________________
શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય
અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ, તેના નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજન શલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે સદ્ગુરુને નમસ્કાર. (૩.નો.-૩૭/પા.-૬૭૯)
૬૪
મોક્ષ માર્ગસ્ય નેતારું ભેત્તા૨ે કર્મભૂભૃતામ; જ્ઞાતારું વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણ લબ્ધયે.
મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદુ છું. (ઉ.નો.-૩૭/પા.૬૭૯) (વિસ્તાર માટે વ.પા.-૬૭૯, ૩.નોં.-૩૭ જુઓ)
(૧૧૫) જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને ‘બ્રહ્મચર્ય’ પાળવું એટલે સ્ત્રી આદિના પ્રસંગમાં ન જવું એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દઢ વિશ્વાસ કરી ને તે સ્થાનકે ન જાય...આ પ્રકારે જે જીવને ‘આ સ્થાનકે જવું યોગ્ય નથી' એવાં જે જ્ઞાનીનાં વચનો તેનો દૃઢ વિશ્વાસ છે, તે બ્રહ્મચર્ય વ્રતમાં રહી શકે છે અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. (ઉ.છા.-૨/પા.-૬૮૫)
(૧૧૬) વાંરવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. (ઉ.છા.-૩/પા.-૬૮૭)
(૧૧૭) જ્ઞાનીપુરુષરૂપી વન છે. જ્ઞાનીપુરુષનું અગમ્ય, અગોચર માહાત્મ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાત્મ્ય લાગે; અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય. (પા.૬૯૦)
આખા શરીરનું બળ ઉપર નીચેનું બન્ને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઈ છે તેનું બધું બળ ગયું; વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું બળ આ વિષયાદિરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાનીપુરુષનો બોધ લાગવાથી વિષયાદિરૂપ કેડનો ભંગ થાય છે. અર્થાત્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org