકે જો પોતાનું ઉપાદાન સપુરુષ સન્મુખ કરે. જો જીવ તૈયાર ન હોય તો વીતરાગ પણ કાંઈ કરી શકે નહીં, તેઓ તો ઉપદેશના દેનાર દાતા છે, પણ તેનો અમલ તો આપણે જ કરવો રહ્યો. (૧૩) અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સરત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યાં નથી; નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. આ કથન ત્રિકાળ સિદ્ધ છે. (પ-૧૫, પાનું-૧૮૩) અહીં ૧રમાં જણાવ્યા પ્રમાણેનો જ ભાવ દર્શાવ્યો છે. જો પાત્રતા થઈ હોત તો જીવ હજી સુધી સંસારમાં રખડી રહ્યો ન હોત. ત્રણેય તત્ત્વની પ્રાપ્તિ થઈ હોય અને જીવ દરિદ્રી રહી જાય તો તેમાં જીવનો જ વાંક છે. આવી સ્થિતિ જીવ પૂર્વે અનેકવાર મેળવી પણ ચૂક્યો છે, પણ તેણે પોતાની પાત્રતા જ કેળવી નથી અને બહિર્મુખપણે જ વર્તતો રહ્યો છે. જો પાત્રતા હોય અને ત્રણે તત્ત્વની પ્રાપ્તિ હોય તો મોક્ષ તો નિશ્ચયથી હાજર જ છે. આ કથન તો ત્રિકાળપણે સિદ્ધ છે. (૧૪) શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (પ.-૫૮/પા.-૧૮૪) આગમોમાં મોક્ષનો માર્ગ બતાવેલો છે, પણ તેને કેમ કરી પ્રાપ્ત કરવો તેનો મર્મ તેમાં કહેવામાં આવ્યો નથી. મર્મ (રહસ્ય) તો સપુરુષના અંતઃકરણમાં અંતરાત્માની સ્થિતિમાં રહેલો છે. માટે જો આપણે માર્ગમાં આગળ વધવું હોય તો પ્રત્યક્ષ સત્પરુષની પ્રાપ્તિની જરૂર પડવાની છે. તે વિના માર્ગની પ્રાપ્તિ નહીં થાય અને મોક્ષમાર્ગમાં પ્રગતિ પણ નહીં થાય. પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષની આજ્ઞાની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધાની સાથે માર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરવો જ પડશે. ગુરુ તો માર્ગ આંગળી ચીંધીને બતાવશે, ચાલવું તો આપણે જ પડશે. આ યોગની પ્રાપ્તિ આ ભવમાં આપણને થઈ છે તો તેનો યથાયોગ્ય ઉપયોગ કરી લેવો એ જ એક કલ્યાણ માટેનો રસ્તો છે. માટે યોગ નિષ્ફળ ન જાય તેવી જાગૃતિ સાથે આગળ વધતા રહો, રહીએ. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૫) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છે : સગુરુ અને સત્સંગ (પ.-૬૨/પા.૧૮૮,૧૮૯) પરમાત્માનું-વીતરાગનું ધ્યાન કરવાથી પરમાત્મસ્વરૂપ બની જવાય છે, પણ તે પ્રકારનું ધ્યાન જીવાત્માને પુરુષની આશ્રયભક્તિ કરવારૂપ વિનય વિના પ્રાપ્ત થઈ શકતું નથી-આ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. હાલમાં ભરતક્ષેત્રમાં શુક્લધ્યાનનું ધ્યાવન થઈ શકતું નથી. તે ધ્યાનની પરોક્ષરૂપે શુક્લપરિણતિ થઈ શકે છે. પણ મોક્ષમાર્ગની અનુકૂળતા તો ધોરી માર્ગે પ્રથમ ધર્મધ્યાનથી જ થઈ શકે છે. સાતમાં ગુણસ્થાનક સુધી ધર્મધ્યાનનું જ ધ્યાવન થાય છે. ત્યારબાદ શ્રેણી માંડતાં શુક્લધ્યાનનું ધ્યાવન થઈ શકે. પણ તેના દાતા હાલમાં ભરત ક્ષેત્રમાં નથી. એટલે જ ૫.કુ. દેવે અપૂર્વ અવસરમાં પણ કહ્યું છે કે “પ્રભુ આજ્ઞાએ જાશું સ્વરૂપ સ્વદેશ રે'. નિશ્ચયથી જેવું આત્મસ્વરૂપ છે તેની યથાવત્ જાણકારી તો સપુરુષના અંતરમાં રહેલી છે. તેમના દ્વારા જ જાણકારી મેળવી, સાધના દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે. સદ્ગુરુ અને તેમનો સત્સંગ કરવાથી જીવાત્મા સાધના દ્વારા નિશ્ચયને પ્રાપ્ત કરી શકે છે. સાધના માર્ગ દ્વારા સાધના કરતાં શ્વાસોચ્છવાસનો જય છે અને તેથી વાસનાઓનો જય કરી શકાય છે. એટલે તેના બે સાધન સદ્ગુરુ અને સત્સંગ કહ્યા છે. (૧૬) બીજું કાંઈ શોધમાં માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ . શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. (૫-૭૬/પા.૧૯૪,૧૯૫). આ કથનમાં મોક્ષમાર્ગની આરાધના કરવી હશે તો પ્રત્યક્ષ વિદ્યમાન સન્દુરુષની શોધ કરવી પડશે. શોધીને તેમની આશ્રયભક્તિને સ્વીકારવી પડશે અને તેમની આજ્ઞાએ ચાલવું પડશે તો જ મોક્ષ સુધી પહોંચી શકાશે. છતાં જ્ઞાનીપુરુષ કહે છે કે-“જો તને મોક્ષ ન મળે તો મારી પાસે આવી જજે, તને તે માર્ગ બતાવીને માર્ગદર્શન આપીશ, જેના આધારે સાધના કરીને મોક્ષને પ્રગટાવી શકીશ.” હવે સપુરુષ કોણ તેની વાત કરે છે. સત્પરુષ એજ કે જે દરરોજ પોતાના આત્માના ઉપયોગમાં જ લીન રહે છે. તેઓ જે કાંઈ બોલે તે શાસ્ત્રવાક્ય જ ગણાય, કારણ કે તે આત્માને સ્પર્શીને નીકળેલ છે, અનુભવમાં આવી શકે તેવું કથન છે. જેને કોઈપણ પ્રકારની સ્પૃહા રહી નથી એમ જે રહેલા છે, તેવા સત્પરુષની આશ્રય ભક્તિમાં રહી તેમની કૃપાને જીતવાનો પુરુષાર્થ કરવાનો છે. તેઓ જે કાંઈ કહે તે સ્વીકારીને તેમના ગુણગ્રામ કરવામાં તારી જીંદગીનો સમય ચાલ્યો જાય તો પણ નુકસાન નથી, કારણ કે આનું ફળ તને પદર ભવમાં મોક્ષ જવા રૂપ અવશ્ય મળવાનું જ છે. (૧૭) દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. દેહની ચિંતા જેટલી રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંતભવ એક ભવમાં ટાળવા છે. (પ.-૮૪/પા.-૨૦૦,૨૦૧) જો યથાતથ્યપણે વિચારણા કરવામાં આવે તો જણાશે કે જે દેહમાં રહીને વિચારણા કરી રહ્યો છે, તે દેહથી જુદો જ રહેલો જણાય છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય દેહાવસ્થામાં પ્રાય તે દુઃખનું જ વેદન કરીને રહેલો છે. હે જીવ ! તું તને મળેલા દેહની જેટલી ચિંતા રાખે છે તેના કરતાં દેહમાં રહેલા આત્માની ચિંતા અનંતગણી રાખીને, તે દેહમાં મમત્વ કરી રહ્યો છે તેમાંથી પાછો વળ; કારણ કે અનંતકાળથી જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તેમાંથી બહાર નીકળવાનો યોગ આ મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય તેમ છે. માટે દેહ કરતાં આત્માની ચિંતા અનેકગણી રાખીને તેને સંસાર પરિભ્રમણમાંથી છોડાવવાનો પુરુષાર્થ કરી લે, જેથી અનંતકાળના પરિભ્રમણનો કિનારો આવી જાય અને બહુ જ થોડા ભવમાં તેનો અંત લાવી શકાય. તે માટે સદ્ગુરુ આશ્રયમાં રહી યથાયોગ્ય સાધના કરવામાં લાગી જવાની જ જરૂર છે. તો જરૂર સંસારનો અંત આવી જશે. (૧૮) “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે.’’આ એક લખેલ સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. (૫.૮૬/પા.૨૦૧ તથા પ.-૧૯૫/પા.-૨૬૦) આ વાક્યમાં લખવામાં આવેલ વાત ઉ૫૨ ચિંતન કર્યા વગર, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થાય તેમ નથી, હજી સુધી થયું પણ નથી. માટે આપણે સૌએ તેના પર વારંવાર વિચારણા કરવાની જરૂર છે અને એ વિચારણા દ્વારા આપણા આત્માને સંસારમાંથી છોડાવવાનો યથાર્થ પુરુષાર્થ સદ્ગુરુ આશ્રયમાં રહી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી જ થઈ શકે તેમ છે. તો જ વીતરાગદેવ અને વીતરાગતા શું છે તેનો ખ્યાલ આવશે. તો જ તે માટેનો પુરુષાર્થ કરી શકાશે અને આપણા આત્માને પરિભ્રમણના દુઃખમાંથી છોડાવી શકવાનો પુરુષાર્થ થઈ શકશે. એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે તેમ સમજવાની જરૂર છે. (૧૯) નિશ્ચય, નિગ્રંથજ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, ૧૧ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ ર શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય સમીપમાં સદેવ કાળ રહેવું કાં સત્સગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. (પ.-૯૨/પા.૨૦૬) મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ અક્ષરોમાં સ્પષ્ટપણે દર્શાવ્યો નથી, પણ ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું કારણ આ વાક્યમાં દર્શાવ્યું જણાય છે. પોતાનું મૂળસ્વરૂપ શું છે તે જાણવાનો નિશ્ચય કરવો. તે નિશ્ચય કર્યા પછી તેનું જાણપણું થાય તે માટે નિગ્રંથ એવા જ્ઞાની ગુરુને મેળવવા પ્રયત્ન કરવો. જો તેઓ મળી જાય તો તેઓના આશ્રમમાં રહી, તેઓ જે આજ્ઞા આપે તે પ્રમાણે આરાધના કરવી અને શક્ય હોય ત્યાં સુધી તેઓના સાનિધ્યમાં રહેવાનો પુરુષાર્થ કરવો અથવા તેમનો સત્સંગ થયા કરે તેવો પુરુષાર્થ કરતા રહેવું. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવાજાણવાનો હોવાથી તે ય પદાર્થને જોયાકારે દેખે, જાણે, પણ જે આત્માને આત્મદર્શિતા પ્રગટ થઈ છે, તે પરપદાર્થને દેખવા, જાણવા છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. આત્મદર્શિતા એટલે રત્નત્રયની પ્રાપ્તિ જેને થઈ છે, તે સહજપણે સંસારભાવોથી પર રહીને જાગૃતપણે દ્રષ્ટાભાવને રાખીને ઉદયાનુસાર વર્તન કરતા રહે છે જેથી આત્મા બંધનમાં ન આવે. (૨૦) (૧) સપુરુષના ચરણનો ઈચ્છક-મહાવીરના બોધનો પાત્ર છે. (૫-૧૦પ/પા.૨૧૦). જે પુરુષના ચરણને ઈચ્છે છે તે તેમની આશ્રયભક્તિને સ્વીકારે છે; તન, મન, ધન પ્રત્યેનો આસક્તિભાવ ઘટાડે છે અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાની તૈયારી રાખે છે, તે મહાવીરના બોધને પાત્ર બની જાય છે અને સમ્યગદશા પ્રાપ્ત કરી લે છે. (૨૧) સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (પ.-૧૨૮/પા.-રરર) સંત એટલે પુરુષ એટલે આત્મજ્ઞાની મહાત્માનો ભેટો થતો નથી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ત્યાં સુધી આ સંસારનો કિનારો હાથમાં આવતો નથી. એટલે સંસારની પૂર્ણાહુતિ થતી નથી. લોકસંજ્ઞામાં જ રાચતા રહેવું અને લોકાગ્રે જવાની વિચારણા કરવી તે શક્ય બની શકે તેમ નથી. લોક તથા લૌકિકભાવનો ત્યાગ કર્યા વિના જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકવી દુર્લભ છે. લૌકિક ભાવનો ત્યાગ ન થાય ત્યાં સુધી સંસારી પદાર્થો પ્રત્યેની આસક્તિ તૂટતી નથી, તેમાંથી ‘હું' પણું, મારાપણું, માલિકીભાવ છૂટતો નથી. જો એમ ન થાય તો વૈરાગ્ય આવતો નથી. તેથી સાધનામાર્ગમાં પરિણામલક્ષે આગળ વધવું મુશ્કેલ જણાય છે. માટે જાગૃત થઈ સંતના સાનિધ્યને શોધી, તેમના કહ્યા પ્રમાણે સાધનામાં લાગી જવું એ જ કલ્યાણકારી રસ્તો છે. (૨૨) જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. જીવને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ તો અનેકવાર થઈ ચૂકી છે અને અત્યારે પણ થઈ રહી છે, પણ જેનાથી સંસાર અને તેના દુઃખનો અંત આવી જાય તે માટેનું મુખ્ય કારણ એવા સત્પુરુષનો યોગ મળવો અતિ દુર્લભ કહ્યો છે. (૨૩) માહાત્મ્ય, જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા તે ‘શ્રદ્ધા’-‘આસ્થા’. (૫.૧૩૫/પા.-૨૨૬) ૧૩ આ ‘શ્રદ્ધા' એ સમ્યક્દર્શનના લક્ષણોમાંનું એક લક્ષણ છે. જેઓ આત્મજ્ઞાની પુરુષો છે અને સંસારની કામનાઓમાં જેઓ નિઃસ્પૃહપણે વર્તી રહ્યા છે તેવા પુરુષોના વચનોમાં લીન રહેવું તે જ શ્રદ્ધા છે. તેમની આજ્ઞા પ્રમાણે યથાતથ્યપણે ચાલતા રહેવું તે શ્રદ્ધા-આસ્થા છે. (૨૪) શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં, ત્રણે એકરૂપ છે. (પ.-૧૫૮/પા.-૨૩૭) · શ્રીમાન પુરુષોત્તમ કહીએ તો તે સંપૂર્ણ શુદ્ધ આત્મા છે, શ્રી સદ્ગુરુ અને સંત તેમના માર્ગે ચાલનારા મોક્ષમાર્ગના પથિકો છે અને શુદ્ધાત્મદશાને જ પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને બીજાને તે For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય માર્ગ પ્રદાન કરી રહ્યા છે. તેથી આ ત્રણે એકરૂપ જ રહેલા છે. તેમાં ભેદબુદ્ધિ કરનાર મોક્ષમાર્ગને સમજી શકતો નથી અને તેથી સંસારનો અંત કરી શકતો નથી. ત્રણે એક જ રૂપ છે એવી દઢતા આવ્યથી સાધક યથાવત્ સાધના કરતો કરતો આગળ વધી તેમના જેવો જ બની જાય છે. (૨૫) અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજ શરમ, માન, પૂજાદિના કામી નથી, છતાં સાચું કેમ ન સમજાય? સદ્ગુરુ દૃષ્ટિથી સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. (પ.-૧૬ ૧/પા.-૨૪૨) જેઓ સત્ય-સાચું સમજવાની ઈચ્છા ધરાવતાં હોય તેઓને કોઈપણ પ્રકારે લાજ-શરમ કે માન-પૂજાદિની કામના હોતી નથી, પણ તે સમજવા માટે પોતાની દૃષ્ટિથી જ સમજવાનો પ્રયત્ન-પુરુષાર્થ કરવામાં આવે તેઓને યથાર્થ સમજાતું નથી, પણ જો સરુનો ભેટો થઈ જાય અને તેમના આશ્રમમાં રહી શકાય તો બધું જ સમજી શકાય, સાચા ખોટાનો નિર્ણય યથાવત્ થઈ જાય. (૨૬) સત્ય એક છે, બે પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. (પ.-૧૬૭/પા.-૨૪૭) સત્ય એક જ છે. ચેતન તે ચેતન જ રહે છે, જડ છે તે જડ જ રહે છે. આ વાતની યથાતથ્ય સમજણ જ્ઞાનીનો અનુગ્રહ આપણા ઉપર થાય તો જ પ્રાપ્ત થાય. (૨૭) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. - આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૧૫ ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. (૫.-૧૭ર/પા.-૨૫૦-૨૫૧) આ પત્ર મુનિશ્રી પર લખવામાં આવ્યો છે. તેમનાં સંબોધનમાં જ લખે છે કે : “સત્ જિજ્ઞાસુ, માર્ગાનુસારી મતિ”, એટલે કે જેના દયમાં “સત્” (પોતાના શુદ્ધાત્મા) ને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને પરમાર્થ માર્ગને વિષે-જ્ઞાનીના માર્ગને વિષે અનુસરવાની જેની બુદ્ધિ વર્તે છે તેવા “માર્ગાનુસારી મતિ મુનિશ્રીમાં આત્માર્થની પ્રાપ્તિ થાય તેવી ભક્તિ પ્રગટી છે. આગળ જણાવે છે કે જીવાત્માને અનંતકાળથી પોતાને પોતાના સ્વરૂપ વિષે જ ભ્રાંતિ રહેલી છે. એટલે કે અનંતકાળથી પોતાનું પરિભ્રમણ ટાળવાનો પુરુષાર્થ કરતો હોવા છતાં, તે સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો નથી, કારણ કે પોતાના સ્વરૂપ વિષે જ ભ્રાંતિ વર્ચા કરી છે જે પોતાનું નથી, તેવા પોતાને મળેલ શરીર તેના કારણે ઊભા થયેલા સંબંધોમાં જ મારાપણું રહ્યા કર્યું છે. અને પોતાનું જે સ્વરૂપ છે તેનું ભાન જ રહ્યું નથી. પોતાને જે ભ્રાંતિ નામનો રોગ લાગુ પડ્યો છે, તેને દૂર કરવા માટેનું માર્ગદર્શન પ.કૃ.દેવ શ્રીમદ્જી આ પત્રમાં યથાતથ્યપણે જણાવી રહ્યા છે તે પર વિચારણા કરીએ. (૧) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો :- ખરી રીતે જોઈએ તો આ પત્રમાં જે ક્રમ આપ્યો છે તેને ઉલટાવી નાખવાથી માર્ગ શું છે તેનું ભાન યથાતથ્ય થાય તેમ છે. પણ આપણે આ ક્રમ પ્રમાણે વિચારણા કરી પછી જોઈશું કે પ્રથમ શું ? અને પછી શું ? હોવું જોઈએ. પરમાર્થ માર્ગ પ્રાપ્તિનો મૂળ પાયો છે વૈરાગ્ય અને ઉપશમ. આ બન્ને જીવમાં ત્યારે જ પ્રગટે જયારે જીવ આરંભ પરિગ્રહથી પાછા વળવાનો પુરુષાર્થ કરે તો. જ્યાં સુધી આરંભ પરિગ્રહનું જોર હોય અને દેહાધ્યાસ રહેલો હોય ત્યાં સુધી યથાવત્ વૈરાગ્ય પ્રગટતો નથી અને વૈરાગ્ય ન પ્રગટે તો ઉપશમ પણ પ્રગટતો નથી. અથવા શમ, સંવેગ, For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ નિર્વેદ, આસ્થા, અનુકંપા-જે સમ્યક્દર્શનનાં લક્ષણો છે તે પ્રગટવાં જોઈએ. હવે ઉદાસીનતા એટલે ઉર્દુ એટલે ઊંચે અને આસીન એટલે બેસવું તે. સંસારભાવોથી ઉપર ઊઠી જવું તે ઉદાસીનતા. સંસાર પ્રત્યે, તેમાં રહેલા પદાર્થો પ્રત્યેથી મમત્વભાવ નીકળી જવો તે ઉદાસીનતા. ૫.દેવ પણ કહે છે કે : સુખકી સહેલી અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. (૫-૭૭) જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માનો ક્લેશ; . ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. (પ-૧૦૭) યથાર્થ સુખની સખી ઉદાસીનતા છે, આત્માના અતીન્દ્રિય આનંદની સખી ઉદાસીનતા છે. અધ્યાત્મ ભાવને જન્મ આપનારી ઉદાસીનતા છે. જ્યાં સંસાર સંબંધી પદાર્થોમાં રાગદ્વેષની પરિણતિ વર્તતી હોય ત્યાં હંમેશાં કલેશિત પરિણામનો જ વાસ હોય છે, જેથી સંસાર પરિભ્રમણ થયા કરે છે; પણ જેવી ઉદાસીનતા પ્રગટે છે કે બધા જ પ્રકારના દુખોનો નાશ થઈ જવાનો યોગ બની આવે છે. ઉદાસીનતા એટલે (૧) સંસારી ભાવોથી ઉપર ઊઠી જવું. (૨) કોઈપણ પરિસ્થિતિમાં સમતાભાવને ધારણ કરીને રહેવું. (૩) સંસારી બનાવો કે પદાર્થો પ્રત્યે, પોતાના ઉદય પ્રત્યે ઉપેક્ષાભાવ અને (૪) બધા જ પ્રસંગોમાં દ્રષ્ટાભાવ જાગૃત રાખવો, ક્યાંય પણ ભળવાપણું ન થવા દેવું. આમ આ ચાર રીતે ઉદાસીનતા પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. જેમ જેમ ઉદાસીનતા પ્રગટતી જાય તેમ તેમ જીવ વીતરાગભાવ તરફ આગળ વધતો જાય છે. એથી અસંગતા પ્રાપ્ત થાય છે અને અસંગતાનું ફળ આત્મસાક્ષાત્કારરૂપે પ્રાપ્ત થાય છે. એટલે આત્માર્થ સાધવા માટે આ ‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો એ અગત્યનું પાસું છે. આને માટે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જરૂરી છે, તે માટે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય - ૧૭ તન, મન, ધન અને આત્માથી અર્પણતા જ્ઞાની પ્રત્યે કરવી જરૂરી છે. એટલે કે સાધક એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરે તો સહજપણે ઉદાસીનભાવની પ્રાપ્તિ કરી શકે. (૨) પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું :- પુરુષની ભક્તિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો ભેટો થયેલો હોય. પરમાર્થ માર્ગનું રહસ્ય, તેનો મર્મ, સત્પરુષના હૃદયમાં સ્થિત છે. તે રહસ્ય પ્રાપ્ત કરવા માટે સત્પરુષની ભક્તિ કરવી આવશ્યક છે. એટલે કે સપુરુષ જે પ્રમાણે આજ્ઞા કરે તે પ્રમાણે સાધના માર્ગમાં ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે. એમ કરવાથી પોતાનામાં રહેલા સ્વચ્છેદાદિ દોષો નાશ પામે અને પાત્રતા પ્રગટ થાય. પાત્રતા થતાં સપુરુષનો અનુગ્રહ આપણા ઉપર થાય અને માર્ગમાં-અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો માર્ગ ખુલ્લો થતો જાય. સત્પરુષના આશ્રમમાં રહેવું અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ જ એક અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો રસ્તો છે. પાત્રતા માટે ૫.કુદેવ ૯૫૪ માં જણાવે છે કે : મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.-૯. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય.-૧૦ નહિ તૃષ્ણા જીવ્યા તણી; મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લોભ.-૧૧ અહીંયા પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ પાત્રતાની વાત કરવામાં આવી છે. વળી ધર્મનો મર્મ બતાવતાં આસિ. શાસ્ત્રમાં કહે છે કે : છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.-૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.-૧૧૬ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ આ કડીઓમાં દેહાધ્યાસ તોડવાની વાત કરી છે. તે દેહાધ્યાસ નિરાશ્રયપણે છૂટતો નથી. તે સત્પરુષના આશ્રમમાં રહેવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સહેલાઈથી તોડી શકાય છે. જો દેહાધ્યાસ છૂટી જાય તો તે પોતે ભાવકર્મ અને દ્રવ્યકર્મનો કર્તા મટી જાય છે અને બાહ્યનું કર્તાપણું છૂટવાથી તું હવે બાહ્યનો ભોક્તા પણ રહેતો નથી. એ જ ધર્મનો મર્મ-રહસ્ય છે. આ પ્રમાણે આરાધન કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે પોતે જ મૂળથી જ મોક્ષસ્વરૂપી રહેલો છે. તે પોતે જ અનંત ચતુષ્ઠયનો સ્વામી છે, અવ્યાબાધસ્વરૂપી છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે, પણ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું જરૂરી છે, તે તેવા સ્મરણથી સમજાતું નથી; પ્રત્યક્ષ જોગે, વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત ગણવામાં આવેલ છે. (૫.-૨૪૯) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો નિશ્ચય થયું અને પાત્રતા પ્રગટવાથી જીવ સમ્યગદર્શનને એટલે કે આત્મ સાક્ષાત્કારને પામે છે. આ સિ. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે : પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર.-૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિન રૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિન સ્વરૂપ.-૧૨ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.-૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.-૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.-૧૮ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય આત્મસિદ્ધિ શાસ્ત્રની આ કડીઓમાં પણ સ્પષ્ટપણે પ્રત્યક્ષ સત્પુરુષ વગર આત્મલક્ષ થતો નથી તેમ જણાવેલ છે. જ્ઞાનીપુરુષની પ્રાપ્તિ થયે, સત્સંગ થયે અને તેમના જણાવેલા માર્ગને આરાધવાથી જ જીવનું દર્શન મોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવ કૃતકૃત્ય થાય છે. ‘પંચ પરમેષ્ઠિ મંત્રમાં’ પણ પ્રથમ નમો અરિહંતાણં પદ મૂકવામાં આવ્યું છે, તે પણ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો જ મહિમા બતાવે છે. તેઓ પ્રત્યક્ષપણે, દેહધારીપણે રહેલા હોવાથી સાધક જીવાત્માઓને મોક્ષમાર્ગ બતાવી માર્ગદર્શન આપી શકે છે, જ્યારે સિદ્ધ ભગવંત છે તે અશરીરીપણે રહેલા હોવાથી, તેઓ માર્ગદર્શન આપવા શક્તિમાન થઈ શકતાં નથી. તે પણ એમ સૂચવે છે કે ભક્તિ માટે પ્રત્યક્ષ સત્પુરુષ-જ્ઞાનીપુરુષની ભક્તિ કરો અને એ જ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. પત્રાંક-૧૯૪માં પણ આ વાત સ્પષ્ટપણે જણાવી છે. એટલે કે : “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને એ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી.” સત્પુરુષ કેવા હોય તે વિષે પત્રાંક-૭૬ અને ૨૧૩માં લખે છે કે, “સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” (૫.-૭૬). “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ.” (૫.-૨૧૩) ૧૯ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ જ્ઞાની કેવા હોય તે સ્પષ્ટપણે ૫. દેવે કહ્યું છે : “મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત.-૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.-૧૪૦ સપુરુષની કે જ્ઞાની પુરુષની ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને એ પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (૫:-૨૦૧). " જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. (૫.૫૭૨) - ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. (પત્રાંક૨૫૦) ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે, અક્ષરજ્ઞાન ન હોય તેને ભલે અભણ કહ્યો હોય, પણ તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત નથી. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભક્તિના રસથી ભીંજાયેલ આત્મા-સપુરુષની-જ્ઞાની પુરુષની-સદગુરુની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આવે તો પણ જ્ઞાન પ્રગટ થાય છે. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે સર્વ દશામાં - ભક્તિમય જ રહેવું.” For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ (૩) સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું - ભૂતકાળમાં થઈ ગયેલા અથવા વર્તમાનમાં જે કોઈ પુરુષ હોય, તેમનાં ચરિત્રોનું વાંચન, મનન, ચિંતન, નિદિધ્યાસન કરવું એટલે કે સ્મરણ કરવું એમ કહે છે. આ સપુરુષોના ચરિત્રોનું સ્મરણ શા માટે કરવાનું કહેવામાં આવ્યું છે તેનું સમાધાન. પ્રથમ નિરંતર ઉદાસીનતાની વાત કરી, ત્યારબાદ સપુરુષની ભક્તિ કરવાનું કહ્યું અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનું કહ્યું. તે વાતને જ પુષ્ટ કરવા માટે આ વાત કરવામાં આવી છે. તેમનાં ચરિત્રોનું સ્મરણ કરવાથી તેઓએ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તન કરી તેનો સામનો કર્યો અને તેમાંથી પાર ઊતરી ગયા, તેની જાણ થાય. તેમજ તેમણે પ્રગટ કરેલા ગુણોની પણ જાણ થાય તેથી આપણે પણ એ પ્રમાણે વર્તન કરી યથાર્થ પુરુષાર્થ દ્વારા આત્માને કર્મોના ભારથી હળવો કરી શકીએ. દા.ત. ભગવાન મહાવીરના ચરિત્રનું સ્મરણ કરવાથી તેઓએ ભોગવેલાં કર્મોનું વર્ણન જાણવામાં આવે અને તેનો સામનો તેઓએ કેવી રીતે કરીને આત્માના ગુણોને શુદ્ધ બનાવ્યા હતા તેની જાણ થાય. તે પ્રમાણે આપણે કરવાથી આપણે પણ આપણા આત્માના ગુણોનો આવિર્ભાવ કરી શકીએ. તેમાંથી પ્રેરણાબળ મળી રહે તે માટે સ્મરણ કરવાનું કહ્યું છે. પ.કૃ.દેવ પત્રાંક-૯૧૩માં કહે છે કે : “શાતા-અશાતાનો ઉદય કે અનુભવ થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદ આશ્ચર્યક વૃત્તિ ઉભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો.” (પ.-૯૧૩) “આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે.” (પ.-૨૭૮) (૪) સપુરુષોના લક્ષણનું ચિંતન કરવું જે વડે વસ્તુ કે પદાર્થ ઓળખાય તેને લક્ષણ કહે છે. લક્ષણ એ ગુણ પણ હોઈ શકે, પણ તેની વિશેષતા એ છે કે તે અન્યમાં હોતું નથી. દા.ત. ઉપયોગ એ ફક્ત જીવનો ગુણ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય અને લક્ષણ છે, તેમ જ્ઞાનીપુરુષ કે સત્પુરુષ પોતાનાં લક્ષણો વડે અજ્ઞાનીથી જુદા પડે છે. સત્પુરુષને નિશદિન આત્માનો ઉપયોગ રહે છે, તેમનું કથન અદ્ભૂત અને અનુભવમાં આવે તેવું હોય છે; તેઓ જે કહે તે પરમાર્થ સત્યરૂપ જ હોય છે. ૨૨ સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય, તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે, તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી ૫૨માર્થરૂપ જ હોય છે. (ઉ.છા.-૧૦) આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ સદ્ગુરુનાં લક્ષણો જણાવ્યાં છે એ જ સત્પુરુષનાં લક્ષણો છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય-૧૦ એટલે કે (૧) પોતાને પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયેલો છે, તેનું યથાર્થ જ્ઞાન પણ તેમને છે. વળી પરભાવની ઈચ્છારહિત સ્થિતિ બનેલી છે. તે આત્મજ્ઞાન છે. (૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે જેને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિરહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું થયું છે. ‘સમદર્શિતા’ એ ચારિત્ર દશા સૂચવે છે. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટાનિષ્ટપણું ન કરે. (૫.-૮૩૭) (૩) પૂર્વના ઉદય આવી રહેલાં કર્મોને અનુસારે પોતાની પ્રવૃત્તિ છે. પોતાની ઈચ્છાથી કાંઈપણ કરે નહીં તે ‘વિચરે ઉદય પ્રયોગ' સ્થિતિ છે. (૪) પોતાના મુખમાંથી નીકળતી, પ્રવહતી વાણી અપૂર્વ હોય છે અર્થાત્ નિજ અનુભવસહિત ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે. (પ.-૭૧૮) (૫) પરમશ્રુત એટલે આત્માને સ્પર્શીને યથાર્થ જાણકારી સાથે વાણીનું પ્રકાશવું થાય તે. આમ સત્પુરુષોનાં ચરિત્ર વાંચવાથી તેમનામાં પ્રગટેલ ગુણોની ઓળખાણ થાય; લક્ષણો લક્ષમાં આવે. તેમનું ચિંતન કરવાથી તે For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ સપુરુષોનું માહાસ્ય સમજાય અને તેવું માહાભ્ય પોતાનામાં પ્રગટાવવાનો પુરુષાર્થ થાય. સામાન્યપણે કહેવામાં આવે છે કે : “જીવ જેનું ચિંતન કરે તેવો થાય છે. એટલે જો સપુરુષોના લક્ષણનું ચિંતન કરે તો, તેમના જેવો બનવાનો પુરુષાર્થ સફળ થાય. (૫) સપુરુષોની મુખાકૃતિનું સ્ક્રયથી અવલોકન કરવું - સપુરુષોમાં પ્રગટેલ ગુણોની ઝાંખી જોવી હોય તો તેઓની મુખાકૃતિનું અવલોકન કરવું જોઈએ કારણ કે તેમાં પ્રગટેલ આંતરિક ગુણોની અસર તેઓશ્રીના મુખારવિંદ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેઓ કેવા સમતાભાવથી રહી શકે છે તેની ઝાંખી થાય છે. તેઓમાં પ્રગટેલ વીતરાગભાવ, પ્રશમભાવ, આદિની ઝાંખી આંખોમાં સ્પષ્ટપણે અંકિત થયેલી જોવામાં આવે છે. જેથી તેવા ગુણો પ્રગટાવવાની રુચિ આપણામાં પ્રગટાવી શકાય છે. તેનું માહાસ્ય આપણા અંતઃકરણમાં સ્થિર થાય છે. ૫.કૃ.દેવ લખે છે કે : “માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે, અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે !” આમ સપુરુષોની મુખાકૃતિનું અવલોકન કરવાથી પોતે તેમણે પ્રગટાવેલ આંતરસ્થિતિ પ્રગટાવી શકે છે. (૬) તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં:- જયારે સપુરુષના સાનિધ્યમાં રહેવાનું બન્યું હોય અને તેમના મન, વચન, કાયાનું પ્રવર્તન બરાબર ઓળખી શકાયું હોય, તો તેનું નિદિધ્યાસન કરી શકાય. આ વાત ખાસ કરીને મુમુક્ષુ સપુરુષના સાનિધ્યમાં રહી શકતો ન હોય ત્યારે ઉપયોગી થાય છે. જેના આધારે સાધક આગળ વધવા માટેનું બળ તેમાંથી પ્રાપ્ત કરી શકે છે આ જાતની શક્તિ પોતાનામાં પ્રગટાવવા માટે શ્રદ્ધા અને પ્રેમભાવ સપુરુષ પ્રત્યે પ્રગટેલા હોવા જોઈએ. ૫.કૃ.દેવ પત્રાંક-ર૯૫માં કહે છે કે; “ચિત્તની સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષોના For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમનાં ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; એમ થવાથી ધ્યાન શું છે, એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.” મન, વચન, કાયાની ચેષ્ટાનાં રહસ્યો જેમ જેમ જણાતાં જાય તેમ તેમ તે સત્પરુષ પ્રત્યે અહોભાવ વધતો જાય અને તેથી ભક્તિભાવ પણ વધતો જાય. ચેષ્ટાનું નિદિધ્યાસન કરવાથી ઉદાસીનતામાં વધારો થતો જાય. એનું પરિણામ એમ આવે કે નિર્વિકલ્પતારૂપ સ્થિતિ તરફ આગળ વધી શકાય. (૭) તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું - આ સાધક માટે મુખ્ય વાત છે કે જ્ઞાની ગુરુ દ્વારા જે કાંઈ પણ કહેવામાં આવે તેને સંપૂર્ણ અર્પણભાવ સાથે સ્વીકારી તે પ્રમાણે આચરણમાં લાવવા પુરુષાર્થી બનવાનું છે. તો જ મોક્ષમાર્ગનું રહસ્ય પામીને આગળ વધી શકાશે. આ માટે પ.ફ.દેવ શું કહે છે તેનો જ વિચાર કરીએ. “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે... માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.... સંસાર કેવળ અશાતામય છે. કોઈપણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરુષનો જ અનુગ્રહ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સપુરુષ જ કારણ છે.” (પ.-૨૧૩) “તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે.” (પ.-૭૭૧) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૨૫ આ પત્રમાં કહેવામાં આવેલા વચનો સાધકને માટે કેટલા ઉપયોગી છે, તેની જાણ બીજા પત્રમાં કહેવામાં આવેલાં વચનો સાક્ષી પૂરે છે; “આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.” (પ.-૧૭૨) માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. આ જ પત્રમાં કહે છે કે : “અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વ સંતના દયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે અને સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સપુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” જે સાધક આના પર ઊંડી સુવિચારણા કરીને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરશે તે ચોક્કસ પોતાના ધ્યેયને પામી જશે. (૨૮) ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. (પ.૧૭૬/પા.-રપર) ભવપરિણતિ પરિપાક થઈ હોય એટલે કે બધા જ કર્મોની ભોગવવાની સ્થિતિ ૧ કોડાકોડી સાગરોપમથી ન્યૂન થઈ હોય તે સમયે પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય અને તેમની આશ્રય ભક્તિ સ્વીકારવામાં આવે તો મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવારૂપ જ્ઞાની પુરુષનો અનુગ્રહ થાય અને માર્ગ સરળ બની જાય. (ર૯) સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. (પ.-૧૭૬/પા.-રપર) ઉપરના અનુસંધાને જ વાત કરવામાં આવી છે તે સત્ય છે. (૩૦) સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. (પ.-૧૭૪/પા.-૨પર) જે આધ્યાત્મિક સાધના કરવી છે, તેને માટે સત્સંગ-સપુરુષનો સંગ કરવો એ મોટામાં મોટું અને મુખ્ય સાધન છે, બાકીનાં બીજાં બધા For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય સાધનો એના સંગે કરવાનાં. રહ્યાં છે. જયાં સુધી જીવને પુરુષ પર યથાર્થ શ્રદ્ધા આવતી નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણમાંથી છૂટવાની વાર્તાનો પ્રારંભ થતો નથી. સત્સંગ દ્વારા મળેલી આજ્ઞાઓ, સાધનોનો યથાતથ્ય ઉપયોગ કરવો તે જ જીવાત્મા માટે શ્રેયનું, કલ્યાણનું કારણ રહેલ છે. (૩૧) માર્ગને સાધ્ય કરવા નિરંતર સપુરુષના ચરિત્રનું મનન રાખજો. (પ.-૧૯૨/પા.-૨૫૯) મોક્ષમાર્ગને સાધ્ય કરવા માટે નિરંતર સત્પરુષના આંતરિક ચરિત્રને સમજવાનો પુરુષાર્થ કરવો અને તે પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવો જેથી માર્ગ સુલભ રીતે પ્રાપ્ત થવા યોગ્ય થાય છે. જેને આધ્યાત્મિક સાધના કરવી છે તેણે “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી.” આ પ્રકારની વૃત્તિ અધિકમાં અધિક વર્ધમાન કરવા જેવી છે. જ્ઞાનીપુરુષે આચરેલા અને પરમાર્થને સિદ્ધ કરેલા માર્ગનું આચરણ કરવું એ જ શ્રેય છે. (૩૨) હે આયુષ્યમનો! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડા પ્રકારે કરી ઉઠાવ્યાં નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. (આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે). એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે કે-“આણાએ ધમ્મો આણાએ તવો'-આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર). (પ.-૧૯૪/પા.-૨૬૦) અહીંયા કહેવામાં આવેલી વાત પ્રગટ કરવાનો જોગ આપણને પ્રાપ્ત થયો છે તો હવે તે પ્રમાણે આચરણ કરી આપણી સ્થિતિ પરમાર્થમય બનાવવી તે જ કર્તવ્યરૂપ હોવું જોઈએ. એને માટે જ પુરુષાર્થ હોવો જોઈએ. પોતાના સ્વચ્છેદે કાંઈપણ કરવાનો પુરુષાર્થ ન કરવો. સપુરુષનાં, જ્ઞાનીપુરુષનાં વચનોને યથાવત્ સમજીને અવધારવાં, For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૨૭ આચરણમાં મૂકવાં તે જ કલ્યાણરૂપ અને કર્તવ્યરૂપ માર્ગ છે. માટે તેમજ આચરવું. (૩૩) જીવને બે મોટા બંધન છે; એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. (પ.-૧૯૬/પા.-૨૬ ૧) આ.સિ. શાસ્ત્રમાં કહ્યું છે કે :- “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ-(૧૫)-જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે પોતાની ઈચ્છાએ ચાલ્યો છે. હું જાણું છું, હું સમજું છું, આ તો મને ખબર છે', આ સ્વચ્છંદ છે. તેને રોકવામાં આવે તો જીવ જરૂર મોક્ષને પામે એમ દોષ રહિત એવા જિનેશ્વરે કહ્યું છે. સ્વચ્છંદ જયાં થોડી અથવા ઘણી રીતે ઘટ્યો છે, મંદ થયો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છેદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. સ્વચ્છંદને જેણે મંદ કર્યો છે, એવા પુરુષને ચાર પ્રકારના પ્રતિબંધ ન નડે તેનો ખ્યાલ રાખવાનો છે, તે છે-(૧) લોકસંબંધી બંધન () સ્વજનકુટુંબ બંધન (૩) દેહાભિમાનરૂપ બંધન (૪) સંકલ્પ-વિકલ્પરૂપ બંધન. આ પ્રતિબંધથી પર થવા માટે બાહ્ય તેમજ અત્યંતર રહેલા સર્વ સંગને છોડવાનો પુરુષાર્થ કરવાનો છે. નિજ પરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રર્વતતાં પણ જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે અને તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. સ્વચ્છંદ અને પ્રતિબંધ નાશ પામે તો મોક્ષ અવશ્ય થાય. (૩૪) પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. (૨) જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. (૪) જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. (૫) આ માટે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન, એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી, કરવું ખૂબ જ જરૂરી છે. (૬) જો કે જ્ઞાનીને કોઈ ભક્તિ કરે તેવી ઈચ્છા નથી, પરંતુ મોક્ષભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. (૭) અનંત કાળ સુધી જીવ નિજછંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (૧૧)(૫-૨૦0/પા.૨૬૨,૨૬૩). (૩૫) કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે....ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (૫-૨૦૧/પા.ર૬૨,૨૬૪) આમાં કહેલી વાત ઉપર ખૂબ ખૂબ વિચારણા કરવી જરૂરી છે. અને તે પ્રમાણે વર્તવામાં આવે તો ક્ષણવારમાં મોક્ષ પ્રગટ થઈ જાય તેવી વાત છે. (૩૬) અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે;-સપુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન ધરીએ છીએ. સંસાર કેવળ અશાતામય છે. કોઈપણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરુષનો જ અનુગ્રહ છે; કોઈપણ પ્રકારના પુણ્ય વિનાં શાતાની પ્રાપ્તિ થતી નથી; અને એ પુણ્ય પણ સપુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી..એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે હે પરમાત્મા ! અમને મોક્ષ આપવા કરતાં પુરુષનાં જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. હે પુરાણ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૨૯ પુરુષ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમ સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. (૫.-૨૧૩/પા.-૨૬૯) આ વાક્યોમાં સત્પુરુષ (સદ્ગુરુ)નું માહાત્મ્ય કેટલું હોવું જોઈએ તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો આટલું માહાત્મ્ય આપણા હ્રદયમાં સ્થિર થાય તો આપણું મોક્ષમાર્ગમાં આગળ વધવાનું કાર્ય ખૂબ જ ઝડપથી થાય.. (૩૭) જ્યાંથી ‘સત્’ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છુટકો નથી, એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ ‘સત્’ પામી ‘સત્’ રૂપ હોય છે. (પ.-૨૧૮/પા.-૨૭૩) ‘સત્' એટલે આત્મા. સત્ આત્માની પ્રતીતિ થવા માટે સંતના ચરણ સેવવાં જરૂરી છે. માટે તેનો યોગ થવા માટે શોધ કરવાનું કહ્યું છે. શોધીને તેઓની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સત્ની પ્રાપ્તિ થાય છે અને પોતે ‘સત્’ રૂપ થઈ જાય છે. (૩૮) જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષના સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; જ્ઞાની તો પરમાત્મા છે તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માને નમસ્કાર. આદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય થયે ભક્તિ ઊગે છે, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. (૫.-૨૨૩/પા.-૨૭૬) 30 જ્યારે સાધકને પરમાત્મા અને જ્ઞાનીપુરુષ કે સદ્ગુરુ, એ બન્નેમાં કે ઐક્યભાવ પ્રગટે છે, ત્યારે તેની ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ બને છે. એટલે કે જીવાત્મા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે છે. એ જ ભક્તિ માટે એમ સૂચના કરે છે કે જ્ઞાનીપુરુષની ભક્તિ-આજ્ઞા પાળવારૂપ સંપૂર્ણ તૈયારી થાય ત્યારે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ પોતાના હૃદયમાં પ્રગટ થાય છે. (૩૯) વિરહ પણ સુખદાયક માનવો. વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. (૫:-૨૪૬/પા.-૨૮૪) જ્ઞાનીપુરુષની પ્રાપ્તિ થયા પછી તેમનો વિરહ રહેતો હોય, તેમનાથી દૂર રહેવું પડતું હોય તો તેને પણ સુખદાયક માનવો, કારણ કે તે પ્રમાણે થવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેની ઝરણા તીવ્ર બને છે અને તેના ફળ રૂપે હરિ (આત્મા)ની પ્રાપ્તિ થાય છે. માટે સંતના વિરહનું ફળ પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ થાય છે. (૪૦) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં રહેવું. (૫.-૨૯૯/પા.-૩૦૬) જીવે સાધનાનું ફળ મેળવવા માટે જે કાંઈ ક્રિયા, જપ કે તપ અથવા શાસ્ત્ર વાંચન કરવાનું છે તેથી જગત, જગતભાવોની વિસ્મૃતિ કરતા જવાનું છે અને જેટલી બને તેટલી સત્પુરુષ-સદ્ગુરુની આશ્રયભક્તિ સ્વીકારીને ચાલવાનું છે. તો જ સાધના પરિણામલક્ષી બની શકે. (૪૧) સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણસેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (પ.-૩૧૫/પા.-૩૧૧) For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય આત્મસ્વરૂપ સહજરૂપે રહેલું છે. પણ તેને પ્રગટ આણવા માટે જ્ઞાનીપુરુષના ચરણનું સેવન-તેમની આજ્ઞા પ્રમાણે ચાલવારૂપ આશ્રય ભક્તિ નિશ્ચયથી જરૂરી છે. જો જ્ઞાનીની આશ્રયભક્તિની પ્રાપ્તિ ન હોય તો અનંતકાળ સુધી મહેનત કરવા છતાં તે પ્રાપ્ત ન થઈ શકે તેટલું વિકટ પણ કહ્યું છે. (૪૨) સમ્યક્ઝકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. (પ.-૩રર/પા.-૩૧૪) અજ્ઞાનભાવોને મંદ કરીને સમ્યકપણે જ્ઞાની પુરુષ પ્રત્યે અખંડ વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા રાખવાનું ફળ નિશ્ચયથી મુક્તિની પ્રાપ્તિ છે. (૪૩) કોઈપણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમ ભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. (પ.-૩૩૦/પા.-૩૧૮) સાધકે હંમેશાં કોઈપણ પ્રકારે આકુળતા આયા વિના વૈરાગ્યભાવને દઢ કરવો જોઈએ. વૈરાગ્યભાવ આવવાથી રાગદ્વેષ મંદ પડતા જશે અને વીતરાગભાવ ધીમે ધીમે અનુક્રમે પ્રગટતો જશે. વૈરાગ્ય અને વીતરાગભાવે જ્ઞાની પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિભાવ રાખી સન્શાસ્ત્ર, સત્સંગનો પરિચય કર્યા કરવો એ જ હિતનું કારણ છે. (૪૪) માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. (૫.૩૩૫/પા.-૩૨૦) માત્ર જ્ઞાનીના સાનિધ્યને ઈચ્છે છે. આંતરિક સ્થિતિને બરાબર ઓળખે છે અને તે પ્રમાણે પોતાની સ્થિતિ મેળવવાનો પુરુષાર્થ કરે છે. તે જ્ઞાનીએ જે દશા મેળવી છે, તે દશાને પ્રાપ્ત કરી લે છે અને તેમના જેવો જ બની જાય છે. આવી સ્થિતિ જે પ્રગટ કરી શકે તે ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. (૪૫) જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ બોધ પામ્યો છે તે જીવને સમ્યફદર્શન થાય છે. (પ-૩૫૮/પા.૩૨૫) અત્યાર સુધી જીવ જે કાંઈ પદાર્થનો બોધ મેળવતો આવ્યો છે તે જગતના જીવોનો જેવો અભિપ્રાય હોય છે તે અભિપ્રાયને અનુલક્ષીને પામ્યો છે, પણ જો પદાર્થનો જ્ઞાનીનો જે બોધ છે તે બોધના અભિપ્રાયને ધ્યાનમાં રાખી પુરુષાર્થ કરે તો સમ્યક્દર્શન પ્રાપ્ત કરી લે (૪૬) મહાત્માનો દેહ બે કારણોને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. (-૩૭૩/પા.૩૩૦) જે મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, તેમના દેહનું વિદ્યમાનપણું, હયાતીપણું બે કારણે હવે રહેલું હોય છે. (૧) પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મોમાંથી જે પ્રારબ્ધરૂપ થયેલા છે અને ઉદયમાં આવી વર્તી રહ્યા છે, તેને સમભાવે ભોગવવાનું જ કાર્ય કરે છે અને (૨) પોતાની જે આત્મજ્ઞાનની દશા છે, પ્રગટ રહેલી છે, તેના આધારે બીજા જીવોનું કલ્યાણ થઈ શકે તો તેમ કરવા માટે વિદ્યમાનપણું રહેલું છે. તે સિવાયના બીજા કોઈ અર્થે તેઓ પોતાના દેહનો ઉપયોગ કરતા નથી કે પોતાના જ્ઞાનનો પણ ઉપયોગ કરતા નથી. (૪૭) જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી; તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છેક્રમે કરી જ્ઞાની થાય છે. (પ-૩૮૭/પા.૩૩૭) જીવ જ્યાં સુધી યથાયોગ્યપણે જાણતો નથી, અનુભવતો નથી ત્યાં સુધી સમાધિ યથાયોગ્યપણે પ્રગટતી નથી. તે જાણવા માટે, ઉત્પન્ન થવા માટે મુમુક્ષુતા પ્રગટાવવી જરૂરી છે અને સાથે સાથે આંતરિક રીતે જ્ઞાનીની આંતરદશાની ઓળખાણ કરવી જરૂરી છે. આમ જ્ઞાનીની યથાયોગ્ય ઓળખાણ, આંતરિક આત્મઅનુભવરૂપ દશાની ઓળખાણ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય - ૩૩ થાય તો સાધક પણ તેમના જેવો જ્ઞાની બની જાય છે. (૪૮) ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. (પ.-૩૯૪/પા.૩૪૦) ‘ભક્તિ પ્રધાન દશાએ” એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી જીવમાં રહેલાં સ્વચ્છેદાદિ દોષ સહેલાઈથી નાશ કરી શકાય છે. એવો પ્રધાન આશય (હેતુ) જ્ઞાની પુરુષોનો રહેલો હોય છે. આનંદઘનજી મ.સા. પણ કહે છે કે : જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે, મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.(૪૯) જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દૃષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે. (૫-૩૯૭/પા.૩૪૩) આ વાત જિનાગમમાં કહેવામાં આવેલ છે અને આ વાક્યો જીવો સાંભળતા પણ હોય છે. છતાં પોતાને ગમે તેવી રીતે વર્તતા હોય તો તેમની અવજ્ઞા થાય અથવા પોતે જે ધર્મમતને માનતો હોય તેનાથી વિરુદ્ધ વર્તન જણાતું હોય તો પણ મતાગ્રહને કારણે તેમની આશાતના કરતા હોય છે. એવા પ્રસંગોમાં ઉલ્લાસભાવ આવવો તે અનંત સંસારનો વધારો કરનાર બની જાય છે. જયારે તેનાથી ઊલટું જ્ઞાનીપુરુષનાં ગુણગ્રામ કરવાં, તે પ્રસંગમાં ઉલ્લાસ ભાવ આવવો અને સરળ પરિણામથી ઉત્કૃષ્ટપણે ઉપયોગ સહિત વર્તવું, એને અનંત સંસારને નાશ કરવાનું તીર્થકરે કહ્યું છે. (૫૦) માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. (પ.-૪૦૩/પા.-૩૫૧) For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય આ વાત સંપૂર્ણ સત્ય છે. પોતાના આત્માને કર્મબંધનથી મુક્ત કરાવવો હોય તો જેણે આત્મસાક્ષાત્કાર કરીને પોતાની સ્થિતિ સહજ બનાવેલી છે તેવા સપુરુષ પાસેથી આત્મા કે આત્મધર્મ સાંભળવા જોગ છે અને પછી તે પ્રમાણે આરાધન કરવા યોગ્ય છે. (૫૧) વર્તમાનકાળ દુષમ કાળ કહ્યો છે, છતાં તેને વિષે અનંતભવને છેદી માત્ર એક ભવ બાકી રહે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. (૫.-૪૪૨/પા.૩૬ ૧) વર્તમાનમાં કળિયુગ વર્તી રહ્યો છે અને મનુષ્યોની વૃત્તિઓ બહિર્મુખ થતી રહી છે, તેથી તેને દુષમકાળ કહ્યો છે, છતાં હજી આ કાળમાં પણ આધ્યાત્મિક પુરુષાર્થ કરીને એક જ ભવ બાકી રહે એવું એકાવતારીપણું સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાય તેટલો માર્ગ તો હજી પણ ખુલ્લો છે અને મળી પણ શકે તેવો જોગ મળવાનો સંભવ પણ રહ્યો છે, તો શક્તિ પ્રમાણે વૈરાગ્ય-ઉપશમભાવ અંતરમાં પ્રગટાવી, સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થયો છે જેને, તેનું માર્ગદર્શન મેળવી કષાયાદિ દોષોનો ક્ષય કરવાનો માર્ગ ગ્રહણ કરી, અજ્ઞાનને દૂર કરવાનો પુરુષાર્થ કરી લેવો અને સત્યમાર્ગ-મોક્ષમાર્ગ જે રહેલો છે તેને આદરવો એ જ કલ્યાણકારી છે. (૫૨) જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે, તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરૂણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષોનો છે. (પ-૪૩૭/પા.૩૬૩) અહીં ૫.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજી ભાવના ભાવતાં કહે છે કે : જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ થાય છે, તે જ્ઞાન સર્વ જીવોને પ્રાપ્ત થાઓ અને પુરુષો છે તેઓ તો સર્વ જીવો અનવકાશપણે આત્મજ્ઞાન For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય મેળવી સુખી થાઓ એવી ભાવના સતત ભાવતા હોય છે. સર્વ જીવો આત્માના સુખને જ પ્રાપ્ત થાઓ એમ જ ઈચ્છતા હોય છે. તેમનો સ્વભાવ તો ‘સવ્વિ જીવ કરું શાસન રસી’-એવો જ હોય છે. (૫૩) આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈપણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. (૫.-૪૩૨/૫૫.૩૬૫) ૩૫ અહીંયા આત્માને વિભાવથી છોડાવવાને માટે તેમજ સ્વભાવમાં સહજપણે રહી શકાય તે માટેનો મુખ્ય ઉપાય એક જ છે અને તે છે આત્મજ્ઞાનમાં સહજપણે રમણતા કરતા એવા જ્ઞાનીપુરુષનો સંગ, નિષ્કામ બુદ્ધિથી કરી તેમની આજ્ઞામાં વર્તવું, તે રહેલો છે. માટે જ્ઞાનીની આશ્રય ભક્તિ સ્વીકારી સાધનામાર્ગમાં આગળ વધવા પુરુષાર્થી બનવું તે જ ઉપયોગી છે, કલ્યાણકારી છે. (૫૪) મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થ મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું,, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે....સત્પુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે એવા ગ્રંથનો પરિચય રાખવો અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. (૫.-૪૪૯/પા.૩૭૨,૩૭૩) અહીંયાં જીવમાં અનાદિથી ત્રણ દોષો રહેલા છે, તેની વાત કરી અન તે કેમ દૂર કરી શકાય તેનું માર્ગદર્શન સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬. શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાસ્ય (૧) જ્ઞાનીપુરુષના ભેટો થયે, તેમની પાસેથી શ્રતરૂપે વચનની પ્રાપ્તિ થવાથી અને તેના પર યથાયોગ્ય વિચારણા કરવાથી અજ્ઞાન નામના દોષની નિવૃત્તિ થઈ શકે છે. પણ અજ્ઞાન અનાદિકાળથી બળવાન બનેલું હોવાથી તેને દૂર કરવાને માટે અને જ્ઞાનીઓના વચનો પર યથાવત્ વિચારણા કરવાને માટે જીવે મળ અને વિક્ષેપ મટાડવાનાં છે. (૨) મળ એટલે કષાયપ્રેરિત ભાવોનું હોવાપણું. તેને દૂર કરવાને માટેનાં થોડાં કારણો અહીં આપવામાં આવ્યાં છે. સૌથી પ્રથમ જીવનમાં સરળતા ગુણ પ્રગટાવવો જરૂરી છે. પારમાર્થિક સાધના કરવા માંગતા સાધક માટે આ ગુણ સૌથી અગત્યનો અને જરૂરી છે. તે આવ્યા વિના સાધનામાર્ગમાં આગળ વધવું મુશ્કેલ છે. જો સરળતા હોય તો બીજા જીવોની ભૂલોને માફ કરવાની, તેને ક્ષમા આપવાની વૃત્તિ સહજપણે પ્રગટી જાય છે, જો ક્ષમાભાવ પ્રગટ થઈ જાય તો સરળતા અને ક્ષમાભાવથી જીવની પોતાની દૃષ્ટિ પોતાના દોષ જોવા ભણી વળી જાય છે. તેથી પોતાના દોષોને કાઢવાનો પુરુષાર્થ કરી શકે છે. જો આપણામાં સરળતા, ક્ષમા અને પોતાના દોષ તરફની દૃષ્ટિ ખુલી જાય તો આપણે અલ્પ આરંભી થવા તરફ જઈ શકીશું. અલ્પ આરંભી થઈ જવાય તો અલ્પ પરિગ્રહી પણ થઈ જવાય. આમ આવા કારણોનો યથાયોગ્ય વિચાર કરવાથી આપણામાં રહેલ મળ નામના દોષનો ક્ષય કરી શકીશું. તો સાધનામાર્ગમાં આગળ વધવું સહજ અને સરળ બની રહેશે. (૩) વિક્ષેપ મટાડવાનું સાધન જ્ઞાની પુરુષની અત્યંત એકલશે આશ્રયભક્તિ કરવી તે છે. એટલે કે તેઓની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સાધના માર્ગમાં નડતો વિક્ષેપ નામનો દોષ દૂર કરી શકાય છે અને આત્માને શુદ્ધ બનાવી શકાય છે. આ દોષો કાઢવા માટે સત્પરુષનો યોગ મુખ્ય છે, પણ તેની ગેરહાજરીમાં સપુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી સાધકોનાં વચનો For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ઉપર વિચાર કરવાની જરૂર છે. જેમનો ફક્ત એક જ ઉદ્દેશ છે કે આત્માને બંધનથી છોડાવવો છે, તેવાં શાસ્ત્રોનો પરિચય કરવો. તે જ્ઞાનીપુરુષની ગેરહાજરીમાં ખૂબ જ ઉપયોગી સાધન છે, આવી જ વાત નીચે કહે છે. (૫૫) સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. (૫.-૪૬૦/પા.-૩૭૯) ૩૭ ક્રમાંક (૫૪)માં જે વાત કરી હતી તે જ વાત અહીં જુદી રીતે કરવામાં આવી છે પણ ભાવ એ જ રહેલો છે. જીવનમાં વિચારણા દ્વારા નિર્ભયતા અને નિઃખેદપણાને પ્રગટાવવાની ખાસ જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈપણ કારણે સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. જીવનમાં અવિચારણા અને અજ્ઞાન છે ત્યાં સુધી પરિણામો ક્લેશિત થયા કરવાનાં છે, તેથી મોહભાવ વધે છે અને માઠી ગતિમાં પરિભ્રમણ કરવાનું આવે છે. જો જીવનમાં સદ્વિચારણા ચાલતી હોય તો તેના આધારે પુરુષાર્થ કરી આત્મજ્ઞાન પ્રગટાવી શકાય છે અને નિર્વાણ તરફ આગળ વધી શકાય છે. તેનો સાક્ષાત્ અને મુખ્ય ઉપાય જ્ઞાનીપુરુષે આપેલી આજ્ઞાને વિચારવી અને અમલમાં મૂકવી તે છે. (૫૬) પૂર્વકાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષનાં સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ભક્તિએ કરીએ છીએ. (૫.-૪૬૫/પા.-૩૮૧) અહીં પૂર્વે થયેલા જ્ઞાનીઓને, જે કાળમાં થયા તેને, જે ક્ષેત્રમાં થયા તે ક્ષેત્રને ધન્ય કહે છે. તેવા જ્ઞાનીપુરુષના વચનોના શ્રવણનો, તેને સાંભળનારને, તેને કરનારને અને તેમાં ભક્તિભાવથી રચ્યાપચ્યા રહે છે તેમને ત્રિકાળ દંડવત્ પ્રણામ કર્યા છે. તેમજ આત્મસ્વરૂપની ભક્તિ, તેનું જ ચિંતન, તેમજ એવા આત્માની વ્યાખ્યા કરનાર જ્ઞાનીપુરુષની વાણી અથવા તેમના દ્વારા રચેલાં શાસ્ત્રો અને માર્ગાનુસારી સિદ્ધાંતો, તેમાં રહેલી અપૂર્વતાને અતિ ભક્તિથી પ્રણામ કરવામાં આવ્યા છે. (૫૭) જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઇ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવનમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. (પ.-૪૬૬/પા.-૩૮૨) અહીંયાં પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનું કેટલું મહત્વ છે, તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. માટે પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો સમાગમ કરવો અને સમાગમ થાય, શ્રુત મળે તો તે મહત્ પુણ્યોદય થયો તેમ સમજવું. આ બોધને પરિણમાવવાથી આપણામાં રહેલા દોષો જેવા કે કદાગ્રહ, મતાગ્રહ આદિનો નાશ થઈ જાય. વળી પ્રત્યક્ષ જ્ઞાની આપણામાં રહેલા કષાયાદિ દોષોને જણાવી, તે કાઢવાનો ઉપાય પણ બતાવી શકે, માટે તેની આશ્રયભક્તિ સ્વીકારવી એ જ શ્રેયનું કારણ છે. દાખલો આપી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ થી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૩૯ સમજાવેલ છે કે કોઈને તરસ લાગી હોય પણ ક્ષીરસમુદ્ર અહીંથી ઘણે દૂર હોય તે દૂર હોવાથી અહીંયા તૃષાતુરને ઉપયોગી થાય નહીં, પણ અહીં એક મીઠા પાણીનો કળશો હોય તો કાર્ય થાય અને તૃષા છિપાવી શકાય તેમજ પ્રત્યક્ષ જ્ઞાનીના સાનિધ્યમાં રહેવાથી આપણા દોષોને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ. (૫૮) જે જ્ઞાનીપુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાનીપુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ છે... તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સુક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા ! રૂપ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ ! નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. (પ.-૪૭ર/પા.૩૮૫,૩૮૬) પરમાર્થ જ્ઞાનીપુરુષ પાસેથી આત્મજ્ઞાન પ્રગટાવવાનો માર્ગ મળ્યો હોય તો આપણને આત્મજ્ઞાન પ્રગટ થાય. તેમજ બીજજ્ઞાન મળ્યું હોય પણ યથાતથ્ય સમજણ વગર તે પ્રમાણે ધ્યાન કરવામાં આવે તો ફળવાન થતું નથી. જેણે તે બીજજ્ઞાનને બોધબીજમાં ફેરવેલ છે તેની આજ્ઞાએ ધ્યાન કરવાથી પરિણામ મળે છે અને પવન તથા સુધારસની તુલનાત્મક વાત કરી સુધારસ પ્રક્રિયાથી આત્મા સહેલાઈથી પ્રગટ થઈ જાય છે તેમ કહેવાનો ભાવ અહીં જોવામાં આવેલ છે. આત્મા જયાં સુધી વિભાવને ભજે છે, ત્યાં સુધી ચંદનવૃક્ષ કહ્યો છે કારણ કે ચંદનવૃક્ષ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ છે તે પોતાની સુગંધ બહારની તરફ ફેલાવે છે અને અમુક અંતર પછી તે સુગંધની અસર જણાતી નથી. તેમ આત્મા જયાં સુધી પોતાની વૃત્તિઓ મન વડે બહારના પદાર્થો તરફ દૃષ્ટિ કરે છે ત્યાં સુધી પોતાની શક્તિ બહાર ફોરવ્યા કરે છે. પણ જો આત્મા પોતાની શક્તિને અંતર્મુખ કરે તો બહારના વિભાવથી પર થઈ જાય છે અને વિભાવિકપણું મટી જાય છે. આત્મા પાસે શરીરને લઈને કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, સુધારસ વગેરે રહેલાં છે. તેમાં આત્માની સુગંધ સૌથી વધારે સુધારસમાં પડે છે, ત્યાર પછી કંઈક સુગંધ શ્વાસોચ્છવાસમાં પડે છે, પછી કંઈક અંશે જ્ઞાનેન્દ્રિયોમાં પડે છે પણ કર્મેન્દ્રિયોમાં આત્માની સુગંધ આવતી નથી. ત્યાં તો સંસાર પરિણામની જ બહુલતા રહી છે. જો આ વાત સમજી જ્ઞાનીની આજ્ઞાએ વિભાવભાવથી પાછા ફરવાની પ્રક્રિયારૂપ ધ્યાન કરે છે તો સુધારસ દ્વારા આત્માને સહેલાઈથી પ્રગટાવી શકે છે, અનુભવી શકે છે અને અનુક્રમે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. તેથી વિભાવિક આત્માને ચંદનવૃક્ષ કહ્યો છે. શુદ્ધ આત્મા સ્વભાવમાં સ્થિત છે. (૫૯) શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્ર સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે. એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. (પ.-૪૯૩/પા.-૩૯૫). આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે', આત્મા કર્મનો ભોક્તા છે', “આત્માનો મોક્ષ થાય છે, અને “મોક્ષનો ઉપાય છે.” આ છ પદમાં સમ્યગ્દર્શનનો નિવાસ રહેલો છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. સંક્ષેપમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧ શ્રી સર, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ જીવ સમીપમાં મુક્ત થવાની યોગ્યતા વાળો હોય તેને તે સહજ વિચારમાં જેમ છે તેમ સમ્યપણે પ્રમાણિત થવા યોગ્ય છે અને તેનો નિશ્ચય પણ ઉત્કૃષ્ટપણે થાય છે. તેના પર વિચારણા કરવાથી જીવમાં વિવેક પ્રગટે છે અને પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ કરી લે છે. આ છે પદમાં કોઈપણ પ્રકારે સંદેહ કરવા યોગ્ય નથી. એમ પૂર્વે થયેલા પરમ પુરુષોએ નિરૂપણ કરેલ છે. આ છ પદનો વિવેક દર્શાવવાનું કારણ જીવને સ્વસ્વરૂપ સમજવાનું છે તે અર્થે કહ્યો છે. (૬૦) જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રય ભક્તિનું બળ વધે છે, તેમ તેમ સપુરુષના વચનનું અપૂર્વ અને અભુત સ્વરૂપ ભાસે છે અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. (પ.-૪૯૭/પા.૩૯૮) જીવમાં જેમ જેમ આરંભ-પરિગ્રહનું બળ ઘટે તેમ તેમ ત્યાગભાવ વધતો જાય. આંતરિક વૈરાગ્યભાવ પ્રગટતો જાય. તેથી ઉપશમભાવ પણ વધવા માંડે. આમ થતાં જ્ઞાની પુરુષની આશ્રય ભક્તિનું બળ પણ વધતું જાય. આશ્રય ભક્તિનું બળ વધવાથી સપુરુષનાં જે વચનો સાંભળવા મળે તેની અપૂર્વતા આવતી જાય અને તેનું યથાતથ્ય સ્વરૂપ જણાતું જાય. આથી પૂર્વના બંધનની નિવૃત્તિના ઉપાયો કરવામાં આવે તો તે સહજમાં સિદ્ધ થવા માંડે છે. એટલે કર્મબંધનથી જીવાત્મા હળવો થતો જાય છે અને તેથી મોક્ષમાર્ગ પ્રશસ્ત થતો જાય અને ઓળખાણ વધતી જાય. (૬૧) જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (પ.-૫૧૧/પા.૪૧૨) જૈન શાસ્ત્રોમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધવાથી જીવને શું લાભ થાય તેનું વર્ણન જોવામાં આવે છે. આજ્ઞા પ્રમાણે આરાધના-ઉપાસના કરવાથી સહેલાઈથી સિદ્ધપદ-નિર્વાણને મેળવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય જણાય છે. (૬૨) જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. અનુક્રમે તે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (પંચ-વિષયાદિને) વિષે રક્ત ભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે.. અથવા સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન મેળવવું કંઈ દુર્લભ નથી. (પ.-પરચ/પા.-૪૧૯) જીવને જેવી જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે કે તેનામાં રહેલા અનંતાનુબંધી કષાયો મોળા પડવાનો પ્રકાર બને છે એટલે કે સદેવ, સદગુરુ અને સત્તાસ્ત્ર પર અટલ શ્રદ્ધા થવાથી ધર્મને નામે કષાયની પ્રવૃત્તિ મંદ પડે છે અને જ્ઞાની પુરુષ મળ્યા પહેલાં જ્ઞાનેન્દ્રિયોના વિષયો પ્રત્યે જે રક્તમાનપણું-ગમવાપણું હતું તે હવે મોળું પડવા માંડે છે અને વૈરાગ્યભાવ પ્રગટે છે. એટલે જ કહ્યું છે કે : સત્પરુષનો મેળાપ થવાથી આત્મજ્ઞાન મેળવવું કાંઈ દુર્લભ રહેતું નથી. (૬૩) અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે. અને તે ભાવ આવવા માટે સત્સંગ, અને સલ્ફાસ્ત્રાદિ સાધન કહ્યાં છે. જે અનન્ય નિમિત્ત છે. (પ.-પર૬/પા.-૪૩૨) જેને પારમાર્થિક સાધના કરવી છે તેણે કેમ વર્તવું તેનું માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. (૧) સાધકે પોતાનામાં જે દોષો થતાં જણાય તેનો પશ્ચાત્તાપ સદ્ભયતાથી કરવો જોઈએ. (૨) પશ્ચાત્તાપ કરીને તે દોષોમાંથી અપ્રમત્તપણે પાછા ફરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. (૩) તે માટે સદ્ગુરુની આશ્રયભક્તિ સંપૂર્ણપણે સ્વીકારવી. (૪) તેમનો સત્સંગ કરવો. (૫) તેઓએ બતાવેલ સન્શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. (૬) જીવન સદાચારી બનાવવું. આ પ્રકારની ભલામણ જ્ઞાની પુરુષોનાં શ્રતરૂપે નીકળેલા વચનોમાં જોવામાં આવે છે અને આ જે સાધનો બતાવ્યાં છે તે આત્મજ્ઞાન મેળવવા માટેના અનન્ય નિમિત્તકારણ રૂપે રહેલાં છે. માટે તેને યથાવત્ આદરી આત્માને સંસાર પરિભ્રમણમાંથી છોડાવવા માટે પુરુષાર્થ કરવો એ જ શ્રેયનું કારણ છે. આવી જ વાત પત્રાંક-પ૩૪માં કહી છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૪૩ (૬૪) મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે, જીવને સગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન વૈરાગ્ય અને ઉપશમાર્થે યોગવાસિષ્ઠ', “ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. (પ.-પ૩૪/પા.-૪૩૪) ક્રમાંક (૬૩)ના અનુસંધાને જ આ વાતને ગ્રહણ કરવી. જ્ઞાનીપુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવા માટે તથા વૈરાગ્ય-ઉપશમમાં વધારો કરવાને અર્થે “યોગવાસિષ્ઠ, ‘ઉત્તરાધ્યયનાદિ શાસ્ત્રોને વિચારણામાં લેવાની ભલામણ કરવામાં આવી છે. “યોગવાસિષ્ઠ’માં મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ પર ખાસ વિચારણા કરવી અને ઉત્તરાધ્યયનાદિ સત્શાસ્ત્રો પણ આ લક્ષે વિચારવાં. (૬૫) જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયું અને તેના માર્ગને આરાધે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે....જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ખપે. (૫.૫૪૮/પા.-૪૪૧) આપણા આત્માને વળગેલી નિબિડ એવી ગ્રંથિનો છેદ, ક્ષય કેમ કરવો તેની વાત કરવામાં આવી છે. ગ્રંથિભેદ થતાં જીવને યથાર્થ મોક્ષમાર્ગમાં કેમ આગળ વધવું તેનું માર્ગદર્શન મળી જાય છે અને અનુક્રમે ઘાતકર્મોનો ક્ષય કરી સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ જાય છે. જ્ઞાનીનો સત્સંગ જો યથાતથ્યપણે થયો હોય, રુચ્યો હોય તો અજ્ઞાની અને અજ્ઞાનભાવના પ્રસંગો તરફની રુચિ ઘટતી જવી જોઈએ, સત્ય શું અને અસત્ય શું તેનો વિવેક પ્રગટી જાય અને તેથી કષાયોની ચારેય ચોકડીઓ અનુક્રમે ક્ષય થતી જાય અને સંપૂર્ણપણે રાગદ્વેષનો ક્ષય થઈ જતાં જીવ સર્વજ્ઞ-કેવળજ્ઞાન-દર્શનરૂપ બની નિર્વાણને પ્રાપ્ત કરી લે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૬૬) જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમ કે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે. (પ-પ૬૦/પા.-૪૪૭) “જ્ઞાની પુરુષ અને તેમનાં વચનો પ્રત્યે દઢ આશ્રય પ્રગટાવવાથી સર્વોત્કૃષ્ટ મોક્ષપદ જીવાત્માને સુલભ થઈ જાય છે. આવો નિશ્ચય પૂર્વે થયેલા અને હાલમાં વિચરતા સપુરુષોએ કર્યો છે.” તેના પર દઢતા કરવાનું અહીંયાં કહ્યું છે. જેથી માર્ગમાં પ્રગતિ ઝડપથી થાય અને મોક્ષપદ મેળવવા તરફ આગળ વધી જવાય. (૬૭) જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. (પ.-પ૭ર/પા.૪૫૪) જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિનેશ્વરોએ નિરૂપણ કરેલો છે, જે માર્ગનું આરાધન કરવાથી સરળપણે આત્મજ્ઞાનદશા પ્રગટ થાય છે. માટે જિનાગમમાં ઠેકાણે ઠેકાણે આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. આમ કરવાથી જ સાધક આત્મા પોતાની પ્રગતિ ઝડપભેર કરીને મોક્ષમાર્ગમાં આગળ વધી જાય છે. (૬૮) બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તો જીવને પતિત થવાનો ભય છે. (પ.-૫૭૫/પા.-૪૫૫) અહીં બોધબીજની જેણે પ્રાપ્તિ કરી લીધી છે, ગ્રંથિભેદ કરી આત્મસાક્ષાત્કાર કરી લીધો છે તેને નિર્વાણ માર્ગની પ્રતીતિ યથાર્થપણે અંતરમાં સ્થિર થઈ જાય છે, છતાં તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ કરવાને For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય માટે આગળ પણ જ્ઞાનીપુરુષનો આશ્રય જ મુખ્ય સાધન છે. તેમજ સંપૂર્ણ દશા પ્રગટ થતાં સુધી જ્ઞાનીપુરુષનો આશ્રય કરીને વર્તવું એ જ શ્રેયનું કારણ છે, જો તે આશ્રયનો ત્યાગ કરવામાં આવે તો જીવને પતિત થવાનો ભય રહેલો છે. એમ પૂર્ણજ્ઞાની એવા જિનેશ્વરે જોયેલ છે. માટે આ શિક્ષા આપવામાં આવી છે. (૬૯) ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતર કરવો શ્રેયભૂત છે. (૫.-૫૯૩/પા.૪૬૨) ૪૫ ગ્રંથિભેદ ક૨વા માટે અતિ બળવાનપણે પોતાનો પુરુષાર્થ ફોરવવાનો છે. તે માટે જીવે પ્રતિદિન સત્સમાગમ થાય તો કરવાનો છે, સદ્વિચારણા પણ કરવાની છે અને તે માટે સદ્રંથનો પરિચય નિરંતર કરવો એ જ શ્રેયરૂપ છે. (૭૦) અગમ અગોચર નિર્વાણ માર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે. (૫.-૬ ૪૭ પા.-૪૮૬) નિર્વાણ માર્ગ અગમ (ગમ ન પડે તેવો), અગોચર (વાણીથી કહી ન શકાય તેવો છે) એમાં સંશય નથી અને પોતાની શક્તિ વડે સદ્ગુરુના આશ્રયને સ્વીકાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો તે શક્ય બનતું નથી. માટે સદ્ગુરુ આશ્રયને સ્વીકારીને આગળ વધવા પુરુષાર્થ કરવાથી માર્ગ સહેલો બની જાય છે. (૭૧) દશ્યને અદશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી. (૫.-૬૪૮/પા.૪૮૬) ઉપરના આંક (૭૦)ની જ મહત્તા અહીં દર્શાવી છે. સદ્ગુરુના આશ્રય વગર આ સ્થિતિ પ્રગટાવવો મુશ્કેલ અથવા અશકય જેવી છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય દેશ્ય એટલે સંસાર અને સંસાર ભાવોમાં રાચવારૂપ પરિણામ થતાં હતાં તેમાંથી બહાર નીકળી જવું, તે અદૃશ્ય કરવું અને અનાદિકાળથી પોતાની જે આત્મસ્વરૂપ-પરમશાંતદશારૂપ સ્થિતિ છે તેને પ્રત્યક્ષપણે દશ્ય કરી એટલે કે તેની સ્વાનુભૂતિ કરી એમાં જ રહેવાની સ્થિતિ જેમણે પ્રાપ્ત કરી છે તેવા જ્ઞાની પુરુષોએ ફોરવેલ પુરુષાર્થથી પ્રગટ કરેલ અનંત આત્મિક ઐશ્વર્ય, આત્મલક્ષ્મીને પ્રગટ કરી તે વીર્ય વાણીથી એટલે સંપૂર્ણ જ્ઞાની પુરુષથી પણ પૂર્ણપણે કહી શકાય તેમ નથી. તે સ્વરૂપને પ્રગટ કરી લેવું એ જ આ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. (૭૨) જે જે પ્રકારે પરદ્રવ્ય-વસ્તુનાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજદોષ જોવાનો દઢ લક્ષ રહે અને સત્સમાગમ, સન્શાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીના વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ અશો. (પ-૬૫૬/પા.-૪૮૯). અહીંયાં પરદ્રવ્યથી કેમ છૂટા પડવું અને પોતાની દશા વર્ધમાન કરતા જવી તે વિષે માર્ગદર્શન આપ્યું છે. એમ વર્તવાથી સાધક યથાર્થ સમાધિને મેળવવા માટેનો પાત્ર બનતો જાય. (૭૩) પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થબોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે. એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગુરુ, સપુરુષ અને સતુશાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થબોધ પામે. (પ.-૬૫૭/પા.-૪૮૯) આ વાત યથાર્થ અને સત્ય પણ છે. તેમજ તે પ્રકારે વર્તવાનો પુરુષાર્થ કરી આગળ વધવા પુરુષાર્થી બનવું જોઈએ. (૭૪) આત્મજ્ઞાન દુર્ગખ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે સપુરુષોએ ભક્તિ માર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. (પ-૬૬૭/પા.૪૯૧) For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું દુર્ગમ્ય રહેલું હોવાથી, કરુણાશીલ એવા જ્ઞાનીપુરુષોએ આશ્રય ભક્તિમાર્ગનું પ્રરૂપણ કર્યું છે. તે ભક્તિમાર્ગ અશરણતાવાળા જીવોને શરણરૂપ થાય છે અને આરાધવો પણ સુગમ અને સરળ છે. (૭૫) અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગના યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. (૫.-૬૬૮/પા.-૪૯૧) ૪૭ આપણું સ્વરૂપ તો અસંગ રહેલ છે, છતાં પણ અત્યારે તો કર્મના આવરણથી જણાતું નથી. તેને સમજવા માટે, પ્રાપ્ત કરવા માટે સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવાથી અને તેમના બતાવ્યા પ્રમાણે ચાલવાથી સુલભપણે જણાય છે, ઓળખાય છે, એમાં સંશય કરવા જેવી કોઈ વાત નથી. તેટલા માટે સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ વિસ્તારથી કરીને સમજાવ્યું છે, તે યથાર્થ જ વાત છે. - (૭૬) જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદ્ગુરુ દેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે. (પ.-૬૭૦/પા.-૪૯૨) તથારૂપ આત્મજ્ઞાન એટલે જ્ઞાનીપુરુષોને જે પ્રમાણે પ્રગટ થયેલું છે, તે પ્રમાણે આપણું જ્ઞાન થયેલું હોવું જોઈએ. તેમના અનુભવ સાથે મળતું આવવું જોઈએ, અને એ જ પ્રમાણે જો આત્મજ્ઞાન પ્રગટ થયેલું હોય તો બંધનની નિવૃત્તિ અવશ્ય થાય છે. તે માટે જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય કરવા યોગ્ય છે. તેમાં જ જીવનું, આપણું કલ્યાણ સમાયેલું છે, કારણ કે : (૭૭) જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. (૫.-૬૭૯/પા.૪૯૬) એટલા માટે.. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી સદ્ગર, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૭૮) અખંડ પરિણતિના ઈચ્છાવાન મુમુક્ષુને માટે નિત્ય સમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે. (પ.-૬૯)/પા.-૫૦૩) જો સપુરુષનો નિત્ય સમાગમ કે આશ્રય ભક્તિની પ્રાપ્તિ થાય તો તે જીવ અખંડ એવી આત્મજ્ઞાનરૂપ પરિણતિ પ્રગટાવી દે છે. (૭૯) દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈપણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યાગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જે આશ્રય પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. (પ-૬૯૨ પા.-૫૦૩, ૫૦૪). જીવાત્માએ આ પૂર્વે પણ દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મેળવ્યો હોવા છતાં સંસાર પરિણામી જ રહ્યો હોવાથી હજી સુધી પરિભ્રમણનો અંત આવ્યો નથી. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા પ્રાપ્ત થઈ છે કે જે દેહમાં રહી જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ, એટલું જ નહીં, તેની જ્ઞાની તરીકે ઓળખાણ થવાથી તેના આશ્રમમાં રહેવાનો નિશ્ચય કર્યો, જેથી અનેક પ્રકારના મિથ્યાગ્રહો, કદાગ્રહો, હઠાગ્રહોની મંદતા થવાનો જોગ પ્રાપ્ત થયો અને આત્માની ઓળખાણ પણ થવાનો જોગ બની આવ્યો. તો હવે એ જ આશ્રયમાં રહીને આ દેહનો ત્યાગ થાય તો જ સાર્થકતા થઈ ગણાશે. આ આશ્રયથી જીવ આ કાળમાં, આ ભવમાં કે આગામી ભાવિ થોડા કાળમાં પણ સ્વસ્વરૂપમાં જ સ્થિતિ કરશે. તો હવે સદ્ગુરુ દ્વારા કહેવામાં આવ્યો છે એવા નિગ્રંથ માર્ગનો મને નિર્વાણને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી સદાય આશ્રય મળ્યા કરે તેવી ભાવના ભાવું છું. (૮૦) ઘણું કરીને પુરુષના વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય ४८ હેતુ થાય છે, કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. (પ.-૭૦૬/પા.-૫૧૬) અહીંયાં એમ કહેવામાં આવ્યું છે કે સત્પરુષ દ્વારા કોઈપણ આધ્યાત્મિક શાસ્ત્રનું અધ્યયન કરવાનું કહેવામાં આવ્યું હોય તો તે શાસ્ત્રો પણ આત્મજ્ઞાન પ્રગટાવવા માટે હેતુભૂત થાય છે, કારણ કે પરમાર્થઆત્મા, શુધ્ધાત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પણ સત્પરુષમાં પ્રગટપણે વર્તી રહ્યો છે. તેથી તેમના વચને જે કોઈ અધ્યયન કરવામાં આવે તો તે પરમાર્થરૂપે પરિણમે છે એટલે કે આત્મા પ્રગટ થઈ શકે છે. (૮૧) સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સદ્ગુરુ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. (પ-૭૧)/પા.-પર૦) સંપૂર્ણપણે સ્વભાવરૂપ પરિણામ થઈ જવું તે મોક્ષ છે. આ સ્થિતિ આ મળેલા દેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધશિલામાં બિરાજવારૂપ મોક્ષ છે. આ સ્થિતિ પ્રગટ કરવા માટે સદગુરુ-આત્મજ્ઞાની મહાત્મા, સત્સંગ-તેમના દ્વારા મળેલ ઉપદેશ કે શિક્ષાબોધનું પરિણમન કરવું તે, સલ્ફાસ્ટા-જેમાં પરમાર્થ આત્મા પ્રગટાવવાના ઉપાયો રહેલાં છે તે, સવિચાર-જ્ઞાનીના વચનો અથવા સ્વયંવિચારણા આત્મલક્ષી કરવી તે, અને સંયમાદિ આત્માની શુદ્ધતા પ્રગટ કરવા માટેનાં સાધન છે. માટે સત્પરુષના આશ્રયે આ સાધનોનો ઉપયોગ કરી સંસાર પરિભ્રમણનો ક્ષય કરવા પુરુષાર્થી બની જવું. (૮૨) જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. (૫.-૭૭૬/પા.-પર૪) જેને સદ્ગુરુની આંતરિક દશા સમજાઈ છે અને જેની જેની સ્થિતિ વિશિષ્ટ બનેલી છે, તેને અહંભાવના પ્રસંગો આવી પડે તો પણ અહમ્ ઊભો થતો જણાતો નથી અથવા કદાચ થઈ જાય તો તુરત શાંત થઈ સમાઈ જાય છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય (૮૩) સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ (આ.સિ.શા.ગા.-૯) “પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય.” (પા.-૭૨૮) ગુરુની આજ્ઞાએ વર્તવું. “ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંત જીવો સીઝયા, સીઝે છે અને સીઝશે.” (પા.-૫૩૧) આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.” (પા.-૫૩૨), (૫.૭૧૮) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. ,, (આ.સિ.શા.ગા.-૧૧) ‘પ્રત્યક્ષ આત્મસ્રાંતિનું સમાધાન થાય એવા સદ્દગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.' (પા.-૫૩૩) સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો; સમજ્યું જિનસ્વરૂપ.-૧૨ ‘સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે.’ (પા.-૫૩૪) માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.-૧૮ ‘માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુનાં શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય.’ (પા.-૫૩૪) તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમક્તિને, વર્તે અંતર શોધ.-૧૦૯ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ મત દર્શન આગ્રહ તજી, વર્તે સગુરુ લક્ષ; લહે શુદ્ધ સમતિ તે, જેમાં ભેદ ન પક્ષ.-૧૧૦ તે જિજ્ઞાસુ જીવને જો સગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વર્તે, મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી.” (પા.-૫૫૩) (પત્રાંક-૭૧૮) - ઉપરોક્ત ગાથાઓમાં સદ્દગુરુ શરણ, પ્રત્યક્ષનું માહાભ્ય, જિનેશ્વરનું સ્વરૂપ કેમ જણાય, માનનો નાશ કેમ થાય, જિજ્ઞાસુ જીવને શું ફાયદો થાય, મત-દર્શનનો આગ્રહ તજવાથી શું ફાયદો થાય, તો કહે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આ પ્રકારના માહાભ્યની વાતો કરવામાં આવી છે. તેમ વર્તવાથી જીવ સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકે છે. (૮૪) સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. (પ.-૭૧૯/પા.-પ૫૮) ૫. દેવ લખે છે કે : “અમે જે આ વચન લખ્યાં છે, તેની સર્વ જ્ઞાની પુરુષોએ સાક્ષી આપેલી છે. તેમાં તેઓ કહે છે કે જેઓ સપુરુષની આજ્ઞામાં વર્તવાનો દઢ નિશ્ચય કરીને તે પ્રમાણે વર્તે છે, તે પ્રમાણે પુરુષાર્થ કરે છે, તેને જ જ્ઞાન સમ્યફ પરિણામવાળું પ્રગટે છે. આ વાતને જે આત્માને ઓળખવા માટેનો પુરુષાર્થ કરવા માંગે છે તેણે ખાસ અને અવશ્ય લક્ષમાં રાખીને ચાલવું જરૂરી છે. જેથી સાધક પોતાના લક્ષ તરફ સહેલાઈથી આગળ વધી જાય છે. (૮૫) રાગદ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્ર માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પ.-૭૩૬/.-પ૬૩) For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત જ્ઞાની પુરુષોનું માહાભ્ય જે આત્મજ્ઞાની પુરુષો છે, તેઓને પોતાના પ્રારબ્ધના ઉદય અનુસારે રાગદ્વેષ કરાવવા માટેના બળવાન નિમિત્તો આવી પડે તો પણ તેમના આત્મલક્ષી પરિણામોમાં કિંચિત્ત માત્ર, લેશમાત્ર પણ ક્ષોભ ઉત્પન્ન થતો નથી. આવા જ્ઞાની પુરુષોનાં સમ્યફ જ્ઞાનની પણ વિચારણા કરવામાં આવે તો પણ સાધક કર્મોની મહાનિર્જરા કરે છે, એમાં જરા પણ સંશય કરવા જેવી વાત નથી. એમ જ છે, એમ કહેવાનો ભાવ સ્પષ્ટ છે. (૮૬) યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી પ્રવર્તે છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણો સન્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા, સપુરુષનાં વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરર્વી યોગ્ય છે. (પ.-૭૩૨/પા.-પ૬૩) પ.કુદેવ શ્રી લલ્લુજી આદિ મુનિઓને લખતાં જણાવે છે કે : આપ યથાર્થપણે ભાવ સંયમની પ્રાપ્તિ થાય એવી જિજ્ઞાસાથી પ્રવર્તી રહ્યા છો, તો એ આપ સર્વેને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એમ સમજી-જાણી સન્શાસ્ત્રમાં વાંચવામાં આવેલાં વચનો, તથા સત્પરુષનાં વચનોની અનુપ્રેક્ષા કરવાનું રાખશો. તેના દ્વારા ચિત્તની એકાગ્રતા પ્રગટાવીને, બાહ્યના કોઈપણ પ્રસંગો કે વાતો પ્રતિબંધ રૂપ ન થાય તેવો લક્ષ રાખી ભાવ સંયમ પ્રગટાવી મળેલા યોગને સફળ કરી લેવો યોગ્ય છે. એવી શિક્ષા છે. તો આપણને સદ્ગુરુની પ્રાપ્તિ થઈ હોવાથી આંતરિક પરિણામોમાં ભાવ સંયમના પરિણામો સ્થિર થાય તેમ વર્તવું જરૂરી છે, લક્ષને પ્રાપ્ત કરવાનો આ જ રસ્તો છે. (૮૭) નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દેષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે; તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. (પ.-૭૪૬/પા.-પ૬૮) મોહનીય કર્મનું સ્વરૂપ વારંવાર સતત વિચારવા જેવું છે. આ કર્મ મહામુનિશ્વરોને પણ એક પળમાં પોતાના પાશમાં ફસાવી, પ્રગટેલી રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખને છીનવી લીધું છે For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પ૩. અને સંસારમાં રખડાવ્યા છે. માટે જાગૃતપણે રહી નિર્વિકલ્પ સ્થિતિ પ્રગટાવવી જરૂરી છે. તે સ્થિતિ પ્રગટાવી આત્મસ્વભાવમાં સહજપણે રમણતા કરતા રહેવું અને બાહ્ય અને અંતરના પરિણામોના દષ્ટા બની જવું જોઈએ. એમ પૂર્વે થયેલા અને હયાત જ્ઞાનીઓનો વારંવારનો આ જ બોધ છે, શિક્ષા છે. યથાર્થ બોધનું પરિણમન અંતરમાં થવાથી ચોક્કસપણે આ જીવનું કલ્યાણ થાય. (૮૮) “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. (૫.-૭૪૯/પા.-પ૬ ૮,૫૬૯) જો આપણામાં આત્મજ્ઞાન પ્રગટેલ છે, તો આપણા જીવનમાં વિરતિ આવવી જોઈએ એમ વીતરાગે કહેલું છે. માટે આ વચનને નિત્યસ્મરણમાં રાખીને વિચારણા દ્વારા ત્યાગભાવને પોતાનામાં પ્રગટાવવો એ જ સફળતાની નિશાની છે. જ્ઞાન પ્રગટ થવાથી જીવનમાં હિંસક પરિણામો, વિષયો તરફની દૃષ્ટિ ઘટતી જવી જોઈએ. એ જ વિરતિ તરફ જવાની શરૂઆત છે. વિરતિ આવ્યેથી જ અહિંસા જીવનમાં સ્થિર થાય છે. (૮૯) સારા દેશકાળમાં પણ વિચિત્ તેવા મહાત્મા (જ્ઞાનીપુરુષ)નો યોગ બની આવે છે, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષોનો નિત્યસંગ રહી શકે તેમ શી રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વ દુઃખ ક્ષય કરવાનાં અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે ?... તે મહાત્મા પુરુષના ગુણાતિશયપણાથી, સમ્યફચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. (પ.-૭પપ/પા.-૫૭૮) જયારે દેશકાળ આધ્યાત્મિક સાધના માટે અનુકૂળ હોય તેવા કાળમાં પણ ક્વચિત થઈ આવે તેવા મહાત્માનો આપણને સહેલાઈથી For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય યોગ મળી આવ્યો છે, તો હવે તેમના જે આત્મિક ગુણોની પવિત્રતા, તેમનું સમ્યફ આચરણ, તેમનામાં પ્રગટેલી શાંતિ, ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ પરિણામ અને વિચરે ઉદયની સ્થિતિમાં રહી નિવૃત્તિને ભજતા જ્ઞાનીના સંસર્ગ, તેમની આશ્રયભક્તિથી મુમુક્ષુમાં રહેલ અશુભ વૃત્તિઓ પરાવર્તિત થઈ શુભવૃત્તિમાં ફેરવાઈને પછી સ્વરૂપ તરફ આગળ વધવા માંડે છે. તો તેમ કરી આપણને પ્રાપ્ત થયેલ યોંગને સફળ બનાવી લેવો એ જ એક કર્તવ્ય રૂપ વાત છે. (૯૦) મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષમાર્ગ સન્મુખ કરવાની છે. (પ-૭૫૭/પા.-૫૮૨) જે મહાત્મા છે, જેમણે ગ્રંથિભેદ કરેલો છે, સહજપણે આત્મસ્વરૂપમાં સ્થિર રહેલા છે, તેવા પુરુષ નાની સરખી પ્રવૃત્તિ કરે તો પણ તે પ્રવૃત્તિ એવી હોય છે કે તે પોતાને મોક્ષમાર્ગની સન્મુખ રાખે છે અને પરબીજા જીવોને પણ મોક્ષમાર્ગ સન્મુખ થવાની પ્રેરણા આપવા રૂપ રહેલી હોય છે. જો આપણી દૃષ્ટિ તેમના સન્મુખ રહેલી હોય તો આપણું કાર્ય સહજપણે થઈ જાય તેમાં શંકા જેવું છે જ નહીં. (૯૧) સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરહિત છે. વીતરાગ સન્માર્ગ તેનો સદુપાય છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વિર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથ પદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મ છે. (પ.૭૬૨/પા.-૫૮૫) આ વચનો ઉપર ખૂબ જ વિચારણા કરવાથી આપણે આપણા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય આત્મસ્વભાવને પ્રગટ કરી શકીએ તેમ છીએ. માટે યથાર્થ સુવિચારણા દ્વારા તેને પ્રગટાવવા પુરુષાર્થ કરી લેવો. (૯૨) જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. (પ.-૭૭૫/પા.-૬૦૨). જ્ઞાનીપુરુષ-સગુરુએ જે આજ્ઞા વડે જે ક્રિયા કરવાનું કહ્યું હોય, તે ક્રિયામાં જેમ ભાવ છે તેમ પ્રવર્તાય તો આપણે આપણા અપ્રમત્ત ઉપયોગને આપણામાં પ્રગટાવી શકીએ. એ માટેનું સાધન જ્ઞાનીની આજ્ઞામાં તથારૂપ પ્રવર્તન કરવું તે જ છે. (૯૩) કોઈને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે, એમ નિઃસંદેહતા છે. (૫.૭૮૧/પા.૬૦૫) પૂ. શ્રી સૌભાગ્યભાઈને અંતિમ પરા છે. પરમપુરુષની દશાનું વર્ણન લખી વિકલ્પોથી પર થવાની સૂચના આપી પોતામાં જ સ્થિર થવાનું કહ્યું છે અને તેમના પુત્રો વિષેનો વિકલ્પ મનમાંથી કાઢી નાખવા માટે આ વચનો લખી જણાવ્યા છે. તેમાં કહે છે કે : કોઈના માટે કોઈપણ પ્રકારનો વિકલ્પ મનમાં આણવો નહીં, તે બાબતમાં અસંગ થવાનો જ પુરુષાર્થ કરતા રહેવાનું કહ્યું છે. જે જીવને પુરુષનાં વચન પ્રત્યે પ્રતીતિ, વિશ્વાસ આવે છે, તે તેમની આજ્ઞામાં જ રમમાણ થવાનો પ્રયત્ન કરે, તો તે જીવ પોતાના આત્મકલ્યાણને સુગમપણે પ્રાપ્ત કરી લેશે. એ બાબતમાં ૫. દેવ કહે છે કે : એ વાત નિઃસંદેહપણે સત્ય રહેલી છે. (૯૪) જન્મ, મરણાદિ અનંત દુઃખનો આત્યંતિક (સર્વથા) ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જો સપુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ . . શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય મુક્ત થાય છે. (પા.૬૦૬/૬૦૭) મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. (પા.-૬૦૭) આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સપુરુષનાં વચનનું અથવા સશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (પ.-૭૮૩, પા.-૬૦૭) સર્વથા દુઃખથી મુક્ત થવાનો ઉપાય સપુરુષના સમાગમથી પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે આરાધન કરવાથી મુક્ત થવાય છે. વળી આગળ કહ્યું છે કે જીવને ચાર કારણો મળવા મુશ્કેલ છે. તે ચારેય કારણોમાંથી પ્રથમના બે કારણોની પ્રાપ્તિ આપણને પૂર્વ પુણ્યયોગના કારણે થઈ છે. ત્રીજા કારણમાં જે માર્ગ બતાવ્યો છે તે પર પ્રતીતિશ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા લાવીને પુરુષાર્થ કરવાનું આપણા હાથમાં છે. તો તે પ્રમાણે આચરણ યથાવત્ થઈ શકે તો આત્મરણતારૂપ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, તો તે માટેનો યથાર્થ પુરુષાર્થ કરીને આત્મરણતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લઈએ તો આ ભવમાં મળેલો સપુરુષનો-સદ્ગુરુનો યોગ સફળતાને પામી શકે અને આપણા માટે એ જ કર્તવ્યરૂપ પણ છે. વળી સપુરુષોનો સમાગમ અને તેમના મુખારવિંદથી સલ્ફાસ્ત્રનું શ્રવણ કરવું તે વિશેષપણે હિતકારી થાય છે. પણ આ યોગ મળ્યા પછી પણ હજી આરંભ-પરિગ્રહ પ્રત્યે વિશેષ વૃત્તિ વર્તતી હોય તો સપુરૂષની વાણી ભલે આપણે સાંભળીએ પણ પરિણમન કરવું અતિ અતિ-કઠણ થઈ પડે છે. માટે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને પાછી વાળવી મુમુક્ષુ માટે હિતકારી છે. (૫) ઉપરના અનુસંધાને જ આ વાત કહી છે કે :- પુરુષના વચનનું For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૫૭ શ્રવણ, તેની પ્રતીતિ અને તેની આજ્ઞાએ પ્રવર્તતા જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિઃસંદેહ અનુભવ થાય છે. (પ.-૭૮૪/પા.-૬૦૭). (૯૬) હે મુનિઓ ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. (પ.-૭૮૬/પા.-૬૦૮). આત્મસાધન-દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણ છું. કાળથી હું અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી હું શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. આ ચારેયથી હું કેવો છું તેની વિચારણા કરીને અસંગ બનવાનો અને અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરી લેવો એ જ યોગ્ય છે. જેઓ જગત અને જગતના ભાવોની સ્પૃહનો ત્યાગ કરે છે અને જ્ઞાનીએ પ્રરૂપેલ માર્ગનો આશ્રય કરે છે તે અવશ્ય અસંગતાને-અસંગ ઉપયોગને પ્રગટ કરી લે છે. અસંગતા પ્રગટાવવા માટે ઉદાસીનતા અંતરમાં પ્રગટાવવી ખૂબ જ અગત્યની છે. ઉદાસીનતાથી જે અસંગતા પ્રગટે છે. અસંગતા એ જ પોતાનો આત્મસાક્ષાત્કાર છે એમ કહેવામાં આવ્યું છે. જે શ્રત સાંભળવાથી આપણા અસંગપણાના ભાવો ઉલ્લસિત થાય, ઉલ્લાસ પામે તેનો પરિચય કરવો તે કર્તવ્યરૂપ છે. (૭) પારમાર્થિક કરુણાબુદ્ધિથી નિષ્પક્ષપાતપણે કલ્યાણનાં સાધનના ઉપદેખા પુરુષનો સમાગમ, ઉપાસના અને આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. (પ.૭૫/પા.-૬૧૦) પોતાને પરમાર્થની પ્રાપ્તિ થઈ છે તેવા જ્ઞાનીપુરુષો પોતાને પ્રગટ આત્મિક સુખ બીજા જીવો પણ પ્રાપ્ત કરે તેવા પ્રકારની કરુણાબુદ્ધિથી, કોઈપણ જાતના પક્ષપાત વગર પોતે જેના વડે કલ્યાણ પ્રાપ્ત કર્યું છે, For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સદ્ગ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય તે સાધનનો ઉપદેશ કરનારા એવા જ્ઞાની પુરુષનો સમાગમ કરવો, તેઓએ કહ્યા પ્રમાણે ઉપાસના-સાધનામાર્ગની આરાધના કરવી તે અને તેમની આજ્ઞાનું આરાધન યથાતથ્યપણે કરવું તે મુમુક્ષુને કર્તવ્યરૂપ છે. (૯૮) જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગૃત રાખી સન્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. (પ-૮૦૬/ પા.-૬ ૧૨). - જીવને સત્સમાગમનો અપૂર્વ લાભ મળ્યા કરતો હોય તો તે જીવના મહત્વ પુણ્યરૂપ છે અને તેવો જીવ નિર્વિદનપણે કેવળજ્ઞાન સુધીની ભૂમિકાએ પહોંચી જાય છે. જો તેવો યોગ ન મળતો હોય તો પોતાના આત્મબળને વિશેષ વિશષપણે જાગૃત રાખી સન્શાસ્ત્રાના સમાગમમાં કે શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. (૯૯) જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહતું પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. (પ-૮૦૯/પા.-૬૧૩) જે જીવોએ પરિષદ વેઠીને થોડા કાળ સુધી તે (જ્ઞાનીની) દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. (પ-૮૧૦ પા.-૬૧૩) સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. (પ.-૮૧૧ પા.-૬૧૩) | નિષ્કામ ભક્તિવાન પુરુષોનો સત્સંગ કે દર્શન મહાન પુણ્યરૂપ જાણવો. જેઓ જ્ઞાનીની દૃષ્ટિનું આરાધન થોડા સમય માટે યથાવત્ કરે છે તેઓ પોતે સર્વ પ્રકારના દુઃખનો નાશ કરી નિર્વાણને પામ્યા છે. અથવા તે માટેના ઉપાયને મેળવ્યો છે. સત્પષ કે તેમનો For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય સત્સમાગમ મળવો જીવને બહુ કઠણ કહ્યો છે. પણ જેમ ગ્રીષ્મઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને વૃક્ષની શીતળ છાયા શાતા આપે છે, તેમ મુમુક્ષુને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારીરૂપે પરિણમે છે. આવો યોગ પામવો શાસ્ત્રોમાં દુર્લભ બતાવ્યો છે. (૧૦૦) શુદ્ધ સાન વગરના આ જીવને કોઈપણ યોગથી શુભેચ્છા, કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિઃસ્પૃહ પરમપુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. (પ.-૮૧૨/પા.-૬૧૪) ૫૯ સામાન્યપણે જીવ સંસારભાવોના જમેલામાં ફસાયેલો હોવાથી તેની બુદ્ધિ પણ મલિન થયેલી હોય છે. આ જીવને યોગના સહારે શુભેચ્છા ઉત્પન્ન થાય અને કલ્યાણ કરવાની ઈચ્છા થાય અને જો નિઃસ્પૃહ એવા પરમ પુરુષ-ઉત્કૃષ્ટ જ્ઞાનીપુરુષનો યોગ બની આવે તો આ જીવને ભાન પ્રગટી શકે, નહિંતર નહીં. (૧૦૧) કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. (પ.-૮૧૬/પા.-૬૧૫) જો જીવને સંસારના સર્વ પ્રકારના દુઃખનો નાશ કરવો હશે તો જેમ સત્પુરુષો અંતર્મુખ થઈને દુઃખોનો અંત કરી શકે છે, તેમ પુરુષાર્થ કરી સર્વ દુ:ખ ક્ષય કરી શકાશે. પણ આ વાત કોઈક જીવ જ સમજી શકે છે. પોતાનું મહત્ પુણ્ય હોય, સાથે પોતાની મતિ, બુદ્ધિ વિશુદ્ધ બનેલી હોય, વૈરાગ્ય પણ તીવ્રપણે પ્રગટેલ હોય અને આવી પાત્રતા સાથે સત્પુરુષનો સમાગમ કરવામાં આવે તો સર્વ દુ:ખ ક્ષયનો ઉપાય સમજાય છે. નહિંતર નહીં. (૧૦૨) સદ્ભુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. (૫.-૮૨૫/પા.-૬૧૮) સત્ક્રુતની પ્રાપ્તિ કરી ઘણા લાંબા કાળ સુધી તેનો સ્વાધ્યાય, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ચિંતન, મનન વગેરે કરવાથી જે લાભ થાય, તે લાભ બહુ જ થોડા સમયમાં જીવ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી પ્રાપ્ત કરી શકે છે તેવો પ્રભાવ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમનો રહેલો છે. ૬૦ (૧૦૩) દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને હજી પરમ શાંતિનો માર્ગ પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પ.-૮૩૧/પા.-૬૨૦) આમાં દર્શાવેલ વાતની વિચારણા કરી તે પ્રમાણે પ્રવર્તવાથી જીવ પરમ શાંતિના માગને હસ્તગત કરી શકે તેમ છે. (૧૦૪) જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. (૫.-૮૫૬/પા.-૬૨૯) આત્માર્થી જીવે પોતાનામાં આત્માર્થ સિદ્ધ કરવા માટેનું જિજ્ઞાસાબળ (ઝુરણા) પ્રગટાવવું જરૂરી છે. જિજ્ઞાસાબળ પ્રગટાવવાથી જીવ વિચારણા કરવા માટેના બળને સ્ફુરાયમાન કરી શકે છે. તેમ થતાં જીવમાં વૈરાગ્યભાવનું પ્રગટવું થાય છે. તે થવાથી યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થાય છે. અને તેથી તે ધ્યાન કરવા માટે યોગ્ય બનવાથી ધ્યાનમાર્ગ મેળવીને પોતાનામાં ધ્યાનબળ પ્રગટાવવાનો પુરુષાર્થ કરે છે, જેના ફળ સ્વરૂપે જીવમાં જ્ઞાનનું બળ પ્રગટે છે. આ સ્થિતિ પ્રગટાવવા માટે આત્માર્થી જીવે તથારૂપ-યથાર્થ આત્મજ્ઞાની પુરુષનો સમાગમ વિશેષપણે આરાધવા યોગ્ય છે. (૧૦૫) સદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (૫.-૮૫૭) પા.-૬૩૦). મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાનાં મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. (૫.-૮૬૦/પા.-૬૩૧). ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૬ ૧ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (૫.-૮૭ર/પા.-૬૩૪) આમાં કહેલી વાત પર સાધકે વિચારણા કરી તે રૂપ પરિણામ મેળવવા પુરુષાર્થ કરવાનો છે જેથી જ્ઞાનીનો માર્ગ આત્મામાં પરિણમી જાય છે એટલે કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે. (૧૦૬) ૐ. પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય તેવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસીજનોએ સદુઘમરૂપ આજીવિકા વ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પ.-૮૮૫/ પા.-૬૩૭) આના પર વિચારણા કરવાથી સાધના માર્ગ સહેલો કરવાનો રસ્તો ખુલે તેમ છે. (૧૦૭) અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કારસત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહત્ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહિપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. (૫.-૮૮૭/પા.-૬૩૭) ગમ ન પડે છતાં સરળ એવા મહાપુરુષે આદરેલા માર્ગને નમસ્કાર For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય કરીને પત્રની શરૂઆત કરી છે. સાચી મુમુક્ષુતા બે રીતે પ્રગટ થાય છે તે વાત જણાવી છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થઈ હોય તો મહાત્મા પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રગટાવી શકાય છે. આ પ્રમાણે આરાધના કરવાથી જીવાત્મા અપ્રમત્ત યોગને પ્રાપ્ત કરી શકે છે. આ જ મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ છે. (૧૦૮) ક્ષણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (પ.-૮૮૮/પા.-૬૩૮) - જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન અધવચ્ચે ત્યાગી દેવામાં આવે તો સાધક પોતાના લક્ષ સુધી પહોંચી શકતો નથી. (૧૦૯) મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સશાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના ઉપાય છે. (પ.-૯૦૫/ પા.૬૪૩) આ પ્રકારે મહાત્માઓના ચરણની, તેમના સંગની ઉપાસના કરવામાં આવે અને સશાસ્ત્રનું અધ્યયને તેમની આજ્ઞા સાથે કરવામાં આવે તો મુમુક્ષુ પોતાનું આત્મબળ વર્ધમાન કરી શકે છે. (૧૧૦) સપુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. (૫.-૯૧૮/પા.-૬૪૭). પ્રમત્ત પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. (પ.-૯૧૯/પા.-૬૪૮). જ્ઞાનીના માર્ગનું, જ્ઞાનક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. (પ.-૯૩૭/પા.-૬૫૩) (૧૧૧) પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનની પ્રધાન આજ્ઞા છે. (૫.૯૪૩/પા.-૬૫૪) સામાન્યપણે જીવ કોઈને કોઈ કાર્યમાં લપેટાયેલો જ રહેતો હોય છે, પોતાના વિષે વિચાર કરવાનો અવકાશ જ ન રહે તેવા પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ કરતો જ રહેતો હોય છે. જયારે જ્ઞાની પુરુષો કહે છે કે નિરંતર નિવૃત્તિભાવને સેવવાની દષ્ટિ રાખી નિવૃત્તિનો સમય મેળવી For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ પોતા વિષે વિચારવાનો અને અંતર્મુખ થવાનો પુરુષાર્થ કરવો એ જ આ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. માટે પરમ નિવૃત્તિનું સેવન થાય તેવું આયોજન કરવાનો જ પુરુષાર્થ હોવો જોઈએ અને તે મેળવી અંતર્મુખ થવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ. (૧૧૨) જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. (ઉ.નો.-૧૬/પા.-૬૬૯) જ્ઞાનીને તેમનામાં પ્રગટ આત્મજ્ઞાનની સ્થિતિ વડે ઓળખો. એ ઓળખાણ થઈ જાય તો પછી સંપૂર્ણ આશ્રયપણે રહી તેમની આજ્ઞાનું આરાધન કરવાનું રાખો, કારણ કે તેઓની એક પણ આજ્ઞા યથાવત્ આરાધવામાં આવે તો પણ જીવનું કલ્યાણ થઈ જાય તેવું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું માહાભ્ય છે. વળી આત્મજ્ઞાની પુરુષો તે જગત અને જગતમાં રહેલા પદાર્થોને આત્માની અપેક્ષાએ તૃણવત્ ગણતા હોય છે. તેની કોઈ કિંમત કે માહાભ્ય તેમના આંતર હોતું નથી. એ જ એમના જ્ઞાનનો મહિમા છે, અતિશય છે. એમ સમજો. (૧૧૩) સ્વચ્છેદે, સ્વમતિ કલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે. (ઉ.નો-૩૫/પા.-૬૭૭) પોતાના સ્વચ્છેદ વડે પોતાની બુદ્ધિમાં કલ્પનાઓ ઉગાડીને સદ્ગુરુની આજ્ઞા વગર ધ્યાન કરવું તે માત્ર તરંગરૂપ છે. તેનું પરિણામ આત્મલક્ષે આવતું હોતું નથી. ઉપરથી કલ્પનાના સહારે કરવાથી કર્મબંધન થયા કરે છે. જ્યારે જ્ઞાની બતાવે અને કહે ત્યારે જ ધ્યાનનો અભ્યાસ કરવો, ત્યાં સુધી પોતાની પાત્રતા યોગ્યતા વધારવાનો જ પ્રયત્ન-પુરુષાર્થ કરવો એ જ નજીકના ભવિષ્યમાં સંસારનો નિવેડો લાવવા માટે ઉપયોગી થાય તેમ છે, માટે તેમ વર્તવું. (૧૧૪) અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાક્યા; નેત્રમુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ || For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ, તેના નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજન શલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે સદ્ગુરુને નમસ્કાર. (૩.નો.-૩૭/પા.-૬૭૯) ૬૪ મોક્ષ માર્ગસ્ય નેતારું ભેત્તા૨ે કર્મભૂભૃતામ; જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણ લબ્ધયે. મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદુ છું. (ઉ.નો.-૩૭/પા.૬૭૯) (વિસ્તાર માટે વ.પા.-૬૭૯, ૩.નોં.-૩૭ જુઓ) (૧૧૫) જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને ‘બ્રહ્મચર્ય’ પાળવું એટલે સ્ત્રી આદિના પ્રસંગમાં ન જવું એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દઢ વિશ્વાસ કરી ને તે સ્થાનકે ન જાય...આ પ્રકારે જે જીવને ‘આ સ્થાનકે જવું યોગ્ય નથી' એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દૃઢ વિશ્વાસ છે, તે બ્રહ્મચર્ય વ્રતમાં રહી શકે છે અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. (ઉ.છા.-૨/પા.-૬૮૫) (૧૧૬) વાંરવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. (ઉ.છા.-૩/પા.-૬૮૭) (૧૧૭) જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. (પા.૬૯૦) આખા શરીરનું બળ ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું; વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાનીપુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડનો ભંગ થાય છે. અર્થાત્ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય વિષયાદિનું તુચ્છપણું લાગે છેઅને તે પ્રકારે સંસારનું બળ ઘટે છે; અર્થાત્ જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે. (પા.-૬૯૧) દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાની પુરુષો કહે કે, “મૂકી દે'; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાની પુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તો કલ્યાણ થાય. (પા.-૬૯૨) નિગ્રંથ ગુરુ એટલે પૈસા રહીત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. (પા.-૬૩) - (ઉ.છા.-૪) (૧૧૮) સત્ સાધન કરવા માટે જે કાંઈ બતાવ્યું હોય તે સાચા પુરુષના આશ્રયે તે પ્રકારે કરવું તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે....જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે. (પા.-૬૯૬) જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે...જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને પુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (ઉ.બા.-પ/પા.-૬૯૬) (૧૧૯) જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. (પા.-૬૯૯)... જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદ, અહંભાવ-રહિતપણું વિચારે, તો પુરુષના આશ્રયથી કલ્યાણ થાય. (પા.-૭00)... સત્પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિકભાવમાં જવાનો સંભવ રહ. (પા.-૭૦૧) - (ઉ.છા.-૬) (૧૨૦) જ્ઞાનીના ઉપદેશને વિષે અભુતપણું છે, તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે. સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ છે, માટે સહેજે માહાભ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. (ઉ.બા.-પા.-૭૦૭) For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૨૧) જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે, તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીના માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. (પા.-૭૦૮) જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે... જ્ઞાની પ્રત્યે બરાબર પ્રીતિ થાય તે રાત-દિવસ તે અપૂર્વ જોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. (પા.-૭૦૯) - (ઉ.બા.-૮) (૧૨૨) જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે, માટે તેવા વચનોનું સ્મરણ કરી જો સમજવામાં આવે, શ્રવણ, મનન થાય, તો આત્મા સહેજે ઉજ્જવળ થાય. પુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું કાં તો પારસમણિ નહીં, અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સપુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સપુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં. (પા.૭૧૦).... સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. પુરુષ તો જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે પુરુષની ઈચ્છા નથી. સપુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ કર્યો તેને આત્માનું ભાન થાય છે. પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે.જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. (પા.-૭૧૧).....જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન હોવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે....લોકનો ભય મૂકી સપુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૬૭ દોષ જાય...સદ્ગુરુ કોણ કહેવાય ? મિથ્યાત્વ ગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સદ્ધર્મ એટલે જ્ઞાનીપુરુષોએ બોધેલો ધર્મ....પરમ વૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે તો તેનો કોઈ કાળે રોગ જાય નહીં. (પા.-૭૧૨)...જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે; અને તો જ દુઃખ મટે...વ્યવહાર જેનો પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્ષે આત્મા લક્ષગત થાય. કલ્યાણ થાય. (પા.-૭૧૩) - (ઉ.છા.-૯) (૧૨૩) સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમક્તિ. સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?...એકલા પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય ! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબભૂત છે...સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. (પા.-૭૧૪)... જીવને સત્પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદ્ગુરુની આસ્થા હોય તો સમ્યક્ત્વ થાય. (પા.-૭૧૬)...સાચા જીવો તો વિરલા જ હોય; અને તેવા વિરલ સાચા સદ્ગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી. (પા.-૭૧૭)...જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે તો બધી વાસનાઓ જતી રહે...સદ્ગુરુની આજ્ઞામાં બધાં સાધનો સમાઈ ગયા...સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો....સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય, સત્પુરુષોનાં લક્ષણો :- તેઓની વાણી પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે...જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી ત્યાં સુધી સૂત્રો પણ છાશ બાકળા જેવા For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત જ્ઞાની પુરુષોનું માહાભ્ય લાગે...તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. (પા.-૭૧૯/ઉ.છા.-૧૦). (૧૨૪) સપુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. (પા-૭૨૦)..સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. (પા.-૭રર)....અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાન રૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે....સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. (પા.-૭૨૪) મનુષ્ય અવતાર મળ્યો છે ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે. પુરુષના વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં, વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સપુરુષનાં વચનો વારંવાર વિચારવા. (પા.-૭૨૫)....લોકલાજ, પરિગ્રહ આદિ શલ્ય (કાંટા) છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને પુરુષના વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને જીવ રસ્તે ચાલ્યો જાય. (પા.-૭૨૬/ઉ.બા.-૧૧) (૧૨૫) સત્પુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. (પા.૭૩૦)....જે જ્ઞાનીપુરુષના વચનથી આત્મા ઊંચો આવે તે સાચો માર્ગ, તે પોતાનો માર્ગ. (પા.-૭૩૧). (ઉ.બા.-૧૩) (૧૨૬) જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભમબુદ્ધિ માટે તે કાંઈ છાનું રહે નહીં. (પા.-૭૩૨)....જ્ઞાની સર્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે...સપુરુષના વચનોનું આસ્થા સહિત શ્રવણ મનન કરે તો સમ્યકત્વ આવે. તે આવ્યા For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય પછી પચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. (પા.૭૩૩)...સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. (પા.-૭૩૪/ઉ.છા.-૧૪) (૧૨૭) બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છદપણું વિલય થાય છે. (વ્યા.સા.૧/૪૯-૫ા.-૭૪૧) જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો એ આજ્ઞામાંથી બહાર નીકળી જાય તો અટકી જાય. આમ જોવા જઈએ તો સાતમા ગુણસ્થાનક પછી કોઈ બાહ્યક્રિયા કરવાની રહેતી નથી. ફક્ત વિચારધારા-ચિંતન ઉપર જ માર્ગ રહેલો છે. સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી પહોંચવા માટેની વિચારધારા છે તે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ગુરુ પાસેથી વિચારણા-ચિંતન માટે જે શ્રુત પ્રાપ્ત થાય એ શ્રુતના અવલંબન વડે જ તેરમા ગુણસ્થાનકે પહોંચવાનું છે. જો એ શ્રુતનું અવલંબન છોડી દે એટલે કે ગુરુની આજ્ઞા બહાર થઈ જાય તો તેને અટકવાનું થાય છે. એટલે જ બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે એમ કહ્યું. તેમ કરવાથી ‘હું જાણું છું’, ‘હું સમજું છું' એ સ્વચ્છંદનો નાશ થાય છે. જ્યાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી સ્વચ્છંદ નાશ પામતો નથી. આને માટે પુરાણોમાં શુકદેવજીનો દાખલો આપવામાં આવ્યો છે. (૧૨૮) જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમજ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી. કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મ બંધ ન થાય. (વ્યા.સા.-૧/૦૩/પા.-૭૪૪) જ્ઞાની જે માર્ગે સાધના માટે ચાલ્યા છે, For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય એ માર્ગે જે સાધક ચાલી રહ્યો છે તેને કર્મબંધ થતો નથી. તેમજ જ્ઞાનીએ સાધના કરવા માટે જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ જે ચાલે છે તેને કર્મબંધ થતો નથી. કારણ કે જ્યાં સુધી સાધક જીવ જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તેનામાં કષાયભાવોનો અભાવ હોય છે અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. ૭૦ (૧૨૯) સદ્ગુરુ ઉપદેષ્ટિ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપ થકી વિરમવું થાય છે. અને અભેદ્ય એવા સંસાર સમુદ્રનું તરવું થાય છે. (વ્યા.સા.-૧/-૧૧૦/પા.-૭૪૯) સદ્ગુરુ દ્વારા ઉપદેશવામાં આવેલ યથાર્થ સંયમભાવનું આચરણ કરવાથી એટલે કે સદ્ગુરુની આજ્ઞાએ ચાલવાથી, તે પ્રમાણે વર્તવાથી પાપકર્મથી પાછા ફરવાનું સહેજે થાય છે. અને તેથી અભેદ્ય એવા સંસાર સમુદ્રથી સહેજે સહેજે પાર ઉતરી જવાય છે, સંસારથી મુક્તિ થઈ જાય છે અને સાદિ અનંતોકાળ માટે અનંત અવ્યાબાધ સુખને ભોગવાય છે. (૧૩૦) સૂત્ર સિદ્ધાંત, શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતા નથી. (વ્યા.સા.૧/૧૫૮-પા.-૭૫૪) સૂત્ર સિદ્ધાંત કે શાસ્ત્રોનું વાંચન આપણે કરીએ તો તેના રહસ્યનું પરિણમન થતું નથી. પણ એ જ શાસ્ત્રો કે સૂત્ર સિદ્ધાંત સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરી તેને સમજવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તેના રહસ્યને ફળવાન બનાવી શકીએ છીએ. (૧૩૧) વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (વ્યા.સા.-૧/૧૬૩-૫ા.૭૫૪) સર્વ ક્લેશથી અને સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય તથા અસત્ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મ વિચારણા થવાથી આત્મજ્ઞાન થાય છે. એટલે કે સમ્યક્ત્વ પ્રગટે છે. સમ્યક્ત્વ પ્રગટવાથી ચારિત્ર પ્રગટે છે અને ક્રમેક્રમે આગળ વધતાં ચારિત્ર યથાખ્યાત ચારિત્રમાં પરિવર્તિત થતાં કે પ્રગટતાં વીતરાગતા પ્રગટે છે એટલે કે કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટવાથી જીવનો તે જ ભવના અંતે મોક્ષ થાય છે. એમ જોવામાં આવે છે. પૂર્વના જ્ઞાનીઓનો પણ એવો જ અનુભવ છે. ` (૧૩૨) આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આગમ એટલે આખે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તે દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ (વ્યા.સા.૧/૨૨૨-પા.-૬૭૧) ૭૧ આપ્ત એટલ સર્વજ્ઞ-સર્વદર્શી, પૂર્ણ વીતરાગ અથવા વાણી દ્વારા દરેક પદાર્થના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આપ્તના ઉપદેશ દ્વારા જે વચનો શ્રુતરૂપે બહાર આવ્યા, તેનો જેમાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે આગમ છે અને તે આગમ અનુસાર આચરણ કરવાવાળા અને આપ્તે દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ (૧૩૩) જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. (વ્યા.સા.૨/૧-૪/પા.-૭૬૨) જ્ઞાનીપુરુષના વચનો જ્ઞાન અને વૈરાગ્ય વાસિત હોય છે. જેથી તે વચનોને અંતરમાં ધારણ કરવાથી આપણામાં રહેલ વિષયના ઝેરને બહાર કાઢનારાં છે. જેમ પેટમાં અજીર્ણ થઈ ગયું હોય તો ઉલટી કરાવવામાં આવે છે, જેથી પેટ હળવું થઈ જાય. તેમજ જ્ઞાનીના જ્ઞાન અને તેમના વૈરાગ્યલક્ષી વચનો વિષય ભાવનું વિરેચન કરાવનાર છે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૩૪) જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યજ્ઞાન' (વ્યા.સા.-૨/પ-પ/પા.૭૬૬) જ્ઞાનીઓએ જે તત્ત્વોનું નિરૂપણ કરેલું છે, તે જ પ્રમાણે યથાર્થપણે બોધ પરિણમવો તેનું નામ સમ્યફજ્ઞાન કહ્યું છે. (૧૩૫) સંતજનોએ પોતાનો ક્રમ મૂક્યો નથી. મૂક્યો છે તે પરમ અસમાધિને પામ્યા છે. સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે ! (આ.પ.અ.હા.-નો ૧/૧૬/પા.-૭૯૭) - સંતજનો પૂર્વે થયેલાં જ્ઞાનીઓએ જે માર્ગ કંડારેલો છે તે ક્રમ પ્રમાણે ચાલે છે અને ક્રમ છોડતા નથી. તેઓ જાણે છે કે જ્ઞાનીએ બતાવેલ માર્ગનો ક્રમ ત્યાગવામાં આવે તો સમાથિ ભાવનો ત્યાગ થઈ જાય છે. સમાધિ ભાવ નાશ પામી જાય છે. સંત થવા માટેનો ભાવ ઊભો થવો અતિ અતિ દુર્લભ છે. અને એ આવ્યા પછી તેને પોષણ આપનારા સંતનો મેળાપ થવો અત્યંત દુર્લભ છે. સંત દશા પામવાની જિજ્ઞાસાવાળા જીવો અનેક જોવામાં આવે છે. પરંતુ સંતપણે પામવું તે તો દુર્લભ છે. જો સંત મળી જાય અને તેમનો અનુગ્રહ આપણી પાત્રતાને અનુલક્ષી થઈ જાય તો સુલભ થઈ જાય તેમ છે. * * * For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય II શ્રી સદ્ગુરવે નમઃ | ૫. પૂ. ૫. ઉ. બાપુજીના હસ્તલિખિત વચનામૃતો (૧) “પ.પૂ.કુપાળુદેવની વાણી ગમે તે રૂપે હોય તો પણ સોનેરી જ ગણાય-સૌ અધિકારી વાચકને માર્ગદર્શક, હિતકારી, ઉપકારી જ બની રહે એમાં સંશયને સ્થાન નથી.’’ પ.પૂ.સદ્ગુરુ દેવના હસ્તાક્ષરમાં લખેલા ૩૬ વાક્યોમાંથી આ પ્રથમ વાક્ય છે. તેમાં તેઓએ વચનામૃતમાં રહેલી વાણીનો પ્રભાવ કેવો હોઈ શકે, તેની વાત કહી છે. વાણી સોનેરીરૂપે એટલે માહાત્મ્યવાન રહેલી છે, અધિકારી-પાત્ર વાચક વર્ગને આધ્યાત્મિક રીતે માર્ગદર્શન આપનારી, જીવાત્માનું હિત કેમ થાય તેની જ વાત કરી અને ઉપકાર કરનાર બની રહે તેવી છે. તેમાં કોઈપણ પ્રકારે સંશય કરવાને સ્થાન જ નથી. સ્યાદ્વાદ સાથે એકાંતિક દૃષ્ટિએ શું કરવું જરૂરી છે, તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. ૭૩ (૨) “નિર્લેપતા-વાંચવાથી, સાંભળવાથી, બોલવાથી અને માત્ર સમજવાથી આવી જતી નથી.'' શ્રી સદ્ગુરુ દેવ અહીં કહે છે કે : નિર્લેપતા પ્રગટાવવાની છે. તો નિર્લેપતા વિષે વાંચી જવાથી કે તેના વિષે કોઈની પાસેથી સાંભળી લેવાથી કે નિર્લેપતા વિષે બોલી જવાથી કે બોલવાથી અને માત્ર સમજી ગયો છું તેમ માની લેવાથી આવી જતી નથી. નિર્લેપતા-અસંગતાઉદાસીનતા પ્રગટાવવા માટે તો આંતરિક વૈરાગ્ય-ઉપશમભાવ પ્રગટાવવો પડશે. દેહાધ્યાસને ઘટાડવો પડશે જેથી આરંભ-પરિગ્રહનું બળ ઘટતું જાય, વિવેક પ્રગટતો જાય અને તેના વડે ભેદજ્ઞાન પ્રગટાવી જડ-ચેતનનો વિવેક પ્રગટ થાય, જેથી જડ-પુદ્ગલ પદાર્થોનું માહાત્મ્ય અંતરમાંથી છૂટતું જાય અને જીવ નિસ્પૃહ થતો જાય. જેટલી સ્પૃહા મંદ થતી જાય તેટલા પ્રમાણમાં નિર્લેપતા પ્રગટતી જાય. સંપૂર્ણ નિર્લેપતા એટલે અસંગતા પ્રગટે ત્યારે અસંગ એવો શુદ્ધ-શાંતદશાવાળો આત્મા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય પ્રગટી જાય એમાં સંશય નથી. પણ આ નિરાધારપણે બની શકે તેમ નથી. તેને માટે સદ્ગુરુ-સત્પુરુષનું સાનિધ્ય શોધવું પડશે, તેમની આશ્રયભક્તિને સ્વીકારવી પડશે અને તેમની જે કંઈ આજ્ઞાઓ થાય, તે સહજપણે, શંકારહિતપણે સ્વીકારવી પડશે અને તે જ પ્રમાણે પુરુષાર્થ કરી ઉદાસીનતા પ્રગટાવવી પડશે ત્યારે તેના ફલ સ્વરૂપ નિર્લેપતાઅસંગતા પ્રગટ થશે. ૭૪ (૩) “જુના કર્મના ઉદય વખતે વિભાવ પરિણતિથી નવાં કર્મ બંધાય છે.’’ (૪) “નવા કર્મ ન બંધાય એ જ જોવાનું છે. અને તે સ્વભાવ પરિણતિ વગર અશક્ય છે.’ ન આપણે પૂર્વે અજ્ઞાનભાવે રહીને ઘણા પ્રકારના કર્મોનું બંધન કરેલ છે. તે કર્મોનો ઉદય પ્રાપ્ત થવાથી ઉદયમાં આવે છે, ત્યારે જીવ એમ માને છે કે આ મને થયું અને તેમ થતાં ગમતી વાત હોય તો રાગ થાય છે અને અણગમતી વાત હોય તો દ્વેષ થાય છે. જેના કારણે જીવાત્મા નવા કર્મનું બંધન કરે છે. આમ તો અનાદિકાળથી થતું આવ્યું છે, હજી પણ થતું રહ્યું છે. આનું કારણ આસ્રવભાવમાં જ રમણતારૂપ સ્થિતિ રહી છે તે છે. પણ હવે નવા કર્મ ન બંધાય તે માટે જાગૃત થવાનું છે અને જાગૃત થવા માટેના સાધન સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે, તેમની આશ્રયભક્તિ પ્રાપ્ત થઈ છે અને આસવ પરિણતિ તોડવા માટેના માર્ગનું પ્રદાન તેમના દ્વારા આપણને થયેલું છે. તો તે માર્ગનું આરાધન કરીને પોતાના આત્મસ્વભાવને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જો આપણે સ્વભાવને પ્રગટ કરી શકીએ, સમ્યગ્દર્શનને પ્રગટ કરી શકીએ તો નવા કર્મના બંધનને અટકાવી શકવાની શક્તિ આપણને પ્રાપ્ત થઈ જાય. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી જીવ સહજતાથી ઉદયની સામે સમતા ધારણ કરી શકે, તે ઉદયની ઉપેક્ષા કરી શકે કે તેનો જાગૃતપણે દ્રષ્ટા થઈ શકે. તે ભાવોથી ઉપર ઊઠી શકે. આમ થવાથી આપણામાં ઉદાસીન પરિણતિ પ્રગટે, તેના કારણે આપણામાં અસંગતા પ્રગટતી For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૭૫ જાય. જેમ જેમ અસંગતા પ્રગટતી જાય તેમ તેમ આત્મા વધારે ને વધારે જાગૃત થતો જાય. જાગૃત રહેતો જાય એટલે કર્મનો ઉદય તેનું ફળ આપ્યા વગર ખરી જાય. જ્ઞાનધારા જાગૃત થતી જાય અને કર્મધારાનું બળ ઘટતું જાય. તેથી અજ્ઞાન ચેતનામાં જે કર્મ ચેતના છે તે પ્રમાણે ન વર્તતા ઉદયના ફળને સમતાભાવે વેદી લે કે જેથી કર્મફળ ચેતનારૂપે કર્મ ખરી જાય અને નવા કર્મનું બંધન ન થાય. એકવાર સ્વભાવ પરિણતિ જાગૃત કરી લેવાથી જીવાત્મા પોતાના કર્મના ઉદયની સામે જાગૃત રહી શકે છે અને એમ થઈ શક્યું તેનું કારણ સદ્ગુરુની પ્રાપ્તિ, તેમની આશ્રય ભક્તિને સ્વીકારવી અને તે પ્રમાણે ચાલવું તે છે. જેથી જુના કર્મના ઉદયના દ્રષ્ટા રહેવાથી સકામ નિર્જરા થયા કરે અને કર્મનો જથ્થો ઘટતો જાય. તેથી આત્મા ક્રમે ક્રમે નિરાવરણ થઈ નિર્વાણને પામે. (૫) “ભૂતકાળને જરાયે યાદ કરતાં નથી. ભવિષ્યની જરાયે ચિંતા કરતા નથી, પરંતુ જ્ઞાની વર્તમાનમાં આનંદથી સમભાવે જીવન જીવે છે.'' જ્ઞાનીપુરુષ કેવી રીતે જીવન વીતાવતાં હોય તેની વાત અહીં કરવામાં આવી છે. (૧) તેઓ ક્યારેય ભૂતકાળના બનાવો, વાતો કે બીજી કોઈ ઘટનાઓને યાદ કરતા કે સંભારતા નથી કે વાગોળતા પણ નથી. (૨) ભવિષ્યકાળમાં શું થશે તેનો વિચાર પણ કરતાં નથી. (૩) માત્ર વર્તમાનમાં જ વર્તે છે અને સમભાવ ધારણ કરી આનંદથી જીવન જીવે છે. તેમનું જીવન તો સામાન્યપણે ‘વિચરે ઉદય પ્રયોગ' રૂપ રહેલું હોય છે. જેમ ઉદય આવે છે તેમ વર્તે છે અને કર્મોને વર્તમાનમાં સમભાવમાં રહી ખપાવવાનો પુરુષાર્થ કરતા હોવાથી ઉદયરૂપ નહીં થયેલા એવા કર્મોમાંથી અશુભ કર્મોની સ્થિતિ, અનુભાગ ઘટાડતા હોય છે અને શુભ કર્મોની સ્થિતિ અને અનુભાગ વધારતા હોય છે. થતું હોવાથી જ્ઞાની ક્ષણમાં કરોડો જન્મના કર્મોનો ક્ષય કરી નાખે છે. અને થોડા કાળમાં નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. આમ (૬) “તનુ મનસા એટલે મનને સૂક્ષ્મ કરીએ ત્યારે સૂક્ષ્મ આત્મા ઉપર For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ મન દેઢ થઈ શકે, કારણ (કે) આત્મા ઘણો સૂક્ષ્મ છે.” મનની જુદી જુદી સ્થિતિ દર્શાવવામાં આવી છે. તેમાં એક ‘તનુમાનસી” સ્થિતિ છે એટલે કે મનને સૂક્ષ્મ કરવાનો પુરુષાર્થ કરવામાં આવ્યો હોવાથી સૂક્ષ્મ થતાં તે ઉપયોગ અંતર્મુખપણે વળે છે અને આત્મા સાથે એકરૂપ થતો જાય છે અને સૂક્ષ્મ એવા આત્માના સાક્ષાત્કાર કરવા તરફ જીવાત્મા આગળ વધી જાય છે. આ (૭) “દર્શનમોહ વ્યતિત થઈ ઉપન્યો બોધ જે” – એટલે દર્શન મોહ ગયા પછી જ બોધ થવાથી ચારિત્ર મોહના યોદ્ધાઓને જીતી શકાય.” જ્ઞાનીપુરુષના આશ્રમમાં રહી તેમની આજ્ઞા પ્રમાણે તથા ઉપદેશ પ્રમાણે ગ્રંથિનો ભેદ કરવામાં આવે ત્યારે દર્શનમોહ તથા અનંતાનુબંધી કષાયની ચોકડીનો ક્ષય થતા બોધનું પરિણમન સમ્યગદર્શનરૂપે થાય છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર અંશે પ્રગટી જાય છે. હવે સાધક આના આધારે ચારિત્રમોહરૂપ રાગ-દ્વેષ કે કષાયોને ક્ષય કરવા માટે પ્રવર્તે છે અને ક્રમે ક્રમે ચારિત્ર મોહનીયના કષાય અને નોકષાયની પ્રકૃતિને ખપાવવા માટે પુરુષાર્થ ચાલુ કરે છે એટલે કે વીતરાગભાવને જ દઢ કરતા જવાથી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ ક્રમે ક્રમે ક્ષય થવા માંડે છે એટલે કે ચારિત્ર મોહના સૈનિકોને મારી, હઠાવીને શુદ્ધ આત્મસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ જેવું છે, તેવું પ્રગટાવે છે. (૮) “જો આ દુર્લભ માનવ ભવનો આત્માના લક્ષે ઉપયોગ નહીં કરીએ તો એક દિવસ અચાનક આ જીવ આ દેહ છોડીને એકલો ચાલ્યો જશે. અને બાંધેલા કર્મો સાથે લેતો જશે. બાકી બધું પડ્યું રહેશે. ત્યારે પશ્ચાત્તાપનો પાર નહિ રહે.” આ વચનમાં શ્રી સદ્ગુરુદેવ આપણને ચેતવણી આપે છે કે, આ દુર્લભ એવો માનવ ભવ મળ્યો છે તેને સંસાર ભાવોના ભોગવટામાં જ પસાર કરી દેવામાં આવશે અને તેનો ઉપયોગ જે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે, તેના માટે નહીં કરવામાં આવે તો, એટલે કે આત્માને શુદ્ધ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય બનાવવાનો પુરુષાર્થ નહીં કરવામાં આવે તો અચાનક એક દિવસ આ દેહ છોડવાનો સમય આવી જશે અને તે સમયે સંસારનો કોઈ ભાવ શરણરૂપ નહીં થતાં એકલા જ ચાલી નીકળવું પડશે. તે સમયે પસ્તાવો થશે કે મળેલા મનુષ્યભવને એળે-નકામો ગુમાવી દીધો, પણ તે વખતે કરવામાં આવેલો પસ્તાવો ઉપયોગી થવાનો નથી અને સંસારભાવોનો ભોગવટો કરતાં નવા ઉપાર્જન કરેલા કર્મોને સાથે લઈને આ દેહ છોડીને પર્યાય બદલવા ચાલ્યા જવું પડશે. ત્યારે પોતાને મળેલ જીંદગીમાં ભેગું કરેલું બધું જ અહીં પડ્યું રહેશે અને તે મેળવતાં જે કર્મો બાંધ્યા હશે તે જ તારી સાથે આવશે અને તે વખતે પસ્તાવાનો પાર નહીં રહે. પણ તે “રાંડ્યા પછીનું ડહાપણ હશે.” એટલે કે તેનો કોઈ અર્થ સરશે નહીં. ગમે તેટલી સંપત્તિ ભેગી કરી હશે તે તને શરણરૂપ થવાની નથી. માટે આ વાતની વિચારણા કરી આત્મસાધના કરી આત્માની ઓળખાણ કરી લે તો ભવભ્રમણને ઘટાડી શકીશ અને સમાધિભાવ સાથે આ દેહ છોડીને જઈ શકીશ. તેમ કરતાં અનંતકાળનાં અસમાધિ મરણને ટાળી દઈ શકીશ માટે વિચારી લે. (૯) “ૐ”મતિનું તર્પણ થાય તો સુવિચારણા જાગે.” આપણી મતિ-બુદ્ધિ કંઈક કંઈક જાતના ઘોડા દોડાવ્યા કરે છે અને તેથી જીવાત્મા નવા કર્મોને બાંધ્યા કરે છે. એમાં પણ “હું જાણું છું', ‘હું સમજું છું', “મને આની તો ખબર છે', એ પ્રકારનો ભાવ જીવને સ્વચ્છંદી બનાવી દે છે અને તેમ થતાં સાથે પ્રતિબંધરૂપ સ્થિતિ પણ ઊભી કરી દે છે. જ્યાં સુધી જીવમાં આ પ્રકારનો સ્વછંદ રહેલો છે, ત્યાં સુધી બુદ્ધિ સાચું વિચારી શકતી જ નથી. એના બદલે “હું કાંઈ જાણતો નથી”, “હું કાંઈ સમજતો નથી”, “હું પણું” છોડવામાં આવે તો જીવ સરળ બની જાય અને સરળ બને તો જ આત્મલક્ષી વિચારણા-સુવિચારણાને કરવા માટે જીવ તૈયારી કરી શકે અને સુવિચારણા કરવાથી જીવ આત્માર્થને સિદ્ધ કરવાના માર્ગમાં આગળ વધવામાં સફળ થઈ શકે, સફળતાને પ્રાપ્ત કરી શકે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૧૦) “જ્યાં સુધી પથ-મત, વાડાની પકડ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ ખરો હાથ લાગે નહીં.” વ્યક્તિ જન્મતાની સાથે કોઈને કોઈ મત કે પંથમાં આગ્રહ કરતો થઈ જાય છે. સામાન્યપણે જીવાત્મા જે કુળમાં જન્મ ધારણ કરે છે તે કુળનો જે ધર્મ કે પંથ હોય તે જ મારો પંથ કે ધર્મ માનીને તેને જ દઢતાથી વળગી રહે છે. તેનો જ આગ્રહ અને પોતે જેને ધર્મ માને છે તે જ બરાબર છે; તેમ માનીને તેનો જ આગ્રહ અને તે પ્રમાણે વર્તવાનો જ પ્રયત્ન કરે છે. પણ જયાં સુધી આ પ્રકારની પકડ હોય ત્યાં સુધી પોતાનો સંસારથી છૂટકારો કેમ થાય તેનું જરા પણ ભાન પ્રગટતું નથી. અને તેથી ધર્મના નામે જે કાંઈ કરતો રહે છે, તેના પરિણામે સંસાર પરિભ્રમણ જ પ્રાપ્ત થયા કરે છે. પોતે જે કુળમાં જમ્યો છે તે જ ધર્મ મારો છે અને તે આદરતા કષાય ભાવો થયા કરે છે. રાગદ્વેષ પરિણતિ વધતી જ રહે છે, પણ જીવ જ્યારે મધ્યસ્થ થઈ વિચારણા કરે કે હું જે કાંઈ કરી રહ્યો છું, તેથી મારું સંસાર પરિભ્રમણ ઘટી રહ્યું છે કે નહિ, ધર્મને નામે હું જે કાંઈ કરી રહ્યો છું, તેનાથી મને શાંતિની પ્રાપ્તિ થઈ રહી છે કે મારામાં કષાય પરિણતિ વધી રહી છે; આમ વિચારણા કરે તો ધર્મને નામે થતો કદાગ્રહ કે હઠાગ્રહ રોકી શકે અને સાચો માર્ગ શું છે, તેનો ઉહાપોહ કરી આત્મશાંતિનો માર્ગ શોધવાનો પ્રયત્ન કે પુરુષાર્થ કરી શકે. આપણને સાચો માર્ગ શું છે, મોક્ષમાર્ગ શું છે, તેની સમજણ આપનાર જ્ઞાની પુરુષનો ભેટો થયો છે, તો તેમના આશ્રયને સ્વીકારી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવાથી આત્માનું જેવું શુદ્ધ અને શાંત સ્વરૂપ છે, તેની ઓળખાણ થાય. તે ઓળખાણ થતાં જીવ સંસાર ભાવોથી પર થવાનો પુરુષાર્થ કરે તો અનંતકાળે જ્ઞાની પુરુષનો ભેટો થયો છે તેનો યથાર્થપણે ઉપયોગ કરી આત્માને મૂળસ્વરૂપમાં લાવવાનો પુરુષાર્થ કરીએ એ જ શ્રેયસ્કર છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૭૯ (૧૧) “કર વિચાર તો પામ’-સદ્વિચારણાથી વિવેક ઉત્પન્ન થાય અને વિવકેથી ‘હું કોણ ?’ આ બધું શું ? અને મોક્ષમાર્ગ કયો ? તે સમજાય.'' શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ...(આ.સિ.-શાસ્ત્ર) જગતમાં બે મુખ્ય પદાર્થો છે. એક જીવ અને બીજો અજીવ. જીવના ગુણધર્મો શું છે ? અજીવના ગુણધર્મો શું છે ? તેના પર વિચારણા કરવાથી જીવ-અજીવના ગુણધર્મોની જાણ થશે અને તે જાણ થતાં સ્વ અને પરનો ભેદ જણાશે, તેમજ વૈરાગ્યભાવ અંતરમાં પ્રગટ થશે. જેનાથી જીવાત્મા વિવેક પ્રગટાવશે અને વિવેક પ્રગટવાથી પોતે વિચારણા કરશે કે ‘મારું સ્વરૂપ શું છે ? આ બધું જે બાહ્ય ચક્ષુ વડે જણાઈ રહ્યું છે, તે શું છે ? આ શરીરમાં જ પરિણમવું, તેનું જ લાલન-પાલન કરવું, એ જ મારો ધર્મ છે કે તે સિવાય બીજું કાંઈ મારું સ્વરૂપ છે. આમ વિચારણા કરવાથી મારું સ્વરૂપ આ બાહ્યથી જેને મારું માની રહ્યો છું તે નથી, તે તો નાશ પામતું જોવામાં આવી રહ્યું છે, તેને છોડવું જ પડે છે એવો અનુભવ થયા કરે છે. માટે મારું સ્વરૂપ આનાથી જુદું જ રહેલું છે. હું તો એક શુદ્ધ દ્રવ્યરૂપે રહેલો આત્મતત્ત્વ છું. વળી જ્ઞાયકતા ગુણ મારામાં રહેલો છે. હું ચૈતન્યનો જ પિંડ, સ્વપર પ્રકાશક શક્તિવાળો સ્વયં જ્ઞાનરૂપ, જ્યોતિરૂપ અને અનંતસુખનું ધામ રહેલો છું. તે સિવાયનું જે છે તે વળગેલું છે, તે તો હું વિભાવ ભાવમાં પરિણમી રહ્યો છું તેનાથી છે અને તેને પોતાનું માની તેને જ સાચવવાનો સતત પુરુષાર્થ કરતો આવ્યો છું, પણ હજી સુધી તેને કોઈ સાચવી શક્યું નથી તો હું તેને કેવી રીતે સાચવી શકવાનો છું ? માટે હવે યથાર્થ મોક્ષમાર્ગમાં ચાલવાનો માર્ગ બતાવનાર જ્ઞાનીપુરુષનો ભેટો થયો છે, તો તેમના આશ્રયમાં તેને સમજી, તે પ્રમાણે જ આચરણરૂપ પુરુષાર્થ કરીને આ સંસાર પરિભ્રમણને ટાળી અનંત એવા સુખમાં બિરાજી જાઉં તે જ મને મળેલા મનુષ્ય દેહનું (જન્મનું) કર્તવ્ય રહેલું છે. આ સમજણ કેળવી શાશ્વત સુખ મેળવવાનો પુરુષાર્થ કરી For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય લઉં તે જ હવે તો બરાબર કહેવાય. (૧૨) “દેહાધ્યાસ છોડો અને છેવટે ભગવાન આત્માનો સાક્ષાત્કાર કરવો. બસ એટલું જ કરવાનું છે.” આપણી સમજણ જ એવી છે કે આ દેહ અને તેના સગાસંબંધીઓ મારા છે. આને કારણે આ દેહની પળોજણ કરવામાં જ સમય પસાર કરી રહ્યો છું. પણ જો યથાર્થ વિચારણા કરીએ તો જીવાત્માએ વિભાવભાવમાં રહેવારૂપ પરિણામ કરવાથી જ કાર્પણ વર્ગણા વળગેલી છે, તેનું ફળ ભોગવવા માટે મળેલ શરીર એક સાધન છે. અને એ સાધનનો ઉપયોગ સદ્ગુરુ આશ્રયે રહી “મોક્ષભાવ” પ્રગટાવવાનો પુરુષાર્થ કરી લેવો એ જ હિતાવહ છે. પણ જીવ મળેલા દેહના લાલન-પાલનમાં તેને સુખ ઉપજે તેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને તેના કારણે ગમતી વાત હોય તો રાગ કરે છે અને અણગમતી વાત હોય તો દ્વેષ થયા કરે છે જેથી નવાને નવા કર્મ બંધાઈ રહ્યા છે, જેના કારણે તેને પરિભ્રમણ જ કરવાનું આવે છે. પરિભ્રમણનો કિનારો લાવવો હશે તો આ દેહનો જે અધ્યાસ થઈ ગયો છે તેને છોડવાનો પુરુષાર્થ કરવો પડશે. જ્યારે જીવ એમ સમજશે કે મને મળેલ દેહ એ તો કર્મ ખપાવવાનું સાધન માત્ર છે અને તેના દ્વારા સકામ નિર્જરા કરવાનો પુરુષાર્થ સમતાભાવ દ્રષ્ટાભાવ કેળવીને કરવાનો છે, તેમ કરવાથી પોતાનું જે મૂળસ્વરૂપ-શુદ્ધ અને શાંતદશારૂપ છે તેનો સાક્ષાત્કાર થશે. અને સાક્ષાત્કાર કરીને તેના આધારે જ આગળ વધીને આત્માને કર્મરહિત કરવાનો સતત પુરુષાર્થ કરતા રહીને સંપૂર્ણ પરમાત્મસ્વરૂપને પ્રગટાવવાનું છે. તેમ ન થાય ત્યાં સુધી ક્ષણનો પણ પ્રમાદ કર્યા વગર સતત મોક્ષલક્ષી પુરુષાર્થમાં લાગ્યા જ રહેવાનું છે. આ જીવનનું આ જ કાર્ય છે. કહ્યું છે કે : “સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ'-આ જ લક્ષ રહેવું જોઈએ. (૧૩) “ચેતન જ્યાં સુધી કુમતિના કબજામાં હોય ને સુમતિના કબજામાં ન આવે ત્યાં સુધી મોક્ષમાર્ગ ન મળે.” For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૮૧ ચેતન હાલમાં તો કુમતિ-કુબુદ્ધિના સહારે જ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. એના કારણે જે પોતાનું સ્વરૂપ નથી, તેને પોતાનું માનીને એ પ્રવર્તી રહ્યો છે, તેથી દેહાધ્યાસ પ્રગટેલો છે. તે દેહને કાંઈપણ અશાતારૂપ થાય તો તરત જ આ મને થયું એમ થઈ જાય છે, તેથી તેના ઉપચારમાં આકુળતા-વ્યાકુળતા કરીને તેને શાતારૂપ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. મને ઈન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સુખ મળશે તેમ માની તેમાંથી સુખ મેળવવાનો પુરુષાર્થ કરતો રહ્યો છે, જેના પરિણામે સુખ તો મળતું નથી, પણ અનંતકાળ સુધી દુઃખ ભોગવવું પડે છે. પણ તે તરફ કુમતિના કારણે દ્રષ્ટિ જતી જ નથી અને બાહ્ય વિષયોથી જ મને સુખ મળશે તેમ માનીને તેવો જ પુરુષાર્થ કરતો રહ્યો છે. પણ તે તો સંસારમાં રખડવા રૂપ ધંધો છે. માટે તે જીવ ! આ વિષે વિચાર કરવાનો અવકાશ તને આ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થયો છે તો તેનો ઉપયોગ કરી કુબુદ્ધિ-કુમતિના કબજામાંથી છુટવાનો પ્રયત્ન કરી સુબુદ્ધિસુમતિના સાનિધ્યમાં આવવાનો પુરુષાર્થ કરવા લાગી જા. જ્યારે તું સુમતિના સાનિધ્યને સ્વીકારીશ ત્યારે જ તને યથાર્થ પુરુષાર્થ કરવાનો વિચાર સ્ફરશે. તેમ થતાં આ મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે તે તરફ લક્ષ જશે. લક્ષ જતાં તે લક્ષને મેળવવાનો પુરુષાર્થ કરવાની વિચારણા શરૂ થશે. અને સદ્ગુરુ યોગે, તેમના આશ્રયે સુવિચારણા કરવાથી મારું સાચું સ્વરૂપ શું છે તેની જાણ થશે. તે જાણ થતાં તે માટેનો પુરુષાર્થ કરવાની રુચિ જાગૃત થશે. એટલે કે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. તે માર્ગનું યથાતથ્ય પાલન કરવાથી આપણો આત્મા સંસાર પરિભ્રમણને તોડી અનંતસુખના ધામને મેળવી શકશે. (૧૪) “જ્યાં સુધી અંતરમાંથી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી આપણે જે ધર્મક્રિયા કરીએ તેનું ફળ સંસાર જ છે.” - મિથ્યાત્વ એટલે ઊંધો સમજણ, જે રૂપે પોતે નથી તે રૂ૫ પોતાને માનવો તે. અથવા પોતાના મૂળ સ્વરૂપની જ ભ્રાંતિ, અજ્ઞાનરૂપ સ્થિતિ. આ સ્થિતિ જીવને અનાદિકાળથી વળગેલી રહેલી છે. તેના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ અનેક પ્રકાર છે પણ તેને વર્ગીકૃત કરી, ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ એવા ભેદ પાડેલા છે. અગૃહિત મિથ્યાત્વ એ જીવ અનાદિકાળથી પોતાની સાથે લેતો જ આવ્યો છે. આને આધારે બીજા પરભાવોમાં મારાપણું કરવા રૂપ ગૃહિત મિથ્યાત્વ જયાં જન્મ ધારણ કરે છે ત્યાંથી ગ્રહણ કરે છે (વધારે માટે તત્ત્વાર્થ સૂત્રમાં જોવું) (૧૫) “અજ્ઞાન દશામાં આત્મા પરને જુએ છે અગર જાણે છે ત્યારે પરમય થઈ જાય છે. તે વિભાવ પરિણતિ છે, તેથી ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે.” જયાં સુધી જીવમાં મિથ્યાત્વ દશા-દર્શનમોહની દશા રહેલી છે, ત્યાં સુધી અજ્ઞાનદશા પ્રવર્તી રહી છે તેમ કહેવાય છે. અજ્ઞાનદશા હોવાથી જીવ જે પોતાનું છે તેને જોતો નથી, પણ જે પરનું છે, પર છે, તેના તરફ જ દૃષ્ટિ રહ્યા કરે છે અને તે પરને જ પોતાનું સ્વરૂપ માનીને તેની બધી પ્રવૃત્તિ તે પ્રમાણે થયા કરે છે. જયાં સુધી જીવમાં પરમય થઈ જવાની મતિ-બુદ્ધિ રહેલી છે, ત્યાં સુધી તે વિભાવ પરિણતિમાં જ રહેલો છે. વિભાવ પરિણતિના જોરને કારણે જીવ ગમતા પ્રસંગો કે ગમતી વસ્તુમાં અથવા દૈહિક શાતામાં રાગ કરે છે. તથા અણગમતા પ્રસંગો કે અણગમતી વસ્તુમાં કે દૈહિક અશાતામાં દ્વેષ ભાવ કરે છે. દેહની શાતા મેળવવા માટે ગમે તે કરવા તે તૈયાર થઈ જતો હોય છે, તેને કારણે તેના પરિણામો આર્ત કે રૌદ્રધ્યાનરૂપ પણ થતા જોવામાં આવે છે. આ બધા ભાવો વિભાવભાવો-પરભાવો--આત્માને નુકસાનકર્તા ભાવો છે. જેથી જીવ ક્ષણે ક્ષણે નવા કર્મ બાંધ્યા કરે છે. આ પરિસ્થિતિમાંથી છૂટવા માટે પ્રથમ જ્ઞાની પુરુષનું સાનિધ્ય સ્વીકારવું જરૂરી છે. અને પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવ વિભાવ પરિણામોથી, પરભાવોથી, પરપદાર્થ મને સુખના કારણ છે તેવા ભાવોથી પર થઈ શકે છે અને પોતાનું જે મૂળ આત્મસ્વરૂપ-જે પરમાત્મસ્વરૂપ છે તે તરફ દૃષ્ટિ જાય છે અને તેમ થતાં તે સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરીને સ્વભાવ પ્રગટ કરે છે. જેથી નવા કર્મને આવતા હવે સહેલાઈથી રોકી શકે છે અને અંશે અંશે શુદ્ધતા મેળવતો For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય મેળવતો આગળ વધવાનો પુરુષાર્થ કરી શકે છે. (૧૬) “સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ યથાર્થ જાણે, ઓળખે તો જ સાચી શ્રદ્ધા પ્રગટે.’’ સદેવ એટલે વીતરાગ ભગવાન, જેણે ‘સત્’ તત્ત્વને સંપૂર્ણ પ્રગટ કર્યું છે. સદ્ગુરુ એટલે સદેવના માર્ગે ચાલી નિગ્રંથ દશા, આત્મરમણતારૂપ દશા પ્રગટ કરી છે તે. સધર્મ એટલે વીતરાગ દેવ દ્વારા પરમાર્થ પ્રગટ કરવા માટે આપેલ ઉપદેશ જેમાંથી મળે તે સદ્ધર્મ, જે આગમોમાં સંગ્રહિત થયેલ છે. જયારે આ ત્રણે તત્ત્વ, સદેવસદ્ગુરુ-સદ્ધર્મ પ્રત્યે યથાર્થ જાણપણું કરે, ઓળખે, તો જ સાચી શ્રદ્ધા, અતૂટ શ્રદ્ધા તે પ્રત્યે પ્રગટી શકે, જે શ્રદ્ધા જીવને મોક્ષમાર્ગમાં આગળ વધવામાં સહાયક થાય છે. ૮૩ (૧૭) “‘હું’ અને ‘મારું’ જાય તો પછી અધ્યાત્મ માર્ગે ચાલવાનું સહેલું બને.'' પરમાં જ્યાં સુધી ‘હું’ પણાનો અને ‘મારા’ પણાનો ભાવ હોય ત્યાં સુધી જીવ મિથ્યાત્વમાં અજ્ઞાનભાવમાં જ રહેલો છે. આ ‘હું’ અને ‘મારું’ અત્યારે ગાઢપણે પોતાને પ્રાપ્ત થયેલા દેહમાં જ રહેલું છે અને તેથી બીજા ૫૨ પદાર્થોમાં પણ મારાપણાના, હુંપણાના ભાવ રહ્યા કરે છે. તેથી શરીર અને તેણે મેળવેલા બીજા પદાર્થમાં અહં, મમત્વ વર્તે છે. જેથી વિભાવ પરિણતિમાં જ રાચવાનું થાય છે અને ક્ષણે ક્ષણે નવા કર્મ બાંધ્યા કરે છે. ત્યાં સુધી અધ્યાત્મ માર્ગમાં ચાલવાનું અઘરું રહેલું છે, મુશ્કેલ રહેલું છે. જો પરમાંથી ‘હું’પણાના ભાવ અને ‘મારા’પણાના ભાવ દૂર થાય તો અધ્યાત્મ માર્ગ સમજવો પણ સહેલો થઈ જાય અને તેમાં પ્રગતિ પણ થઈ શકે. (૧૮) “જ્યાં સુધી મુમુક્ષુના જીવનમાંથી દંભ ન જાય ત્યાં સુધી અધ્યાત્મ માર્ગમાં એકડો થવાનો નથી.’ પ્રથમ તો દંભ (કપ)થી જીવને કેવું નુકસાન થાય છે તે જોઈએ. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય દંભ (કપટ-માયા) મુક્તિની લતાને માટે અગ્નિસમાન છે એટલે મુક્તિને પાંગરવા દેતો નથી. દંભ સક્રિયાને માટે રાહુનું કાર્ય કરે છે. તેની કાંતિને પ્રગટવા દેતો નથી. દંભ એ જીવ માટે મોટા દુર્ભાગ્યનું કારણ છે. તેમજ દંભ અધ્યાત્મ સુખમાં ભોગળ સમાનબાધકતા રૂપ છે. દંભ એ જ્ઞાનને પરિણમવા જ દેતો નથી. દંભ કામરૂપી અગ્નિને પ્રજજવલિત કરનાર છે, દંભ વ્રતના પરિણામોને પ્રગટવા દેતો નથી. દંભથી જીવાત્મા કદર્થના પામે છે. દંભ છે તે આત્મધર્મને પરિણમવા દેતો નથી. સાધક નંદ ક્રિયાવાન હોય છતાં દંભ કે કપટ રહિત થયેલો હોય તો, તેની ક્રિયા અને યત્ના કર્મોની નિજરા કરનાર બની જાય છે. માટે આત્માર્થી જીવે અનર્થના કારણરૂપ એવા દંભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે સરળતા ગુણ-ઋજુતાગુણવાળાની જ શુદ્ધિ થાય છે. અધ્યાત્મ! માર્ગમાં આગળ વધવાની શરૂઆત થાય છે. દંભના ત્યાગી થવું એમ જિનેશ્વરોએ આજ્ઞા આપેલી છે. જેણે અધ્યાત્મને સિદ્ધ કરવો છે, તેણે તો જરા સરખો પણ દંભ કરવો ઉચિત નથી. મહાન ધુરંધર તપસ્વીઓ પણ જરાક સરખો મત્સરભાવ લાવવાથી કે પોતાની તપસ્યા વધારવા માટે સાથી સાધકો સાથે કપટ-માયા કરવાથી તેઓને સ્ત્રી વેદનો ઉદય છેલ્લા ભવમાં આવ્યો હતો. દા.ત. મલ્લિનાથ ભગવાનનો જીવ, બ્રાહ્મી સુંદરીના જીવો પૂર્વે મુનિઓ હતા પણ કપટ કે મત્સરભાવથી સ્ત્રીવેદનો ઉદય ભોગવવાનો આવ્યો હતો. અધ્યાત્મ ક્રિયા દૂષિત થઈ ગઈ હતી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અધ્યાત્મસાર શ્લોક-૧૨માં કહે છે કે ‘અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને માટે વજ્ર સમાન છે, મૈત્રીરૂપી સમુદ્રને માટે ચંદ્રસમાન અને વૃદ્ધિ પામેલા મોહજાળરૂપી વનને માટે અગ્નિસમાન છે. એટલે કે (૧) અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ દંભને તોડવામાં વજ્ર સમાન છે, દંભ જતાં સરળતા, નિર્દોષતા, સચ્ચાઈ પ્રગટ થવા લાગે છે. દર્શન વિશુદ્ધિ વધવા માંડે છે, મિથ્યાત્વ દૂર થવા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રી સદ્ગુરુ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય માંડે છે. તેથી સમક્તિ નિર્મળ થતું જાય છે. (૨) અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય છે. તે મૈત્રીરૂપ સાગર માટે ચંદ્રનું કાર્ય કરે છે. ૩) તે મોહરૂપી જાળને બાળી નાખવા માટે અગ્નિ સમાન નીવડે છે. એટલે દંભ જતાં અધ્યાત્મશાસ્ત્ર વડે સાધક અધ્યાત્મ માર્ગમાં આગળ વધતો જાય છે અને પોતાના લક્ષને પ્રાપ્ત કરી લે છે. (૧૯) “આત્મા સત્પુરુષને અર્પણ કરવો તે જન્મ મરણ ટાળવાનો માર્ગ છે.” - આત્મા ત્રણ પ્રકારના છે : બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્મા સંસાર પરિભ્રમણ જ કર્યા કરે છે. તો સદ્ગુરુ પ્રત્યે તન, મન, ધન અને આત્માથી અર્પણતા કરવી એમ કહેવામાં આવ્યું છે. અહીં જે આત્માને અર્પણ કરવાનો છે તે બહિરાત્મા છે. તેમ કરવાથી આત્મા અંતરાત્મદશાને ત્વથી પ્રગટ કરી લે છે. અને અંતરાત્મ દશા વડે સાધક પરમાત્મ સ્વરૂપ તરફ આગળ વધતો રહે છે. આ પ્રમાણે સાધના કરતા રહેવાથી પોતે જન્મ-મરણને ટાળીને મુક્ત દશાને પ્રગટ કરવા માટે પાત્ર બની જાય છે. (૨૦) “આસક્તિ છૂટવી સહેલી નથી. આવી દશા સમજણથી લાવવી એ કાંઈ જેવી તેવી વાત નથી.” ગૃહકુટુંબાદિ વિષે અનાદિકાળથી જીવને મોહભાવ, મારાપણાનો ભાવ, માલિકી ભાવ સતત ઘૂંટાતો રહ્યો છે જેને આસક્તિ પણ કહેવામાં આવે છે. અનાદિકાળના અભ્યાસને કારણે આ આસક્તિભાવને છોડવો સહેલો નથી. જ્યાં સુધી આ આસક્તિ ભાવ છૂટે નહીં ત્યાં સુધી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટતો નથી. આ આસક્તિ ભાવને સમજણથી તોડવો સામાન્યપણે મુશ્કેલ છે. પણ જો જ્ઞાનીગુરુનો ભેટો થઈ જાય કે જે આપણને પુણ્યોદયથી થયો છે, તો તેના આશ્રમમાં રહેવાથી, તેની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આસક્તિ તોડવી સહેલી બની For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય શકે છે. આસક્તિ તુટવાથી વૈરાગ્ય પ્રગટે છે, જેના આધારે ઉપશમભાવ પણ પ્રગટે છે. આ બન્ને ગુણોના પ્રગટવાથી જીવમાં વિવેક યથાવત્ પ્રગટે છે. વિવેક પ્રગટવાથી જડ-ચેતનની ભિન્નતાને યથાર્થ સમજી શકાય છે અને ભેદજ્ઞાન વડે જડભાવોનો વિભાવભાવોનો, પરભાવોનો ત્યાગ કરી શકાય છે. તેમ થતાં આત્મા આત્મસ્વરૂપે અંશે પ્રગટી જાય છે જેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સમ્યગદર્શન પ્રગટ થતાં જ જીવાત્મા પોતાના સ્વરૂપનો યથાવત્ અનુભવ કરે છે અને અનાદિકાળની પરિભ્રમણની કથાવાર્તાને થોડા સમયમાં સમેટી લેવા માટે સક્ષમ બની જાય છે. (૨૧) “કર્મનું બાહ્ય સ્વરૂપ આ સ્થૂલ શરીર છે.” આ શરીર કોનું છે ? તો કે પૂર્વે બાંધેલા કર્મોથી બનેલું હોવાથી કર્મનું શરીર કહેવામાં આવે છે. કર્મનો ભોગવટો કરવા માટે જ આત્મા એ કર્મ દ્વારા જ ઉપાર્જિત કરેલ આ શરીર છે. તેથી શરીર કર્મના ઉદયના ભોગવટા માટેનું સાધન છે. જયાં સુધી જીવાત્મા શરીરમાં પોતાપણાનો ભાવ કરતો રહે છે, ત્યાં સુધી રાગદ્વેષ પરિણતિ ચાલ્યા કરવાની છે. અને નવા કર્મો બંધાતા જ રહેવાના અને નવા નવા શરીરો ધારણ થતા જ રહેવાના. જો આત્મા ઉદયનો દ્રષ્ટા બની જાય તો જ કર્મનો જથ્થો ત્વરાથી ઘટવા માંડે, અને આત્મા શાંતદશાને પ્રગટ કરતો કરતો આગળ વધતો રહે અને સમભાવ-સમતાભાવને ધારણ કરેલ હોવાથી થોડા સમયમાં શરીરનો પણ નાશ કરી સંપૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. માટે જ્ઞાનીઓ જાણે છે કે આ શરીર પુદ્ગલાસ્તિકાય પાસેથી ઉછીનું લીધેલું છે. તો તેને પાછું સોંપ્યા વગર દેવું પૂરું થવાનું નથી. જેમ દેવાદાર પોતાનું દેવું ચૂકતે કરીને શાંતિ અનુભવે છે તેમ આત્મા પણ પુદ્ગલ પાસેથી લીધેલ શરીર-પુદ્ગલને પાછું સોંપી દેતા અખંડ શુદ્ધ-શાંતદશાનો ભોગવટો સાદિ અનંતકાળ સુધી કરવાવાળો બની જાય છે. આમ જોઈએ તો શરીર એ અઘાતી કર્મો જે ઉદયમાં છે તેનું બનેલું છે, એટલે નોકર્મનું છે. હવે જો તેના For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ ૮૭ પ્રત્યેનો અધ્યાસ છૂટી જાય તો આત્મા મુક્ત બની જાય એટલે ફરીથી આ શરીર ન જોઈતું હોય તો દેહાધ્યાસનો જ ક્ષય કરવાનો છે. તેમ થતાં રાગદ્વેષ પરિણતિ થવાનો પ્રસંગ ઊભો થવાનો નથી. રાગદ્વેષ ઊભા થતા નથી તો તે વીતરાગદશા પ્રગટવાનું કારણ બની જાય છે. વીતરાગતા એ મોહનીય કર્મના ક્ષય સાથે બાકીના ઘાતકર્મોનો ક્ષય જણાવે છે. જેથી બાકીનો સમય આયુષ્ય હોય ત્યાં સુધી આ શરીરમાં રહેવું પડે છે. પછી તેનો પણ ત્યાગ થઈ જાય છે. (૨૨) “જ્યાં સુધી ભેદજ્ઞાનથી, સ્વજાગૃતિ ન રહે ત્યાં સુધી સ્વરૂપજ્ઞાન ક્યાંથી થાય ?" વૈરાગ્ય-ઉપશમ પ્રગટવાથી વિવેક પ્રગટે છે તે છે. તે વિવેક દ્વારા જીવ ભેદજ્ઞાન યથાવત્ કરવાની શક્તિ મેળવે છે. ભેદજ્ઞાનથી સ્વ અને પરને જુદા પાડવાનો, તેના ગુણો લક્ષણો સમજીને કરી શકાય છે. જેમ જેમ ભેદજ્ઞાનથી સ્વની જાગૃતિ વધતી જાય તેમ તેમ જીવ સ્વરૂપજ્ઞાન તરફ આગળ વધતો જાય છે અને સ્વરૂપજ્ઞાન થતાં પોતાના સુખ અને શાંતિને અનુભવે છે. (૨૩) “જ્યાં સુધી તમારા મગજમાં સંસાર ભર્યો છે, ત્યાં સુધી તમારી અંદરની મુડીની ખબર નહીં પડે.” જ્યાં સુધી અંતરમાં કષાયોરૂપ-ગ્રંથિઓ રૂપ સંસાર ભરેલો પડ્યો છે ત્યાં સુધી દેહની શાતા-અશાતાના વિચારોમાં જ સમય પસાર થતો રહે છે, અને ત્યાં સુધી બાહ્ય વૈભવરૂપ સંપત્તિ તરફ જ દૃષ્ટિ રહેલી છે. તેથી આપણામાં રહેલી આપણી અઢળક આત્મિક વૈભવની મૂડીની ખબર કેમ પડે ? બાહ્ય વૈભવ તરફનો રાગભાવ તૂટે તો જ આંતરિક સંપત્તિ જોવારૂપ અવકાશ જીવમાં પ્રગટી જાય છે. અને અનંત શક્તિનો પુંજ પોતાની અંદર ભરપૂર છે તેમ જાણ થતાં બાહ્ય વૈભવની તુચ્છતા સમજાય છે. તેથી તેના તરફની રુચિ, તે જ સુખના કારણ છે એવો ભાવ તૂટી જાય છે અને સ્વ-રુચિ તેમજ પોતાના સાચા સુખ તરફ ભાવ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પ્રગટતો જાય છે. આમ થવાથી જ આપણે અનંતસુખના ધણી બનવા તરફ આગળ વધી શકીશું અને અનંત ચતુષ્ટયરૂપ ભાવ પ્રાણનો ભોગવટો કરવા સ્થિતિ પ્રગટી જશે. (૨૪) “ચારિત્ર એટલે સ્વભાવ પરિણતિ.” અનાદિકાળથી જીવ પર પરંપરિણતિમાં જ રાચી રહ્યો છે, કારણ કે અનાદિકાળથી મિથ્યાત્વભાવમાં રાચવાપણું ચાલતું આવ્યું છે. તો હવે આ ગ્રંથિ જે મોહનીય કર્મની સાત પ્રકૃત્તિની બનેલી છે તેને તોડવા પુરુષાર્થ કરવાનો અવકાશ, યોગ મળ્યો છે. તો તેના સહારે આ ગ્રંથિનો ભેદ કરતાં સ્વભાવ પ્રગટવારૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં સમજણ હતી તે સમ્યફજ્ઞાનરૂપે પરિણમી જાય છે. સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનથી પ્રગટેલ સ્વભાવમાં જ રમણતારૂપ સ્થિતિ સમ્મચારિત્ર છે. એટલે કહ્યું કે ચારિત્ર એટલે સ્વભાવ પરિણતિમાં સ્થિર રહેવું. જેટલો સમય જીવાત્મા સ્વભાવ પરિણતિમાં સ્થિર રહે તેટલો સમય અસંખ્યાતા કર્મોની નિર્જરા ક્ષણવારમાં કરવા માટે શક્તિમાન બની જાય છે એટલે કે સ્વભાવમાં રહેવું એ જ કર્મનો ક્ષય કરવાનો રસ્તો છે. (૨૫) “જેની નજર સ્વાર્થ પાછળ જ આંટા મારે છે, તેને પરમાર્થ માર્ગ અગર અધ્યાત્મ માર્ગનો સ્વાં સુધી દરવાજો બંધ રહે છે” જેની દષ્ટિ ભૌતિક સુખ મેળવવા તરફ જ રહેલી છે તે સ્વાર્થી બની જાય છે એટલે કે પોતાને ભૌતિક સુખ મળવું જ જોઈએ, એ મેળવતાં બીજા જીવોને નુકસાન થાય તો પણ તેની દરકાર તે કરતો નથી. અને પોતાને મળેલા સુખને ભોગવવામાં તથા તે ચાલ્યું ન જાય તેની ચિંતામાં તેનું જ આયોજન કરતો રહે છે. તેમાં કોઈ જીવ આડો આવે તો તેનું અપમાન કરતાં કે તેને કોઈપણ રીતે હટાવી દેવાના પ્રયત્નમાં જ રાચતો રહે છે. આવા સ્વાર્થી જીવ માટે પરમાર્થ માર્ગનો દરવાજો બંધ જ રહે છે. તે અધ્યાત્મમાર્ગમાં-મોક્ષમાર્ગમાં આગળ વધવા For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૮૯ સમર્થ થઈ શકતો નથી. જો તે પોતાના આડો જે સ્વાર્થનો પાટો બાંધેલો છે તેનો ત્યાગ કરે, દૂર કરે તો સાચી વસ્તુ સ્થિતિ શું છે તે તરફ દૃષ્ટિ જાય અને તેને મેળવવા માટે પુરુષાર્થ આદરી શકે તો તેના માટે પરમાર્થ માર્ગનું આરાધન કરવાનું શક્ય બની શકે. મોક્ષમાર્ગનો દરવાજો ખુલી જાય. (૨૬) “કદાચ સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે, પરંતુ લોભી માણસને મોક્ષમાર્ગ અશક્ય છે.” અહીં એક અશક્ય વાત દર્શાવી, કહ્યું કે માનો કે, કદાચ તેમ બની જાય, પરંતુ જે લોભી માણસ છે, લોભને વશ થયેલો છે, તેનો ત્યાગ કરી શકતો નથી ત્યાં સુધી તેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થવો અશક્ય કહ્યો છે. લોભી માણસને આત્મ સંપત્તિમાં રસ હોતો જ નથી. તેને તો ફક્ત બાહ્ય ધનાદિ સંપત્તિને જ વધારવાનો લોભ વધતો હોય છે, તે લોભને કેવી રીતે છોડી શકે ? જ્યાં સુધી લોભ ન છૂટી શકે ત્યાં સુધી કષાયની હાજરી રહે છે અને કષાયની હાજરીમાં મોક્ષમાર્ગમાં આગળ વધવા મળે નહીં, સંસારમાં રઝળવાનો માર્ગ પ્રાપ્ત છે. (૨૭) “આત્મા અમર છે, તેવી સાચી સમજણ આવે તો અંદરથી ભય જાય.” આત્મા એક દ્રવ્ય છે અને દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી, તેથી દરેક દ્રવ્ય ટાણે કાળ રહેવાવાળા, તેમજ આત્મા પણ ત્રણે કાળ રહેવાવાળો છે, તેથી અમર છે, તેનો નાશ ક્યારેય થઈ શકે નહીં. આ પ્રકારની સમજણ અંતઃકરણમાં સ્થિર થાય તો અંદરથી મૃત્યુનો ભય નાશ પામી જાય. (૨૮) “આપણામાં ભ્રાંતિ છે, અજ્ઞાન છે, અવિદ્યા છે. ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.” આપણે જે સ્વરૂપે રહ્યા નથી તે સ્વરૂપને પોતાનું માનવારૂપ ભ્રાંતિ રહેલી છે, તેને જ અજ્ઞાન કહેવામાં આવે છે, તેને જ અવિદ્યા કહેવામાં For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય આવે છે. જ્યાં સુધી આવી ભ્રાંતિ-આત્માને બદલે શરીરને જ આત્મા માનવારૂપ ભાવ રહે ત્યાં સુધી મૃત્યુનો ભય આપણને લાગે છે. ભય લાગવાનું કારણ એ છે કે (૧) પોતે શરીર નહીં પણ આત્મા છે તેવું ભાન નથી તેથી શરીરના નાશને પોતાનો નાશ થઈ જશે એમ માન્યતા હોવાથી ભય લાગ્યા કરે છે. (૨) પોતે આ ભવમાં મેળવેલી સંપત્તિ, કુટુંબ વિગેરેને ત્યાગી દેવી પડશે તેનો ભય લાગે છે, પણ જો આ ભ્રાંતિ, અજ્ઞાન, અવિદ્યાનો સમ્યકૂદર્શન કરવામાં આવે તો નાશ થઈ જાય છે. માટે આત્મા નિત્ય, ત્રિકાળ રહેવાવાળો પદાર્થ છે. તેથી તેનો નાશ થઈ શકે નહીં એમ શાસ્ત્રો કહે છે. તેનો પર્યાય બદલાય છે, પણ મૂળસ્વરૂપે તેનો ક્યારેય નાશ થઈ શકતો નથી. (૨૯) “પોતાની મૂડીની અત્યારે ખબર નથી, અત્યારે તો આ બધી બહારની મૂડીની જ ખબર છે. જેમાંથી એક સોય પણ સાથે આવવાની નથી.' જીવાત્માની દૃષ્ટિ જ બહિર્મુખ અજ્ઞાનના કારણે રહેલી છે. તેથી તેને પોતાનો આંતરિક વૈભવ શું છે તેની જાણ જ નથી. પોતાને જે દેહ મળેલો છે તેમાં જ પોતાપણાની માન્યતા થઈ રહી છે. તેથી પોતાને મળેલા સગાં-સંબંધીઓમાં જ મારાપણું થઈ રહ્યું છે. જીવન નિર્વાહ માટે બાહ્ય પદાર્થોની, ધનની જરૂરીયાતોની જ જાણ છે. તેથી બહારના જ ધન-વૈભવ, કુટુંબાદિ જ મારી મૂડી છે, સંપત્તિ છે, તેને જ મેળવવાની, સાચવવાની જ ચિંતા સતત કર્યા કરે છે. તેને કારણે જન્મ-મરણના ફેરા માટેના કર્મોના જથ્થાને ભેગા કર્યા કરે છે, તેથી સંસાર પરિભ્રમણ કર્યા જ કરે છે. પણ જ્યારે આ દેહ છોડીને જવાનું થશે ત્યારે તેમાંની એક સોય પણ સાથે આવવાની નથી. બધું જ અહીં છોડીને જ જવું પડશે. ત્યારે ભારે પસ્તાવો થશે કે મેં માત્ર સુખ માટે કાંઈ કર્યું નહીં અને ભૌતિક સુખ માટે, કુટુંબના સુખ માટે આ મનુષ્ય જીવન વેડફી નાખ્યું. આવો પસ્તાવો ન કરવો પડે તે માટે હવે તો જાગૃત થઈ જા અને બાહ્ય સંપત્તિ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય પોતાની આત્મિક ગુણોરૂપી જે અઢળક સંપત્તિ તારી પાસે રહેલી છે તેને શોધવા પુરુષાર્થ કરવા લાગી જા. એ જ કલ્યાણનો, અનંતસુખનો ખજાનો છે. સમજીને બુઝી જા. (૩૦) “બાહ્ય દૃષ્ટિ હોય ત્યાં સુધી સાચી રીતે વિચારવાનું સૂઝે નહીં.” જીવ પોતે અનાદિકાળથી અજ્ઞાની જ રહ્યો છે. તેથી જે બાહ્યચક્ષુ વડે દેખાય છે, તેને જ પોતાનું માની રહ્યો છે. પોતાને મળેલું શરીર, તેના કારણે મળી આવેલા સ્ત્રી, કુટુંબાદિને સાચું માની ચાલી રહ્યો છે. તેમાં જ સુખની કલ્પનાઓ કરી સુખને મેળવવા માટે જીંદગીનોજાગૃત અવસ્થાનો મોટો ભાગ તેની પાછળ ગુમાવતો રહ્યો છે. તે મળવું કે ન મળવું તે તો પોતાના ઉદયમાં આવી રહેલા કર્મને આધિન છે. પોતાની ઈચ્છા પ્રમાણે મળે તો રાગભાવ થાય છે અને પોતે ઈચ્છતો હોય તેના માટે પુરુષાર્થ કરતો હોય, છતાં ન મળે તો દુઃખી દુઃખી થઈ જાય છે. પણ તેથી તો નવા કર્મનો જથ્થો જ મળ્યા કરે છે. જીવ બાહ્યદષ્ટિ છોડી ગુરુ આશ્રયે આંતરદૃષ્ટિ કરે તો પોતે સાચું વિચારી શકે અને તો જ પોતાની આ સંસાર પરિભ્રમણની સાંકળને તોડી અનંત અવ્યાબાધ સુખરૂપ પોતે છે, તેને મેળવી શકે. (૩૧) “તત્ત્વદૃષ્ટિ આવે નહીં, બાહ્યદૃષ્ટિ જાય નહીં, ત્યાં સુધી અધ્યાત્મ માર્ગમાં આગળ વધાય નહિ.” અનાદિકાળથી જીવની બહિંદષ્ટિ રહેલી છે, તેથી બહારમાં જ સુખ રહેલું છે, બાહ્ય પદાર્થો જ મને સુખના કારણો છે. એટલે તેમને મેળવવા માટે જે કરવું પડે તે કરવા તૈયાર જ રહેલો છે. અને તેમાં જ જીવનની ઈતિશ્રી એટલે સફળતા માની રહ્યો છે, પણ તેનાથી તો દષ્ટિ બહિર્મુખ જ રહ્યા કરે છે. તેથી પોતે કોણ છે તેનું ભાન આવતું નથી. પોતે જે તત્ત્વરૂપ છે તે તરફ દષ્ટિ જ નથી. અને પોતે જે રૂપ રહેલો નથી તેને પોતાનું સ્વરૂપ માનીને નવા કર્મો બાંધવાનું જ કાર્ય કરી રહ્યો છે. હવે તો તત્ત્વદષ્ટિ જ મેળવવાનો પુરુષાર્થ કરવામાં આવે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય તો પોતે કયા તત્ત્વરૂપે રહેલો છે તેની જાણ થઈ શકે અને તો જ પરંતત્ત્વ-અજીવતત્ત્વ પ્રત્યેનો જે મોહભાવ રહેલો છે તેને છોડવાનો પુરુષાર્થ સદ્ગુરુ આશ્રયે થઈ શકે, તો જ અધ્યાત્મદૃષ્ટિ ખૂલે અને અધ્યાત્મ માર્ગમાં આગળ વધીને સંસાર પરિભ્રમણને ક્ષય કરવાનો પુરુષાર્થ થઈ શકે. (૩૨) જો તમો સાક્ષી થઈ ગયા તો તમે એક મોટું પગથિયું ચડી ગયા એટલે કે અંતરાત્મા થઈ ગયા, તો તમને નવા કર્મ ન બંધાય.’’ ન હાલમાં જીવ અજ્ઞાનને કારણે પરને પોતાનું માનીને, તે જ સાચું છે, તેમ સમજીને જ તેનો વ્યવહાર ચલાવી રહ્યો છે. તેથી જન્મમરણના ચક્કરમાં ફરી રહ્યો છે. આવું અનાદિકાળથી જીવ કરતો જ રહ્યો હોવાથી તે જ સાચું માને છે. અને તેનાથી જ મને સુખ પ્રાપ્ત થશે એમ માને છે. પણ એ બધું તો સંયોગોથી પ્રાપ્ત થાય છે અને સંયોગો છુટી જતાં નાશ પામી જાય છે, પણ તે માટે જે ભાવો કર્યા હતા, તેથી નવા કર્મ બંધનને જ વધાર્યા કરે છે. હવે જો સદ્ગુરુનો સહારો મળ્યો છે તો તેમની દૃષ્ટિએ સાધના કરવાનો પુરુષાર્થ શરૂ કરવામાં આવે તો પરભાવ પ્રત્યેનો અહંભાવ કે મમત્વભાવનો ત્યાગ થવા માંડે, અને તેના સાક્ષી થવાનો, દ્રષ્ટા થવાનો પુરુષાર્થ જાગૃત થઈ જાય. જો દ્રષ્ટાપણું-સાક્ષીપણું પ્રગટ થઈ જાય તો સાધના માર્ગનું એક મોટું પગથિયું ચડી ગયા તેમ કહેવાય એટલે કે બહિરાત્મપણું છોડીને અંતરાત્મપણું પ્રાપ્ત થઈ ગયું. આ સ્થિતિ પ્રગટવાથી અને તેમાં જ રહેવાથી આપણને નવા કર્મ ન બંધાય. (૩૩) “હું જાણું છું, દેખું છું સાક્ષી છું-આ જ્ઞાનધારાથી નવા કર્મ બંધાતા નથી.” જો મને સત્ય દેખાય (સમ્યગ્દર્શન), સત્યનું જ્ઞાન થાય (સમ્યજ્ઞાન) અને તેથી પ૨નો હું સાક્ષી થઈ જાઉં (સમ્યકૂચરણ) તો તે મારી જ્ઞાનધારા પ્રગટ થઈ ગણાય. જીવાત્મા કર્મધારાથી છૂટો For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય પડીને જ્ઞાનધારામાં જ રહેવાનો પુરુષાર્થ કરે અથવા પૂર્વે બંધાયેલા કર્મોના ઉદયને સાક્ષીભાવે જોયા કરે તો નવા કર્મનું બંધન થાય નહીં. નવા કર્મનું બંધન અટકી જાય તો જૂના કર્મ તો સતત ઉદયમાં આવી રહ્યા છે તે તેનો ભાગ ભજવીને ખરી જાય એટલે કર્મધારા મંદ અને મંદ થતી જાય. જ્ઞાનધારા બળવત્તર બનતી જાય. તેથી સાક્ષીભાવ વધતો જાય અને અસંખ્યાત કર્મોની નિર્જરા જીવ ક્ષણવારમાં કરી નાખે તેવી શક્તિ આવિર્ભાવ પામી જાય. (૩૪) “મન અને અંતઃકરણ શુદ્ધ હોય તો નિરાકુળતા રહે.” જયાં સુધી આપણું મન મલિન છે, ત્યાં સુધી અંતઃકરણમાં પણ કષાયોરૂપી મલિનતા રહેલી છે. જો આપણે મનને કાબૂમાં લઈ શકીએ તો તેના ઘોડા દોડતા અટકી જાય. ઉધામા શાંત થઈ જાય તો અંતઃકરણમાં પડેલા મલિન કષાયોનો જથ્થો પણ ઘટતો જાય અને શુદ્ધતાનો અનુભવ અંદરમાં પ્રગટ થવા માંડે. તેથી ઉદયને અનુસરી જે આકુળતા-વ્યાકુળતા થતી હતી તે શાંત થવા માંડે છે, કદાચ ઉદય કર્મના કારણે આકુળતા આવી જાય તો પણ વ્યાકુળતા ન આવે તો નવા કર્મ ન બંધાય. એટલે કે મન શાંત થતું જાય અને અંતઃકરણ પણ કષાયોની મલિનતારૂપ કચરો ઘટવા માંડવાથી શુદ્ધ થતું જાય. જેટલા પ્રમાણમાં મન અને અંતઃકરણ શુદ્ધ થાય તેટલા પ્રમાણમાં નિરાકુળતા પ્રગટે અને નિરાકુળતાના સુખનો ભોગવટો થઈ શકે. મન સંપૂર્ણપણે આત્મા સાથે ભળી જાય તો અંતઃકરણ પણ શુદ્ધ બની જશે જેથી અખંડપણે નિરાકુળતાનો ભોગવટો જીવાત્મા એટલે કે આપણે કરી શકીએ અને આપણી સાધનાનો મુખ્ય હેતુ કે પાયો આ જ છે. નિરાકુળતા પ્રગટતા સમતા-સમાધિભાવ પ્રગટી જાય છે જેથી જીવ ક્રમે ક્રમે તેના સહારે સંપૂર્ણ કર્મ રહિત બનીને અંનત અવ્યાબાધ સુખનો ભોગવટો કરવારૂપ નિર્વાણની સ્થિતિને પામી જાય. (૩૫) “તત્ત્વદેષ્ટિ થાય નહીં ત્યાં સુધી બાહ્યદૃષ્ટિ જાય નહીં.” For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય તત્ત્વદષ્ટિ એટલે પોતે મૂળ સ્વરૂપે જેવો છે તેવો જ ઓળખાય, એ રૂપ જ પરિણમન થયા કરે. એટલે કે પરપ્રત્યેનો અભાવ, મમત્વભાવ, આસક્તિ રહેલ છે તે નાશ પામી જાય. તત્ત્વ મૂળ તો બે રહેલા છે : જીવ અને અજીવ. આ બન્ને જે જે રૂપે રહેલા છે તે રૂપે યથાવત્ ઓળખાણ થવી અને તે રૂપ જ પરિણમન થઈ જવું તે તત્ત્વદષ્ટિ છે. એટલે કે જીવતત્ત્વ ઉપાદેય છે અને અજીવતત્ત્વ જાણીને છાંડવા યોગ્ય છે, એમાં પણ મુખ્યત્વે તો પુદ્ગલ પ્રત્યેનો મમત્વભાવ છોડવાનો છે; તો તત્ત્વદષ્ટિ પ્રગટ થઈ જાય. આ દૃષ્ટિ પ્રગટ થતાં બાહ્ય દૃષ્ટિથી જે કાંઈ દેખાતું, જણાતું હતું અને તેનું માહાસ્ય જ લાગતું હતું તે છૂટી જાય એટલે કે બાહ્યદૃષ્ટિ છૂટી જાય, આંતરદૃષ્ટિ-તત્ત્વદૃષ્ટિ પ્રગટ થઈ જાય. મનુષ્ય જીવનનું કર્તવ્ય પણ આ તત્ત્વદૃષ્ટિ ખીલવવા રૂપ જ રહેલું છે. (૩૬) “આ બધું છોડવાનું છે. એટલે વનમાં કે જંગલમાં જતાં રહેવાનું નહીં. એ તો સહેલું છે, પણ આસક્તિ છોડવાની છે, તે સહેલી નથી.” આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો કે વ્યવસાય અને મિલકત એ બધું પર છે, પણ તેમાં મારાપણાની ભાવના, તેના પ્રત્યે મમત્વભાવ, માલિકીભાવ, આસક્તિભાવ થઈ ગયેલો છે તેને છોડવાનો પ્રયત્ન કરવાનો છે. “આસક્તિભાવ” તોડવા માટે જ્ઞાની પુરુષના આશ્રયે રહી તેની આજ્ઞા પ્રમાણે સાધના કરવાની છે. તે પ્રમાણે યથાર્થ સાધના થશે તો આસક્તિભાવ તુટશે. સ્વચ્છેદે તેનો નાશ કરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો તે નાશ નહીં પામતાં વધારે મજબૂત બનવા સંભવ છે. માટે જાગૃતપણે જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી “આસક્તિ જે છોડવી સહેલી નથી તેને આપણે છોડી શકીએ તેમ છીએ. માટે તે અંગે પુરુષાર્થ કરી આ મનુષ્યભવને સફળ કરી લેવો એ જ ડાહ્યા માણસનું કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ ૯૫ : નોંધ : For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય : નોંધ : For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ગિક MITI SIR .elele osle કાયલા