SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય શકે છે. આસક્તિ તુટવાથી વૈરાગ્ય પ્રગટે છે, જેના આધારે ઉપશમભાવ પણ પ્રગટે છે. આ બન્ને ગુણોના પ્રગટવાથી જીવમાં વિવેક યથાવત્ પ્રગટે છે. વિવેક પ્રગટવાથી જડ-ચેતનની ભિન્નતાને યથાર્થ સમજી શકાય છે અને ભેદજ્ઞાન વડે જડભાવોનો વિભાવભાવોનો, પરભાવોનો ત્યાગ કરી શકાય છે. તેમ થતાં આત્મા આત્મસ્વરૂપે અંશે પ્રગટી જાય છે જેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. સમ્યગદર્શન પ્રગટ થતાં જ જીવાત્મા પોતાના સ્વરૂપનો યથાવત્ અનુભવ કરે છે અને અનાદિકાળની પરિભ્રમણની કથાવાર્તાને થોડા સમયમાં સમેટી લેવા માટે સક્ષમ બની જાય છે. (૨૧) “કર્મનું બાહ્ય સ્વરૂપ આ સ્થૂલ શરીર છે.” આ શરીર કોનું છે ? તો કે પૂર્વે બાંધેલા કર્મોથી બનેલું હોવાથી કર્મનું શરીર કહેવામાં આવે છે. કર્મનો ભોગવટો કરવા માટે જ આત્મા એ કર્મ દ્વારા જ ઉપાર્જિત કરેલ આ શરીર છે. તેથી શરીર કર્મના ઉદયના ભોગવટા માટેનું સાધન છે. જયાં સુધી જીવાત્મા શરીરમાં પોતાપણાનો ભાવ કરતો રહે છે, ત્યાં સુધી રાગદ્વેષ પરિણતિ ચાલ્યા કરવાની છે. અને નવા કર્મો બંધાતા જ રહેવાના અને નવા નવા શરીરો ધારણ થતા જ રહેવાના. જો આત્મા ઉદયનો દ્રષ્ટા બની જાય તો જ કર્મનો જથ્થો ત્વરાથી ઘટવા માંડે, અને આત્મા શાંતદશાને પ્રગટ કરતો કરતો આગળ વધતો રહે અને સમભાવ-સમતાભાવને ધારણ કરેલ હોવાથી થોડા સમયમાં શરીરનો પણ નાશ કરી સંપૂર્ણ શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. માટે જ્ઞાનીઓ જાણે છે કે આ શરીર પુદ્ગલાસ્તિકાય પાસેથી ઉછીનું લીધેલું છે. તો તેને પાછું સોંપ્યા વગર દેવું પૂરું થવાનું નથી. જેમ દેવાદાર પોતાનું દેવું ચૂકતે કરીને શાંતિ અનુભવે છે તેમ આત્મા પણ પુદ્ગલ પાસેથી લીધેલ શરીર-પુદ્ગલને પાછું સોંપી દેતા અખંડ શુદ્ધ-શાંતદશાનો ભોગવટો સાદિ અનંતકાળ સુધી કરવાવાળો બની જાય છે. આમ જોઈએ તો શરીર એ અઘાતી કર્મો જે ઉદયમાં છે તેનું બનેલું છે, એટલે નોકર્મનું છે. હવે જો તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy