________________
શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય
૬ ૧
નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (૫.-૮૭ર/પા.-૬૩૪)
આમાં કહેલી વાત પર સાધકે વિચારણા કરી તે રૂપ પરિણામ મેળવવા પુરુષાર્થ કરવાનો છે જેથી જ્ઞાનીનો માર્ગ આત્મામાં પરિણમી જાય છે એટલે કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે. (૧૦૬) ૐ. પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય તેવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસીજનોએ સદુઘમરૂપ આજીવિકા વ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પ.-૮૮૫/ પા.-૬૩૭) આના પર વિચારણા કરવાથી સાધના માર્ગ સહેલો કરવાનો રસ્તો ખુલે તેમ છે. (૧૦૭) અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કારસત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહત્ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહિપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. (૫.-૮૮૭/પા.-૬૩૭)
ગમ ન પડે છતાં સરળ એવા મહાપુરુષે આદરેલા માર્ગને નમસ્કાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org