________________
४४
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય (૬૬) જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમ કે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાનીપુરુષના વચનનો દૃઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય પુરુષોએ કર્યો છે. (પ-પ૬૦/પા.-૪૪૭)
“જ્ઞાની પુરુષ અને તેમનાં વચનો પ્રત્યે દઢ આશ્રય પ્રગટાવવાથી સર્વોત્કૃષ્ટ મોક્ષપદ જીવાત્માને સુલભ થઈ જાય છે. આવો નિશ્ચય પૂર્વે થયેલા અને હાલમાં વિચરતા સપુરુષોએ કર્યો છે.” તેના પર દઢતા કરવાનું અહીંયાં કહ્યું છે. જેથી માર્ગમાં પ્રગતિ ઝડપથી થાય અને મોક્ષપદ મેળવવા તરફ આગળ વધી જવાય. (૬૭) જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. (પ.-પ૭ર/પા.૪૫૪)
જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિનેશ્વરોએ નિરૂપણ કરેલો છે, જે માર્ગનું આરાધન કરવાથી સરળપણે આત્મજ્ઞાનદશા પ્રગટ થાય છે. માટે જિનાગમમાં ઠેકાણે ઠેકાણે આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. આમ કરવાથી જ સાધક આત્મા પોતાની પ્રગતિ ઝડપભેર કરીને મોક્ષમાર્ગમાં આગળ વધી જાય છે. (૬૮) બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તો જીવને પતિત થવાનો ભય છે. (પ.-૫૭૫/પા.-૪૫૫)
અહીં બોધબીજની જેણે પ્રાપ્તિ કરી લીધી છે, ગ્રંથિભેદ કરી આત્મસાક્ષાત્કાર કરી લીધો છે તેને નિર્વાણ માર્ગની પ્રતીતિ યથાર્થપણે અંતરમાં સ્થિર થઈ જાય છે, છતાં તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ કરવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org