________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
ચિંતન, મનન વગેરે કરવાથી જે લાભ થાય, તે લાભ બહુ જ થોડા સમયમાં જીવ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી પ્રાપ્ત કરી શકે છે તેવો પ્રભાવ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમનો રહેલો છે.
૬૦
(૧૦૩) દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્ચયથી, સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને હજી પરમ શાંતિનો માર્ગ પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પ.-૮૩૧/પા.-૬૨૦)
આમાં દર્શાવેલ વાતની વિચારણા કરી તે પ્રમાણે પ્રવર્તવાથી જીવ પરમ શાંતિના માગને હસ્તગત કરી શકે તેમ છે.
(૧૦૪) જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. (૫.-૮૫૬/પા.-૬૨૯)
આત્માર્થી જીવે પોતાનામાં આત્માર્થ સિદ્ધ કરવા માટેનું જિજ્ઞાસાબળ (ઝુરણા) પ્રગટાવવું જરૂરી છે. જિજ્ઞાસાબળ પ્રગટાવવાથી જીવ વિચારણા કરવા માટેના બળને સ્ફુરાયમાન કરી શકે છે. તેમ થતાં જીવમાં વૈરાગ્યભાવનું પ્રગટવું થાય છે. તે થવાથી યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થાય છે. અને તેથી તે ધ્યાન કરવા માટે યોગ્ય બનવાથી ધ્યાનમાર્ગ મેળવીને પોતાનામાં ધ્યાનબળ પ્રગટાવવાનો પુરુષાર્થ કરે છે, જેના ફળ સ્વરૂપે જીવમાં જ્ઞાનનું બળ પ્રગટે છે. આ સ્થિતિ પ્રગટાવવા માટે આત્માર્થી જીવે તથારૂપ-યથાર્થ આત્મજ્ઞાની પુરુષનો સમાગમ વિશેષપણે આરાધવા યોગ્ય છે.
(૧૦૫) સદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (૫.-૮૫૭) પા.-૬૩૦). મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના અને ગુણ જિજ્ઞાસા દર્શન મોહનો અનુભાગ ઘટવાનાં મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદૃષ્ટિ સહજમાં પરિણમે છે. (૫.-૮૬૦/પા.-૬૩૧). ન્યાય સંપન્ન આજીવિકાદિ વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org